Khadidhari rogue books and stories free download online pdf in Gujarati

ખાદીધારી બદમાશ


રાજ નગર માં "લોકહિત ચુનાવ સમિતિ " ૬૩ વિધાયક વાળી થોડી મોટી પાર્ટી કહેવાતી. રાજકારણ ના મેદાન માં તે અગ્રેસર ગણાતી. સ્થાનિક ચૂંટણી માં થી હવે કેન્દ્ર તરફ નજર હતી. પુરા દેશ માં નામાકીંત અને નવયુવાન ઉમેદવારો ને ટિકિટ આપી આ વખત ની ચૂંટણી માં વિજયી બનવું -લોકહિત ચુનાવ પક્ષ નું મુખ્ય દયેય હતું. પક્ષ ના મુખ્ય નેતા તરીકે જોગેન્દ્ર રાજપૂત નું નામ ચર્ચાઈ રહયું હતું .પાર્ટી અઘ્યક્ષ એ પાર્ટી ના નેતા તરીકે આ નૌશીખીયા નું નામ જાહેર કર્યું .પાર્ટી નો નવો ચહેરો એટલે "જોગેન્દ્ર રાજપૂત "
૩૬ વર્ષીય આ નેતા દેખાવે રજનીકાંત જેવા કાળા રંગ નો , મધ્યમ બાંધો, ૬ ફૂટ ની નજીક ની હાઈટ, કાળા ભમર વાળ અને કાયમ ની લાલાશ ધરાવતી આંખો. મૂળ ગામડા નો જીવશહેર ની રોનક અને રૂપિયા ની મોહ માયા થી ખેંચાય ને અહીં રાજનગર આવેલો પોતાની મંજિલ ની તલાશ માં ... તે પોતાની જીદ પુરી કરવા કોઈ પણ હદ થી ગુજરી જતો . આજે જયારે પાર્ટી એ તેને ૬૩ નેતા કરતા પણ મોટો બનાવી ને રજૂ કર્યો ત્યારે તેના ચહેરા પર એક પાશવી આનંદ હતો.એક રહસ્યમયી સ્મિત હતું . તેની કામયાબી ની ખુશી કરતા બદલાની ભાવના વધારે ઉપસી આવી . હાથ માં તેજ દિવસ નું છાપું ડૂચો વાળી ને સામે ની દીવાર પર ના ફોટા માર માર્યું . અને જોર જોર થી હસવા લાગ્યો.
" જોઈ લો , આજે આ તમારો વારસ ક્યાં પહોંચી ગયો? તમને મારા પર વિશ્વાસ ન હતો . તમે મને ક્યારેય સમજ્યો નહિ. કાયમ કાકા ના છોકરા ના ગુણ ગાતા અને મને જાહેર માં પણ લડી નાખતા. આજે તમે જીવતા હોત તો તમને મારા ઉપર કેટલું અભિમાન ઉપજત .કે જે દીકરા ને તમે બંને નકારો ,અને નકામો બેકાર , ઝગડાળુ સમજતા હતા તે આજે આખા દેશ માં એક મોટો નેતા થવા જય રહ્યો છે .હું તમારી સાદાઈ અને આદર્શો ને ક્યારેય પણ નહોતો માનતો અને આજે પણ નથી માનતો હું જે કઈ છું મારી શક્તિ ,મારી આવડત અને મારી રાજનીતિ થી છું . હું તમને , એ ગામ અને એ લોકો ને કદી નહિ ભૂલું જેમની નફરત ને લીધે હું આજે આ મુકામ પર છું .
મારો દોસ્ત મુકો પંચાતી ,મારો પ્રેમ હીર ( હિરકી રબારણ ) આ બંને પણ ... હજુ યાદ છે .
૮ મી પરીક્ષા આપ્યા પછી હું અને મુકો ગામ ને છેડે આવેલ કોતર માં રખડવા ગયા હતા .ત્યાં આ રબારણ અમારી ભેળી રમવા આયેલી અને ત્યાર જ મારુ મન એની હારે લાગેલું .મુકો બધું જાણે પણ કોઈ દિવસ કોની હામે મોઢું ના ખોલે .એનું નામ જ મુકેશ પંચાતી .તેને આખા ગામ ની ખબર .કોઈ વાત તેના થી છાની ના રહે. તે ગમે ત્યાં થી જાણી લાવે અને ખાલી મને કહે .મારો બચપણ નો પાકો ભેરુ.બીજી હતી હીર. જેવા નામ એવા જ ગુણ ,રૂપ તો રબારી ને વારસા માં જ મળ્યું. રૂપ તો રબારણ નું .ચહેરા પર એક અલગ જ તેજ હતું .નાની હતી ત્યાર થી મારા સિવાય કોઈ ને હાથ પણ નથી આપ્યો .આ બે ને પામી ને હું બહુ જ આનંદ માં આવી જતો.
જોગેન્દ્ર ભૂતકાળ યાદ કરતો હતો ત્યાંજ ડોરબેલ વાગી તેને દરવાજો ખોલ્યો તો પાર્ટી ના કાર્યકર અને પત્રકાર ની ટીમ બધાઈ આપવા આવી હતી .પાર્ટી ના મુખ્ય નેતા થવા બદલ લોકો એ ફૂલ હાર પહેરાવ્યા ,અભિનંદન આપ્યા.તેનું ઘર લોક મેદની થી ભરાય ગયું .ઘરના દરવાજા થી કે મુખ્ય સોસાયટી ના રોડ સુધી પાર્ટી ના કાર્યકર અને લોકો તેને બધાઈ આપવા આવ્યા હતા.
થોડી વાર પછી એક પત્રકારે પૂછ્યું .
" જોગેન્દ્ર જી .. આ સફળતા માટે તમે કોને મહત્વ આપો છો "
" મને ખુદ ને , મારી મેહનત અને હંમેશા આગળ આવવા ની જીદ ને "
તો બીજો પત્રકાર નો સવાલ હતો " હવે આગળ નો શું પ્લાન છે ? "
" સમય ના દરિયા માં શું છુપાયેલું છે એ તો હું પણ નથી જાણતો ..ધીરજ રાખો ..જાણવા મળશે . હા દેશ ની જનતા ને ,વિરોધી પાર્ટી ને એટલું જરૂર કહીશ કે આવનારી ચૂંટણી માં જીત અમારી પાર્ટી ની થશે .અને હું દેશ નો મુખ્ય મંત્રી બનીશ "
" દેશ નો મુખ્ય મંત્રી તો પાર્ટી નક્કી કરશે ને ?"
" મારા કેસ માં ઉલટું છે મિસ્ટર પત્રકાર ..હજુ તમે જોગેન્દ્ર રાજપૂત ને ઓળખ્યો નથી. પાર્ટી જ મારા લીધે આગળ આવશે હું પાર્ટી ને લીધે નહિ .અને મારી પહેલી શરત એજ હતી કે હું પાર્ટી ને જિતાડીશ તો મુખ્ય મંત્રી હું બનીશ અને આ વાત પાર્ટી અધ્યક્ષ પણ કબૂલે છે ."
" તમે રાજનીતિ માં આવવા નું કેમ વિચાર્યું ? "
" મારા ગામ નું ,અને ગામ ના લોકો નું ભલું કરવા ,તેમનું એક કર્જ ચૂકવવા ,,આ બોલતી વખતે આંખો ની લાલાશ ચહેરા પર ધસી આવી.ગુસ્સા અને નફરત ને કારણે તેનો કાળો ચહેરો વધારે ભયાનક લાગવા લાગ્યો ."
જેને પ્રશ્ન પૂછ્યો હતો એ પણ ડરી ગયો . જોગેન્દ્ર નો સાથીદાર અજિત પાટીલ વચ્ચે આવી ને પત્રકાર ને ઈશારા થી જવા નું કીધું .
પણ એક પત્રકાર તો પણ કેમેરો અને માઈક સામે રાખી ને પ્રશ્ન પૂછવા લાગ્યો " તમારી આંખો લાલ છે ..તમે નશો કરો છો "
ગુસ્સા ને કારણે એક મુક્કો ઉગામી દીધો હતો પણ પત્રકાર હટી ગયો અને જોગેન્દ્ર નો વાર ખાલી ગયો. બધા વિખેરાય ગયા .હતા માત્ર બેજ જન અજિત અને જોગેન્દ્ર . જોગેન્દ્ર હજી પણ ગુસ્સા માં ધ્રુજતો હતો. તેની આંખો ના અંગારા જોઈ ને સાક્ષાત કાળ ને પણ ડર લાગે .
થોડી વાર પછી શાંત થયો.
"આ લોકો મને શા માટે ઉશ્કેરે છે ? હું સફળ થયો છો મારી આવડત થી "- તે બોલ્યો .
" જો હવે તો મુખ્ય નેતા બનીશ ..તારે આ બધું સહન કરવાનું .જતું કરવાનું " રાજકારણ માં આવું તો થયા જ કરે " -અજિત બોલ્યો .
" પણ .. તું નહિ સમજે જવાદે ને , ચાલ કઈ પીવું છે ?"
" ના, હવે હું નીકળીશ .. તું પી ..તારી અંદર ની આગ કદાચ ઠંડી પડે "
સારું કહી ને બે છુટા પડ્યા .. પાર્ટી અધ્યક્ષ નો ફોન આવ્યો પત્રકાર ની મારપીટ બાબતે .. થોડી સામાન્ય વાતચીત અંતે ફોન મૂકી દીધો .
TV અને મીડિયા વાળા નાની વાત ને પણ મોટી કરી મૂકે છે. તેને VAT69 નો લાર્જ પેગ બનાવ્યો, આઈસક્યુબ નાખ્યા અને TV ઓન કરી ન્યુઝ જોવા બેઠો.
ક્યાંય તેના પાર્ટી ના સમાચાર તો ક્યાંય બીજી અકસ્માત ની ઘટના . ખૂન- બધું સ્ક્રીન સામે ચાલતું હતું . તે પેગ પર પેગ લગાવતો હતો પણ અંદર ની આગ બૂઝવા ને બદલે જોર જોર થી અળગતી હતીઃ, તેની નજર સામે ચાર ચહેરા ફરતા હતા ..કોઈ ચહેરો રડતો તો કોઈ હસતો હતો .એ ચહેરા તેને ટોણો મારતા હતા કે તું ગમે તેટલો મોટો માણસ થઇ પણ અમારા વિના તું અધૂરો ..અધૂરો અધૂરો ..
આ ચહેરા હતા તેના જીગરજાન મિત્ર મુકેશ પંચાતી ,હીર રબારી અને તેના માતા પિતા .
જોગેન્દ્ર રાજપૂત એક આદમકદ અરીશા સામે ઉભો રહ્યો. નશા ને કારણે પોતાનો જ ભય લાગ્યો .તેની લાલ આંખો માં લોહી ઉતરી આવ્યું હતું ..એને કાચ નો ગ્લાસ છૂટો અરીસા પર માર્યો અરીસા ટુકડા થઇ ગયા .પેલા ચાર ચહેરા તેને કાચ માં પણ દેખાવા લાગ્યા. તેને એકલતા વસમી લાગવા લાગી .તેને મળેલ સફળતા ને જૂની એકલતા ઘેરી વળી .
તેને એક - એક કરી બધી ઘટના યાદ આવવા લાગી. મુકેશ પંચાતી ,હીર અને માતા પિતા નું ખૂન થયું હતું અને કાતિલ કોણ ..
કાતિલ હતો એક લબરમૂછિયો યુવાન .."જોગેન્દ્ર રાજપૂત "