NARMDE HAR books and stories free download online pdf in Gujarati

નર્મદે હર (ઉત્તર વાહિની પરિક્રમા )

 થોડુંક  માં નર્મદા વિશે....:

ભગવાન શિવ જયારે તપસ્યા માં લિન હતા ત્યારે તેમના પરસેવા થી એક નદી ની ઉત્પ્પત્તિ થઇ ,નદી નું પાણી ભગવાન શંકર ને હર્ષિત કરી રહ્યું હતું .જયારે ભગવાન શિવ આંખો ખુલી ને તે નદી ને નિહાળે છે .. ત્યારે તે અતિ આનંદ માં આવીને આ નદી ને એક નામ આપે છે. નર્મદા ..( નર્મ એટલે સુખ અને દા એટલે આપનાર ) સુખ અને આનંદ આપનારી માં નર્મદા ના બીજા અનેક નામ છે, જેમકે   ૧).હર્ષદાયિની ,૨).બિપાશા :- દુઃખ માંથી મુક્તિ અપાવનારી ૩).તમસા : જેની જલરાશિ નીલી છે તે  ૪.સાંકરી : ભગવાન શંકર ની પુત્રી  ૫.).રેવા : ઉછળી કૂદી ને,મસ્તી થી રહેવા વાળી, ૬).વિદિશા  : અનન્ય ..અનુપમ . માત્ર એકજ  ૭:) કરભા : ચંદ્ર કિરણ જેવી શીતળ  ૮).સરસા : સુંદર , અપ્રતિમ ૯. અમૃતા :  જેનો નાશ નથી , અવિનાશી  ૧૦.) દર્શના  ૧૧).કૃપા 

 

 વિશ્વ માં આ એકજ નદી છે જેની પૂર્ણ શ્રદ્ધા થી પરિક્રમા થાય છે .. શ્રદ્ધા હોવી જરૂરી છે ..

 

પરિક્રમા :

 

વડોદરા થી આશરે ૮૫ કિલોમીટર દૂર ,રાજપીપલા ની નજીક આવેલ રામપુરા ગામ  થી માં નર્મદા નો પ્રવાહ ઉત્તરતરફ વહે છે .પરિક્રમા પથ નું રેગન થી  ગુવાર સુધી નું અંતર ૮ કિલોમીટર થાય . મારો આ ચાલી ને જવાનો ,  નદી ની પરિક્રમા નો પહેલો અનુભવ છે ,પુરાણો  અને પુસ્તકો માં (ખાસ કરી ને તત્વમસિ) વાંચી ને પરિક્રમા જવાનું  મન થતું . પણ સમય , સંગાંથ અને માં ના આષિશ હોય તો જ શક્ય બને એ પુરાવો પણ મળી ગયો .

દર વર્ષે ચૈત્ર માસ ની શરૂઆત થતાંજ  રામપુરા ગામ અને આજુબાજુ ના વિસ્તાર માં પરિક્રમા વાસી ના ડેરા નાખ્યા જાય છે. લોકો અંતરમન થી  નદી ની પરિક્રમા કરે છે , અમે ૩ મિત્રો ચૈત્ર સુદ દસમ ના રોજ વડોદરા થી બે  બાઈક (મોટર સાઇકલ ) લઇ સાંજે ૬ વાગે યાત્રા ની શરૂઆત કરી .

વડોદરા થી કપુરાઇ ચોકડી પાસ કરી અમે પ્રથમ સ્ટોપેજ ડભોઈ રોડ પર "પલાસ વાડા" નજીક આવેલ શ્રી આનંદ મંગલ હનુમાન ના મંદિર માં કર્યું . ત્યાં પવન પુત્ર ની અલૌકિક  મૂર્તિ ના દર્શન કરી ધન્યતા અનુભવવા લાગ્યા . ફરી યાત્રા શરુ કરી અમે ડભોઈ રાત્રી જમણ માટે રોકાયા . ત્યાંથી હવે ૫૦ કિલોમીટર નું અંતર બાકી હતું . ડભોઈ થી તિલકવાડા અને ડભોઈ થી પોઇચા  આ બે માર્ગ રામપુરા જવાના હતા .રાત્રી મુસાફરી હોય અમે તિલકવાડા નો રસ્તો પસઁદ કર્યો . રાત્રે ૧૧ વાગ્યે અમે તિલકવાડા પહોંચ્યા . ત્યાં અમને જાણવા મળ્યું કે પરિક્રમા  તિલકવાડા થી પણ શરુ કરી શકાય છે.. પણ અમારા કલયુગ ના સહદેવ એવા  મારા મિત્ર કમ કઝીન ના મતે રામપુરા જ જવું જોઈએ .જેથી અમે  આગળ વધીને રામપુરા પહોંચ્યા .

રાતે ૧૧.૩૦ થયા હતા પણ જાણે સવાર પડ્યું હોય એવો માહોલ હતો  અમે વિહિકલ પાર્કિંગ કરી ને આવ્યા તો રાત્રે ૧૧.૩૦ વાગે અમને જમાડવા મતે ત્યાંની સેવાભાવી સંસ્થાનો દૂર આગ્રહ જોઈ હું નવાઈ પામ્યો . અને  તેમની  માંટે  માન ઉપજી આવ્યું .  અમે ૩ મિત્રો માં  હું , પિનાકર મારો કોલેજ ફ્રેન્ડ , અને મારો કઝીન શૈલેશ . એમાં અમે બે પેહલી વાર આવ્યા હતા ,જયારે શૈલેશ ને ૧ અનુભવ હતો  ..

રામપુરા માં મહાભારત ના સમય ના પાંચ પાંડવ ના નામ પરથી શિવ મંદિર છે . અમને ભીમેશ્વર  મહાદેવ મંદિર ની પરસાળ માં ઉતારો મળ્યો . ઊંઘવાનો મારો કોઈ ઈરાદો નહતો  પણ લાંબી મુસાફરી પછી શરીર ને આરામ મળી રહે એ હેતુ થી થોડુંક લંબાવ્યું .

અમારી જેમ બીજા ઘણા પરિકમાં વાસી આવતા જતા હતા..

 અમે ૩ વાગે ઉઠી ને નિત્યક્રમ પતાવી પરિક્રમા શરૂ કરી..મારી પાર્કિંગ પર નજર જતા જ આંખો ચાર થઇ ગઈ. રાત્રે જે ગામ ખાલી લાગતું હતું  ત્યાં ૨૦૦-૩૦૦ ફોર વહીલર , ૫૦૦-૬૦૦  ટુ વિહલર , ૩ લક્ઝરી  અને  અન્ય ખાનગી સાધનો . જેવો નર્મદે હર ..જય માં નર્મદે નો નારો ગુંજ્યો અમે સૌ પગપાળા પરિક્રમા નો પ્રારંભ કર્યો .. બધાજ લોકો અહીં આવેલ અતિ પ્રાચીન રણછોડ રાય  દર્શન કરી પરિક્રમા મોં સંકલ્પ કર્યો   શરુવાત માં  તો શ્રદ્ધા અને ઉત્સાહ બેવડા હતા. રસ્તા માં ચા . કોફી , કેળા , ઢીલી મગ ની ખીચડી ,ગાંઠિયા ,બુંદી , ખમણ , ઢોકળા ,  વગેરે ના વિના મૂલ્ય  સેવા અર્થે સ્ટોલ ખુલેલા હતા. હું  માત્ર પરિક્રમા ને આધ્યત્મિક યાદગીરી  માં પરિણમે તે હેતુ થી આવ્યો હતો . માંટે ખાણી-પીણી  માં બહુ ધ્યાન ના આપ્યું. શૈલેશ નું માનવું હતું કે આ લોકો એ પુણ્ય કમાવવા માંટે આવી સેવાઓ શરુ કરી છે તો આપણે તેમને પુણ્ય કમાવા નો મોકો આપવો જોઈએ તેથી દરેક જગ્યા એ મંળતી ભોજન સામગ્રી ગ્રહણ કરતો .

બીજા મિત્ર પિનાકર  એક શંકા લઇ ને પરિક્રમા માં જોડાયા કે  પાપ ધોવાય કે ના ધોવાય ? મોક્ષ મળે ખરો ?   હું માત્ર એને એટલુંજ સમજાવી શક્યો કે આપણે માનવ કર્મ ને આધીન છે ..પાપ કે પુણ્ય ,મોક્ષ  આ બધા નો અર્થ પરિસ્થિતિ મુજબ , અને સમય પ્રમાણે અલગ -અલગ થાય .. આપણે માત્ર કર્મ જ કરી શકીએ .એનું ફળ આપણી નિયત પર છે . જેમકે આપણે પરિક્રમા કરીશું તો એનું ફળ આપણે કેટલી શ્રદ્ધા અને સાચા દિલ થી કરી છે તેના પર છે .

આવી ચર્ચા વિચારણા કરતા અમે આગળ એક ધનકુબેર મહાદેવ ના દર્શન કરવા પહોંચ્યા .દર્શન કરી ને આગળ માંગરોળ થી વળ્યાં

 અને ચાલતા ચાલતા અમે રામાનંદ આશ્રમ આવી પહોંચ્યા .અહીં નર્મદા માં ની અપ્રતિમ મૂર્તિ ધરાવતું મંદિર છે . આ દર્શન નો લ્હાવો પણ મળીગયો . મંદિર ની બહાર ચોગાન માં ગાંઠિયા અને ચા  નિઃશુલ્ક મળીરહ્યા હતા . અમારા કઝીન બીજા ને પુણ્ય નો લાભ આપવા પહોંચી ગયા,  ચા પીધા પછી આશ્રમ માં પાછળ ના ભાગ થી અમે નીચે ઉતરી ને નદી કિનારે પહોંચ્યા . ચાલતા ચાલતા અમે ગુવાર -વિસ્તાર માં આવી ચડ્યા .અહીં પગપાળા પરિક્રમા અડધી પુરી થઇ  કારણ કે ૧૬ કી.મી માં થી  ૮ કી.મી અમે ચાલી ગયા ,વહેલીસવાર , લોકોનો સાથ , અવનવી ચર્ચા  ,,આ બધા માં અમે ૪.૪૫ એટલે કે માત્ર પોણા બે કલાક માં   ૮ કી.મી  ચાલી ગયા . નદી નો વિશાળ પટ જોઈ મન પ્રુફલિત થઇ ગયું .કુદરત માં સાનિધ્ય માં રહેવાનું મળે એજ  આ હો  ભાગ્ય ! શું સુંદર નજારો હતો . પાણી ની હિલોળ , ઠંડો પવન  અને અને મળસ્કા નો સમય , નદી નો કિનારે ઉમટેલું  માનવ મહેરામણ , અહીં નો પાણીં નો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહેતો હોવા થી એને ઉત્તરવાહિની પરિક્રમા પણ કહે છે .

આગળ ની પરિક્રમા સામે પાર નાવડી માં બેસી ને જવાનું હતું .પછી સામાં કિનારે થી પગપાળા પરિક્રમા કરવાની   હતી.. અહીં થોડી અવ્યવસ્થા સર્જાઈ ગઈ ..સામે પાર જવા માંટે  ૧૦ હજાર કરતા  વધુ લોકો હતા જયારે નાવડી માત્ર   ૪ જ હતી. થોડું કષ્ટ પડ્યું .. ત્રણ થી ચાર કલાક નો સમય નાવડી ની રાહ જોવા માં ગયો .અંતે ૮.૪૦ અમે એક નાવ સામા કિનારે લઇ ગઈ .રેતી ના પટ માં ચાલતા અમે ઉપર રોડ પર  આવ્યા .અહીં તાપ માં આવેલ પથિક માંટે ઠંડા પીણાં  , ચા   અને મમરા ના નાસ્તા ની સગવડ હતી . એ પતાવી અમારો સંઘ આગળ વધ્યો. અહીં તિલકવાડા ની પ્રખ્યાત મણિનાગેશ્વર નું મંદિર છે .શિવ દર્શન કરી ચાલવા નું શરુ કર્યું . હવે રોડ ની બંને બાજુ કેળા ના ખેતરો ની હારમાળા હતી . ચૈત્ર ની ગરમી માં તેમનો લીલો  રંગ આંખો ને ઠંડક આપતો હતો . આગળ વધતા અમે અન્ય આશ્રમ માં આવ્યા. આ કદાચ છેલ્લું જ વિશ્રામ સ્થળ  હતું . અહીં ઠંડી છાસ અને ગાંઠિયા -મરચા ખાઈ સૌ આગળ વધ્યા . મારા કઝીન ના માટે પ્રમાણે હવે યાત્રા થોડી મુશ્કેલ હતી . કારણ કે હવે ચાલવા માંટે સપાટ રોડ નહિ , નદી ના કિનારા પર ના મેન્ટલ , પથરા , ખાડા -ટેકરા  અને કપરા ચઢાણ એવા ઢોળાવ હતા .

વાત સાચી પણ હતી નદી ની સાથે -સાથે ચાલવું એ આનંદ દાયક હતું પણ અહીં ચાલવા માંટે કઠિનાઈ અવર્ણીય હતી . રસ્તા માં ઠંડા પાણી ની સુવિધા હતી જેથી  અમે આ આકળ વિકળ ગરમી થી રાહત મેળવી શકીયે . ચૈત્રી તાપ અને થાક થી સૌ ની ગતિ ધીમી પડી ગઈ હતી સવાર ઉત્સાહ થોડો ઓગારવા લાગ્યો હતો  પણ શ્રદ્ધા ડગી નહોતી . અંતે અમે "રેગન"વિસ્તાર માં આવ્યા જે યાત્રા નો અંતિમ ભાગ છે .અહીં થી નદી માં બેસી અમે રામપુરા પહોંચી યાત્રા પુરી કરીશું . .

સામે પાર પહોંચી સૌ પ્રથમ અમે ૩ મિત્રો નદી માં નાહવા ઉતર્યા . .મેં  માં રેવા ને એના જળ થી અંજલિ અર્પણ કરી . નમન કર્યા. . નદી ના શીતળ અને પવિત્ર જળ માં અમારો થાક ક્યાં જતો રહયો એ ખબર જ ના પડી. અમારી જેમ બીજા પરિક્રમા વાસી પણ ગરમી માં શીતળ સ્નાન નો લાભ લેવા આવ્યા . માં નર્મદા ના જયકારા થી નદી ની પાણી હિલોરા લેતું હોય એમ લાગતું .

પ્રાચીન  માન્યતા અનુસાર ગંગા નદી માં સ્નાન કરવા થી , યમુના નદી નું પાન કરવાથી , અને માં  રેવા નું ધ્યાન ધરવા થી તમને તમામ પાપો માં માંથી મુક્તિ મળે છે .પણ અહીં પૂર્ણ શ્રદ્ધા અનિવાર્ય છે. હવે જે નદી ના,(દેવી ના ) સ્મરણ માત્ર થી જો જીવન ના પાપ દૂર  થતા હોય તો નદી ની પવિત્રતા કેટલી હશે ..? અમે  સાક્ષાત  માં રેવા ને મળ્યા એવો અનુભવ થયો . એના કિનારે કેટલા બધા શિવ મંદિર .. 

ઋષિ આશ્રમો ,  આ બધું ખરેખર એક આધ્યત્મિક આનંદ આપનાર છે .

અહીં અમે રામપુરા ગામ માં પરત આવી પરિક્રમા પુરી કરવા પ્રાચીન રણછોડજી ના મંદિર એ આવ્યા . અહીં દર્શન કરી અમારી પરિક્રમા પૂર્ણ કરી .  ઘરે પહોંચી ત્યારે સાંજ ના પાંચ વાગ્યા હતા.

થાક કરતા પરિક્રમા  કર્યા નો આનંદ વધુ હતો ,  એક સંતોષ હતો .  નિસ્વાર્થ સેવા માંટે ને ગામડા ના લોકો ની મેહનત અને લાગણી જોઈ ને એવું લાગ્યું કે આપણે પણ કોઈ સેવા કાર્ય માં યથા શક્તિ યોગદાન આપવું જરૂરી છે .

 

બોલો : નર્મદે હર...

નોંધ :

મારો ઉદેશ એજ છે કે  દરેક ગુજરાતી આ પરિક્રમા વિશે જાણે ,,  અનુકૂળ હોય તો તેનો અનુભવ કરે ..  અન્ય કોઈ ક્ષતિ જણાય તો  હૃદય થી ક્ષમા યાચું છું. તમારો પ્રતિભાવ ચોક્કસ જણાવજો .  નર્મદે હર...