Chakravyuh - 39 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 39

ચક્રવ્યુહ... - 39

પ્રક્રરણ-૩૯

“હેલ્લો મેડમ, રોહન સ્પીકીંગ.” રોહનનો અવાજ સાંભળતા જ કાશ્મીરા ખુશીથી ઉછળી પડી.   “યસ રોહન.” કાશ્મીરાએ કહ્યુ.   “મેડમ, ઇફ યુ આર ફ્રી, આપણે મળી શકીએ?”   “યા શ્યોર, વ્હાય નોટ?”

“હું મારા ફ્લેટ પર ટેરેસ પર છું, તમે અહી આવી શકશો?”   “ઓ.કે. આવુ છું.” ફોન કટ કરતા જ તે ઉછળવા લાગી અને કીકીયારીઓ કરવા લાગી.   “કાલ્મ ડાઉન કાશ્મીરા, રોહનને મળવા જવુ છે તો આ રીતે નહી જવાય, કાંઇક સ્પેશીયલ તૈયાર થઇને જવુ પડશે. રોહનને ઇમ્પ્રેસ જો કરવાનો છે.” મીરર સામે જોતા કાશ્મીરા પોતાની સાથે જ વાતો કરવા લાગી અને તૈયાર થવા માટે ડ્રેસ ચુઝ કરવા લાગી.   “સમજાતુ નથી, શું પહેરૂ? વેસ્ટર્ન લુક કે ઇન્ડિયન લુક? આઇ એમ સો કન્ફ્યુઝ્ડ.” અનેક ડ્રેસને આખા રૂમમાં ફેલાવી દીધા હતા કાશ્મીરાએ. છેવટે ઇન્ડિયન રાજાશાહી લહેરીયાની કુર્તી અને બ્લ્યુ જીન્સ પહેરી, ચહેરા પર લાઇટ મેક-અપ કરી, વાળને સંવારવા લાગી. હાઇ હીલ્સ સેન્ડલ અને કાનમાં લોંગ ઇઅર-રીંગ્સ પહેરી અને આંખમાં કાજલ લગાવી તે હરીણીવેગે પગથીયા કુદતી નીચે ઊતરી ગઇ.   “મમ્મી, મારી મા, આઇ એમ સો હેપ્પી.” બોલતી તે જયવંતીબેનનો હાથ પકડી ચકરડીની માફક ભમવા લાગી.   “શું થયુ છે કે આટલી ખુશ છે કાશ્મીરા અને પ્લીઝ મને છોડી દે, ચક્કર આવવા લાગશે મને.” કહેતા જયવંતીબેને કાશ્મીરાનો હાથ છોડાવી દીધો અને સોફા પર બેસી ગયા.   “હવે એ તો કહે મને કે કેમ આટલી ખુશ દેખાય છે?”   “મમ્મી, રોહનનો ફોન આવ્યો હતો. તેણે મને મળવા બોલાવી છે.”   “સરસ બેટા. જા મળી લે રોહનને અને તારા મનની બધી વાત કહી દે જેથી તમારા વચ્ચેના બધા મન-મોટાવ દૂર થઇ જાય અને બન્ને આજીવન પ્રેમના બંધનમાં બંધાઇ જાઓ.

“ઓ.કે. મમ્મી, પ્લીઝ તુ મારા માટે ભગવાનને પ્રાર્થના કરજે.” કહેતી કાશ્મીરા મનમાં અનેક અરમાનો લેતી નીકળી ગઇ.

**********  

પંદર માળના ફ્લેટમાં સારૂ હતુ કે લિફ્ટ હતી નહી તો આજે કાશ્મીરાને રોહનનો ચહેરો જોવા માટે જ આકરી પરીક્ષા આપવી પડત. એટલે તે રોહનને મળવા માટે લિફ્ટમાં છેક ઉપર ટેરેસ પર જવા લાગી. આજે તો લિફ્ટ પણ ટેરેસ સુધી પહોંચવામાં બહુ સમય લેતી હોય તેવુ કાશ્મીરાને ફીલ થતુ હતુ. વચ્ચે વચ્ચે જ્યારે કોઇ લિફ્ટ રોકતુ ત્યારે કાશ્મીરાના ભંવા ગુસ્સાથી ચડી જતા પણ નાછુટકે તેણે પોતાનો ગુસ્સો ગળી જવો પડતો હતો. વચ્ચે રોકાતી રોકાતી માંડ માંડ લિફ્ટ ટેરેસ સુધી પહોંચી ત્યાં કાશ્મીરા દોડતી બહાર આવી અને ચારે બાજુ નજર ફેરવી ત્યાં સામે છેડે રોહન ઊભો હતો. કાશ્મીરાને એકવાર તો એમ થયુ કે દોડતી જઇ રોહનને ભેટી પડે પણ પોતાના મનના ભાવને સંયમમાં રાખી તે ધીમે પગલે રોહન તરફ આગળ વધી. બીજી તરફ રોહને પણ પોતાના ડગ આગળ વધાર્યા.

બન્ને એકબીજા તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા બપોરનો તડકો ખુબ તપી રહ્યો હતો. ચોવીસ કલાક એ.સી. માં રહેનારી કાશ્મીરા માટે આ આકરો તાપ સહન કરવો ખુબ અસહ્ય હતુ પણ તેને રોહનની માંફી જોઇતી હતી. અપલક નજરે બન્ને એકબીજા તરફ આગળ વધતા વધતા ટેરેસ પર વચ્ચોવચ આવી ઊભા રહી ગયા. બન્ને એકબીજા સામે જોઇ રહ્યા હતા. કાશ્મીરાની આંખોમાં અનેક ભાવ અને પ્રશ્નો હતા જ્યારે રોહનના ચહેરા પર કોઇ ભાવ હતા જ નહી.   “ગુડ નુન રોહન, હાઉ આર યુ?” કાશ્મીરાએ આખરે મૌન તોડતા રોહનને પુછ્યુ.   “આઇ એમ ફાઇન મેડમ, સોરી અત્યારે ખરે તડકે તમને અહી બોલાવ્યા.” મેડમ શબ્દ સાંભળવો આમ તો કાશ્મીરાને બહુ ગમતો પણ આજે રોહનના મોઢેથી આ શબ્દ સાંભળી કાશ્મીરા ધૃજી ઉઠી. તે સમજી ગઇ કે હજુ રોહને તેને માંફ કરી નથી અને તેણે મૂકેલા સગાઇના પ્રસ્તાવને સ્વિકાર્યો નથી.   “ઇટ’સ ઓ.કે. આઇ એમ ઓ.કે હીઅર. તારે જે વાત કરવી છે એ તુ આરામથી મને કહી શકે છે.” રૂમાલથી પસીનો પોંછતા કાશ્મીરા બોલી.   “મેડ્મ, જે કહેવાનો છું તેનાથી તમને દુઃખ તો ઘણુ થશે પણ પ્લીઝ તમે મારી જગ્યાએ રહીને પણ થોડુ વિચારજો કે હું શા માટે આ નિર્ણય પર આવ્યો છું.”  રોહન જેમ જેમ તેની પ્રસ્તાવના બાંધી રહ્યો હતો તેમ તેમ કાશ્મીરા સમજી ગઇ હતી કે રોહનનો જવાબ નકારાત્મક જ હોવાનો છે.   “ઇટ’સ ઓ.કે. રોહન, તુ તારી જગ્યાએ સાચો જ હશે અને તારો જે નિર્ણય હશે તે મને મંજુર રહેશે. તારા નિર્ણય જે રહે તે પણ એક વાત કહી દઉ છું કે આઇ વીલ બી યોર ફ્રેન્ડ ફોરએવર.”   “મેડમ સાચુ કહુ આપણા વચ્ચે મિત્રતાનો સબંધ હું ઇચ્છતો નથી. તમે દુઃખ ન લગાડજો પણ મારા મનમાં જે છે તે જ હું આપને કહી રહ્યો છું.”   “એવી તે શું મોટી ભૂલ કરી નાખી છે મે રોહન કે તુ મને મિત્ર માનવા પણ તૈયાર નથી? માન્યુ કે મે જે કર્યુ તે મારી ભૂલ હતી પણ તેના માટે મને પારાવાર પસ્તાવો છે જ, હવે તુ જ મને કહે કે મારી ભૂલ માટે હું શું કરુ જેથી તુ મને માંફ કરે.”   “બસ એક જ કામ કરો કે આપણી વચ્ચે મિત્રતા પણ ન રહેવા દ્યો. મનના ઘાવ છે મેડમ એમ કાંઇ તમે બે આંસુ પાડશો તો એ ઘાવ ભરાઇ જવાના નથી. આ મનના ઘાવ ભરાવા માટે સમયથી સારી કોઇ દવા નથી. જેમ જેમ સમય વિતશે તેમ તેમ આપણા વચ્ચેની તિરાડ સાયદ ભરાઇ જશે પણ ત્યાં સુધી પ્લીઝ તમે જીદ્દ છોડી દો તો સારૂ.”   “’ઓ.કે. ફાઇન. હું તારી માંફી માટે એ પણ કરવા તૈયાર છું પણ એક વાર મને એ તો કહે કે તને એટલુ દુઃખ થયુ હતુ કે તુ મને મિત્ર બનાવવાથી પણ દૂર ભાગે છે?”   “મેડમ પ્લીઝ તમે વધુ ઊંડા ન ઊતરો એ સારૂ છે. તમે ચાહો તો મને જોબ પરથી હટાવી શકો છો પણ જે મારા મનમાં હતુ એ મે તમને કહી દીધુ, હવે તમારે વિચારવાનુ છે કે તમે શું પગલુ લેશો. ધેટ’સ ઇટ.”

“ઓલરાઇટ રોહન, આઇ વીલ વેઇટ ફોર યુ. હું આખી જીંદગી તારી માંફીની રાહ જોવા તૈયાર છું. હું તને જોબ પરથી હટાવીશ પણ નહી, તારો ચહેરો મને મારી ભૂલનો અહેસાસ કરાવશે અને સાયદ ક્યારેક તને મારો પશ્ચાતાપ નજરે આવી જાય અને તુ મને માંફ કરી દે.”   “થેન્ક યુ મેડમ કે તમે મારી ફીલીંગ્સની કદર કરી અને મને સમજ્યો. આભાર મેડમ.” કહેતા રોહને કાશ્મીરા સામે હાથ જોડ્યા.   “ઇટ’સ ઓ.કે. રોહન, ચલો હું નીકળું છું, બાય.” કહેતા કાશ્મીરાએ જવા માટે પગ વાળ્યા અને બીજી બાજુ આંખમાંથી દળદળ આંસુઓ વહેવા લાગ્યા, કેટલા ઉત્સાહથી તે અહી આવી હતી પણ તેના બધા સ્વપ્નો ચકનાચુર થઇ ગયા. મન પર પથ્થર રાખી તે ભારે હૈયે લિફ્ટ તરફ જવા લાગી

“એક મિનિટ..................” અચાનક પાછળથી રોહનનો અવાજ આવતા કાશ્મીરાના પગ થંભી ગયા.

“મારી છેલ્લી વાત સાંભળતા જશો પ્લીઝ.” રોહને આજીજીના સ્વરમાં કહ્યુ અને કાશ્મીરા તેના તરફ વળી.   “હા બોલ રોહન, હજું તારે શું કહેવાનુ અને મારે સાંભળવાનુ બાકી રહી જાય છે?” કાશ્મીરાએ માંડ માંડ આંસુઓને આંખમાં સમાવતા પુછ્યુ.   “ઓ.કે. કાશ્મીરા, તો જાણે હું એમ કહેતો હતો કે......" બોલતા બોલતા રોહન જાણીજોઇને અટકી ગયો અને આ બાજુ જેવુ પોતાનુ નામ રોહનના મોઢે સાંભળ્યુ કે કાશ્મીરાની આંખોમાં ચમક આવી ગઇ અને તે રોહન સામે એકનજરે જોઇ રહી.   “શું કહ્યુ રોહન? ફરી બોલ તો.”   “સોરી કાશ્મીરા, મે મારા મજાકને બહુ લાબો ખેંચી લીધો. મે તને માંફ કરી દીધી છે. તારો પ્રસ્તાવ મને મંજુર છે.”   “યુ નોટી............. કોઇ આટલી હદે મજાક કરે? મારા મન પર શું વીતી છે એ જાણે છે?”   “કાશ્મીરા, અત્યારે અહી તુ અને હું, આપણે બે જ છીએ અને મે તો સારા શબ્દોમાં તને ના કહી હતી અત્યારે પણ એકવાર વિચાર કે તે દિવસે બધાની વચ્ચે તે મને રિજેક્ટ કર્યો ત્યારે મારી શું પરિસ્થિતિ થઇ હશે? મને મારી કોઇ પડી ન હતી તે દિવસે પણ મારા માતા-પિતા પર શું વિતી હશે તે દિવસે?”

“સોરી રોહન, આજે મને બધુ સમજાઇ ગયુ. આઇ એમ સોરી યાર.”

“હવે જે થયુ તે બધુ ભૂલી જા, હવે તારે હસવાના દિવસો આવવાના છે. સ્માઇલ પ્લીઝ.” રોહને રોમેન્ટીક રીતે કહ્યુ અને કાશ્મીરા હસત હસતા રોહનને ભેટી પડી.   “અગેઇન આઇ એમ સોરી યાર.”   “હવે આ આઇ એમ સોરી એ ત્રણ શબ્દ સાંભળી સાંભળીને હું કંટાળી ગયો છું, તુ ચાહે તો બીજા કોઇ ત્રણ શબ્દો તુ મને કહી શકે છે.” રોહને આંખ મીચકારતા કાશ્મીરાને કહ્યુ અને કાશ્મીરા શરમથી નીચુ જોઇ ગઇ.

To be continued………

Rate & Review

amisha brahmbhatt
Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Rejal

Rejal 4 weeks ago