FINAL EXAM books and stories free download online pdf in Gujarati

ફાયનલ એક્ઝામ

        ફાયનલ એક્ઝામ                                                                                                              @લે. કેતન મોટલા ‘રઘુવંશી’

     

જ્યારથી અંકિતભાઈના પરિવારના જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરેલી કે તેમનો પુત્ર શહેરનો મોટો ડોક્ટર બનશે ત્યારથી જ પ્રીતીબેન અને તેમના પતિ અંકીતભાઈના મગજમાં એક વાત ઘર કરી ગઈ કે કોઇપણ ભોગે અમારા ગૌરવને ડોક્ટર બનાવવો જ છે પછી ભલે તે માટે જે કઈ પણ કરવું પડે.

એટલે જ તો ગૌરવના અભ્યાસ બાબત આ દંપતીએ કોઈ કચાસ રાખી ન હતી. ગૌરવને એલ.કેજીથી લઇ બારમી સુધી શહેરની સારામાં સારી સ્કુલમાં એડમિશન અપાવ્યું. અંકીતભાઈની મધ્યમ પરિસ્થિતિ હતી તેમ છતાં સગા વહાલા પાસે હાથ ઉછીના લઇને પણ ગૌરવના અભ્યાસ માટે ક્યારેય  કોઈ બાંધછોડ કરી નહિ.

 ગૌરવ જે માંગે તે બધું જ હાજર એ રીતે ગૌરવની  બધી ડીમાન્ડ પૂરી કરતાં અને મોટાભાગે પુત્રની ડીમાન્ડ પૂરી કરવામાં પોતાની અને પત્નીની ડીમાન્ડ અધૂરી રહી જતી પરંતુ એક આશા જરૂર હતી કે પોતાની અધૂરી ઇરછાઓ ગૌરવ ડોક્ટર બનશે ત્યારે અવશ્ય પૂરી કરશે. અને એક દિવસ આપણો પણ જમાનો આવશે  તેમ વિચારી હૈયાને સાંત્વના આપતા.  

બારમીની પરીક્ષા દરમ્યાન પ્રીતીબેન ગૌરવ માટે  કલાકે કલાકે જ્યુસ, નાસ્તો વગેરે બનાવી આપતા અને આખી રાત જાગી રહેતા. ગૌરવે પણ ફાયનલ એકઝામમાં ખૂબ મહેનત કરી. અને અંતે રીઝલ્ટનો દિવસ આવ્યો.

ગૌરવ સવારથી લેપટોપ લઇ ટી.વી સામે બેસી ગયો અમદાવાદની બંસી બોર્ડમાં ફર્સ્ટ આવી તેવા સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા.. ગૌરવ પોતાના રીસલ્ટને લઇ ઉત્સુક હતો. અંકીતભાઈ અને પ્રીતીબેન પણ ગૌરવની બાજુમાં ગોઠવાઈ ગયા. આખર શું થશે તેની સૌને ઇન્તજારી હતી.

‘બેટા, જલ્દી સાઈટ ખોલ હવે વધુ રાહ જોવાતી નથી.’ પ્રીતીબેન ઉત્સુકતાથી બોલ્યા.

‘હા મમ્મી, હું જોઉં છું.’

ગૌરવે નેટ પર પોતાનું રીઝલ્ટ જોઈ કુદી ઉઠ્યો.

‘શું થયું બેટા કે કેટલા પર્સન્ટ આવ્યા.? અંકીતભાઈ અને પ્રીતીબેન ગૌરવને ખુશ થઇ પૂછ્યું.

‘મમ્મી, મને ૭૫ ટકા આવ્યા છે હું ફસ્ટ ક્લાસ પાસ થઇ ગયો.’ કહી ગૌરવ  પપ્પાને પગે લાગ્યો અને મમ્મીને ભેટી પડ્યો.

‘વાહ, મારા દીકરા તારું તો નામ જ ગૌરવ છે અને અમને તારી પર ગૌરવ છે.’ અંકીતભાઈ પોતાના પુત્રના રીઝલ્ટથી રાજીપો વ્યક્ત કરતાં બોલ્યા.

‘લે, બેટા પેલા ભગવાનને પ્રસાદ ધર, પછી આપણે લઈએ.’ પ્રીતીબેન હરખાતા પેડાનું બોક્સ લાવી બોલ્યા.

ગૌરવ ફર્સ્ટ ક્લાસ આવતા પ્રીતીબેન આખી સોસાયટીમાં પેંડા વહેચ્યા. હવે પોતાનો પુત્ર નક્કી ડોક્ટર થશે તેવી બંનેની લાગણી દ્રઢ થઇ હતી. ટોપટેન સ્ટુડન્ટમાં નામ આવતા કલાસીસના મેગેઝીનમાં ગૌરવનો ફોટો છપાયો. અને એકાદ અખબારમાં ઇન્ટરવ્યુ પણ લેવાયું. નીટ એક્ઝામ પણ ગૌરવે સફળતા પૂર્વક પસાર કરી હવે બસ મેડીકલ કોલેજમાં એડમિશન ની જ પ્રક્રિયા બાકી રહી હતી.

‘બેટા, ફાઈનલી શું થયું તને કઈ કોલેજમાં એડમિશન મળશે ? પ્રીતીબેને ગૌરવને પૂછ્યું.

‘મમ્મી, મને નીટમાં આમ તો માર્ક સારા છે પણ ગવર્મેન્ટ કોલેજમાં મેરીટ ૬ માર્કે અટક્યું.’ ગૌરવ નિરાશ થતા બોલ્યો.

‘એટલે તને ગવર્મેન્ટમાં એડમિશન નહિ મળે ?’

‘ના મમ્મી, આપણે સેલ્ફ ફાઈનાન્સમાં લેવું પડશે.’એમ બોલતા ગૌરવની આંખમાં આંસુ આવી ગયા.

‘કઈ વાંધો નહિ બેટા તારા પપ્પા બધી તપાસ કરશે તું ચિંતા નહિ કરતો બધું થઇ જશે.’ પ્રીતીબેન સાંત્વના આપતા બોલ્યા.

બીજે દિવસથી અંકીતભાઈ પોતાના પુત્રને સારી કોલેજમાં એડમિશન અપાવવા શહેરની લગભગ બધી જ નામાંકિત પ્રાઈવેટ મેડીકલ કોલેજોની મુલાકાત લઇ આવ્યા અને અઠવાડિયામાં તો આખા રાજ્યની  પ્રાઈવેટ કોલેજોની ઇન્ક્વાયરી કરી લીધી.

‘શું થયું તમે સારી કોલેજની કરી તપાસ ?’ પ્રીતીબેન તેમના પતિને પૂછ્યું.

‘હા તપાસ બહુ કરી. લગભગ બધી જ પ્રાઈવેટ કોલેજોની મુલાકાત લઇ લીધી.’

‘હા તો કઈ કોલેજમાં એડમિશન લેવાનું થશે .?’

‘પ્રીતિ, આ કોલેજોની મુલાકાત દરમ્યાન ક્યાંક ‘’નો એડમિશનનું’’ બોર્ડ જોવા મળ્યું , ક્યાંક  સારો જવાબ પણ ન મળ્યો અને ક્યાંક અંદર પણ જવા ના મળ્યું.’ અંકીતભાઈ નિરાશ થઇ બોલ્યા.

‘એ તો એમની વ્યવસ્થા હોય આપણે તો એજયુકેશન જોવાનું હોય.’ પ્રીતીબેન દલીલ કરતાં બોલ્યા.

‘હા બે-ત્રણ  કોલેજના ટ્રસ્ટીઓને મળ્યો. એમણે ગૌરવની માર્કશીટ પણ જોઈ અને પ્રશંશા પણ કરી.અને એડમીશ આપવાની હા પણ પાડી’ અંકિતે વિગતવાર વર્ણન કર્યું.

‘એડમીશનની હા પાડી એવું સંભાળતા પ્રીતિબેનની આંખમાં ચમક આવી અને કહ્યું કે ‘તો પછી લઇ લઈએ એમાં શું ?’

‘પ્રીતિ તું મારી પૂરી વાત તો સાંભળ. એ લોકોએ એડમિશન આપવાની હા પાડી પણ મેનેજમેન્ટ ક્વોટામાં ડોનેશન આપીને.’

‘હા તો પછી ડોનેશન આપીશું એમાં શું.?’ પ્રીતીબેનની નાદાની પર અંકિતને હસવું આવ્યું.

‘અરે ગાંડી ડોનેશન એટલે કેટલું ખબર છે ?’

‘ના, કેટલું ?’

‘એક કરોડ....!’ અને ચાર વર્ષની ચાલીસ લાખ જેટલી ફી અલગ.’ અંકીતભાઈ પોતાના ચશ્માના કાચ પર ફૂંક મારતા બોલ્યા.

‘ઓય માડી રે...! એક કરોડ..?’ આટલા બધા રૂપિયા કોલેજ માં...?પ્રીતીબેન આશ્ચર્યથી બોલ્યા.

‘હા, પણ તું ચિંતા નહિ કર તારે આપણા ગૌરવને ડોક્ટર બનતા જોવો છે ને તો કૈક કરીએ. અંકીતભાઈ હિમતપૂર્વક બોલ્યા.

‘હા એ તો બરાબર પણ આટલી મોટી રકમ આપણને કોણ આપશે ?’

‘ આપણા દીકરા માટે આપણી કસોટીનો સમય આવી ગયો છે પ્રીતિ. ગામડે આપણા ભાગનું ખેતર છે એના ચાલીસ લાખ જેવું આવી જશે. અને આ ઘરના પણ કમસે કમ વીસ બાવીસ તો આવી જ જાય. અને મારી પાસે રહેલ કેટલીક કંપનીના શેર છે તેના ચારથી પાંચ લાખ આવશે.’ અંકીતભાઈ પોતાની મિલકત વેચી દેવા હિસાબ કરતા કહ્યું.

‘એટલે બધું વેચી દેવું છે એમ ?’ પ્રીતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘હા એક જ તો રસ્તો છે હવે .’

‘તો પછી લ્યો મારા ઘરેણાં પણ લઇ લો પાંચ લાખ જેવું આવી જશે. ‘ પ્રીતિ કબાટમાંથી પોતાના ઘરેણાંની પોટકી આપતા બોલી.

‘હા બધો હિસાબ કર્યો તો પણ સીતેર લાખ જેવું થાય છે. હજી ત્રીસ લાખ ઘટે છે. ત્રીસ લાખનું શું કરવું એ વિચારું છું.’ અંકીતભાઈ ફળિયામાં ઉભા ખુલ્લા આકાશ સામું જોઈ બોલ્યા.

‘હા એ હિસાબ પછી કરજો ચાલો પેલા જમી લ્યો હું રોટલી ઉતારું છું.’ પ્રીતીબેન રસોડામાં જતા બોલ્યા.

‘સારું ચાલો પહેલા જમી લઈએ.’

મોડી રાત સુધી અંકીતભાઈ એડમિશનના વિચારમાં આમથી તેમ પડખા ફેરવી રહ્યા હતા. ગૌરવને એડમિશન માટે ત્રીસ લાખ નો જુગાડ ક્યાંથી કરવો તેની મથામણ કરી રહ્યા હતા. ત્રીસ એ અને ચાલીસ બીજા એટલે કુલ તો હજી સીતેર લાખ જોઈશે શું કરીશું. એક વખત પોતાના શેઠના ઘરે લૂટ કરવાનો પણ વિચાર આવ્યો પણ આ માર્ગ ખોટો છે એવું માની માંડી વાળ્યું.

બીજા દિવસે સવારે એક અખબારની જાહેરાત વાંચી અંકીતભાઈ મૂછમાં હસ્યા અને આ જાહેરખબરમાં પોતાની સમસ્યાનો અંત છે તેમ માની પ્રીતિ પાસે દોડી ગયા.

‘પ્રીતિ તું કહેતી હતી ને કે ત્રીસ લાખ ક્યાંથી લાવશું લે વાંચ આ ત્રીસ લાખ નો ઉકેલ.’ અંકીતભાઈ અખબારની જાહેરાત પર આંગળીથી બતાવતા બોલ્યા.

‘શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને કીડનીની જરૂર છે કીડની આપનારને સારું વળતર આપવામાં આવશે.’ પ્રીતીબેન જાહેરાત વાંચી અંકિત સામું જોઈ રહ્યા.

*************