Remember .... books and stories free download online pdf in Gujarati

યાદ....

તિથલ.....
એનો એ દરિયા કિનારો..... અને અંશ ની સાથે વિતાવેલી એ સાંજો....
વેકેશન નો ટાઈમ હતો. મે મહિનો એટલે ગરમી પણ પારાવાર . ઘરે બેસી ને બોર થઇ રહ્યા હતા. અચાનક અંશ ના મન માં આવ્યું ચલ કશે દરિયા કિનારે જઈ ને રહીએ થોડા દિવસ . અને એણે કહ્યું પછી શું છે તરત જ તૈયારીઓ કરવા લાગ્યા જવાની. અને તૈયારી માં પણ શું હોય બે ત્રણ જોડી કપડાં જરૂરી સામાન અને અમે રેડી.
અંશે ટ્રેન માં રિઝર્વેશન કરવી દીધું. સાંજે 7 વાગ્યા ની ટ્રેન હતી. એ તો એટલો ઉત્સાહ માં હતો કે 6 વાગ્યા પહેલાં નો રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. હું પણ ફટાફટ તૈયાર થઇ ને પહોંચી રેલ્વે સ્ટેશન.
અંશ ને ખુબ શોખ આ રીતે અચાનક પ્લાન બનાવી ને તરત નીકળી જવાનો . પ્લેટફોર્મ પર પહોંચ્યા... એ મને તિથલ વિશે સમજાવતો રહ્યો ત્યાં આવું છે. વલસાડ માં આ ફેમસ છે .....હું સાંભળતી , એની ખુશી મહેસૂસ કરતી રહી . આખરે ટ્રેન આવી અને અમે બેસી ગયા.
એ કઈક અલગ હતો બધાં કરતા. હમેશાં મસ્તી, મજાક...દરેક બાબતો નું જ્ઞાન એની પાસે . અને એક નાની નાની વાત પણ સમજાવતો મને.
હું અને અંશ બહુ જ સારા કહી શકાય એવા મિત્રો હતા. મારામાં મન માં કઈ પણ ચાલી રહ્યું હોય એને તરત સમજ આવી જાય.
હવે એના વિશે જણાવું ... અંશ...એક નેટવર્ક એન્જિનિયર હતો. ખૂબ સુંદર, એટલો જ સમજદાર અને એના થી વધારે એની મિત્ર માટે એટલો જ પસેસિવ. વાતો બધી મોટા માણસો જેવી પણ દિલ એનું નાના બાળક જેવું . સુંદર આંખો અને એ આંખો માં બહુ બધા સપનાંઓ. હમેશાં કહેતો મને કે મારે સમય થી આગળ ચાલવું છે. ટૂંક માં એ જ્યાં હોય ત્યાં એક માહોલ હમેશાં બની જાય એવું વ્યક્તિત્વ હતું એનું. જિંદગી ની હર પલ ને જીવી લેવી, માણી લેવી એ એનો નિયમ હતો.
ક્યારેક એવું લાગતું કે હું આને જેટલું સમજુ છું એટલું કોઈ નઈ સમજતું હોય. અને એ વાત પર મને ખૂબ ગર્વ પણ થતો.
ટ્રેન માં બેઠા બેઠા પણ એ પ્લાન રેડી કરતો કે પહેલા અહીં જઈએ પછી આમ કરીએ...હું સુઈ ગઈ હતી તો ઉઠાડી ને પાછો પૂછે કે આ બરાબર ને?? અને હું હા કહું એટલે એના ચહેરા પર એ જ મસ્તી વાળું સ્મિત આવી જાય.
રાત્રે 12 વાગ્યા આસપાસ અમે વલસાડ પહોંચ્યા. હોટેલ એણે પહેલે થી જ બુક કરાવી રાખી હતી. એટલે સીધા ત્યાં જ પહોંચ્યા.
સવારે એ વહેલો ઉઠી ને બહાર ગયો અને ત્યાં ના ફેમસ રાજ રાની ના વડાપાઉં લઈ આવ્યો પછી ઉઠાડી મને. નાસ્તા ને ન્યાય આપી વલસાડ માં ફર્યા. પણ હર વખત મારો હાથ પકડી એનું ચાલવું, પ્રોટેક્ટ કરી ને રાખવી મને ગમતું હતું. નાની નાની વાત પણ એ સમજાવતો રહેતો અને હું સાંભળતી રહેતી. સાંજે તિથલ જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા પછી એની ખુશી અલગ જ હતી. દરિયા કિનારે હાથ પકડી ને એ એટલા જ પ્રેમ થી ચલાતો રહ્યો મારી સાથે.
ક્યારેક રેતી માં ઘર બનાવતો, દરિયા ના મોજા સામે પડતો અને આ બધા માં મારો હાથ તો પકડી જ રાખવાનો. ઢળતી સાંજે ત્યાં પડેલા ઝાડ ના પાંદડા ની રીંગ બનાવી એણે અને એ દરિયા સામે પહેરાવી. કઈ પણ બોલ્યા વગર ચૂપ ચાપ. હમેશાં બોલ બોલ કરતો માણસ કઈ પણ બોલતો નથી સિર્ફ આ સમય, આ ફિલીંગ ને માણી રહ્યો છે. પાછા ફરતા કોઈ કશું બોલી નથી રહ્યું. પણ એણ હાથ પકડી રાખ્યો છે મારો.
બે દિવસ ત્યાં દરિયા કિનારે રોકાયા ને અમે પાછા પણ આવી ગયા. સમય વીતતો ગયો. મિત્રતા વધુ ગાઢ થતી ગઈ..
અને...
આજે અચાનક સવાર માં ફોન પર ફોન આવી રહ્યા હતા. અચાનક આટલી વહેલી સવાર માં આટલા બધા મિત્રો ની રીંગ જોઈ ને હું ગભરાઈ ગઈ. એક ફોન ઉઠાવ્યો અને પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ.....
10મિનિટ સુધી કઈ પણ બોલી ના શકી હું. મિત્ર નો ફરી ફોન આવ્યો હું લેવા આવ્યો છું જલ્દી નીચે આવ. હું ચૂપ ચાપ એની સાથે નીકળી ગઈ. મન સમજી નતુ શકતું કે શું કરવું જોઈએ.
ઘરે પહોંચી બહાર એટલા બધા લોકો ને જોઈ ગભરાઈ ગઈ. દરવાજા ની અંદર જવાની હિંમત જાણે ખતમ થઇ ગઈ હતી. અવાજ પણ પગ ની જેમ સાથ નતો આપી રહ્યો. એક મિત્ર લઈ ને ગયો અંદર.........
અંદર અંશ સુતો હતો...હમેશાં હાથ પકડી ને પ્રોટેકટ કરી ને ચાલવા વાળો આજ હમેશાં માટે છોડી ને જતો રહ્યો હતો. જોઈ નતુ શકાતું એની સામે... હાથ પણ આપ્યો મે મારો પણ આજ પહેલી વાર એને ના પકડ્યો. આટલા બધા ફૂલો ની વચ્ચે એનો માસૂમ ચહેરો...એની આપેલી એ પાંદડાઓ ની બનાવેલી રીંગ....એની મસ્તી, એની કદી ના ખૂટતી વાતો....
કદી પણ ના ભૂલી શકાય...લોકો કહે છે કે મૃત્યુ પામેલું માણસ તમને જોઈ શકે છે...ફીલ કરી શકે છે....હું ઈચ્છું છું કે તું જોવે અંશ...હાથ પકડી ને ચાલવા ની આદત પડી ગઈ હતી મને 10 વર્ષ થી....તારું રોજ કશું નવું મને શીખવવાની આદત પડી ગઈ છે.
મિત્ર છે માંથી હતો નથી લખી શકાતું મારા થી.
અગર આવી શકાય તો પ્લીઝ આવી જા..... પ્લીઝ.... 😭😭
Share

NEW REALESED