Kidnaper Koun - 29 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 29

કિડનેપર કોણ? - 29

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી ને કોઈએ બેભાન કરી નાખ્યા છે.અને જ્યારે તેઓ ભાન મા આવ્યા ત્યારે ત્યાં કોઈ જ નહતું.કાવ્યા ને મળવા ગયા ત્યારે ત્યાં ના બાળકો ને જોઈ ને બંને ભાવવિભોર બની જાય છે.હવે આગળ...)


રાજ જ્યારે આશ્રમ ની જર્જરિત હાલત ની વાત કરે છે,ત્યારે કાવ્યા કહે છે. અહીંયા થોડો સમય જ વિતાવવાનો છે.એ પછી એક નવી જગ્યા મળવાની છે.

કઈ જગ્યા કાવ્યા!

રાજ ને આટલો રસ કેમ છે આ બાબત માં એ જ કાવ્યા ને સમજાતું નહતું.તો પણ..

છે કોઈ સ્મિત શાહ ના પરિવાર ની!પણ કેમ તું એ વિશે પૂછે છે?

કેમ કે એ જગ્યા એક મોટું મકાન હવેલી જેવું જેનું નામ છે અસ્મિતા,અને તે ફક્ત સ્મિત શાહ નું નહિ પણ એના બીજા બે ભાઈ બહેનો નું પણ છે.

હા એ તો ખબર છે કે સ્મિત શાહ અને તેના પરિવાર નું છે,પણ કોણ એ ખબર નથી.

અસ્મિતા એ ફક્ત તે મકાન નું નહિ પણ ત્યાં ના વારસદાર નું શોર્ટ ફોર્મ છે.સ્મિત અને સ્મિતા બને જોડિયા ભાઈ બહેન છે અને અ એટલે અભી.રાજ બોલતો અટક્યો.

અભી...એટલે આપડો અભી?કાવ્યા એ આશ્ચર્ય સાથે પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.

હા આપડો અભી.રાજે ખૂબ ઠંડો પ્રતિભાવ આપયો અને પછી ઉમેર્યું

પણ ખબર નહિ સ્મિત શાહ તેને પસંદ કરતો નથી.કારણ તો ખબર નથી.રાજે કહ્યું.

ઓહહ એવું.પણ શું કામ !અભી તો સારો માણસ છે.તે અભી ને કારણ પૂછ્યું!! કાવ્યા એ રજુઆત કરી.

એ તો જે દિવસે મોક્ષા કિડનેપ થઈ છે,એના બે દિવસ પછી અભી પણ ગાયબ છે.અને મૂળ વાત તો એ છે કે કિડનેપિંગ એ મકાન ના પેપર્સ માટે થયું છે.

શું??પણ શું કામ!! અને મોક્ષા ને એનાથી શું લેવા દેવા?અને અભી એ ક્યાં છે?કાવ્યા એ એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા.

કાવ્યા આ બાબત તો અમને પણ મૂંઝવે છે,કે કોઈ ત્રીજા ની બાબત માટે મોક્ષા નું અપહરણ કેમ?

તે તો આ બાબત તો ક્યારે પણ કહી નહિ કે આપડા ગ્રૂપ માં કે અભી નો ક્યાંય પતો નથી?કાવ્યા એ ફરી પૂછપરછ કરી.

હા જો ને આ મોક્ષા ના કેસ ની જ ચર્ચા થતી હોય એ વાત જ ક્યારેય નીકળી નહિ,અને અત્યાર સુધી તો મને પણ ક્યાં ખબર હતી કે અભી આમાં ક્યાય ફસાયો હોઈ!આ તો કાલે જ્યારે કિડનેપર ની માંગ સાંભળી ત્યારે જ બધી વાત સામે આવી.રાજે ખૂબ જ શાંતિ અને વિશ્વાસપૂર્વક કહ્યું.

સોના ને ખબર છે કે અભી ગાયબ છે?કાવ્યા જાણે કોઈ તંદ્રા માંથી જાગી હોઈ તેમ કહ્યું.

કેમ સોના ને!એને આ બાબત થી શું લેવા દેવા?હવે અલી એ વેધક પ્રશ્ન કર્યો.

ના...ના..એટલે કાવ્યા થોથવાઈ ગઈ,મારો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે સોના,શિવ જુહી આ બધા ને ખબર છે.કાવ્યા દરેક શબ્દો પર ભાર દઈ ને બોલી.

રાજ ને હવે શંકા વધતી જતી હતી,તે અને અલી એ બંને એ એકબીજા સામે જોયું પણ રાજ હજી કાઈ વધુ પૂછે એ પહેલાં જ કાવ્યા ને કોઈ બોલાવવા આવ્યું ને તે ત્યાંથી પછી મળીએ કહી ને જતી રહી.

કાવ્યા ના મન માં ત્યાંથી નીકળી ને હાશકારો થયો.અને રાજ અને અલી વિચાર માં ત્યાંથી નીકળ્યા.રસ્તામાં બંને ના મન માં એક જ પ્રશ્ન હતો કે આખરે કાવ્યા એ એવું શું કામ કહ્યું કે સોના ને ખબર છે!!
ત્યારે તો બન્ને પોતાની ઓફિસે જાવા નીકળી ગયા.આ તરફ કાવ્યા પોતાની શાળા નું કામ પતાવી ને ઘરે જતી હતી,રસ્તામાં તેને સવાર ની વાત યાદ આવતા જ તેને સોના ને ફોન કર્યો.

સોના ઓફીસ માં શિવ સાથે હતી,ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો અને તેને જોયું તો કાવ્યા હતી,શિવે તેને આંખોથી કોણ છે એવું પૂછતાં તેને મોબાઈલ સ્ક્રીન બતાવી એટલે શિવે સ્પીકર પર રાખી વાત કરવાનું કહ્યું.

હેલ્લો...સોના એ ધીરેથી કહ્યું.

હાઈ સોના હું કાવ્યા,તને ખબર છે અભી પણ મોક્ષા ની જેમ કિડનેપ થઈ ગયો છે?

શિવ અને સોના સમજી ગયા કે રાજ તેને મળ્યો છે.એટલે સોના એ કહ્યું કે હા મને ખબર છે.

ઓહહ તને ખબર છે!તો તને કાઈ શંકા ના થઈ?કાવ્યા એ આશ્ચર્ય થી પૂછ્યું.

(અભી ના ગાયબ થવા સાથે સોના ને શું નિસ્બત?કાવ્યા સોના ને ફોન કરી ને શું જાણવા માંગે છે?શુ કાવ્યા ખરેખર આ કેસ માં મુખ્ય મહોરો છે કે ફક્ત કોઈ પ્યાદુ?કે પછી એ પણ બધી બાબતે અંધારા માં તીર છોડે છે?જોઈશું આવતા અંક માં...)


મિત્રો કિડનેપર કોણ?હવે તેના અંત નજીક છે.તો આપના પ્રતિભાવ આ વાર્તા વિશે ચોક્કસ જણાવશો...

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 9 months ago

Navin

Navin 9 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 9 months ago

Prakash Bhatt

Prakash Bhatt 10 months ago

Suresh Dangar

Suresh Dangar 10 months ago