Kidnaper Koun - 21 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 21

(અગાઉ આપડે જોયું કે મંત્ર જે વ્યક્તિ ને મળ્યો હતો, તેનો સ્કેચ બનાવી રાજે બીજા પોલીસ સ્ટેશન માં મોકલી દીધા.જોશી તરફથી પેલા મકાન બાબતે કોઈ જાણકારી ના મળતા રાજ પોતાના અમુક ખુફિયા માણસો ને એની જાણકારી મેળવવા કહે છે.હવે આગળ...)

અપહરણ માટે કોઈ કડી મળી સમજી રાજ તે મકાન પર ગયો હતો,પણ હજી કાઈ સમજાતું નથી અને અંતે આ બધા થી આખા દિવસ નો થાકેલો રાજ પોતાના ઘરે જવા નીકળ્યો,અને રસ્તા મા તેને કોઈ નો ફોન આવ્યો.અને રાજ પોતાના ઘરે જાવાને બદલે બીજે ક્યાંક પહોંચ્યો.

સોના તે રાતે શિવ સાથે વાત કરતી હતી.

ભાઈ મને ખબર છે,કિડનેપર ની માંગ શું છે!

હા મને પણ..

શું?તને ક્યાંથી ખબર પડી?સોના એ ગુસ્સામાં પૂછ્યું.

મને ડિટેકટિવ નો ફોન આવ્યો હતો.સોના તને શું લાગે છે?શું હશે એ લોકર માં?શિવે શંકા થી પૂછ્યું.

મને તો કોઈ વિચાર નથી આવતો,કોણ હશે જેને એ લોકર નું કામ હશે અને શું કામ?સોના માથે હાથ દઈ ને બેસી ગઈ.

સોના ને પેલા ડિટેકટિવ પર ખૂબ જ ગુસ્સો આવતો હતો.

આ તરફ રાજ એક ઘર સામે જઇ ને ઉભો રહ્યો.બહારથી તે ઘર એકદમ સામાન્ય લાગતું હતું.રાત ના લગભગ નવ વાગ્યા હતા,અંદર થી કોઈ અવાઝ આવતો નહતો. આસપાસ પણ એકદમ સામાન્ય ઘર હતા.રાજે જોયું કે આ એરિયા એકદમ શાંત અને સુમશાન હતો.રાજ જાજો વિચાર કર્યા વગર તે ઘર તરફ આગળ વધ્યો.

ખટ...ખટ...ખટ...રાજે દરવાજો ખખડાવ્યો.

થોડીવાર માં અંદર થી એક લગભગ પચાસ ની આસપાસ ના એક પ્રૌઢે દરવાજો ખોલ્યો.અને રાજ ને જોતા જ બોલ્યા.

આવો સાહેબ અમે તમારી જ રાહ જોતા હતા.રાજે જોયું કે અંદર પણ એ ઘર એટલું જ સામાન્ય હતું.જાજો દેખાડો,નકામું ફર્નિચર એવું કશું જ એ ઘર માં નહતું.હા દીવાલ પર ઘણા બધા પેઇન્ટિંગ હતા.એ પણ ખૂબ જ સુંદર.આગળ ના રૂમ માંથી તેને અંદર બીજા રૂમ માં લઈ જવામાં આવ્યો તે રૂમ માં એક જૂનો સોફો અને થોડી પ્લાસ્ટિક ની ખુરશીઓ હતી.ત્યાં મંત્ર અને અલી પહેલેથી જ હાજર હતા.

રાજ ને જોઈને મંત્ર એ તેને આવકાર્યો.અને રાજ તેની બાજુમાં જ બેઠો.

રાજ આ જોશી સાહેબ છે.એમની પાસે પેલી જમીન બાબતે માહિતી આવી છે.અત્યારે તને અહીં બોલાવવાનું કારણ એટલું જ કે કોઈ ને ખ્યાલ ના આવે.

તેની વાત સાંભળી રાજ એક તરફ થી હસ્યો.કોઈ વાંધો નહિ,જોશી સાહેબ તમારી પાસે શુ બાતમી છે એ જણાવો

સાહેબ એ મકાન એક નિઃ સંતાન દંપતી નું હતું,પણ જિંદગી નો કોઈ ભરોસો થોડી હોઈ?તે મુજબ પતિ નું મૃત્યુ થયું,અને પત્ની ને તેમના ભાઈઓ એ આધાર આપ્યો,અને એટલે એ બેને પોતાના ભત્રીજા ભત્રીજી ના નામે એ મિલકત કરી દીધી.તે મિલકત ની કિંમત ઘણી હોઈ તેમની વચ્ચે તે બાબતે ઝગડો થવા લાગ્યો.અને બધા ને પોતાના એકલા ના નામે એ મિલકત કરવી છે.બીજા તેના ભાગ ના જેટલા પૈસા માંગે છે,તે વધુ છે.એટલે આ જમીન ને લેનાર કોઈ નથી.બેન્ક માં જો એ બધા સાથે જાય તો જ લોકર માંથી તે પેપર્સ આપવા એવી પહેલેથી જ શરત છે.હવે કોઈ એક વારસદાર એ એકલો એ પેપર્સ લેવા માંગે છે, અને બસ આ બાબત માં મંત્ર સર ના પત્ની ફસાઈ ગયા છે.કેમ કે બેન્ક નો મેનેજર એમનો મિત્ર છે.અત્યારે એ જમીન કોઈ મંદબુદ્ધિ ના બાળકો ને દાન મા દેવાની વાત ચાલે છે.પણ બધા સહમત ના થતા એનું કાઈ થવું અશક્ય છે.આટલું કહી ને જોશી સાહેબ અટક્યા.અને ત્રણેય સામે જોવા લાગ્યા.

આપ એ વારસદારો વિશે કોઈ માહિતી આપી શકો છો?કે પછી જે એન જી ઓ ને આ જમીન દાન મા આપવાની વાત છે તેના વિશે?રાજે પૂછ્યું.

એ માટે મેં ઘણી મહેનત કરી કદાચ કાલ સુધી માં એ માહિતી પણ મળી જશે.જોશી સાહેબે આત્મવિશ્વાસ થી કહ્યું.

ત્યારબાદ થોડી ચર્ચા કર્યા બાદ,ત્યાંથી સોથી પેહલા અલી,પછી રાજ અને અંતે મંત્ર ત્યાંથી પોતપોતાના ઘરે જવા નીકળ્યા.ઘરે પહોંચી બધા એ એકબીજા ની સલામતી ની પુષ્ટિ પણ કરી લીધી.પણ રાજ નો મગજ એ જ વિચાર મા હતો કે કોણ હશે એ મકાન ના વારસદાર?..

(કોણ હશે એ મકાન ના વારસદાર?અને એ સંસ્થા પણ જેને એ મકાન દાન માં મળવાનું છે?શું જોશી ખરેખર કોઈ મદદગાર છે કે પછી કિડનેપર નું કોઈ પ્યાદુ?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...