April fool in Gujarati Love Stories by Krishvi books and stories PDF | એપ્રિલ ફૂલ

The Author
Featured Books
Categories
Share

એપ્રિલ ફૂલ

આંબા પર મોર અને અને કોયલ ઝુમી રહ્યા છે. સવારનું ખુશનુમા વાતાવરણ આલ્હાદાયક શીતળતા ને મધુર કોયલના ટહુકા ને વિંધી સૂરજનો આછો પીળો રંગ બારી માંથી ડોકિયું કરી રહ્યો છે. મહિમા અને વિશાખા બંને એક જ ડાયરી માટે ખેચા ખેંચી કરી રહી હતી.


આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. બધાં જણતા હતા આજે છુટ્ટા પડવાનું છે. પોતપોતાની વસ્તુઓ લઈ, એકબીજાના ફોન નંબર ની આપ-લે પણ થઈ રહી હતી. સાથે સાથે ધણાં દિલો ધાયલ થવાનાં તો ઘણા લાંબા સમયથી પોતાના કુટુંબ થી દૂર રહેતા હતા એવાં ખુશી થી ઝૂમી ઉઠવાના. કોલેજનું છેલ્લું ફંકશન આખરે પૂર્ણ થયું. ઘણાને વિખુટા પડ્યાનો રંજ તો ઘણાને મિલનનો આનંદ.


આખરે મહિમાની ડાયરી વિશાખાએ ઝુંટવી જ લીધી. ઝુંટવી આખાં કોલેજના ગ્રાઉન્ડમાં મહિમાને દોડાવી. પણ વિશાખા એટલું દોડી કે મહિમા પકડી જ ન શકી. હાંફતી હાંફતી મહિમા કોલેજ ગાર્ડનના બાંકડા પર બેસી ગઇ.


********************


ઘણાં સમય પછી વિશાખાને ડાયરી યાદ આવતાં બેગ ઉતારી, બેગ માંથી ડાયરી લઈ હિંસકા પર બેસી ડાયરીના પાનાં ફેરવવા લાગી. મહિમાએ પોતાના જીવનના અમુક પ્રસંગને કલમથી શણગારી પોતાની ડાયરીમાં અંકિત કરેલા. મિલનની અનેક મુલાકાતો વિરહની વેદના તો અપેક્ષાની ઓટ.


"તને ક્યાંય જગ્યા ન મળી તું ઝાડવે ચડી હું કંઈ તારા ને સાગરના કરેલા ચેટ વાંચી નહીં લઉં" બરાડા પાડતી બોલી વિશાખા. "મને ખબર છે હોં તું ગમે તેવાં બહાનાં કાઢ હું તારા હાથમાં તો નહીં જ આવું " મહિમા બોલતી બોલતી ચેટ શરૂ જ હતી મોબાઈલ માં. નજર મોબાઈલમાં ને પગ ઝાડની ડાળી પર. જેવી નજર હટી દુર્ઘટના ઘટી. હું ધડામ કરતી નીચે પડી. ચીસ નીકળી ગઈ. બીજી તરફ સાગરનુ હૈયું પણ હાથ ના રહ્યું. સાગર મારા પ્રેમમાં અગાઢ ડૂબેલો, મેસેજ માં પૂછતો રહ્યો શું થયું. આ તરફ મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. માથા થી ધડ સુધી તો કંઈ જ નહોતું થયું પણ મારા બંને પગમાં પ્લેટ બેસાડી ઓપરેશન કરવું પડ્યું.


બીજા દિવસે મારી આંખો ખુલી. એ ફક્ત ને ફક્ત સાગરને શોધતી રહી. મને એમ હતું કે સાગર મારી ચીસ સાંભળીને અંહીયા આવ્યો હશે. નીરાશાની નીંદ લઈ ફરી મેં આંખો બંધ કરી. મારું મન સાગરને મળવા આકુળવ્યાકુળ થઈ ગયું હતું. મારે તો ફક્ત ને ફક્ત સાગર સાથે જ રહેવું હતું. આ હોસ્પિટલમાં દર્દની દવા મારા માટે સાગર જ હતો. એમની જગ્યાએ મમ્મી, પપ્પા આવ્યા. એમને જોઇને મને જરા પણ ખુશી ન થઈ.


વિશાખા પનનાં પછી પનનું ફેરવતી રહી.



સાગર પોતાના નવા ખોલેલા બીઝનેસમા ઓતપ્રોત ગળાડૂબ ઘેરાયેલો હતો. મહિમાનો ચેટ પર પરત જવાબ ન મળતાં કોલ કર્યો. મોબાઈલની સ્ક્રીન પર લાલી નામ આવતાં હું સફાળી બેઠી થઈ ગઈ. મેં મોબાઈલ વિશાખાને રિસીવ કરવાનું કહ્યું. વિશાખાએ ઈશારો કરી ના પાડી. મેં ઈશારો કરી મમ્મીને બહાર લઈ જવા કહ્યું. મમ્મી સામે જ બેઠી હતી. મેં સાગરનો નંબર લાલી નામે સેવ કરેલો. સાગરને તેમના ઘરના સભ્યો લાલો કહીને બોલાવતા. વિશાખા સમજી ગઈ. તે મમ્મીને બહાર આંટો મારી આવ્યે, એમ કહીને રૂમની બહાર લઈ ગઈ. મેં મોબાઈલ રિસીવ કર્યો. સાગરે મારી ખબર પૂછતા કહ્યું "કેમ છે" એટલું પૂછતાની સાથે મારું મન મારાં હાથમાં ન રહ્યું. મારી આંખો અનરાધાર વરસાદની માફક વરસી પડી. સાગર પણ થોડીવાર કંઈ બોલી ન શક્યો. સાગરે મને પુછ્યુ હું ત્યાં આવું. મારી ઈચ્છા તો સાગર જાણતો જ હોયને એવું વિચારી મેં ના પાડી દીધી. હું ના પાડીશ તો પણ સાગર મારી ભાળ લેવા અવશ્ય આવશે જ. હું મારા મનથી ખૂબ ખુશ હતી કે સાગર આવશે.


દરેક વ્યક્તિ પાસે અપેક્ષાઓ ન રાખવી જોઈએ પરંતુ જેને આપણું કહી શકાય એવું કોઈ આપણુ હોય તો ત્યાં આશા, તૃષ્ણા, અપેક્ષા સઘળું રાખી શકાય.


મને વ્હીલચેર પર બેસાડવા કોઈ મને ઉસકીને વ્હીલચેર પર બેસાડે ત્યારે સાગરની યાદ આવી જ જાય કે અંહીયા સાગર હોત તો. ને મારી આંખો ઓસના ભીંજાયેલ પાનની માફક ભીંજાય જાય. એ જૂના દિવસો યાદ આવી જાય, જે કલાકો સુધી એકબીજાના મૌનને સાંભળવા માટે રાત દિવસ ફક્ત મૌનને માણવા સામસામે મોબાઇલ શરૂ રાખી. મોબાઈલને કાન પર મૂકી એમ જ ઉંઘ કરી લેવી. વગર શરીરે એકબીજાના આત્માનો સ્પર્શથી પ્રેમને મૌનથી માણી લેવો. દુનિયાનું ભાન ભૂલી. શરીરનું ભાન ભૂલી એકમેકમાં ઓગળતા રહેતા.


એકવાર બધી જ કોશિશ થી હાર માની ને બધાં પ્રયત્નોથી આબરુને આડમાં રાખી મેં સાગરને કહ્યું કે ઘરના લોકો આપડા પ્રેમને સમજે ન સમજે આપડે કિસ્મતને માન્ય રાખી લેવામાં સમજદારી છે. ત્યારે મારા આ શબ્દો પર સાગર બોલ્યો, મારી આંખો અનરાધાર વરસી પડે છે જ્યારે આત્માને શરીરથી જુદો પાડ્યો, તેણે દુ:ખ સાથે કહ્યું કે આપણા નસીબમાં લખ્યું છે પરિવારના સભ્યોની વાત માની લઈએ. તારા પરિવારના સભ્યો કહે છે ત્યાં તું હવે લગ્ન કરી લે. તારી યાદ આવે ત્યારે મારી આંખો રડતી હોય છે, જ્યારે હું તારો સ્પર્શ અનુભવુ છું ત્યારે રુંવાડા ઉભા થઈ જાય છે જ્યારે તું મારા પેટ પર હાથનો સ્પર્શ મારા હૃદય પર નરમાશથી મૂકે છે તે સ્પર્શ અનુભવુ છું. તે દિવસે મારા વાળમાં નાંખી આપેલું તેલની સુગંધ આજે પણ અનુભવું છું તારા કપડાં પર છાંટેલુ અત્તર આજે પણ તારા કપડાંને મહેંક આજે પણ મારા શ્વાસમાં અનુભવું છું, આજે તાવમાં મારા પગ દબાવવાનું યાદ આવે છે, મારા પગ ધ્રૂજવા લાગે છે, ચાલતી બસમાંથી નીચે ઉતર્યા પછી વરસાદમાં ભીની થતાં મારો હાથ પકડેલ, મારી આંખો આજે પણ પલાળી જાય છે, મને એક નાનકડી છોકરીની જેમ કપડાં પહેરવો, વચ્ચે મારા શરીરની સુંદરતા વખાણ કરવાથી હજી પણ મારા ચહેરા પર શરમની રેખાઓ લાવે છે, આજે તમે પણ મારામાં જેટલા હું મારામાં નથી. તારા સિવાય કાંઈ દેખાતું નથી.


આજે પણ દેખાઈ છે મને તારું એ અંગડાઈ લેતું શરીર, અડધી ખુલી આંખોથી મને જોયા પછી થોડું સ્મિત કર, પછી સૂઈ જા, હું કલાકો સુધી સૂતો નથી જાગવાની સ્થિતિમાં એક સ્વપ્ન રહે, મને લાગે છે કે મારી છાતી પર તું મારી પસંદગી વિશે વાતો કરે છે, તુ તૈયાર થયેલી સારી નહીં લાગે એમ કરીને હું તારા વાળ વિખરાવી દઉં. હું તમારા બંધાયેલા હાથમાં સ્વતંત્રતા જોઉં છું.


અને તું કહે છે કે મારે તે આપણા ભાગ્યમાં લખેલું તરીકે સ્વીકારવું જોઈએ, તે પરિવારના સભ્યો અને કોઈ બીજાની વાત હોય. કેવી રીતે? જ્યારે હું મારામાં ન હોઉં ત્યારે હું કેવી રીતે કોઈકની બની શકું. તારી આપેલી યાદોથી હું ભીંજાયો છું, હું તારી ભાવનાઓથી ભરેલો છું, મારી ચિંતામાં તારા આંસુઓથી હું ભીંજાયો છું, હું ફક્ત મારામાં જ નથી, તમે ફક્ત મારામાં છો. હું તારાથી ભરેલો છું.


વિશાખા પનનું ફેરવે છે ત્યાં જ મોબાઈલ રણકી પડ્યો. વિશાખા મોબાઈલ સ્ક્રીન પર જોવે છે. તો મહિમાનું નામ, મહિમાનુ નામ આવતાં વિચાર કરે છે, શું કામ હશે..!?વાશાખા મોબાઈલ રિસીવ કરી બોલી હેલ્લો,


મહિમા: મારી ડાયરી તારી પાસે છે ને!?


વિશાખા: હાં. કેમ.!?


મહિમા: કોલેજમાં ફંકશનની તૈયારી માં યાદ ન આવ્યુ


વિશાખા: ઓહ:


મહિમા: તે વાંચી તો નથી ને!?


વિશાખા: (મનમાં વિચાર કર્યો સાચું બોલીશ તો દુઃખ થશે) ના હવે એ તો બેગમાં જ છે.


મહિમા: વાંચીશ તો મારાં કસમ


વિશાખા: એવા કંઈ કસમ ના લાગે હોં.


મહિમા: સારું, સાગરનાં કસમ આપું?


વિશાખા: આપડી બંને વચ્ચે એમના શા માટે કસમ ખાંઉ?


મહિમા: અચ્છા....


વિશાખા મોબાઈલ મૂકી બંનેના વિચારોમાં ખોવાઈ જાય છે. સાગર સ્વભાવે ખુબ સારો હતો તો ભૂલથી પણ કોઈ તેની કસમ ન ખાઈ. સ્ત્રીઓને ખુબ માન આપે, સ્ત્રીઓની વ્યથા સમજે.....


અન્યથા તે દિવસે મહિમા ઝાડ પરથી પડી ત્યારે ફર્સ્ટ એપ્રિલ હોવાથી સાગરને એમ જ હતું કે મહિમા એપ્રિલ ફૂલ કરી રહી છે


સાગરને હકીકત ખબર પડી ત્યારે ખૂબ રડ્યો...


આવી રીતે પરિસ્થિતિ પ્રમાણે આ યાદગાર પ્રસંગ મારી જિંદગીમાં હંમેશા યાદ રહેશે.......