Kavya ane Gazal Sangrah - 6 in Gujarati Poems by Tru... books and stories PDF | કાવ્ય અને ગઝલ સંગ્રહ - 6

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 6

*


Please read this and rate it.......

Have a great day*

******

***********
1.ઈશ્ર્વર તને બધું આવડે
*******************
*****************
બધું જ આપી ને ખાલી રાખતા આવડે...
ઇશ્વર તને તો સાગર ને બાંધતા આવડે...

તું ધારે ત્યારે વરસાવી શકે ધોધમાર વાદળ...
બાકી તને તો વરસાદ વગર ભીંજવતા આવડે...

અદશ્ય છું તું પણ હરહંમેશા હાજર...
તને તો સમયને પણ નચાવતા આવડે...

કથાઓમાં શ્રેષ્ઠ તારા સિવાય કોઈ નહિ...
છતાં તને તો કર્મને સર્વાધિક મૂલ્ય આપતા આવડે...

તું ઇચ્છે તો પલક ઝબકતા જીતી જવાય મહાભારત આખું...
પણ તને તો અર્જુનને નિમિત્ત બનાવતા આવડે...

તું આવે અહી તો ભક્તિરસમાં ડૂબે જગત આખું...
છતાં તને તો સંસારનું નાટક ભજવતા આવડે...

*******************
*******************
2.આહેસાસ જોઈએ....
*******************
*******************
ભટકીએ અટકીએ અને અસ્ત થઈએ...
આ જીવનમાં બસ મસ્ત રહીએ....
મંઝિલની ખબર આ વાદળો ને...
અમને તો ધરાને ભીંજવવા થોડું જળ જોઈએ....
ચંદ્ર પર તો કોઈને પહોચવું હોય ત્યારે પહોંચે...
અમને તો અંધારામાં બસ એના પ્રકાશની લત જોઈએ....
ધુમ્મસની પાછળ તો દેખાય જ ચિત્ર ઝાંખું....
સ્પષ્ટ જોવા ખાલી એક કિરણ જોઈએ....
માણી શકીએ કોઈપણ પરિસ્થિતિ જીવનભર...
દરેક ક્ષણમાં તૃપ્તિનો અહેસાસ જોઈએ....

*******************
*******************
3.અટકી જાય છે ......
*******************
*******************
અટકીએ તો એ પણ અટકી જાય છે...
આ જિંદગી આમ જ રમત રમી જાય છે...
ચાલીએ આગળ તો એ હંફાવી જાય છે...
સદીઓ જાણે એક ક્ષણમાં જીવાય છે....
બાકી આ સૂરજ પણ રોજ થાકી જ જાય છે...
ક્ષિતિજ નો સહારો લઈ આરામ કરવા જ જાય છે ....
માણસ ....એને તો અભિનંદન આપવા જોઈએ...
કોઈ ક્ષણમાં પ્રગટ થાય તો કોઈ વખત સાવ ઓલવાય જ જાય છે...
તો પણ જેટલા શ્વાસ હોય એટલું તો જીવી જ જાય છે....
જિંદગીને પણ પડકારતો ચાલ્યો જ જાય છે.
અટકીએ તો અટકીજ જાય છે ..

*******************
*******************
4.સમજી જવાનું....
*******************
*******************
બધું જ સારું છે આ જગતમાં સમજી જવાનું...
પાસે હોય એજ આપણું છે સમજી જવાનું...
શું લઈને આવ્યા હતા તે છૂટી જવાનું...
અહીં નું અહીં છે બધું સમજી જવાનું...
કંઈ ના જીરવાય ત્યારે ખુલ્લા હૃદયે રડી લેવાનું...
પછી મકકમ થઈને પરિસ્થિતિ સામે લડી જવાનું...
ગમે તેટલા પ્રયત્નો છતાં બધું બદલાય જ જવાનું...
ભાગ્યમાં હોય એજ ભજવાય સમજી જવાનું...
જિંદગી જે પીરસે એ સ્વીકારી લેવાનું...
ના ભાવતું પણ ઉપયોગી હોય સમજી જવાનું...
થોડી થોડી વારે થાકીએ તો બેસી જવાનું....
વિસમાને મંઝિલ ના બનાવાય સમજી જવાનું...
બધું જ સારું છે અહીં સમજી જવાનું....
પાસે હોય એટલું જ આપણું છે સમજી જવાનું...
*******************
*******************
5.હોડ લાગી છે....
*******************
*******************
લાગણીઓને વ્યક્ત કરવાની હોડ લાગી છે...
આગળ જતાં પાછા વળવાની હોડ લાગી છે...
સેલફોન બન્યા છે સેલ્ફી ના જ અનુયાયી ..
પોતાના ચહેરાને સુંદર જ જોવાની લત લાગી છે...
બધા જ સંતોના દર્શન સુલભ બન્યા જ ઊંઠતાવેંત...
કોઈને ક્યાં નમન કરવાની ફરજ લાગી છે...
સુવિચારો ઢગલો થાય ગણતરીની મિનિટોમાં....
વચવાં કરતા ડીલીટ કરવાના સમય ની અછત લાગી છે....
પ્રકૃતિના સૌંદર્યને તો આંખો થાકી શ્વાસમાં માણી શકાય...
ખાલી ફોટામાં પોતાની સાથે કેદ કરવાની તલપ લાગી છે...
રાત રાહ જોવે તમારી ક્ષણિક સમાધિની મિજબાની માણવા...
સૌને તો ફોનમાં જ વ્યસ્તતાની શરત લાગી છે...

*******************
*******************
6.સર્જાયા છે .....
*******************
*******************
રેતના મહેલો વહી જવા જ સર્જાયા છે...
આપણે તો અહી ખરી જવા જ સર્જાયા છીએ...
સાચવી શકીશું તો બસ મુઠ્ઠીભર યાદો...
આ સમય તો બસ સારી જવા જ સર્જાયો છે ...
સૂરજને ક્યાં ફેર પડે અંધારા ને અજવાળાં થી...
એતો બસ ઉગવાને અથમવા જ સર્જાયો છે...
આપણે જ બની શકીએ આપણા સારથી...
બાકી જમાનો તો ભરમાવા જ સર્જાયો છે...

*******************
*******************
7.કોને ના ગમે .....?
*******************
*******************
સપનાની દુનિયા કોને ના ગમે...?
ઝરુખામાંથી ધુમ્મસ કોને ના ગમે...?
પાનખરની અસર ઝાડવા જ જાણે...
બાકી ગુલાબી ઠંડી કોને ના ગમે...?
વાસ્તવિકતા જાણે દરિયાની સફર...
ગમતી કલ્પનાઓના પરપોટા કોને ના ગમે?
સંબંધો તો સારા નરસા જ રહેવાના...
એમાં મિત્રતાની મીઠાશ કોને ના ગમે?
સફરમાં કોઈ સાથે હોય કે ના હોય...
ખાલી હોય પ્રેમનો અહેસાસ કોને ના ગમે?
*******************
*******************
8.ભૂલી જવાય છે....
*******************
*******************

અંતરના ઘોંઘાટથી એટલા ટેવાઈ ગયા છીએ...
અંદરની શાંતિ થી હવે ગભરાઈ જવાય છે...
મળે છે એવા લોકો જીવનમાં દરેક વળાંકે...
લાગણીના નામે છેતરાઈ જવાય છે...
ટકોરા દે કોઈપણ દરવાજે સ્નેહના...
વિશ્વાસના વિચારમાં હલબલી જવાય છે ....
બધાના શબ્દોમાં મીઠાશ જ એટલી પ્રસરેલી હોય છે ..
ક્યાંય ઝેરની સંભાવનાને અવગણી જવાય છે...
ઘા એટલા જીરવાય છે નાસમજી ના ખેલમાં....
ક્યાંક પ્રેમ પણ વહેચાય છે ભૂલી જવાય છે .....
*******************
*******************
9.હું(માણસ)
*******************
*******************
અંગત સંબંધોમાં જ હારી રહ્યો છું...
હું માણસ હૃદયના કોઈક ખૂણામાં મરી રહ્યો છું...
સૂરજ તો એનું કામ કર્યા જ કરે છે....
હું જ ધુમ્મસ બની ને ઓગળી રહ્યો છું...
રોજ ઊભા થવાના પ્રયત્નો તો કરું નવી આશા સાથે..
પણ દર્પણ એજ છે જેમાં હું નિહાળી રહ્યો છું...
જીવનની પ્રત્યેક ક્ષણને સ્વીકારવા સમજ તો ઘણી રાખી છે...
એટલે અસ્તિત્વની જ ફરિયાદ વખોડી રહ્યો છું....
જિંદગી જીવ્યા નો આનંદ બસ પોતાના સાથે જ છે...
એ લાગણીઓને આંસુઓ થી વહાવી રહ્યો છું...
કોઈને કહીશ તો સવાલ ઉઠાવશે મારી ભાવનાઓ પર...
એટલે બસ લખીને હૃદય થોડું બચાવી રહ્યો છું....


*******************
*******************
10.સિવાય....
*******************
*******************
બધું જ શોધીએ છીએ જાત સિવાય...
ચંદ્ર પણ નથી દેખાતો રાત સિવાય...
અટકે છે કોણ અહીં રાડ સિવાય...
સાંભળે કોઈ નહિ ક્યારેય સ્વાર્થ સિવાય...
આંખો ના છલકાય જોડાણ સિવાય..
હૃદય ક્યાંથી ઉભરાય વ્હાલ સિવાય...
સંબંધના બંધાય વ્યવહાર સિવાય...
અને પોતાનું ના પરખાય આઘાત સિવાય...
સમર્પણ ના થાય પ્રેમ સિવાય ..
અને પ્રેમના થાય તારી કૃપા સિવાય...

*******************
*******************.


-Trupti.R.Rami (Tru.......)