Kavya ane Gazal Sangrah - 5 in Gujarati Poems by Tru... books and stories PDF | કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5


***********************

***********************

1.

*******************

*******************

તું કહે એટલી બધી સરળ નથી...

અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...

તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ખરી...

સીધા ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....

પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..

રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી પણ ખરી...

એતો જિંદગી છે સાહેબ......

પકડવા મથો તો કદાચ પકડાઈ પણ જાય...

પણ,હાથમાંથી સરકી પડે એવી લપસણી તો ખરી...

*******************

*******************

2.

*******************

*******************

આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...

માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...

કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...

ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...

કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...

ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...

પણ,કેટલીક એટલી અક્કડ અને પાકી થઈ હશે...

જે હૃદયનાં કોઈક ખૂણે સંઘરાઈ રહી હશે...

કોઈક દિવસ જરૂર એ શબ્દોમાં પરોવાય જશે...

અને હૃદયના એ ખૂણામાં આનંદ ભરાય જશે...


*******************

*******************

3.

*******************

*******************

કરમાઈ ગઈ લાગણીઓ ભર ચોમાસે....

એતો મોર ટહુકે અને થોડા શ્વાસો ભરે છે...

વિચારોની દશાને શું કહેશો ઓ વિદ્વાનો...

અંહી તો એક ખરે ને બીજી કુપળો ફૂટે છે...

નવપલ્લવિત થવાનો આનંદ કઈ ઓછો ના હોય...

આતો જૂના થડ ને ઉભો જોઈ અધૂરાં સ્વપ્નો રડે છે...

વિશ્વાસ તો એટલો અડક છે ઇશ્વર પર...

બધું પસાર થતા જીવનમાં મીઠાશ ભરે છે...*******************

*******************

4.

*******************

*******************

રસ્તાઓ અઢળક મળે છે જીવનના દરેક વળાંક પર....

વાત બસ જવાબદારીપૂર્વક ચાલવાની છે...

કોઈ ગમતું સાથે હોય કે ના પણ હોય ..

વાત બસ સફરની મોજ માણવાની છે...

અવરોધો ના ધોધ તો બધા ને નડે જ છે...

વાત બસ એમાં ભીંજાવાની છે...

સફળતા કે નિષ્ફળતા એતો કર્મો અને નસીબના ખેલ...

વાત બસ પ્રયત્નોના ખુમારી ની છે...

*******************

*******************

5.

*******************

*******************


સાગર ને કિનારે અથડાવા નું સુખ...

પછી ભલે વિખરાય જવાનું દુઃખ...

મોજાં તો ઘડીકમાં ઉછળીને વ્હાલ કરે...

ને ઘડીકમાં શાંત થઈ સંતાકુકડી રમે...

કિનારો તો હંમેશા ત્યાંજ ઊભો અડીખમ...

એને તો આનંદ બસ સાગર સાથે જોડાવાનો...


*******************

*******************

6.

*******************

*******************

વણઝાર જ કરીએ છીએ આપણે જીવનમાં...

આશાઓની,અપેક્ષાઓની,સપનાઓની,સંબંધોની...

અને બસ ચાલી નીકળીએ છીએ આપણી વણઝાર લઈને...

રસ્તો કે દિશા તો મળે અને ભુલાઈ જાય...

પણ આ વણઝાર નો ભાર તો વધતો જ જાય....

ઘસાઈ જઈએ,થાકી જઈએ બેસી જઈએ,આગળ વધીએ....

પાછળ વણઝાર પણ એમની એમજ....

આશાઓ છૂટે,અપેક્ષાઓ તૂટે,સપનાઓ ભૂલાય અને સંબંધો ખોવાય..

પણ વણઝાર તો એમની એમ યાદી બનીને માથે ....,

અસ્તવ્યસ્ત થતું જાય બધું જ સાથે...

પછી તો ભાર જબરો લાગે,હાંફી જવાય આપમેળે...

પણ ભાર લઈ ને જ ચાલવાનું....

ટેવ પડી છે ને...

ક્યારેક એકલા ચાલી ને જોવાય વણઝાર વગર...

અઘરું છે પણ છોડવું પડે....

અંતરમાં કંઇક ખોળવું પડે...

પછી મળે આનંદ ની એ પળ...

હોય વણઝાર સાથે તોય જીવનમાં હોય મોજ....


*******************

*******************

7.

*******************

*******************

અલગ અલગ મંતવ્યો થી હું કેમ ચાલુ...

હું સૌથી અલગ છું તો મારું ગણિત જ માણું...

અંતર થી સારા નરસા ને હું હંમેશા તોલું...

કોઈ કહે એની પાછળ શું કામ સમયને મોલું..

શ્રેષ્ઠ થવું શા માટે દુનિયાની નજરમાં...

શ્રેષ્ઠતાને સમાવિષ્ઠ કરીશ હું મારા હૃદયમાં...

પરવાહ સૌ ની કરું પણ પરવશતા ને નકારું...

સ્વતંત્રતા થી મારા વિચારો ને શણગારું...

અલગ અલગ મંતવ્યો થી હું કેમ ચાલુ...


*******************

*******************

8.

*******************

******************

ભાર તો જિંદગી નો સૌ લઈ ને ચાલે છે....

કોઈ હસી ને તો કોઈ રડી ને તો વળી કોઈ અકડાઈ ને જિંદગી વિતાવે છે....

જિંદગી તો બધા ને જીવવા ની જ છે...

જ્યાં સુધી શ્વાસ ના ખૂટે...

જ્યાં સુધી દોર ના તૂટે...

તો પછી, અકળાવું કેમ?ગભરાવું કેમ?

દુઃખી થઈ ને પસ્તાવું કેમ?

રોજ ઊગે નવી સવાર,પાથરે નવી ઉજાસ,..

અને આપડે જ કેમ રહીએ જૂના?

ના જીવાયેલી ક્ષણો નો અફસોસ કરતા...

ના મળેલી વસ્તુ ચાહત કરતા..

પણ,મળેલી વસ્તુઓ અને જીવાયેલ ક્ષણો નો વાંક શું?

જિંદગી એકાંત માં જરૂર પુછે છે એક સવાલ,

વર્ષા તો ઘણી થઈ,તો પણ રહી ગયા કોરા..

એમાં વર્ષા નો વાંક શું?

*******************

*******************

9.

*******************

*******************

પ્રયત્ન ઘણા થાય છે સંબંધોને લીલાછમ કરવાના..

પણ,ભૂલી જવાય છે કે સૂકાં પાંદડા તે કદી લીલાછમ થયા છે?...

અંદર કુમાશ હોય તો ફરી નવપલ્લવિત થવાની તક હોય...

જયાં સૂકાં મૂળ જ હોય ત્યાં કઈ થોડી ભિનાશ હોય?...

તો પછી પ્રેમ અને સમર્પણનું સિંચન શા માટે...?

હૃદયની લાગણીઓ નાહક ની વેડફવાની શા માટે ...?

જ્યાં બાળવા સિવાય નો કંઈ ઉપાય જ નહિ....

ત્યાં સિંચાઇનો કોઈ વ્યવહાર શા માટે?....

શા માટે નવા બીજ ને અંકુરિત ન કરીએ?...

આનંદ નો સેતુ ત્યાં જોડીએ..

એ પણ લહેરાય ને આપણે ઉત્સવ માનવીએ...

જીવન યાત્રા ને આગળ જ વધારીએ....*******************

*******************

10.

*******************

*******************

પહેલા થયું hii...

પછી થયું કેમ છો?

મજામાં ને બાય....

ચાલો શરૂઆત તો થઈ...

પછી આવ્યો ગુડ મોર્નિંગ,

ગુડ નુન ને ગુડ નાઇટ નો વારો...

અભિવાદન ના સંદેશાઓમાં જાણે પૂરેપૂરો ખ્યાલ રખાયો...

મિત્ર બનતા ના લાગી જરાય વાર...

ખૂલી ગયા હ્દયનના બધા જ દ્વાર...

બંને બાજુ લાગ્યું આ તો મિત્રતા થી છે કઈ ખાસ...

પછી ઓફર આવી પ્રેમની ને વાતો ની ભરમાર....

ખોવાયા એકમેકની વાતોમાં જાણે એ પ્રેમના પર્યાય...

પણ ફક્ત ઔપચારિતાઓ થી કઈ થોડું જીવન જીવાય...

સમય ગયો એમ ખૂટી વાતો ને થયા બદલાઈ ગયા ના આક્ષેપો...

અપેક્ષાઓ વધી ને સંબંધ થયો પાંગળો...

હવે નહિ રહેવાય સાથે,દિલ બંને ના તૂટ્યા સંગાથે..

બ્રેક અપ ની લાગી મહોર,ને બંને છુટા પડ્યા...

બીજી જ સવારે બંને ના મોબાઇલ રણક્યા...

અને ફરી પહેલા થયું hii...*******************

*******************


-Trupti.R.Rami........(Tru.....)