Kidnaper Koun - 25 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 25

(અગાઉ આપડે જોયું કે રાજ નો પીછો કરતા માણસો તેના હાથ માં આવ્યા,પણ તેઓ ખૂબ જ સામાન્ય માણસ છે એ જાણી ને તેને આશ્ચર્ય થયું,અને તેમના ફોન કોલ ની તપાસ રાજે ચાલુ કરાવી.આ તરફ શિવ નો ડિટેકટિવ હવે રાજ ને તેમની સાથે લેવાની વાત કરે છે.હવે આગળ...)

ડિટેકટિવ ના કહ્યા મુજબ અમુક બાબત રાજ કાયદા ની અંદર માં રહી ને કરી શકે,એટલે શિવે રાજ ને પોતાની ઓફિસે મળવા બોલાવ્યો. રાજ શિવ ને મળવા તેની ઓફિસે પહોંચ્યો,ત્યારે તે બંને સિવાય સોના અને એક ચોથી વ્યક્તિ પણ હતી.રાજે જોયું તેને પોતાનો ચહેરો હજી ઢાંકી રાખ્યો હતો.રાજે સોના ની બાજુમાં બેઠક લીધી.

રાજ આજે આપડે મોક્ષા ના અપહરણ ને લાગતી બાબત ની ચર્ચા કરવા અહીં ભેગા થયા છીએ.અને મને એ બાબતે થોડી ઘણી જે માહિતી મળી છે એ હું તારી સાથે શેર કરવા ઈચ્છું છું.

રાજ ને એ જાણી ને આશ્ચર્ય થયું કે શિવ પાસે કોઈ માહિતી ક્યાંથી આવી હોય?પણ અત્યારે તે ચૂપ રહ્યો.અને શિવ એ ફરી પોતાની વાત આગળ ચલાવી.

રાજ આ મારો ડિટેકટિવ છે.જેના દ્વાર મને મોક્ષા વિશે ઘણી બાબતો જાણવા મળી.રાજ તો એ વાત સાંભળી આભો જ બની ગયો કે શિવે ડિટેકટિવ કેમ રોક્યો?

શિવ તે કેમ ડિટેકટિવ રોક્યો?રાજે પોતાના સ્વભાવ મુજબ પૂછ્યું.

કેમ કે મને પહેલેથી અભી પર શંકા હતી,અને આમ પણ મોક્ષા આપડી ફ્રેન્ડ છે તો એક મિત્ર ભાવે મને ઠીક લાગ્યું તે મેં કર્યું.શિવે સાચો જવાબ આપ્યો.

ઓકે તો હવે શું માહિતી મળી છે ,એ મને જણાવ!!

મંત્ર ની જગ્યા એ જે વ્યક્તિ આવી છે તે વ્યકતી તે ઓફીસ મા ની જ એક છે.અને ઓફીસ મા જ કોઈ વ્યક્તિ ના ઈશારે આ બધું કામ થઈ રહ્યું છે.અભી પર મને પહેલેથી શંકા હતી,અને કદાચ હજી પણ...આટલું કહી શિવ અટક્યો.

પણ અભી અત્યારે ક્યાં છે એ ખબર નથી,અને એ ઉપરાંત બે વ્યક્તિ એવી છે જે આપડા બધા નો પીછો કરે છે.શિવે રાજ ને બધી જ વાત કરી.

હા પણ એ બે વ્યક્તિ કાલે જ રાજ સર ના હાથ મા આવી ગઈ છે.બરાબર ને સર!પેલો જાસૂસ બોલ્યો.

રાજે તેની સામે જોયું તેને હજી ચેહરા પરથી કપડું હટાવ્યું નહતું,એટલે રાજે પૂછ્યું.શું આપડે પહેલા મળી ચુક્યા છીએ?કેમ કે તમારો અવાઝ સાંભળેલો લાગે છે.

એટલે પેલો શિવ સામે જોઈ ને હસ્યો,અને તેને પોતાના ચેહરા પરથી કપડું કાઢ્યું,એ સાથે જ રાજ ત્યાંથી ઉભો થઇ ગયો.કેમ કે તે બીજું કોઈ નહિ પણ મંત્ર ના ઘર મા કામ કરતો ચોકીદાર હતો.જેને રાજ પૂછપરછ દરમિયાન બે વાર મળી ચુક્યો હતો.

તું...તું ચોકીદાર છે કે જાસૂસ?રાજે તેને જોતા જ પ્રશ્ન કર્યો.સોના તો રાજ ના આ સવાલ થી ઊછળી પડી.

ચોકીદાર!!રાજ તું કહેવા શુ માંગે છે?સોના એ રાજ ને પૂછ્યું.

રાજે ફરી પેલા તરફ પ્રશ્ન સૂચક નજરે જોયું.તે અને શિવ બંને એક બીજા તરફ માર્મિક હસતા હતા.

જી હા સર હું મંત્ર સર ના ઘર નો ચોકીદાર અસલ મા એક જાસૂસ છું.મને નાનપણથી જાસુસી નો શોખ એટલે મેં નક્કી કર્યું તું કે હું મોટો થઈ ને આ જ કામ કરીશ.મારા પપ્પા એમને ત્યાં કામ કરતા એટલે જ્યારે તેઓ બહાર હોઈ હું તેમની બદલે ત્યાં જઈ શકતો.છેલ્લા થોડા સમય થી મારુ એક કામ પૂરું કરી હું ઘરે આવ્યો હતો,નવું કામ ચાલુ થવાની હજી વાર હતી,એ દરમિયાન પપ્પા બહારગામ ગયા હોવાથી હું ત્યાં ડ્યૂટી પર હતો,અને ત્યાં જ એક દિવસ મોક્ષા મેમ નું અપહરણ થઈ ગયું.મારે તો આમ પણ રજા જ હતી,એટલે જ્યારે શિવ સરે આ કામ ની વાત કરી તો મેં મારી રજા નો સદુપયોગ કરવાનું નક્કી કર્યું.

પણ તું શિવ ને કઈ રીતે ઓળખે છે?

શિવ સર મારા મોટાભાઈ ના બોસ છે.પેલા જાસૂસે કેબીન ના કાચ માંથી બહાર એક કર્મચારી તરફ આંગળી ચીંધી ને કહ્યું.અને એટલે એમને મારા વિશે ખ્યાલ હોઈ,મને અહીં બોલાવી ને આ કામ સોંપ્યું છે.

પણ મને ખબર છે ત્યાં સુધી તું તો એકવખત તેમને ગન પોઇન્ટ પર અહીંથી ઉપાડી ગયેલો ગુંડો છે.એટલે જ તો જ્યારે તને પહેલી વાર અહીં જોયો ત્યારે હું ડરી ગઈ હતી.સોના એ આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું.

(શુ ખરેખર શિવ નો ડિટેકટિવ મોક્ષા અપહરણ કેસ માં મહત્વ નો સાબિત થશે કે પછી તે આ કેસ માંથી ભટકાવસે?પીછો કરતી વ્યક્તિ ના ફોન ડિટેલ્સ માંથી શું જાણકારી મળશે?શું અભી ની જગ્યા એ બેસેલા વ્યક્તિ નો પત્તો લાગશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...