MY GUJARATI POEMS PART 55 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ 55

કાવ્ય 01

પુસ્તક...

ક ખ ગ... ક.. કા.. કી થી શરુ કરી વિવિધ જ્ઞાન
ના અસીમ ભંડાર નો સાગર છે પુસ્તક
વિશ્વભર ની સંઘરાયેલ સંસ્કૃતિ
અલક મલક ની વાતો સાચવી ને બેઠું છે પુસ્તક

વજન મા ક્યાંક હળવું તો દળદાર છે પુસ્તક
અલગ અલગ ભાષા ઓમા
કાગળ ઉપર શાહી થી છપાયેલ છે પુસ્તક
લોકો ની મંદ મંદ મુસ્કુરાહત નું રાજ છે પુસ્તક

ક્યાંક પોથી તો ક્યાંક ગ્રંથ ના આકાર મા
ક્યાંક પાઠ્ય પુસ્તક ના આકાર મા છે પુસ્તક
આજના જમાના મા PDF સ્વરૂપે
ટચૂકડા મોબાઇલ મા છે પુસ્તકો નો ખજાનો

સાહિત્ય, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત
અર્થશાસ્ત્ર, ખગોલશાસ્ત્ર, રસીકશૃંગાર,
વેદો, ગીતા, કુરાન, રામાયણ મહાભારત
ને પ્રસ્તુત કરવા જોઈએ પુસ્તક નો સહારો

વર્ષો ના વર્ષો થી પરંપરાગત ચાલતું આવ્યું છે
અક્ષર, શબ્દ, ગદ્ય, પદ્ય, કાવ્ય ને
પોતાના પેટાળ મા સાચવતું આવ્યું છે પુસ્તક
જ્ઞાની માણસો ને હંમેશા વ્હાલું લાગ્યું છે પુસ્તક



કાવ્ય 02

મિત્રવૃંદ

વન મા ઝાડવા, આકાશ મા તારા,
તળાવ મા પાણી ભેગા લાગે સારા,
એમ જીવન લાગે મિત્રવૃંદ થી પ્યારું

સોમ શનિ વચ્ચે નો સમય કપાઈ માંડ માંડ
કામ કરતા રવિ ની આતુરતા થી જોવાય રાહ
મિત્રવૃંદ સંગ રવીએ જીવન જીવાઈ જાય મજા નું

જયારે જયારે મિત્રવૃંદ થાય ભેગું
તોફાન ટીખલી મા ઉમર ઘટી જાય
હાસ્ય ના ફુવારા થી મોઠુ મલકાઈ જાય

હોય જયારે મિત્રોસંગ સસલું મટી બનું સિંહ
આફત ને ટલ્લે ચડાવું જયારે હોય મિત્રો સંગ
ચિંતા ની લકીરો થઇ જાય ડૂલ જયારે હોય મિત્રો સંગ

જો નિરાશા ને ફરકવા ના દેવી હોય નજીક
અંદર ના બાળક ને રાખવું હોય જીવીત
તો રહેજો હંમેશા મિત્રો સંગ મિત્રવૃંદ બનાવી


કાવ્ય 03

આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો....

આંખ બંધ કરી ઘેટાં ચાલ ચાલે જમાનો,
આગળ હોય ખાઈ ને સુવર્ણ માર્ગ દેખાઈ
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

પછેડી હોય ટૂંકી તો પગ લાંબા ના કરાય
લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

જય શ્રી ક્રિષ્ના, જય શ્રી રામ, જય માતાજી
કૅમ છો? બોલવા નું ભૂલી 'હાઈ' 'હેલો' કરાય
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

બે-ત્રણ પેઢી રહેતા એક છત નીચે
સંયુક્ત કુટુંબ ની ઉચ્ચ ભાવના સાથે હવૅ
હું તૂ અને આપણા બે ને કેવાય સંયુક્ત કુટુંબ
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

પ્રસંગો શોભે વડીલો થી ને સગા વ્હાલાઓ થી
મન ને દિલ થતા ગયા નાના
જોડે જોડે થયાં કુટુંબ પણ નાના
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

માતૃ ભાષા, રાષ્ટ્રીય ભાષા, સાંસ્કૃતિક તહેવારો
દેશી ખોરાક ને પોષાક ને પડતા મૂકી
પશ્ચિમ ભાષા તહેવારો ને અપાય પ્રાધાન્ય
આ તે આવ્યો કેવો મોર્ડન જમાનો...??

કાવ્ય 04

પવન પુત્ર હનુમાન...

અંજની પુત્ર હનુમાન
પવનપુત્ર હનુમાન
રામભક્ત હનુમાન

હવા મા ઉડી શકે હનુમાન
ગદાધારી હનુમાન
લંકા ને બાળનાર હનુમાન

ભૂતો નેં ભગાડે હનુમાન
કષ્ટભંજન હનુમાન
બાહુબલી છે હનુમાન

મિત્રો મા પરમ હનુમાન
દુશ્મન ના ભુક્કા બોલાવે હનુમાન
જ્ઞાન ના ભંડાર હનુમાન

અજર અમર છે હનુમાન
મહા બલી હનુમાન
બોલો બોલો હનુમાન જી કી જય... 🙏

કાવ્ય 05

Friendship....... There is No The end..

મિત્રતા મા કોઈ અન્ડિંગ ને સ્થાન નથી, ગુસ્સા ને મિત્રો ઘૂંટી ને પીઈ જાય છે અથવા ગુસ્સા ને મિત્રો પાણી રેડી ઠંડો પાડી દે છે ( મારી જેવા નો )

મિત્રતા મા જમા ઉધાર ના પાસા નથી બસ આનંદ અને આનંદ ચારેકોર છવાયેલો હોય છે

ભૂલ, અહંકાર, તોછડાપાનું, બીક જેવા શબ્દો ને મિત્રતા મા સ્થાન નથી....

જેવા છીએ તેવા એકબીજા ને સ્વીકારી લે એ મિત્રો ની મિત્રતા ને મોટાઈ છે

મિત્રતા ની તોફાન મસ્તી ટીખલી ના કાઈ સરવાળા બાદબાકી હોતા હશે એના કાઈ ચોપડા મા હિસાબ થોડા રખાઈ

મિત્રો ને દિમાગ મા નહિ દિલ મા રખાઈ

ગમે એટલા એન્ડ આવે અને જાય મિત્રતા ના પ્રેમ ના, વફાદારી ના ચોપડા અધૂરા જ રહેવા ના.... એનું જમા પાસા નું પલડું હંમેશા ભારે રહેવા નું

દિલ થી મિત્રો ને સલામ

હિરેન વોરા
તા. 31/03/2022

🥳🥳🌹🌹❤️❤️