Infinity - 13 - last part books and stories free download online pdf in Gujarati

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 13 - છેલ્લો ભાગ



Part :- 13 ( અંતિમ ભાગ )

"હા..... હવે મે નક્કી કરી લીધું છે અહીથી ત્યાં જઈ પેહલુ કામ એ કરીશ. શ્લોક ને ફાઇનલી કહી દઈશ કે, ' આઈ રઅલી લાઈક યુ. અને મે તને જોયો નહોતો ત્યારથી હું તને પસંદ કરવા લાગી હતી તારા એ લેટરમાં લખાયેલા શબ્દો જ મને આકર્ષિત કરી ગયા હતા અને તને જોયા પછી તો હું ખુદને જ ભૂલી ગઈ હતી. બધી જગ્યા એ બસ તું જ હતો '." આરોહી પેહલી વાર દિલ ખોલીને આટલું બોલી હતી. જાણે તેની સામે શ્લોક હોય એ જ રીતે આરોહી શ્લોકના નશામાં ખોવાય ને બોલી રહી હતી.
"સટ્ટાક........." હજુ આરોહી પોતાની વાત પૂરી કરે એ પેહલા જ એક સમસમતો તમાચો આરોહી ના ગાલ પર પડી ગયો હતો.
" મમ્મી.....!!" આરોહી એ પોતાના ગાલ પર હાથ રાખી ઉપર જોયું તો સામે તેની મમ્મી ઊભી હતી.
" કાકી......તમે જેવું વિચારો છો એવું કાઈ નથી." સોનુ આરોહી ને બચાવવાની કોશિશ કરવા લાગી.
" સોનુ, મારે કાઈ નથી સાંભળવું. હું ગુસ્સામાં તને કાઈક કહી દઉં એ પેહલા તું અહીથી જતી રહે." મમ્મી બહુ જ ગુસ્સામાં હતા.
" પરંતુ....કાકી... આરોહી..." સોનુ આરોહી ના મમ્મી ને સમજાવવાની કોશિશ કરતી હતી પરંતુ શું બોલવું એ સમજાતું નહોતું.
" સોનુ, મારે કહી નથી સાંભળવું. મે કહ્યુ ને તું ચૂપ ચાપ અહીથી જતી રહે." મમ્મી નો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. સોનુ ત્યાંથી જતી રહી.
" અહીંયા હું અને તારા પપ્પા આખા ગામમાં અમારી દીકરીના વખાણ કરતા ફરતા હોય અને આ મેડમ ત્યાં જઈને વધારે પડતા જ મોટા થઈ ગયા છે. પોતાના મનમાં આવે એમ કરી રહ્યા છે." મમ્મી આરોહી નો હાથ પકડી નીચે લઈને આવી.
" મમ્મી એવું કાઈ નથી." આરોહી મમ્મીનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી.
" શું નામ છે પેલાનું?? ક્યારથી આ બધું ચાલે છે ??" મમ્મી આરોહી ને રૂમ માં ઢસડી લાવી.
" શ્લોક..... પરંતુ સાચે મમ્મી એવું કાઈ નથી. એ બહુ સારો છોકરો છે અને મારો ફ્રેન્ડ છે." આરોહી મમ્મી ને સમજાવવાની કોશિશ કરવા લાગી.
" ઓહ.....ફ્રેન્ડ!!! હું તો બધાને કેહતી ફરતી હતી કે મારી આરોહી છોકરા સામે નજર ઊંચી કરી પણ ન જોવે એ મેડમ ત્યાં છોકરા સાથે મજાક મસ્તી કરી રહ્યા છે અને બહાર તેની સાથે ફરી રહ્યા છે. વાહ....." મમ્મી ગુસ્સા લાલચોળ થઈ ગયા હતા. આરોહી નીચે જોઈ રડી રહી હતી.
" તું હવે ઘરની બહાર પગ નહી મૂકે...." મમ્મી એ આરોહી ના હાથમાંથી મોબાઈલ લઈ લીધો.
" મમ્મી...... શ્લોક સાચે બહુ જ સારો છોકરો છે." આરોહી રડી પડી અને બેડ પાસે નીચે બેસી ગઈ. મમ્મી કાઈ પણ સાંભળ્યા વગર રૂમની બહાર નીકળી ગયા.
*
"શું થયું છે?? કેમ આમ ઉતરેલી કઢી પીધી હોય એવું મોઢું લઈને ફરે છે??" સાહિલ શ્લોકને પૂછી રહ્યો હતો. બન્ને રાત્રે ગાડીનું સ્ટેન્ડ ચડાવી રસ્તા પર બેઠા હતા.
" કાઈ નહી. તારી કાઈ આરોહી જોડે વાત થઈ??" શ્લોક નો ચહેરો હજુ ઉદાસ હતો.
" ના.... મારી તો કાઈ વાત નથી થઈ. કેમ કાઈ થયું??" સાહિલ પણ પૂછવા લાગ્યો.
" ના..... મે કહ્યુ તું કે હું સોમવારે સવારે બસ સ્ટેન્ડ થી તને તેડી જઈશ. તું સાંજે મેસેજ કરજે સવારે કેટલા વાગ્યે નીકળવાની એ....પરંતુ મે અત્યારે મેસેજ કર્યા તો કાઈ જવાબ નથી આપ્યો અને કોલ કર્યો તો મોબાઈલ બંધ આવે છે." શ્લોક પોતાની ઉદાસી નું કારણ જણાવ્યું.
" અરે... ભાઈ!! કાઈક નેટવર્ક નો ઈશ્યૂ હશે. એમાં આટલી બધી ચિંતા શું કરે છે." સાહિલ શ્લોક ને સાંત્વના આપતા બોલ્યો.
" ખબર નહી. પરંતુ આજે મને કાઈક અજીબ ફિલિંગ આવે છે. આરોહી ને બહુ મિસ કરું છું. એનો અવાજ સાંભળવાનું મન થાય છે." શ્લોક એકદમ ભાવુક થઈ ગયો હતો.
" ઓહ....આશિક!! અમારા સિંગલ લોકો પર તો થોડી દયા કર. આવી પ્યાર મોહબ્બત વાળી વાતો કરીને તો તું મારા જેવા સિંગલ ની મજાક કરી રહ્યો હોય એવું લાગે છે." સાહિલ શ્લોકનું મૂડ સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
" સાહિલ યાર...!! આઈ એમ સિરિયસ!!" શ્લોક અવાજમાં એક અજીબ લાગણી હતી.
" અરે સોરી...!! તું ચિંતા ન કર. તું ફોન ટ્રાય કરું." સાહિલ એ આરોહી ને કોલ કર્યો.
" શું થયું?? રીંગ જાઈ છે??" શ્લોક એકદમ ઉતાવળો બની ગયો હતો.
" ના....ફોન બંધ આવે છે." સાહિલ એ મોબાઈલ હાથમાં રાખતા કહ્યું.
" હું કહું છું ને કાઈક તો થયું છે." શ્લોક એકદમ બેચેન બની ગયો હતો.
" કાઈ થયું નહિ હોય. ઊભો રહે ...... મારી પાસે સોનુ ના નંબર છે એને કોલ કરું એને ખબર હશે આરુ ની....." સાહિલ ને યાદ આવ્યું તેની પાસે સોનુ ના નંબર છે.
" હા.... ફટાફટ ટ્રાય કર." શ્લોક હવે આરોહી સાથે વાત કરવા ઉતાવળો બન્યો હતો.
" હાય.... સોનુ!! ઓળખાણ પડી??" સાહિલ એકદમ પોતાના અંદાજમાં વાત શરૂ કરી.
" સાહિલ..... એક મિનિટ ચાલુ રાખજે...." સોનુ ફટાફટ પોતાની અગાશી પર જતી રહી.
" હા.... સાહિલ જલદી બોલ કાઈ કામ હતું??" સોનુ એકદમ ધીમા અવાજે બોલી રહી હતી.
" કાઈ નહિ બસ.... તારો અવાજ સાંભળવો હતો. પરંતુ કેમ આવું ધીમુ ધીમુ બોલી રહી છે??" સાહિલ હજુ મજાક જ કરી રહ્યો હતો.
" સાહિલ મજાક છોડ. હું અગાશી પર બધાથી છુપાઈ ને તારી સાથે વાત કરી રહી છું. યાર અહી બહુ મોટો કાંડ થઈ ગયો છે." સોનુ રડવા જેવી થઈ ગઈ હતી.
" કેમ શું થયું?? આરુ નો ફોન કેમ બંધ આવે છે??" હવે સાહિલ પણ ગંભીર થઈ ગયો હતો.
" આરોહી ના ઘરે ખબર પડી ગઈ છે શ્લોક વિશે અને તેના મમ્મી પપ્પા એ તેનો ફોન લઈ લીધો છે અને હવે તેનું ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે." સોનુ એ જે થયું હતું એ બધું સાહિલને જણાવી દીધું.
" ઓહ.... શીટ!! હવે આરુ સાથે વાત કઈ રીતે થઈ શકશે??" સાહિલ ના મોઢા પર પણ ચિંતાની રેખા ઉપસી આવી હતી.
" હું એના ઘરે ગઈ હતી. આરોહી એ કહ્યું છે શ્લોક ને કાઈ આ વિશે નહી જણાવતો." સોનુ એકદમ ધીમે ધીમે બોલી રહી હતી.
" એ મારી સામે જ બેઠો છે." સાહિલ શ્લોક સામે જોઈ રહ્યો હતો.
" હવે તો આરોહી ના મમ્મી એ મને પણ તેને મળવાની ના પાડી દીધી છે અને કાઈક ન્યૂઝ હશે તો હું મારી રીતે કોલ કરીશ. પ્લીઝ ભૂલથી પણ મને કોલ કે મેસેજ કરતો નહિ. પ્રોબ્લેમ થઈ જશે." સોનુ વિનંતી કરતા બોલી.
" હા... પરંતુ તું તારી રીતે મને જણાવતી રેહજે." સાહિલ સોનુને કહી રહ્યો હતો.
" હા.... બાય!!" સોનુ ને જલદીથી ફોન મૂકી દીધો.

સાહિલ એ શ્લોક સામે જોયું તો શ્લોક તેની સામે જ મીટ માંડીને બેઠો હતો. સાહિલ એ જે પણ સોનુ સાથે વાત થઈ એ બધી શ્લોકને જણાવી દીધી. શ્લોક થી છુપાવવાનો કોઈ મતલબ પણ નહોતો. શ્લોક ઊભો થયો અને પોતાની બાઈક સ્ટાર્ટ કરી.
" શ્લોક.......અત્યારે ક્યાં??" સાહિલ ને સમજાયું નહિ શા માટે અચાનક બાઈક સ્ટાર્ટ કરી.
" હું આરોહી પાસે જાવ છું. તેના મમ્મી પપ્પા સાથે વાત કરીશ અને તેમને સમજાવવાની કોશિશ કરીશ." શ્લોક એ જાણે નિર્યણ લઈ લીધો હતો.
" પાગલ થઇ ગયો છું. અત્યારે ટાઈમ જોયો છે. અને તને શું લાગે છે એના મમ્મી પપ્પા તારી વાત માની લેશે?? એ લોકોના માઇન્ડસેટ હજુ બહુ જૂના છે. અને તારા આવા પગલાંની અસર આરુ ઉપર જ થશે. એટલે કોઈ પણ નિર્યણ લેતા પેહલા વિચારજે. આપણે સવારે મળીને કાઈક વિચારીયે. અત્યારે પેહલા તો ઘરે જઈ થોડો રિલેક્સ થઈ જા. અને ચિંતા બિલકુલ નહિ કરતો. હું હંમેશા તારી અને આરુ ની સાથે જ છું. અને હા તું અને આરુ પણ હંમેશા સાથે જ રહેશો." સાહિલ શ્લોકના ખભે હાથ મૂકી તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
" હા......." શ્લોક કાઈ પણ બોલ્યા વગર ફક્ત પોતાનું માથું હલાવી ત્યાંથી નીકળી ગયો.

" આ પ્યાર કેટલી અજીબ ચીજ છે!!" સાહિલ એકલો એકલો બોલી રહ્યો હતો. એ હજુ ત્યાં જ પોતાની બાઈક પર એકલો બેઠો હતો.
*
" પપ્પા....સાચે તમે જેવું વિચારો છો એવું હજુ કાઈ જ નથી અમારી વચ્ચે.... શ્લોક બહુ જ સારો છોકરો છે. અને મને પસંદ પણ છે." આરોહી નીચું જોઈ તેના પપ્પાને કહી રહી હતી. પેહલી વાર આરોહી એ પોતાના પપ્પા સામે આવી વાત કરવાની હિંમત કરી હતી.
" શરમ નથી આવતી....તારા પપ્પા સામે આવી વાત કરતા. ભૂલ તો અમારી જ હતી કે તારા પર આંધળો વિશ્વાસ મૂકી તને બહાર મોકલી." મમ્મી આરોહી સામે એકદમ ગુસ્સાથી જોઈ રહ્યા હતા.
" મારે વધારે કાઈ જ માથાકૂટ નથી જોઇતી. આરોહી તારી પાસે ફક્ત એક જ રસ્તો છે." પપ્પા ઊભા થયા અને બહાર ગયા કોઈ ને કાઈ સમજાયું નહિ પપ્પા શું કહેવા માંગતા હતા.
" મમ્મી.....પ્લીઝ તમે તો સમજવાની કોશિશ કરો." આરોહી મમ્મી સામે હાથ જોડી ને કહી રહી હતી.
" તારી પાસે ફક્ત એક જ રસ્તો છે. તારે નક્કી કરવાનું છે તારે શું જોઈએ છે ?? પેલો નાલાયક છોકરો કે પછી તારા માં બાપ??" પપ્પા બહારથી ઝેરી દવા ની બોટલ લઈને આરોહી સામે મૂકી.
" એટલે તમે કેહવા શું માંગો છો, પપ્પા??" આરોહી ની આંખો ફાટી રહી.
" જો તારે પેલા છોકરા પાસે જવું હોય તો તું જઈ શકે છે પરંતુ એ પેહલા તારે અમારા ફોટા પર સુખડનો હાર ચડાવીને જવું પડશે." મમ્મી વચ્ચે જ બોલી ઉઠ્યા.
" પપ્પા...... મમ્મી ને કહો આવું ન બોલે!! તમારા વગર હું જીવી નહિ શકુ." આરોહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
" તો પછી તારા મોઢે પેલાનું નામ પણ ન આવવું જોઈએ અને અમે જે છોકરો પસંદ કરીએ તેની સાથે લગ્ન કરી લેવા પડશે." પપ્પા નો ચહેરો એકદમ ગંભીર હતો.
" પણ શ્લોક મારા વગર જીવી નહિ શકે." આરોહી શ્લોકનો પોતાની પ્રત્યેનો પ્રેમ સારી રીતે જાણતી હતી.
" મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું. સાંજે જમવામાં કાઈ બનાવતી નહી મને ખબર જ છે આપણે હવે આ દવા જ ગટગટાવવાનો વારો આવવાનો છે." પેલી દવા સામે જોઈ પપ્પા મમ્મી ને કહી રહ્યા હતા.
મમ્મી અને પપ્પા બન્ને રૂમની બહાર જતા રહ્યા હતા. રૂમ માં ફક્ત આરોહી હતી અને તેની સામે પેલી દવાની બોટલ હતી.
" કેમ કોઈ એકને હું પસંદ કરી શકું....કેમ?? એક બાજુ હવે પછીની પૂરી જિંદગી હતી તો એક બાજુ જિંદગી આપનાર હતા." આરોહી જોર જોરથી રડી રહી હતી.
" અત્યાર સુધી આરોહી ના માં બાપે તેને કોઈ વસ્તુની ના કહી નહોતી તેની બધી જ ખ્વાહિશ પૂરી કરી હતી આરોહી એ પણ જિંદગી માં ક્યારેય વિચાર્યું નહોતું કે પોતે માં બાપથી વિરૂધ્ધ જઈ કોઈ પગલું ભરશે. એટલે જે શ્લોકથી હંમેશા દૂર રેહવાનો પ્રયત્ન કરતી પરંતુ જેટલી એ દૂર રહવાનો પ્રયત્ન કરતી એટલી જ શ્લોકની નજીક જાતી હતી. એ શ્લોકના પ્રેમને પણ સારી રીતે જાણતી હતી. તેની સાથે બે દિવસ સરખી વાત નહોતી કરી તો પણ એ પાગલ જેવો થઇ ગયો હતો અને જો અત્યારે એ શ્લોક ને છોડી દે તો પછી શ્લોકની હાલત વિશે વિચાર કરતા પણ આરોહી ને ડર લાગતો હતો." આરોહી એકદમ મુંઝાય ગઈ હતી.
*
" સોનુ સાથે કાઈ વાત થઈ??" સવાર સવારમાં શ્લોક સાહિલ ના ઘરે પહોંચી ગયો હતો.
" ના....હજુ તેનો કોઈ મેસેજ કે કોલ નથી." સાહિલ પણ ઊંઘી શક્યો નહોતો.
" તો પછી હવે મે નક્કી કરી લીધું છે કે હું આરોહી ના ઘરે જઈને તેના મમ્મી પપ્પા ને મનાવવાની કોશિશ કરીશ." શ્લોક પોતાનો નિર્યણ જણાવ્યો.
" ઓક... તો હું પણ તારી સાથે આવું છું પરંતુ મારે ઓફિસ થોડું કામ છે એટલે એ પૂરું કરી લઉં અને સર પાસેથી પરમિશન પણ લેવી પડશે અને આરોહી નથી આવી એનું પણ કોઈક કારણ જણાવવું પડશે. એટલે એ પૂરું કરી આવું પછી આપણે બન્ને નીકળી." સાહિલ પોતાના વાળ ઓળી રહ્યો હતો.
" હા....પરંતુ જલદી કરજે." શ્લોક હવે જલદી આરોહી ને મળવા માંગતો હતો.
" તું ચિંતા ન કર. એના મમ્મી પપ્પા માની જશે." સાહિલ શ્લોકને હિંમત આપતા બોલ્યો.
" આઈ હોપ સો......!!" શ્લોક ખૂબ ચિંતિત હતો.
*
શ્લોક તૈયાર થઈ સાહિલ ની રાહ જોઈ રહ્યો હતો. સાહિલ ઓફિસથી નીકળી ગયો હતો. બન્ને એ આરોહી ના ઘરે જવાનું નક્કી કરી લીધું હતું.
" તને એ રસ્તો ખબર છે??" સાહિલ શ્લોક પાસે પહોંચી ગયો હતો.
" થોડો ઘણો..... બાકી તો ગૂગલ મેપ છે જ." શ્લોક બોલ્યો.
" ઓક.... ચાલ!!" સાહિલ એ બાઈક સ્ટાર્ટ કરી ત્યાં જ તેના ફોનમાં રીંગ વાગી.
" એક મિનિટ....સોનુ નો ફોન છે." સાહિલ એ બાઈક બંધ કર્યું.
" ફટાફટ....વાત કર. શું થયું પૂછ ??" શ્લોક ઉતાવળિયો બની રહ્યો હતો.
" હેલ્લો.....સોનુ!!" સાહિલ એ ધીમેથી પૂછ્યુ.
" સાહિલ.......આરોહી.......આરોહી...." સોનુ ને સમજાતું નહોતું કે આગળ શું બોલવું.
" સોનુ આગળ બોલ. શું થયું આરુ ને....??" સાહિલ ને લાગ્યું કાઈક તો અજુગતું થયું છે.
" આરોહી એ...... સ્યુસાઈડ......" સોનુ કાઈ આગળ બોલી શકી નહિ.
" શું......??? એવું ન બની શકે......" સાહિલ ને સમજાયું નહિ શું બોલવું.
" સાહિલ.... શું થયું આરોહી ને??" સાહિલ નું વર્તન જોઈ શ્લોક બેકાબૂ બનવા લાગ્યો. એને સાહિલ ના હાથમાંથી મોબાઈલ ઝૂટકી લીધો.
" સોનુ......આરોહી સાથે મારે વાત કરવી છે. મને અત્યારે ને અત્યારે તેની સાથે વાત કરાવ." શ્લોક તો જાણે કાઈ સાંભળવા જ તૈયાર નહોતો.
" શ્લોક...... આઈ એમ સોરી!! એ હવે વાત કરી શકે એમ નથી." સોનુ રડી રહી હતી.
" વાત કરી શકે એમ નથી એનો શું મતલબ થયો. આરોહી ક્યારેય મારી સાથે વાત કરવાની ના કહે જ નહિ. તું એની પાસે જઈ એને ફોન આપ તો ખરા...." શ્લોક એકદમ નાના બાળક જેમ કરગરી રહ્યો હતો.
" શ્લોક..... તને કેમ સમજાવવું એ હવે આ દુનિયામાં નથી રહી. આપણ ને બધાને છોડીને ચાલી ગઈ" સોનુ આટલું બોલતા તો ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
" આ દુનિયામાં નથી તો ક્યાં ગઈ?? આરોહી મને કહ્યા વગર ક્યાંય ન જાય. અમે બંને એ સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો એ એકલી જઈ જ ના શકે..?? આરોહી મને છોડીને ને જઈ જ ના શકે......" શ્લોક આટલું બોલતા બોલતા જમીન પર ઢળી પડ્યો.
*
" સર, બે કલાક થઈ પરંતુ હજુ સુધી શ્લોક ભાન માં નથી આવ્યો. કાઈ સિરિયસ છે??" સાહિલ ડોક્ટરને પૂછી રહ્યો હતો.
" અમે પણ એ જ ટ્રાય કરી રહ્યા છીએ. અત્યારે ઓબઝરવેશનમાં છે. હજુ એનું મગજ કાઈ રિસ્પોન્સ નથી કરતું. કોઈ મોટો આઘાત લાગ્યો હોય એવું લાગે છે એટલે તેની સુધી જ અસર મગજ પર થઈ છે. જોઈએ હવે હોંશમાં આવે પછી જ કાઈક થઈ શકે." ડોક્ટર શ્લોકની સ્થિતિ જણાવી.
સાહિલ હોસ્પિટલ ની બહાર આવ્યો અને એક બેન્ચ પર આવી બેઠો. ભગવાને આજે ફરી એક વાર તેની આરુ ને છીનવી લીધી હતી. આરોહી ને મળ્યા પછી સાહિલ ને લાગ્યું હતું તેની આરુ ફરી તેની પાસે આવી ગઈ હતી પરંતુ ખબર નહિ એવી તો શું ભૂલ થઈ ગઈ હતી કે ફરી એકવાર ભગવાને એ જ ભયાનક પરિસ્થિતિ બતાવી હતી.
સાહિલ સામે ફરી એ જ ક્લાસરૂમ દેખાયો જ્યારે પેહલી વાર શ્લોક ને જોયો હતો. પછી તો બાળપણની તેની મજાક મસ્તી ક્યારેક થતાં નાના મોટા ઝઘડા બધું યાદ આવવા લાગ્યું અને પછી અચાનક જ શ્લોક તેને છોડી ને બેંગ્લોર જતો રહ્યો હતો ત્યારે પણ સાહિલ ખૂબ દુખી થયો હતો અને એકલો થઈ ગયો હતો પરંતુ તે વર્ષો પછી જ્યારે ફરી શ્લોક ને મળ્યો ત્યારે તેને વિશ્વાસ હતો કે હવે બન્ને ક્યારેય એકબીજાથી દૂર નહિ થાય. પછી તો સાહિલ એકદમ મજામાં આવી ગયો હતો કારણ કે એક તો એનો જીગરજાન દોસ્ત તેને મળી ગયો હતો અને બીજું તેની આરુ પણ તેને મળી ગઈ હતી. દરરોજ ની ત્રણેયની એ મુલાકાત સાહિલને તેની નજર સામે દેખાઈ રહી હતી. અને અત્યારે એમાંથી એક વ્યક્તિ તો બહુ જ દૂર નીકળી ગઈ હતી અને એક હોસ્પિટલ માં બેહોશ પડ્યો હતો ક્યારે હોંશમાં આવશે એની પણ કાઈ ખબર નહોતી. સાહિલ ને હવે બધી ધુંધૂળું દેખાવવા લાગ્યું હતું. એની બન્ને આંખો ચોધાર આંસુડે રડી રહી હતી અને કરુણ વાત તો એ હતી કે અત્યારે સાહિલ પાસે એવું કોઈ નહોતું જેના ખભે માથું રાખી એ રડી શકે...... એવું કોઈ નહોતું જે એન પોતાના ગળે લગાવી ચૂપ કરાવે...... એવું કોઈ નહોતું જે એને સાંત્વના આપી શકે.....!! કારણ કે બન્ને અત્યારે પોતાની દુનિયામાં ખોવાય ગયા હતા.
*
સાહિલ આજે એ જગ્યા એ આવી બેઠો હતો જ્યાં મોસ્ટલી તેઓ ત્રણેય મળતા હતા અને મજાક મસ્તી કરતા હતા.
" આઈ એમ રિયલી સોરી....... કોઈ મોટા આઘાતથી તમારા દોસ્ત નું મગજ તો કામ કરતું બંધ થઈ જ ગયું હતું પરંતુ હવે તેમણ
શ્વાસ પણ છોડી દીધો છે. આઈ એમ સોરી....!! ભગવાન તેમના આત્માને શાંતિ આપે!!" સાહિલ ના મગજમાં વારેવારે ડોક્ટરના એ શબ્દો ઘુમરાઈ રહ્યા હતા.
" પ્યાર કેમ આટલી અજીબ ચીઝ છે....યાર!!" સાહિલ જોરથી બોલી ઉઠ્યો.
" આરોહી ના મમ્મી પપ્પા ને પોતાની ઈજ્જત થી અને પોતાના સ્વમાન થી પ્રેમ હતો એટલે એમને પોતાની દીકરીની ખુશી કરતા પોતાની ઈજ્જત ની ચિંતા હતી. તેમણે એક વાર પણ એમની દીકરી ને જે છોકરો પસંદ છે તેની સાથે વાત કરવાનો કે તેને મળવાનો વિચાર પણ ન કર્યો કારણ કે તેમને દીકરી ની ખુશી થી નહિ પરંતુ પોતાની ઈજ્જત થી વધારે પ્રેમ હતો. અને આરોહી તો મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી કારણ કે એ તો પોતાના માં બાપ અને શ્લોક બન્ને ને સરખો પ્રેમ કરતી હતી. એની માટે બન્ને માંથી કોઈ એકને પસંદ કરવું મુશ્કેલ હતું એટલે એ પોતે જ આ દુનિયા છોડી ચાલી ગઈ. શ્લોક માટે તો આરોહી જ પોતાની જિંદગી હતી. આરોહી વગર તો એનાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. એની જિંદગી એ શ્વાસ છોડી દીધો એટલે શ્લોકનો શ્વાસ તો આપોઆપ છૂટી ગયો. આ અઢી અક્ષર નો પ્રેમ શબ્દ ખબર નહિ કેમ આટલો બધો કોમ્પલિકેટેડ છે.....!!! સાહિલ ની બન્ને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એને લાગતું હતુ જાણે તેની આસપાસ કોઈ વ્યક્તિ જ નહતા. એ એકદમ એકલો પડી ગયો હતો. હંમેશા એકદમ હસમુખો અને મસ્તીમાં રેહતો સાહિલ અત્યારે એકદમ ગંભીર અને ઉદાસ અને એકલો થઈ ગયો હતો. એના સાથી એને એકલો છોડી ને બહુ જ દૂર સફર પર ચાલ્યા ગયા હતા.
*
" શ્લોક તું સાચું જ કેહતો હતો કે આરોહી વગર તારું અસ્તિત્વ જ નથી અને તે સાબિત પણ કરી દીધું. તારો આરોહી માટે નો પ્રેમ એ તો અનંત છે અને તમારા બન્નેનો એ પ્રેમ ક્યારે અંત નહિ પામે એ હંમેશા માટે અજર અમર બની રહેશે. યુ મેડ પરફેક્ટ એક્સામપ્લ ફોર ટ્રુ કપલ...' ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ' ભગવાન તમારા બન્નેના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના!!!" એક વર્ષ પછી સાહિલ આરુ અને શ્લોકની તસવીર સામે રાખી બન્નેને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો.............


Thank you so much!!!
⭐⭐⭐⭐⭐

" વાચક મિત્રો,
કહાની ના અંત ભાગ સુધી જોડાઈ રેહવા બદલ આપનો ખુબ ખુબ આભાર. તમારો કહાની વાચવા પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ જ મને કહાની લખવા પ્રેરે છે. તેથી કહાની વિશે આપના મંતવ્યો જરૂરથી જણાવશો.......