Surat darshan books and stories free download online pdf in Gujarati

સુરત દર્શન

હેલ્લો....

સુરત કેમ છો....?

મજામાં ? હું 'હું' આરજે ધ્વનિત.....
રેડિયો સીટી નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી એફ એમ પરથી.
સૂરજ ક્યારનું ડોકયુ કરી પોતાના કિરણો થી ધરતીને તપાવવા ઓર્ડર આપી દીધો છે.
અને હું આપના કોલની પ્રતિક્ષા કરી રહ્યો છું.

अकेले हम बूँद हैं,
मिल जाएं तो सागर हैं।
अकेले हम धागा हैं,
मिल जाएं तो चादर हैं।
अकेले हम कागज हैं,
मिल जाए तो किताब हैं।
अकेले हम अलफ़ाज़ हैं,
मिल जाए तो सुंदर रचना हैं।
अकेले हम ईंट पत्थर हैं,
मिल जाएं तो इमारत हैं।
अकेले हम दुआ हैं,
मिल जाएं तो इबादत हैं।
जीवन का आनन्द मिलजुल कर रहने में है।
ગાઇઝ....ગાઇઝ....ગાઇઝ

એક કોલ આવી રહ્યો છે.....

માઈક પકડી ને એક શ્વાસે બોલ બોલ કરતો ધ્વનિત રાહતનો શ્વાસ લેતા બોલ્યો હેલ્લો...

આમ તો હું બહુ બોલકણો પણ સામે કોઈ હોય તો હું બહુ શરમાળ...
એમાં પણ જો છોકરી સામે બોલવું મારા માટે એટલું કઠીન કે સામે આવતા તો મારો અવાજ બગડી ગયેલી ગાડી કેમ ફટફટી કરે, એમ મારી જીભ ગેંગેફેંફે થઈ જાય..

'હેલ્લો કોણ' સામે છેડેથી મધુર મીઠાં કોયલ જેવા અવાજમાં એક છોકરી એ પુછ્યુ.

'ત..ત..તમે કોણ..?' ધ્વનિતે પુછ્યું.

'મેં કંઈ મારું નામ જણાવવા થોડો ફોન કર્યો છે.' અવધી થોડા ગુસ્સા સાથે બોલી.
હું આરજે ધ્વનિત રેડીઓ સીટી નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી એફ એમ પરથી, બોલો આપનો પ્રશ્ન અથવા ફરમાઈશ જે હું પૂર્ણ કરીશ. ધ્વનિત એકીશ્વાસે બોલી ગયો.

અવધી ખૂબ જ મજાકી બિન્દાસ અને ક્યારેય સીરીયસ ન થાય એવી પ્રેકટિકલ જીવન જીવવા વાળી.
બધી ફ્રેન્ડસોએ ના કહી કે આરજે ધ્વનિત સાથે મજાક કરવાનું રહેવા દે, પણ એકની બે ના થઈ.

હેલ્લો નામ નથી જાણવું સમજ્યાં, અમે એક જગ્યાએ ફસાઈ ગયા છીએ શું તમે અમને બચાવી શકો...?

આટલું સાંભળતા તો ધ્વનિતનાં મગજમાં દરિયાનાં મોજાંની માફક અવનવા વિચારો આવવા લાગ્યા, કંયા ફસાયા હશે કેટલાં વ્યક્તિઓ હશે, ખાવાં પીવાનું મળ્યું હશે તરસ્યા ભૂખ્યા કેટલાં સમયથી ફસાયા હશે....?

'હેલ્લો કંયા ખોવાઈ ગયા?' અવધીએ મોટેથી પૂછ્યું.
હોંશમાં આવતા એકદમ બોલી ઉઠ્યો હેં... હેં હું હોંશમાં જ છું હોં, પરંતુ તમારા વિચારોમાં ખોવાઈ ગયો, આઈ મીન યોર કન્ડિશન....

'બસ બસ હવે ઝટ આવો નહીં તો અમે પડી જશું' અવધી એક આંખ મીંચકાવતી બોલી.

અવધીની આજુબાજુ એમની ફ્રેન્ડસ ટોળામાં વાતો કરવાનો ગણગણાટ સંભળાતા ધ્વનિતને પણ વાત સાચી લાગી.
ધ્વનિત એક સીધોસાદો મીડલ ક્લાસ ઘરનો છોકરો હતો. ૧૯-૨૦વર્ષની ઉંમરમાં જ ઘરની અડધી જવાબદારી ઉઠાવી લીધી હતી. તે ખૂબ જ દયાળુ સ્વભાવનો હોવાથી બધાની વાતોમાં જલ્દી આવી જતો. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી, એફએમમાં પાર્ટ ટાઈમ જોબ કરતો અને ફ્રીલેંન્સિગમાં પણ જોબ કરતો.
જ્યારે અવધી ખૂબ પૈસાદાર, બીન્દાસ અને બાપનાં પૈસા ઉડાવી લીલા લહેર કરનાર, ન હિસાબ કિતાબ સમજાય ન તો વ્યવહાર આવાં જ પાગલો જેવા નખરાં અને રમત કર્યાં કરે.
'હેલ્લો, સાંભળો છો કે કાનપટ્ટી નીચે લગાવું એક' જાણે સામે જ હોય એમ ધ્વનિતને મોટેથી ગુસ્સો કરતાં અવધી બોલી.
'શાંતિ શાંતિ મેડમ આટલો ગુસ્સો સેહત માટે હાનીકારક હોય છે ખબર છે?' ધ્વનિતે અવનીને શાંત કરતા શાંતિથી કહ્યું.
અવધીએ શાંત થતાં પુછ્યું 'તમે આવો છો કે' આટલું બોલી ત્યાં અધવચ્ચે જ ધ્વનિતે અટકાવીને કહ્યું 'તમે ક્યાં ફસાયા છો?, તમે પ્રયત્ન કર્યો પોલીસને બોલાવવાનો, આ એફએમમાં શા માટે કોલ કર્યો છે?'
'ઓય... શું સમજો છો..!?
આ તો હું મસ્ત તાપી કિનારે જરા શાંત વાતાવરણ અને કુદરતનાં ખોળે ટહેલવા નીકળીને પાળી પર બેઠી, ને તમને કોલ લગાવ્યો. જેવો કોલ લાગ્યોને ત્યાં કોઈ માણસે અચાનક જોરદાર ચીસ પાડી જે દિશા માંથી ચીસ તે તરફ જોવા નજરની સાથે થોડી હું ફરી ત્યાં હું જ પાળી લટકેલી છું. મોબાઈલ પર્સ માં જ છે અને હેડફોન કાનમાં એટલે વળી વાત થાય છે નહીં તો તમને મદદ માટે શા માટે બોલાવું...?' અવધીએ મનધડત કહાની ધ્વનિતને સંભળાવી.
ધ્વનિત હાંફળો ફાંફળો થઈ થોડીવાર તો વિચાર કરવા લાગ્યો, શું કરવું શું ન કરવું કંઈ સમજાતું નહોતું.
'હેલ્લો, વાર્તાલાપ શરૂ રાખો હું હમણાં ત્યાં પહોંચું તમે એડ્રેસ બોલો' ધ્વનિતે કહ્યું.
'હું કર્મનાથ છું જ્યાં મહાદેવનું વિશાળ મંદિર છે, વરાછા રોડ પર જ છે. તમે આવો છો કે કોઈને મોકલો છો?' અવધીએ કહ્યું.
હાં હાં આવું જ છું તમે શાંતિ રાખો. આજુબાજુમાં કોઈ છે?
ના કોઈ જ નથી એમની ફ્રેન્ડસને શાંત રહેવા ઈશારો કર્યો. 'હમણાં તો ત્યાં ઘણા લોકોનો અવાજ સંભળાય રહ્યો હતો ને અચાનક શાંતિ કેમ છવાઈ ગઈ?' ધ્વનિતે માથું ખાજવતા પુછ્યું.
અરે ઈ તો બધા બીકના માર્યા ભાગી ગયા, એક વાંદરો આવ્યો એમનાં થી ડરી
'સારું તમે એક્ઝેક્ટલી કઈ જગ્યા પર છો?' એફએમની કાર તૈયાર કરાવી તેમાં બેસતા પુછ્યું.
હું વેસુ રોડથી નીકળું છું ત્યાંથી જમણી તરફ મહારાણા પ્રતાપ રોડથી સીધા એન્જિન કેફે થોડા આગળ વધતા ગૌરવ પાથ પછી ફરીથી જમણી તરફ વળાંક લઈ, સુરત ડુમસ રોડ, શ્રી પલ બેટરી પોઇન્ટ થી કેવલ ચોક થી ડાબી તરફ સોમનાથ મહાદેવ રોડ પર જ વેલેન્ટાઈન મલ્ટિપ્લેક્સ, પાર્લે પોઇન્ટ મીસ્ટર સ્ટાઈલ શોપ જે પાર્લે પોઇન્ટની મોંઘાં માં મોંઘી શોપ ડાબી તરફ વળાંક પછી પંડિત દીનદયાળ ઉદ્યાન, જમણી તરફ વળાંક વિજયાલક્ષ્મી સર્કલ, હજીરા અડાજણ રોડ જમણી તરફ વળાંક થોડું ચાલતા ડાબી તરફ વળાંક હજીરા સર્કલ,
"એ..એ... મીસ્ટર મારે આ બધું નથી સાંભળવું તમે કેટલી મીનીટમાં પહોંચવાના એ કહો" અવધીએ અધીરાઈ થી પુછ્યું.
હાં... હાં મેડમ હું પહોંચું છું. તમે પક્કડ ઢીલી ન પાડતા. બસ હું આવ્યો સમજો.
અડાજણ ફ્લાય ઓવરબ્રિજ,અંકુર વિદ્યાભવન સર્કલ. હાફ સર્કલ ડાબી તરફ રાંદેર સર્કલ, ન્યુ રાંદેર રોડ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ થોડું જમણી તરફ વળાંક અને નીચે તાપીનદી મસ્ત લહેરાતી હવા જાણે કંઇક કહીં રહી હતી. આગળ જતાં વેડ દરવાજા લેન્ડિંગ અડાજણ પાટિયા, કતારગામ વિસ્તારમાં સમ્રાટ ઈન્ટરનેશનલ સ્કૂલથી, રેશ્મા ચોકડી થી ડાબી તરફ વળાંક પૂણા પાટિયા ફ્લાયઓવર બ્રિજ સીતાનગર ફ્લાય ઓવરબ્રિજ બૂટભવાની રોડ ગાયત્રી માર્કેટ વીંધીને સીધા મારૂતિ ચોકથી જમણી તરફ લંબેહનુમાન રોડ પર અર્બન હેલ્થ સેન્ટર કરંજ સુરત મહાનગરપાલિકા શાંતિ કૂંજ, રચના સર્કલથી ડાબી તરફ કાપોદ્રા ફરી જમણી તરફ વળાંક મેઈન વરાછા રોડ બાજુંમાં વરાછા ફ્લાય સાઈડમાં કર્મનાથ ગેટ પર લખેલું 'કર્મનાથ મહાદેવ' પરંતુ ગેટ પરથી તો મંદિરનો ગેટ હોય એવું તો નથી લાગતું.
'ગેટમાં અંદર આવો દેખાશે.' અવધી બોલી
ગેટની અંદર પ્રવેશ કરતા તો ઈન્ડસ્ટ્રીઝ એરિયા હોય એવું લાગે. થોડાં આગળ જતાં તો સિમોની રબ્બર ઈન્ડસ્ટ્રીઝ છે.

'હજુ થોડા આગળ આવો' અવધી બોલી

અરે અંહી તો hyundai કંપનીનું હેડિંગ છે.

" જમણી બાજુ વળાંક નથી દેખાતો? તો એ તરફ સીધા અંદર આવો" અવધી થોડું કટાક્ષમાં બોલી.

ફાઈનલી કર્મનાથ મહાદેવ મંદિર આવ્યું હોય એવું લાગ્યું વિશાળ મોટું ફળિયું. ફળીમાં મોટાં મોટાં વટવૃક્ષો જાણે કોઈ પ્રાચીન મંદિર હોય એક સીધી હરોળમાં ચારથી પાંચ વડનાં વટવૃક્ષ જેની વડવાઈઓ પણ થડ જેટલી જાડી અને મોટી બે-ત્રણ સપ્તપદીનાં ને કડવો લીમડાનાં ઝાડ તો ખરા જ.
મેદાનમાં આગળ જતાં પરિસરમાં બોર્ડ લગાવેલ હતું તેમાં લખ્યું હતું કે
"ટૂંકા વસ્ત્રો પહેરીને પરિસરમાં આવવાની સખત મનાઈ છે"
હજુ તો હું આ બધું માંણી રહ્યો હતો. ત્યાં જ યાદ આવ્યું કે પેલી 'કોયલ' જેનું મેં તો નામ પુછ્યું જ નથી એ ક્યાં..?

હેલ્લો હેલ્લો
લાગે છે કોલ તો કટ્ટ થઈ ગયો છે.
મોબાઈલમાં જોયું તો ખ્યાલ આવ્યો કે પહેલી એપ્રિલ હોવાથી લાગે છે એપ્રિલ ફૂલ કર્યું છે
આરજે હોય તે પ્રેંક કરે, લાગે છે આ કોયલ મારી સાથે રમત રમી ગઈ.
એ તાપી નદીની વાત કરતી હતી. એટલામાં મારી નજર સામે જ એક નાનાં નાનાં ખાનાં વાળી ત્રણેક ફૂટ ઉંચી દિવાલ દેખાઈ, અને સામે વિશાળ પટમાં નદી કિનારાનુ સુંદર દ્રશ્ય આછો ઉઝાસ ધીમી ગતિએ સૂરજનું આકાશમાં ઓગળવું. સામે કાપોદ્રા પુલ પરથી અવર જવર કરતા વાહનોની લાઈટ આઆઆઆહહા શું નજારો છે. મનમાં થયું અંહી થંભી જાવ રોકાઈ જાવ.
એટલાંમાં જ મંદિરમાં ઘંટનાદ થયો. એ તરફ મેં જોયું મસ્ત મજાનું મંદિર. હું મંદિર તરફ આગળ વધ્યો. મંદિરમાં બંને તરફ એક તરફ બહેનો બીજી તરફ ભાઈઓ વચ્ચે ચાલી શકાય એટલી કેડી. મેં જેવો મંદિરમાં પ્રવેશ કર્યો તુરંત જ ઘંટનાદ સાથે ડમરું, શંખ મંજીરા, ઢોલ એકી તાલે એકી સાથે શરૂ થયાં હું ગદગદિત, અનોખો અહેસાસ થયો. મંદિરમાં આરતી થઇ રહી હતી. આગળ વધ્યો મંદિરની વિશાળતા પાસે શિવલિંગ નું સ્વરૂપ ખૂબ નાનું હતું, પરંતુ ખેંચાણ મંદિર સમાન અનોખું અને અદ્ભૂત હતું.
ત્યાર પછી તે મંદિર હું નિયમિત જાવ છું.
કંઈક અલગ અનૂભૂતિનો એહસાસ કરાવી ગયું મને આ "કર્મનાથ મહાદેવ મંદિર"


-ક્રિષ્વી ✍🏽