sukh ni kimmat in Gujarati Children Stories by Krishvi books and stories PDF | સુખની કિંમત

સુખની કિંમત

મારો પરિવાર


હું બપોર વચ્ચેનાં સમય દરમિયાન ઉઠીને બેડરૂમમાંથી બહાર આવી. સોફા પર તુલસી બેઠી બેઠી કંઈક લખી રહી હતી. એમને ખબર ન પડે એવી રીતે હું ચૂપચાપ એકદમ એમની પાછળ ઊભી રહી ગઈ.
તુલસી લેખન વડે કંઈક લખી રહી હતી. મારું મન વાંચવા વ્યાકુળ બની બની ગયું. શિર્ષક હજુ લખ્યું ન હતું ફકરો પાડીને સુંદર અક્ષરે લખેલું કે માન્યતા આન્ટી તો ખૂબ જ ધનાઢ્ય પરિવારના છે. એમની લાઈફમાં કોઈ દુઃખ જ નથી. જે ખાવું હોય તે, આ મોબાઇલના ટેરવે ઓર્ડર કરી શકે. ચોકલેટ, કેક, કેટબરી, કોસ્મેટિક હોય કે શાકભાજી, ફ્રુટ કે મસાલા. મોટા મોટા મોલમાં ફરવા જવું હોય કેટલું આસાન હોય છે એમનાં માટે. કપડાંની ખરીદી કરતી વખતે વિચાર નહિ કરવો પડતો હોય કે આટલા રૂપિયાનું રોકાણ કપડામાં કરીશ તો નાસ્તાનાં કે કરિયાણાના રૂપિયા ક્યાંથી કાઢીશ. વ્યવહારિક કે સામાજિક પ્રસંગે જવા માટે આ ફુરર કરતી ફોરવ્હિલ કાઢી પાર્કિંગ માંથી એમને એવો વિચાર ન કરવો પડે કે ફોરવ્હિલમાં જશું તો વ્યવહારિક કાર્યોમાં આપવા માટે ગીફ્ટની વ્યવસ્થા કઇ રીતે કરીશ. મોંઘી મોંઘી ચપ્પલ, સાડી અને પર્સ તો ખરું જ, આ બધું ખરીદી કરતી વખતે એમને જરા પણ વિચાર કરવો નથી પડતો.
એક મારી મા જોને રોજ રોદડા રોતી હોય છે, એટલું તો હું સમજું છું એટલે કોઈ દિવસ પિત્ઝા મંગાવીને ખવડાવ એવી જિદ્દ નથી કરતી, રોટલી પર કેચઅપ, કોબી, કાકડી લગાવી ચલાવી લઉં છું. ચોકલેટમાં ચલાવી લઉં, કેડબરીની જિદ્દ નથી કરતી. જે શાકભાજી લાવે તે ખાઈ લઉં છું. સીઝનેબલ ફ્રુટ નથી મળતાં તો પણ જિંદગી મસ્ત ચાલે. અને દરેક સન્ડે પર પપ્પાને કહેવાનું મન થાય કે
"પપ્પા આજ તો અમને મોલમાં ફરવા લઈ જાવ" ત્યાંની વિડ્યો ગેમ પર કલાકો વિતાવ્યનો આનંદ લેવની ઈચ્છા થાય. પરંતુ તુરંત જ યાદ આવી જાય કે આ મમ્મી આણાંમા લાવેલી બાઈક પેટ્રોલ બહુ પીવે. પપ્પાને કહીશ તો મોલમાં ફરવા લઈ પણ જશે, પરંતુ કોઈ વસ્તુ મને ગમી જાય અને ખરીદી, ન આપી શકે તો પપ્પાના મનને ઠેસ લાગશે કે મેં વસ્તુઓ માંગી અને તે મને અપાવી ન શક્યા, એ વાતનો વસવસો આખું અઠવાડિયું પપ્પાનાં મગજને કોતરી ખાશે. નાની નાની વસ્તુઓ ખરીદવામાં કેટકેટલા રૂપિયા જોઈએ આવો હિસાબ રાખવો પડે પપ્પાને.
મમ્મી ન તો ક્યારેય સાડી માંગે ન તો સેન્ડલ અને મારા માટે મને જે પસંદ આવે તે લઈ આપે. મારાં નાના ભાઈને તો બિચારાને શુઝ બહુ ગમે પરંતુ એ પણ મમ્મી પપ્પા પાસે ક્યારેય જિદ્દ ન કરે.
પરંતુ ભગવાન મને ફરીથી જન્મ આપને તો આવાં સાધારણ ઘરમાં જ આપજે
લી. આપનો ઉપકારી ઉપાસક

પરંતુ મને તો આજ ખબર પડી કે જ્યારે મમ્મી દાદીને કહી રહી હતી કે માન્યતા આન્ટીને સંતાન નથી.
સુખ શાહીબી ફક્ત પૈસા હોતા જ નથી. એ આન્ટી બાળક માટે વલખાં મારે છે જ્યારે મમ્મી પપ્પા પાસે તો ફક્ત પૈસા જ નથી. પૈસા થી જો બધું ખરીદી શકાતું હોત ને તો માન્યતા આન્ટી પણ સુખી હોત.

હું તો વિચાર કરતી રહી ગઈ, કે મને તો એમ હતું કે બાળકો ને આવી ખબર નહીં પડતી હોય, પરંતુ તુલસીના આ લેખ દ્વારા મને પણ બાળકોની નાની નાની શું જરૂરિયાત હોય તે જાણવા મળ્યું. અને કેટલી વખત ન માંગીને કુરબાની પણ આપતા હોય છે. એક મિડલ ક્લાસના બાળકો જ સમજી શકે કે પૈસાનું શું મહત્વ હોય.....

પણ પૈસાવાળાનાં છોકરાઓને આવી વ્યથા વિપદા વ્યવહારની જ ખબર નહીં પડતી હોય કદાચ...


Rate & Review

Hemal nisar

Hemal nisar 8 months ago

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 8 months ago

Payal Chavda Palodara
Prince shah

Prince shah 8 months ago

SUNIL ANJARIA

SUNIL ANJARIA Matrubharti Verified 8 months ago