Kidnaper Koun - 30 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 30

(રાજ અને અલી ખંડેર માંથી નીકળી ને કાવ્યા ને મળવા પહોંચે છે.જ્યારે કાવ્યા અભી ના ગાયબ થવા ની વાત સાંભળે છે તો એ તરત સોના ને એ બાબત ની જાણ છે કે એના વિશે પૂછે છે.જે બાબત રાજ ના મન માં શંકા ઉતપન્ન કરે છે.હવે આગળ..)

કાવ્યા ઘરે જતા સમયે સોના ને ફોન કરી ને કહે છે કે અભી ગાયબ થયો એ પણ મોક્ષા ના કિડનેપ પછી,તો તેને કોઈ જાત ની શંકા નથી થતી.
કેમ શંકા?સોના પણ આ સવાલ થી વિચલિત થઈ ગઈ, અને શિવ ના કાન સરવા થયા.

સોના એનો ઈશારો સમજી ગઈ એટલે ફોન સ્પીકર માંથી બંધ કરવા જતી હતી,પણ શિવે મનાઈ કરી.

હું સમજી નહિ!સોના એ અજાણ બનતા પૂછ્યું.

સોના તું હું અને શિવ આપડે ત્રણેય જાણીએ છીએ કે અભી મોક્ષા ને પ્રેમ કરતો હતો,અને મોક્ષા ના કિડનેપિંગ પછી એ તરત જ ગાયબ થઈ ગયો એનો મતલબ શું સમજવો?

જો કાવ્યા અભી ને કાંઈ કરવું હોય તો એ આટલા વર્ષો રાહ શું કામ જોવે?એ પણ મોક્ષા ના લગ્ન અને બાળકો પછી!સોના એ પોતાના તરફથી દલીલ રજૂ કરી.

તું પહેલે થી જ અભી ને સારો માને છે,પણ કોણ જાણે મારું મન નથી માનતું,મને હજી એવું લાગે છે કે અભી આમાં ક્યાંક સંડોવાયેલો છે.અને પછી તે ફોન મૂકી દે છે.

કાવ્યા ની વાત સાંભળીને સોના અને શિવ બંને નો મગજ ફરી ઘુમરાવે ચડ્યો.

હું પહેલેથી જ કહેતો હતો,બસ તને જ વિશ્વાસ નથી. અને શિવે એક ગુસ્સાભરી નજરે સોના સામે જોયું,અને પછી ટેબલ પર મુક્કો મારી ને ઓફીસ ની બહાર નીકળી ગયો.

સોના પોતે પણ વિચારવા લાગી કે ક્યાંક એ ક્યાંય ખોટી તો નહતી ને?અભી એવો તો નથી!!!

રાજ ઓફિસેથી નીકળી અને પોતાના એક કલીગ ને સાથે લઈને ફરી પેલા ખંડેર જેવા મકાન મા ગયો.ત્યા જઇ તેને ફરી એકવાર આખા ઘર નું નિરીક્ષણ કર્યું.અહીં પણ પેલા મકાન ની જેમ ખાસ કોઈ પુરાવા હાથ લાગ્યા નહિ.
પણ જે રીતે ત્યાં ની સ્થિતિ હતી તે જોતા કોઈ બે વ્યક્તિ ને બાંધ્યા હતા તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.અને સાથે જ ફક્ત સિગારેટ ના ઠુઠા અને પાણી ની બોટલ.

રાજ હવે ખરેખર મુંજાયો હતો,કેમ કે જ્યારે પણ આ કેસ માં એવું લાગે કે કોઈ નવી કડી મળી રહી છે,ત્યાં તો કેસ ફરી ગૂંચવાઈ ને કોકડું બની જાય.હવે ?હવે શું કરવું.

રાજ અત્યાર સુધી બનેલી દરેક ઘટના મન માં વાગોળતો હતો,કે ક્યાંક તો કોઈ સુરાગ મળી જાય.ખબર નહીં કેમ પણ એને ઊંડે ઊંડે એવું લાગવા માંડ્યું હતું કે વહોટ્સએપ ગ્રૂપ માં કેસ ને લગતી બધી માહિતી મુકવી એ તેની ભૂલ હતી.આ વિચારતો જ હતો ત્યાં જ એનો ફોન રણક્યો..

સ્ક્રીન પર સોના નું નામ હતું,રાજે ફોન રિસીવ કર્યો,અને સોના એ કાવ્યા સાથે થયેલી વાત કહી,અને આ વખતે તેને અભી ની વાત પણ કહી.પણ ફકત એ જ કે કાવ્યા ને એના પર શંકા છે.

પણ કેમ ??રાજ ના મન માં એ પ્રશ્ન ફરી આવ્યો.તેને અલી ને ફોન જોડ્યો,અને તેની સાથે થોડી વાત કરી એના મન ને સારું લાગ્યું.અને થોડીવાર પછી બંને એ મળવાનું નક્કી કર્યું.

અલી જ્યારે રાજ ને મળ્યો,ત્યારે રાજ એક બાર માં બેઠો હતો,અને એ પણ કોઈ ઊંડા વિચાર માં.અલી એ તેની તંદ્રા તોડી અને પૂછ્યું,

ઓ...ઓ ક્યાં ખોવાયો છે આટલો બધો?

ક્યાં હોવ,આ મોક્ષા નો કેસ !કોઈ પણ જગ્યા એ પહોંચો એવું લાગે છે હજી શરૂઆત જ કરી છે.ખબર નહિ ક્યાં ભૂલ થાય છે?કોઈ ને સમજવામાં કોઈ ને ઓળખવામાં?કઈ કડી ખૂટે છે!હું ક્યાં કાચો પડું છું?બસ આમ જ અટવાવ છું.એવું લાગે છે કે દરિયા ના ઊંડાણ માં મોતી ગોતવા ગયેલા મરજીવા ને કશું હાથ ના લાગતા એ દરિયામાં અથડાયા કરે છે.

રાજ આટલું બધું પોતાની જાત ને પ્રેસર નહિ આપ.ચાલ પહેલેથી જ શરૂઆત કરીએ.અને બંને ત્યારે મોક્ષા ના અપહરણ ના પહેલા દિવસથી લઈ ને આજ દિવસ સુધી ની ચર્ચા કરે છે.

રાજ મારા મતે સ્મિત શાહ અને તેની બહેન નો જ હાથ છે.કેમ કે અભી પ્રત્યે ની તેની નફરત અને આ અપહરણ પણ તે મકાન માટે જ થયું છે?અલી એ પોતાનો પક્ષ મુક્યો.

હા પણ અલી આપડો પીછો એક વોચમેન અને એક મંદબુદ્ધિ નો છોકરો કરતા હતા,અને તેમને આવેલા ફોન કોલ્સ પણ આશ્રમ ની આસપાસ ના જ હતા,મને લાગે છે કે નક્કી એ મંદબુદ્ધિ ના આશ્રમ માં કોઈ છે?રાજે પોતાની તરફથી દલીલ કરી.

(શુ અભી પર થતી શંકા સાચી છે?શુ ખરેખર મોક્ષા ના અપહરણ પાછળ અભી નો જ હાથ છે?કે પછીબંને મિત્રો ના તર્ક ક્યાંક સાચા પડશે.જોઈએ આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...