Chakravyuh - 45 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 45

( ૪૫ )

“ઓહ માય ગોડ, ઓહ માય ગોડ,” બીજા દિવસે સવારથી જ ગણપત ખન્ના સાહેબ સાથે બનનારી અઘટિત ઘટનાઓનો તાળો મેળવવા તેની ઓફિસના એક એક કર્મચારીઓની બારીકાઇથી તપાસમાં લાગી ગયો હતો અને તેમા તેની સામે અમૂક એવી વાતો એવી જેનાથી તેની આંખો પહોળી થઇ ગઇ.   “આ બધુ તો ખન્ના સાહેબ અને સુબ્રતો બન્નેને કહેવુ જ પડશે નહી તો ખન્ના સાહેબનું દેવાળુ ફુંકાઇ જશે. ખન્ના સાહેબ જેવા હોંશિયાર, ચપળ અને ચાલાક વ્યક્તિ અને કાશ્મીરા મેડમ જેવા ચતુર અને આજના યુગ સાથે કદમ થી કદમ મીલાવનારના નાક નીચે આવડી મોટી રમત રમાઇ ગઇ ત્યાં સુધી આ બન્નેને કાંઇ ખબર જ ન પડી??? વેરી સ્ટ્રેન્જ. આ બધા સબુત સાથે ખન્ના સાહેબને મળવુ પડશે.” બોલતા ગણપતે સુબ્રતોને ફોન જોડ્યો.   “હેલ્લો સુબ્રતો, આઇ વોન્ટ ટુ મીટ યુ નાઉ. ઇટ’સ વેરી અરજન્ટ”   “યાર આજે હું અને જ્યોતી બન્ને ફ્રેન્ડની પાર્ટીમાં જઇએ છીએ અને પાર્ટીમાંથી આવતા મોડુ થઇ જશે તો પ્લીઝ કાલે મળીએ તો?”   “સુબ્રતો, આઇ કાન્ટ વેઇટ નાઉ. પ્લીઝ ફટાફટ આપણે મળવુ જ પડશે, મારા હાથ અમૂક પૃફ આવ્યા છે જેની ચર્ચા તારી સાથે કરવી ખુબ જ જરૂરી છે. યાર પ્લીઝ ભાભીને પાર્ટીમાં મૂકીને તુ આવ ફટાફટ, આપણે બન્ને પહેલા ચર્ચા કરીએ પછી ખન્ના સાહેબને મળવુ પડશે.

“યાર, પ્લીઝ કાલે આપણે એ બાબતે ચર્ચા કરી લઇશું, અત્યારે મને પાર્ટીમાં જવા દે, પૂરા દસ વર્ષે અમે મળી રહ્યા છીએ, નહી જાંઉ તો તેને ખોટુ લાગશે. આમ પણ અત્યારે રાતના દસ વાગવા આવ્યા છે, ખન્ના સાહેબ પણ આરામ કરતા હશે આપણે તેને કાલે મળીને બધી ચર્ચા કરી લેશું. બાય ધ વે, કોણ છે જે આ રીતે ખન્ના સાહેબની પાછળ હાથ ધોઇને પડ્યુ છે?”   “એ બધુ ફોન પર કહી શકાય તેમ નથી, તુ બસ જલ્દી.......... હેલ્લો.... હેલ્લો..... હેલ્લો..... સુબ્રતો કેન યુ હીઅર મી?”

“હેલ્લો.... હેલ્લો..... ગણપત વ્હોટ હેપ્પન્ડ? સાયદ ફોન કટ થઇ ગયો લાગે છે.” સુબ્રતોએ બે ચાર વાર ગણપતને ફોન કરવાની ટ્રાય કરી પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ આવવા લાગ્યો હતો એટલે તેણે ગણપતની વાતને બહુ ગંભીરતાથી ન લેતા પાર્ટી તરફ પ્રયાણ કર્યુ.**********   “મિસ્ટર શ્રોફ........” પાછળથી દરવાજે  ઊભી કોઇ બ્લ્યુ ત્યાં ગણપત ચમકી ગયો અને તે પાછો વળ્યો ત્યાં સામે ઊભેલી વ્યક્તિને જોઇને તે ખુબ હેબતાઇ ગયો.   “યુ બ્લડી, આઇ વીલ કીલ યુ. આટલો મોટો વિશ્વાસઘાત??” બોલતા જ ગણપત શ્રોફે બાજુમાં પડેલુ ફ્લાવર વાઝનો છુટ્ટો ઘા કર્યો પણ સામે ઊભેલી વ્યક્તિને તે લાગ્યો નહી.   “મિસ્ટર શ્રોફ, આ તો હજુ કાંઇ નથી, હજુ તો ઘણુ બધુ જાણવાનુ તમારે બાકી છે. આ બધુ જે તમે જાણ્યા એ તો સંપૂર્ણ હકિકતના ૧૦% માત્ર છે. બધુ જાણવાની જ તમને બહુ ઇચ્છા છે ને તો ચાલો હું તમને ત્યાં લઇ જઉ જ્યાં મારી તમામ હકિકત તમને પ્રુફ સહીત જાણવા મળી જશે.   “તારા આટલા પ્રુફ ખન્ના સાહેબ સામે પૂરતા છે, બાકીના પ્રુફ તો પોલીસ તારી પાસેથી મેળવી લેશે. યુ બ્લડી, લાયર. બહુ થયો આ બધો ખેલ. નાઉ ધ ગેઇમ ઇઝ ઓવર.”   “ગેઇમ ઓવર નથી થઇ ગણપત ગેઇમ હજુ ચાલુ થઇ છે. તુ ખન્નાનો વફાદાર છે તે મને પણ ખબર છે, બીજા પણ બે ચાર તારા જેવા જ છે જે ખન્ના પાછળ પોતાની પૂંછડી પટપટાવતા ફરે છે પણ જેમ આજે તે મારી આખી બાયોડેટા ચેક કરી, અનેક જગ્યાએ મારી પૂછ્પરછ આદરી અને બીજુ ઘણુ બધુ તે તપાસ્યુ તેમ તે ક્યારેય તારા ખન્નાની તપાસ કરી છે???”   “એ તપાસ મારે કરવાની જરૂર નથી, હું બસ એટલુ જાણું છું કે તુ બદમાશ છે અને આ કંપની માટે નુકશાનકર્તા છે એટ્લે આ વાતની જાણ ખન્ના સાહેબને હોવી જરૂરી છે અને તેમને જાણ કરવાની મારી ફરજ છે એટલે હું તેમને જાણ કરવા જઇ રહ્યો છું. આવતી કાલે આ બધી વાતના સચોટ જવાબ સાથે તૈયાર રહેજે અને ચહેરા પર જે આ નકાબ બાંધેલો છે તે હવે ઉતારી નાખ, મને ખબર છે કે તુ..........” હજુ તો ગણપત નામ બોલવા ગયો ત્યાં જ સામે ઊભેલી વ્યક્તિએ તેના હાથમાં રહેલો ફ્લાવરવાઝ ગણપતના માથામાં ઝીકી દીધો.   “કમ ઇનસાઇડ.” તે વ્યક્તિએ ફોનમાં આદેશ આપ્યો અને લગભગ એકાદ મીનીટમાં જ ત્રણ ચાર વ્યક્તિઓ આવી ગયા અને ગણપતને ત્યાંથી ઉપાડી ગયા અને એક વ્યક્તિએ ત્યાંથી બધી સફાઇ કરી નાખી જાણે કાંઇ બન્યુ જ ન હોય.”    “નાઉ યુ કેન ગો અને સાહેબને સુરક્ષીત સ્થાને પહોંચાડી દેજો અને તેમના આરામનો સંપૂર્ણ ખ્યાલ રાખજો, યાદ રહે ગણપતને જરા પણ નુકશાન થવુ ન જોઇએ અને તેને ૨૪ કલાક ડોક્ટર્સની નજર હેઠળ રાખો.”

“ઓ.કે.” કહેતા પેલા ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા.   “ગણપત શ્રોફ, તમારી વફાદારીને સલામ, ખરેખર તમે જે રીતે ખન્ના’સ સાથે વફાદારી દાખવો છો તે કાબીલેતારીફ છે પણ ખન્ના તમારી વફાદારીને લાયક નથી, જેને વફાદારીની વ્યાખ્યા જ ખબર નથી અને જેના માટે પૈસો જ સર્વેસર્વા છે તેના પર આટલી વફાદારી રાખવી એ મુર્ખામી છે, આઇ એમ સોરી ગણપત શ્રોફ કે મારે તમારા પર વાર કરવો પડ્યો પણ તે વાર શા માટે થયો હતો તે બધી જાણ તમને આવતા ટૂંક સમયમાં જ થઇ જશે.

***********  

“ખન્ના સાહેબ, વહેમ અને ગુસ્સાની આગમાં શેકાવાની બહુ મજા આવે છે કે કેમ?” ગણપતને ઠેકાણે પહોંચાડ્યા બાદ જ તે વ્યક્તિએ સુરેશ ખન્નાને કોલ કર્યો.   “વ્હુ આર યુ? અને આ પ્રાઇવેટ નંબર પરથી શું ફોન કરે છે? હિમ્મત હોય તો એકવાર આમને સામને આવી જા પછી જોઇ લેજે કે ખન્નાની ગુસ્સાની આગમાં કોણ બળે છે?”   “કાલ્મ ડાઉન ખન્ના, શાંતિ રાખો નહી તો ફરી શર્માજીને બોલાવવાની નોબત આવી જશે.” બોલતા બોલતા ખડખડાટ અટ્ટહાસ્ય ખન્ના સાહેબને સંભળાયુ.   “મારી દીકરીને છુપાવીને તેની આડમાં તુ મારી સાથે ખેલ ખેલે છે? હિમ્મત હોય તો એકવાર મર્દ બની મારો મુકાબલો કરી દેખાડ પછી જોઇએ કોને શર્માજીને ત્યાં જવાની નોબત આવે છે?”   “તમારી પાસેથી જ શીખ્યો છું કે કઇ રીતે પરિવારને આડમાં રાખીને આપણો ફાયદો કરી શકાય?” સામેથી આડકતરી રીતે આ વાક્ય બોલાયુ ત્યાં સુરેશ ખન્નાના ભંવા અધ્ધર થઇ ગયા.   “શું મતલબ છે તારો?”   “તમારા મનમાં જે વિચાર આવ્યો મારી વાત સાંભળીને એ જ મતલબ છે મારો ખન્નાજી.”   “કોણ છે તુ અને તને મારા પાસ્ટ વિષે કોણે કહ્યુ? વ્હુ ધ હેલ યુ આર?”   “અરે.....અરે.....અરે..... શાંતિ રાખો સુરેશ ખન્ના, એક કામ કરો તમારા ફોનમાં આવેલા મેસેજમાં જે સરનામુ લખેલુ છે ત્યાં તમે અને તમારા ધર્મપત્ની બન્ને આવી પહોંચો. હું તમારી રાહ જોઇ રહ્યો છું. અહી આવીને તમને હું બધુ કહીશ કે હું કોણ છું અને મારો ધ્યેય શું છે?”   “ઓ.કે. આવુ જ છું હમણા દિકરા.” કહેતા જ ખન્નાએ ફોન કટ કરી અને જોયુ તો પેલા પ્રાઇવેટ નંબર પરથી મેસેજ આવેલો હતો. તેણે સરનામુ વાંચ્યુ અને અનેક વિચારોમાં મગ્ન એવો સુરેશ ખન્ના એ.સી. રૂમમાં પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યો હતો.

To be continued………