Kshitij - 30 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 30

જ્યોતિ અનુરાગને મળીને પછી જ બધી વાત કરશે તેનો મને પૂરો વિશ્વાસ હતો માટે મેં જ્યોતિને તે પદાર્થ પાણીમાં ભેળવી પીવડાવી દીધું અને તેની પાછળ એક માણસ લગાડી દીધો જેથી જો ભૂલે ચુકે જ્યોતિની તબિયત ખરાબ થતાં પહેલા તે અનુરાગને બધી હકીકત જણાવે તે પહેલા જ જ્યોતિનું કામ ખતમ કરી શકે.

મારો પ્લાન જ્યોતિને મારીને બધો આરોપ સુમેરસિંહ ઉપર લાવવાનો હતો અને એજ થયું. અનુરાગે ખૂટતી કડીઓ મેળવી તે માની પણ લીધું કે આ બધા પાછળ સુમેરસિંહ જ છે."

"મિલકત માટે તે આટલું બધું કર્યું, તને ખબર પણ છે તે કેટલું મોટું પાપ કર્યું. તે એક આશાથી ભરેલ માસુમ જ્યોતિને મારીને એના માબાપને નિસહાય કરી દીધા. આ બધાનો ભોગ બિચારી જ્યોતિ બની." રાશિ ધુત્કાર સાથે શક્તિસિંહ સામે બોલી.

"દીકરા, પૈસા એટલા મહત્વ છે ? પોતાનની નાનપણની મિત્ર સાથે આવું વલણ? એના માટે તે એક નિર્દોષનો ભોગ લઈ લીધો ? " સુમેરસિંહ કપાળે હાથ દઈને બેસી ગયો.

"દીકરો ન કહેશો મને, કુંવર ચાંદ વીરપ્રતાપ સિંહ. સંબંધોને તમે લાયક નથી".

ચાંદ વીરપ્રતાપ સિંહ સાંભળતાજ સુમેરસિંહના કાન ચમકી ઉઠ્યા, આજે કેટલાય વર્ષો બાદ પોતાનું નાનપણનું હુલામણું નામ સાંભળી સુમેરસિંહ ચોંકી ઉઠ્યા.

"શું બોલ્યો તું? તને ક્યાંથી જાણવા મળ્યું આ નામ? આતો રાશિને પણ ખબર નથી", પોતાના ભૂતકાળના આ પહેલું વિશે કોઈ બીજાને પણ ખબર છે તે વાત જાણી સુમેરસિંહ પહેલા પોતે સાંભળેલ વાત ઉપર વિશ્વાસ ન કરી શક્યા.

"હું એકદમ સાચું બોલ્યો છું, તમે તો પોતાના ભૂતકાળને કાપીને ઉખાડીને ફેંકી દીધો છે પણ એના મૂળ મારામાં નાનપણથી ખુંપાયેલ છે.

સરોજ તો યાદ હશે ને તમને? તેનો હું દીકરો. જેને તમે અપમાન કરી તમારા ઘરમાંથી નીકાળી દીધી હતી. હું બહુ સમય મારી મા સાથે વિતાવી શક્યો નહિ કેમકે મારી માનું તમે આપેલ ઝખ્મના કારણે ઘૂંટાઈ ઘૂંટાઈને મોત થયું હતું. એના દિલમાં રોજ થતી વેદના મેં નાનપણમાં જ અનુભવી હતી. જયારે એનું મૃત્યુ થયું ત્યારબાદ એની ડાયરી વાંચી મને તેની પાછળ રહેલ કારણ જાણવા મળ્યું. એટલે જ મેં રાશિ સાથે મિત્રતા કેળવવાનું શરુ કર્યું હતું જેથી મારી મા જેણે તમને ભાઈથી પણ વિશેષ પ્રેમ કર્યો હતો એને આપેલ જાકારાનો હું બદલો લઇ શકું." આંખમાં ધસી આવેલ આંસુ અને ગુસ્સાના મિશ્રણ સાથે શક્તિસિંહ કંપી રહ્યો હતો.

પોતાનું આખું બાળપણ સુમેરસિંહની નજર સમક્ષ ભજવાઈ રહ્યું. પોતાની બહેન સરોજ અને પોતે કુંવર ચાંદ વીર પ્રતાપ સિંહ, બંનેએ કરેલી મસ્તી મજાક, બંને વચ્ચે રહેલ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ, પોતાના મિત્રો વિરુદ્ધ સરોજના આરોપ, બધુજ સુમેરસિંહના મસ્તિસ્કમાં ભમવા લાગ્યું.


" દીકરા, તે અણબનાવ હતો. મને જયારે હકીકતની જાણ થઇ ત્યારે ઘણુ મોડુ થઇ ચૂક્યુ હતુ. મારી ભૂલની માફી માંગવા મેં સરોજને ઘણી શોધી પણ તે મને કશે મળી નહીં. સમય વહેતા હું બધું ભૂલી ગયો. પણ બેટા, તે એક અણબનાવ માત્ર હતો. તેને મનમાં બદલાની ભાવના તરીકેનું બીજ બનાવીને તે કેમ ઉછેર્યું. મને પૂછ... તે દિવસોમાં હું કઇ રીતે ગાંડાની જેમ તારી માને શોધતો ફરતો હતો. " સુમેરસિંહ ઢીલો થઇ ગયો.

"બેટા તે વાંચેલું બધું સાચું છે. હા મારાથી ખૂબ મોટી ભૂલ થઇ હતી. પણ હું તેને સુધારવા પણ એટલો જ તડપેલો. "

"એ જે હોય તે હવે ઘણું મોડુ થઇ ગયું છે. બદલો તો હું લઈને રહીશ, તમને બધાને બધી જાણ તો થઇ જ ગઈ છે, હવે મને કોઈ ડર નથી.

✍️ ધ્રુતી મેહતા (અસમંજસ)