Kurukshetra.. in Gujarati Short Stories by Beenaa Patel books and stories PDF | કુરુક્ષેત્ર..

કુરુક્ષેત્ર..

અચાનક આવતા ઠંડા પવન થી એકતા ચમકી ગઈ. એની આંખ ખુલી ગઈ. ત્યારે એને ભાન થયું કે રાત થયી ગઈ છે. શિયાળા નો સમય હતો અને પોતે તો સાંજ ની 5 વાગ્યા નો કોફી લઈ ને બાળકની માં આવી હતી. અને ભૂતકાળ ને વાગોળવા માં સાંજ ની રાત પડી ગઈ. એની કોફી પણ ઠરી ને બરફ જેવી થયી ગઈ હતી. શિયાળા ની શીતલહેર થી એ જાગી ગયી.
અંદર રૂમ માં આવી અને કિચન તરફ ચાલી. કશું જમવાનો આજે મૂડ પણ નથી એટલે ફરી કોફી બનાવી અને નાસ્તો લઈ ને રૂમ માં આવી. આજે ખબર નહિ કેમ પણ એને પોતાની જૂની યાદો પરેશાન કરી રહી હતી. લાખ કોશિશ કરવા છતાં પણ વારે ઘડીયે એ ભૂતકાળ માં જ ડોકિયું કરવા જતી રહેતી હતી. કોફી અને નાસ્તા ને ન્યાય આપી ને એ મન ને બીજે વાળવા માટે ટીવી ચાલુ કરી ને બેઠી.
પણ કોઈ જગ્યા એ આજે મન નહોતું લાગતું.
એ પોતે ટપારે છે કે શું કરી રહી છું એકતા. એક સફળ બિઝનેસ વુમન, સમાજ માં એક બહુ સારું નામ છતાં આજે પોતાને ખૂબ એકલી મહેસુસ કરી રહી છે. એવું પણ નથી કે એની આસપાસ કોઈ નથી મિત્રો, ઓફિસ ના લોકો, સમાજ ના અગ્રણીઓ ,ઘણા બધા છે એની સાથે પણ છતાં પણ કંઇક જાણે ખુટી રહ્યું છે.
એ પોતાને આયના માં નિહાળે છે. ૩૫ વર્ષ ની હોવા છતાં માંડ 25 ની લાગે એટલી સરસ રીતે સંભાળી છે એને કાયા ને. ગોરો વાન, બદામી અણીયાળી આંખો, નાજુક પાંદડી જેવા હોઠ, કુદરતી ગુલાબી ગાલ, અને પૂરા ચહેરા ને જાણે નજર લાગવા થી બચાવતું હોય એવુ હોઠ ની નીચે નું ઘેરું કાળું તલ. લાંબા બદામી કેશ એની સુંદરતા માં ઔર વધારો કરતા હતા. એ પોતાને નિહાળ્યા જ કરતી રહી. આટલા સુંદર ચહેરા પર પહેલા જેવી મસ્તી નથી દેખાતી. એ મોટી મોટી બદામી આંખો માં જે બાલીસતા હતી એ ક્યાંક ખોવાઈ ગઈ છે. આજ થી ૫ વર્ષ પહેલાં જે અલ્લહડપણ હતું, જે માસૂમિયત હતી એ તો જીવન ની થપાટો ખાઇ ખાઇ ને ક્યાંય ખોવાઈ ગયું છે. એક નિસાસો નાખી ને એકતા બેડ પર સુવા આવી ગઈ. પણ આજે જાણે નિંદર પણ રિસાઈ ગઈ છે એના થી.
એકતા આંખો બંધ કરે છે અને આંખો સામે અમિત નો ચહેરો આવી જાય છે. ૫ વર્ષ પહેલાં નો અમિત.
બંને કોલેજ ના ટાઈમ ના ખૂબ સારા મિત્રો, કોલેજ પછી બંને કારકિર્દી બનાવવા માં લાગી જાય છે. એકતા અને અમિત.. બંને અલગ અલગ શહેર ના હતા. હોસ્ટેલ માં રહી ને અભ્યાસ કર્યો હતો. કોલેજ પૂરી થતાં બંને પોત પોતાના ના શહેર જતા રહ્યા હતા. કારકિર્દી બનાવવા માં પહેલા તો જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા અને જોબ સર્ચ કરવા માં ખ્યાલ નતો આવતો પણ ધીરે ધીરે બંને ને ફીલ થવા લાગ્યું કે બંને એક બીજા થી ખૂબ એટેચ થયી ગયા છે. 3 વર્ષ એક સાથે રહ્યા પછી અચાનક આમ બિલકુલ અલગ જ થયી જવાનું અઘરું હવે ફીલ થયી રહ્યું હતું. આખરે એક રવિવારે અમિત એકતા ના શહેર માં આવે છે અને મળે છે એને. એકતા ના પણ એવા જ હાલ હોય છે. અમિત એને પ્રપોઝ કરે છે અને એકતા એનો સ્વીકાર કરે છે હસતા હસતા.
અમિત પોતાના ઘરે વાત કરે છે પણ એમને મંજૂર નથી હોતું અને અહી એકતા ને પણ એ જ પ્રોબ્લેમ થાય છે. આખરે બંને એક દિવસ કોર્ટ મેરેજ કરી લે છે અને જ્યાં ભણતા હતા એ જ શહેર માં પોતાની નવી દુનિયા વસાવે છે.
બધું સરસ છે. નવા અનુભવો સાથે એ લગ્ન જીવન શરૂ કરે છે. અમિત ને એક સારી જગ્યા પર જોબ મળી ગઈ. અને એકતા એને થોડા વધુ પ્રોબ્લેમ આવે છે કેમ કે બાકી ની આજ ના જમાના ની છોકરીઓ જેમ એને પણ અત્યાર સુધી ફક્ત ભણવા પર જ ધ્યાન આપ્યું હતું. એટલે રસોઈ, ઘર કેમ સંભાળવું એ થોડું અઘરું પડતું હતું એને. પણ એ અને અમિત ધીરે ધીરે સીખી રહ્યા હતા. નવી નવી જોબ હતી એટલે અમિત સવારે નીકળી જતો અને સાંજે ઘરે આવતો. પોતાના માટે પણ જોબ સર્ચ કરતી રહેતી એકતા. આખરે એને પણ જોબ મળી જાય છે. હવે બંને સવારે જોબ માટે નીકળી જતા. સાંજે અમિત ઓફિસ થી નીકળી ને એકતા ને લેવા જતો ત્યાં થી બંને સાથે ઘરે આવતા. એક દમ સરસ લાઈફ હતી.
પણ એક વર્ષ પછી હવે ધીરે ધીરે બંને ના વિચારો અલગ અલગ થવા લાગ્યા . એક જોડાણ જે બંને ને જોડી રાખતું હતું એ ધીરે ધીરે છૂટું પડી રહ્યું હતું જાણે. એકતા અને અમિત બંને એવા પરિવાર માંથી આવતા હતા કે બંને એ કદી મુશ્કેલીઓ જોઈ નહોતી. કદાચ એટલે જ વર્ષ માં બંને એડજેસ્ટ કરી કરી ને થાકી રહ્યા હતા. હવે પ્રેમ ની જગ્યા ઝગડાઓ એ લઈ લીધી હતી. અંદર થી બંને અલગ થવા નાતા ઈચ્છતાં પણ એડજેસ્ટ પણ નાતા કરી શકતા જિંદગી ની મુશ્કિલો સાથે. આમ જ હવે એક જ ઘર માં બે અજનબી રહેતા હોય એવી લાઈફ થયી ગયી બંને ની. બીજા એક વર્ષ પછી અમિત એક ઘર લેવા નક્કી કરે છે. એ એકતા ને સરપ્રાઈઝ આપવા માટે થયી ને જણાવતો નથી અને ફાઇનલ કર્યા પછી એકતા ને ઘરે લઈ જાય છે. ઘણા વખત પછી કોઈ ખુશી ની વાત આવે છે.બંને નવા ઘર માં શિફ્ટ થયી જાય છે.
નવું ઘર, નવા લોકો...થોડો સમય લાગે છે પણ બંને વાતાવરણ ને અનુકૂળ થયી રહ્યા છે ધીમે ધીમે. લગ્ન ના ત્રણ વર્ષ થયી ગયા બંને ના પરિવાર ના લોકો પણ હવે મળતા થયી ગયા. ઘરે આવતા થયી ગયા. એવું લાગે જાણે હવે થોડી નોર્મલ લાઈફ થયી રહી છે. એકતા એના સાસરી ના લોકો ને અનુકૂળ થવા ના પ્રયાસો કરી રહી છે અને અમિત પોતાની સાસરી ના લોકો ને. 4 વર્ષે એક ખૂબ જ સુંદર નાનકડી પરી એમના પરિવાર માં આવી. અને જાણે કે પરિવાર પૂર્ણ બનાવી દીધો એ નાનકડી પરી એ. એકતા નો પૂરો દિવસ એની લાડકી અનુષ્કા સાથે પસાર થવા લાગ્યો. અનુષ્કા ના ત્રણ વર્ષ પછી એક ખૂબ જ સુંદર દેવ જેવો દીકરો એકતા ના ખોળે રમવા લાગ્યો. એનું નામ જ દેવ રાખ્યું કેમ કે એના થી સારું કોઈ નામ જ નહોતું આટલા માસૂમ બાળક માટે.
એક સુંદર પરી જેવી અનુષ્કા, માંજરી આંખો અને વાકડિયા ભૂખરા વાળ વાળો દેવ, અમિત અને એકતા અને એક મસ્તીખોર પોમેરિયન ડોગ. કેટલો સુંદર નજર લાગે એવો પરિવાર. પોતાના માં જ મશગુલ. એકતા ને લાગતું હતું કે એનાથી વધુ સુખી, ખુશ કોઈ હોય જ ના શકે. અમિત નું કામ પણ ખૂબ જ સરસ ચાલતું હતું.
હવે અમિત થોડો વધારે વ્યસ્ત થવા લાગ્યો કામ માં. એકતા બંને બાળકો માં વધારે સમય આપતી થયી ગયી. એને અમિત નું આ બદલાયેલું વર્તન ખબર જ ન પડી. પણ અમિત ધીરે ધીરે પરિવાર થી એકતા થી દુર થયી રહ્યો હતો.
આખરે એ દિવસ આવી ગયો. એ સાંજે અમિત ને આવતા ખૂબ મોડું થયું. રાત પડવા આવી. એકતા એ ફોન ઘણા કર્યા. એક પણ નો જવાબ નહિ. રાત્રે 9 વાગે અમિત નો ફોન આવ્યો. હજુ એકતા કઈ પૂછે એના પહેલા અમિત એ કહ્યું કે એ હવે ઘરે નથી આવવાનો. એને ઘર , પરિવાર હમેશાં માટે છોડી દીધું છે. એકતા હજી પણ સમજી જ નથી રહી કે થયી શું રહ્યું છે આ?? જેણે જીવન માં બહાર ની દુનિયા માં જોયું જ નથી એના પર બંને બાળકો ,ઘર ની જવાબદારીઓ....!!
એની પાસે રડવા માટે નો પણ સમય નતો આપ્યો. શું કરવું, કેવી રીતે કરવું કઈ સમજ જ નતુ આવી રહ્યું એકતા ને. પોતાના ઘરે ફોન કરી ને એક જ વાક્ય બોલી શકી કે મમ્મી જલ્દી આવી જાઓ.
એના એ અવાજ થી એના મમ્મી ,ભાઈ ખૂબ ગભરાઈ ગયા અને એકતા પાસે જવા નીકળી ગયા. 3 કલાક પછી ઘરે પહોંચ્યા ત્યારે એમની લાડકી દીકરી ની જિંદગી ખરાબ થયી ગઈ હતી. નાં એકતા રડી શકતી હતી ના બોલી શકતી હતી. બાળકો પણ કંઈ સમજી શકતા નહોતા. કોણ કોને સંભાળે આ વિકટ પરિસ્થિતિ માં??

* મિત્રો એક નારી ના સંઘર્ષ ની કથા છે એક જ ભાગ માં પૂરી કરી ને એને અન્યાય ના કરી શકું. બહુ જલદી બીજો ભાગ આપ સહુ ની સમક્ષ રજૂ કરીશ.
બીના પટેલ

Rate & Review

Shahin

Shahin 5 months ago

Deepa Shah

Deepa Shah 6 months ago

panna

panna 6 months ago

Sukesha Gamit

Sukesha Gamit 6 months ago

Beenaa Patel

Beenaa Patel 6 months ago