Chakravyuh - 41 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 41

ચક્રવ્યુહ... - 41

પ્રકરણ 41

“હેય, લેટ’સ ગો ટુ લોંગ ડ્રાઇવ.” કાશ્મીરાએ રોહન સામે પ્રસ્તાવ મૂક્યો.   “હમ્મ્મ, લેટ’સ ગો પણ મેડમ તમને વિશ્વાસ તો આવશે ને મારા ઉપર?” રોહને મૂછમાં હસતા પુછ્યુ.   “ના જરાય વિશ્વાસ નથી મને તારા ઉપર. આજે તો જોઇ જ લેવુ છે કે શું કરે છે તુ?” કાશ્મીરાએ કહ્યુ અને ગાડીની સ્પીડ વધી ગઇ. થોડી જ વારમાં ગાડી હવા સાથે વાત કરતી હોય એટલી સ્પીડથી હાઇ વે પર દોડી રહી હતી. હળવુ રોમાન્ટીક મ્યુઝીક કારમાં વાગી રહ્યુ હતુ. બન્ને થોડી થોડી વારે એકબીજા સામે જોઇ હળવી સ્માઇલ પાસ કરતા હતા. બન્ને વચ્ચે મૌન હતુ છતા પણ બન્ને આંખોથી પોતાના મનના ભાવ એકબીજા સાથે વ્યકત કરી રહ્યા હતા.

“હેય રોહન, લુક એટ ધીસ. મકાઇનો ભુટ્ટો મળે છે ત્યાં. પ્લીઝ સ્ટોપ ધેર.” હાઇ-વે પર તંબુ તાણીને શેકેલી લીલી મકાઇ વેંચનાર સામે કાશ્મીરાની નજર પડતા તે નાની છોકરીની જેમ ઉછળી પડી.   “હેય પ્લીઝ યાર, લીલી મકાઇમાં શું ખાવાનું? તમારે તો શાહી પકવાન ખાવાના હોય.” રોહને કહ્યુ.   “રોહન હાઇ*વે પર ખુલ્લા આકાશ તળે જે મજા છે તે મજા ફાઇવ સ્ટાર હોટેલમાં પણ નથી. પાપા તો મને આ રીતે કોઇ દિવસ મકાઇ ખાવાની પરમીશન આપે નહી, હવે તુ પણ એવુ જ વર્તન કરશે મારી સાથે?”

“હેય, ડોન્ટ બી સેડ. આઇ એમ જસ્ટ જોકીંગ યાર, આઇ અલ્સો લાઇક ધીસ. આ તો હું જસ્ટ મજાક કરી રહ્યો હતો.” કહેતા કાર મકાઇ વેચનાર પાસે ઊભી રાખી અને રોહને ફટાફટ મકાઇનો ભુટ્ટૉ બન્ને માટે લઇ લીધો અને બન્ને ત્યાંથી થોડે દૂર કારને સ્ટોપ કરી ઊભા રહ્યા.

“કાશ્મીરા, એક વાત કહેવાની, આઇ મીન પુછવાની ઇચ્છા છે.”

“યા આસ્ક મી, હવે કાંઇ રજા લેવાની જરૂર થોડી છે તારે.”

“હું જ્યારથી ઓફીસમાં આવ્યો છું ત્યારથી કરીને આજ સુધીમાં મે તારો આવો સ્વભાવ ક્યારેય જોયો નથી, આઇ મીન ક્યાં આજનો નાના બાળક જેવો નિર્દોષ સ્વભાવ અને ક્યાં ઓફિસની એ ખડુશ કાશ્મીરા જે નાની નાની વાતમાં કોઇને પણ ખીજાઇ લેતા જરા પણ ન અચકાય. આ બન્ને કાશ્મીરા એકબીજાથી બહુ અલગ છે. હજુ ક્યારેક હું આપણા સબંધ વિષે મગજથી વિચારુ તો એમ જ થાય છે કે હજુ કાંઇક અનહોની ઘટી જશે.” રોહને જેવુ વાક્ય પૂર્ણ કર્યુ કે કાશ્મીરાએ પોતાની હથેળી રોહનના મોઢા સરસી ચાંપી દીધી.   “પ્લીઝ રોહન, જે થયુ તે ભૂલી જા, મે સાચા રસ્તે આવવામાં બહુ વાર લગાડી દીધી છે અને જ્યારે હું હવે સાચા માર્ગે છું ત્યારે નેગેટીવ બોલીને આ સુખદ પળોને ગ્રહણ ન લગાડે તો સારૂ છે. આઇ એમ યોર્સ, મારુ તન મન ધન બધુ તને સમર્પીત જ છે રોહન.” બોલતા કાશ્મીરા રોહનને ભેટી પડી.   “હેય, પ્લીઝ ડોન્ટ બી સેડ યાર. મારો ઇરાદો તને હર્ટ કરવાનો ન હતો.

“આઇ લવ યુ રોહન, હવે આપણા વચ્ચેની જુની ઘટનાઓને ભૂલી જા પ્લીઝ અને એક નવી જીંદગીની સરૂઆત કરીએ આપણે.”   “કાશ્મીરા અમૂક જુની યાદો ભૂલવી બહુ અઘરી હોય છે. માણસ ગમે તેટલુ ઇચ્છે અમૂક જુની યાદોને ભૂલી જ શકતો નથી.” રોહન ખુબ ગંભીર બની ગયો.   “અરે યાર શું થયુ? કેમ આટલો ગંભીર બની ગયો તુ અચાનક?”

“નથીંગ લાઇક ધેટ યાર, વખત આવ્યે તારી સામે જીંદગીના અમૂક પાના ખોલી દઇશ, નાઉ ચીલ યાર. મકાઇ ખાઇ લે નહી તો ઠંડી થઇ જશે, અને આપણે ઘર તરફ પણ પ્રયાણ કરીએ નહી તો મારા સસુરજી ચિંતા કરશે કે તેમની યુવાન દિકરી એક યુવાન સાથે એકલી બહાર નીકળી છે.”   “હવે રહેવા દે રહેવા.” કહેતી કાશ્મીરા મકાઇનો સ્વાદ લેવામાં મશગુલ થઇ ગઇ.   “વેઇટ હીઅર, હું પેમેન્ટ કરી આવું, ઇફ યુ વીશ યુ કેન શીટ ઇન ધ કાર.”

“ઓ.કે. તુ જઇ આવ, હું અહી બહાર ખુલ્લા વાતાવરણનો આનંદ લઇ લઉ ત્યાં સુધી.” કાશ્મીરાએ કહ્યુ અને રોહન પેલા ભાઇને પૈસા આપવા માટે વળ્યો

“કેટલા પૈસા થયા કાકા?”   “પચીસ આપો સાહેબ.” પેલા ભાઇએ કહ્યુ અને રોહને સામે પાંચસોની નોટ કાઢી.   “અરે સાહેબ આટલો વેપાર તો આખા દિવસમાં થતો નથી તે હું તમને છુટ્ટા આપુ. મજાક શું કામ કરો છો મારી?”

આ બાજુ કાશ્મીરા રોડની નજીક પોતાના બન્ને હાથને હવામાં લહેરાવતી ઊભી હતી ત્યાં અચાનક એક કાર દોડતી આવી અને કાશ્મીરા જ્યાં ઊભી હતી ત્યાં કાર સ્ટૉપ થઇ અને અંદરથી બે બુકાનીધારી યુવકો બહાર નીકળી કાશ્મીરાના મોઢે રૂમાલ દઇ કારમાં ફંગોળી દીધી ત્યાં કાશ્મીરાનો શોર બકોર સંભળાતા રોહનનું ધ્યાન પડ્યુ અને રોહન પેલા કાકાને પાંચસોની નોટ આપી તે બાજુ દોડ્યો ત્યાં કાર પૂરવેગે ત્યાંથી નીકળી ગઇ. કાર એટલી સ્પીડથી નીકળી કે રોહન કારના નંબર પણ જોઇ ન શક્યો.   રોહન કારને યુ ટર્ન મારી કાશ્મીરાને જે દિશામાં લઇ ગયા તે દિશામાં કાર દોડાવી.

“ઓહ માય ગોડ,કોણ હતા જે આમ અચાનક આવ્યા અને કાશ્મીરાને કિડનેપ કરી ગયા? કાશ્મીરા હું તને કાંઇ થવા નહી દઉ. આઇ એમ કમીંગ. રોહન ઘણે દૂર ગયો પણ દૂર દૂર સુધી પેલી ગાડી દેખાણી જ નહી એટલે તેણે સુરેશ ખન્નાને ફોન જોડ્યો.   “બોલો બોલો બરખુરદાર. કાશ્મીરાના ખબર અંતર માટે ફોન કર્યો છે તો કહી દઉ કે એ હજુ સુધી ઘરે પહોંચી નથી, આવે એટલે ફોન કરાવું.”   “પાપા, પ્લીઝ મારી વાત સાંભળો. ઇટ’સ અ બેડ ન્યુઝ.”

“શું થયુ રોહન? આર યુ ઑલરાઇટ?” સુરેશ ખન્ના ચિંતીત થઇ ગયા અને રોહને બધી ઘટના અક્ષરશઃ વર્ણવી દીધી. જેમ જેમ રોહન કહેતો ગયો તેમ તેમ સુરેશ ખન્નાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ હોય તેમ અચાનક કાશ્મીરાના કીડનેપના ન્યુઝ સાંભળી તે સોફા પર ફસડાઇ પડ્યા.   “હેલ્લો............. પાપા આર યુ ઓન લાઇન? શું થયુ?” આ બાજુ રોહન બોલતો રહ્યો પણ સુરેશ ખન્ના તો બેભાન જેવા થઇ સોફા પર ફસડાઇ પડ્યા હતા અને ખુબ પસીનો તેમને વળી રહ્યો હતો.

“ખન્ના સાહેબ................” જયવંતીબેન સુરેશ ખન્નાની હાલત જોઇ બૂમ પાડી ઉઠ્યા એ સાંભળી ઘરના નોકરો પણ હોલમાં દોડતા આવ્યા અને જયવંતીબેન પણૅ ત્યા દોડતા આવ્યા.”   “કોઇ કાશ્મીરાને બોલાવો જલ્દી.” જયવંતીબેને મોબાઇલમાંથી કાશ્મીરાને કોલ કર્યો પણ ફોન રીસીવ જ ન થયો અને આ બાજુ રોહન પણ પરસેવે રેબઝેબ ટેન્શનથી ઘેરાઇ ચૂક્યો હતો.

To be continued……………

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Bharat Kaneria

Bharat Kaneria 3 weeks ago

Rejal

Rejal 4 weeks ago

Vaishali

Vaishali 4 weeks ago

Pan