Love Forever - 1 books and stories free download online pdf in Gujarati

લવ ફોરેવર - 1


Part :-1

"અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની પાસે બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ હતી.
પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા. જ્યારે પેલો તો જાણે કોઈ ડાન્સ ક્લાસ માટે આવ્યો હોય એવું લાગતું હતું. હજુ ઊઠીને આવ્યો હોય એમ વાળ એકદમ અસ્તવ્યસ્ત હતા. નીચે શોર્ટ્સ પહેર્યું હતું અને ઉપર ટી શર્ટ હતું અને એની પર જેકેટ હતું. કાન પર હેડફોન્સ લગાવ્યા હતા અને ભાઈ પોતાની મસ્તીમા આંખો બંધ કરીને ડાન્સ કરી રહ્યા હતા. તેની બાજુમાથી એક કચરાવાલા ભાઈ મોટી ડસ્ટબીન લઈને જઈ રહ્યા હતા. પેલાનું ધ્યાન રહ્યું નહી અને ડાન્સ કરતી વખતે તેનો પગ પેલા ભાઈ સાથે અથડાયો અને પેલા ભાઈના હાથમાંથી ડસ્ટબીન છૂટી ગયું અને પાયલ પર પડ્યું. પાયલ પર બધો કચરો આવ્યો એટલે એના કપડા ખરાબ થઈ ગયા હતા. પાયલ એકદમ ગુસ્સામાં આવી ગઈ હતી.
" ઓ..... હીરો!!! અહી તારી સિવાય બીજા ઘણા પણ માણસો છે. આવા નટ બજાણિયા ના ખેલ કરવા હોય તો બહાર રોડ પર જઈ કર તો કોઈક બે રૂપિયા પણ આપશે." પાયલ પોતાના કપડા પરથી કચરો ખંખેરતા બોલી.
" આઈ એમ રિયલિ સોરી, ડિયર" પેલા ના મોઢા પર કાઈ ખાસ દિલગીરી ભાવ નહોતો. પરંતુ એકદમ ક્યૂટ સ્માઈલ હતી.
" ફક્ત સોરી અને એ પણ આવી રીતે....... નોન્સેન્સ..." પાયલ ને લેટ થતું હતું એટલે એ પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. પેહલા તો વોશરૂમ માં ગઈ અને એકદમ ફ્રેશ થઈને ઈન્ટરવ્યુ માટે ઓફિસ તરફ ગઈ.
" મે આઈ કમ ઈન, સર??" પાયલ એ ઓફિસ નો ડોર નોક કર્યો.
" યસ...... પ્લીઝ!!" પાયલ એ અંદર જોયું તો સર પોતાની ચેર દીવાલ તરફ કરી બેઠા હતા.
" ગુડ મો્નિંગ સર!!" પાયલ એકદમ પોલાયટલી બોલી રહી હતી.
" ગુડ મોર્નિંગ...... પ્લીઝ સીટ!!" સર એ પોતાની ચેર પાયલ તરફ કરતા બોલ્યા.
" તું......??" પાયલ હજુ તો બેઠી જ હતી પરંતુ સર નો ફેસ જોઈ એકદમ ઊભી થઈ ગઈ.
" સોરી..... આઈ મીન તમે...સર??" પાયલ ને જોબ ની જરૂર હતી એટલે થોડી શાંતિથી બોલી. સવારે જે એકદમ અસ્તવ્યસ્ત વાળ માં અને શોર્ટ્સ માં હતો એ અત્યારે એકદમ ફોર્મલ વે માં તેની સામેની ચેર પર બેઠો હતો. પાયલ એ જોયું તો ટેબલ પર નેમ પ્લેટ પર લખ્યું હતું અમન મલ્હોત્રા મેનેજિંગ ડિરેક્ટર.
" યસ... આઈ એમ!!" સવારે જેવી હતી એવી જ ક્યૂટ સ્માઈલ અત્યારે પણ તેના ફેસ પર હતી.
" સોરી..... સર!! હમણાં નીચે હું ઘણું બધું બોલી ગઈ હતી." પાયલ એકદમ નીચું જોયું બોલી રહી હતી.
" ઇટ્સ ઓક..... પ્લીઝ સીટ!!" સર એ પાયલ ને ચેર તરફ હાથ કરી બેસવા કહ્યું.
" થેંક્યું સો મચ સર!!" પાયલ હળવેકથી બેસી ગઈ અને ફાઈલ માંથી પોતાનું રેઝયુમ કાઢી સર તરફ કર્યું.
" ઓહ..... મિસ પાયલ.... નાઈસ!!" પેપર માંથી નામ વાચતા બોલ્યા.
" કાર્તિક........ વોટ આર યુ ડુઇંગ??" હજુ પાયલ કાઈક બોલે એ પેહલા જ ડોર ખોલી કોઈક અંદર આવ્યું.
" હેય..... બ્રો.... ગુડ મોર્નિંગ!!" પેલો ચૈરમાંથી ઊભો થઈ બોલ્યો.
" ગુડ મોર્નિંગ.... અને આ શું છે?? શું પેહર્યું છે??"
" ઈટ્સ યોર..... અહી હતું તો મને લાગ્યું થોડી વાર અમન મલ્હોત્રા બની ને જોવું કેવી ફિલિંગ આવે છે." કાર્તિક ચેર પરથી ઊભો થઈ સામેની સાઈડ પર આવી ગયો.
પાયલ ને તો થોડી વાર સમજાયું જ નહિ તેની સામે કોણ છે અને બન્નેમાંથી કોણ બોસ છે. પરંતુ કાર્તિક ચેર પરથી ઊભો થઈ સામેની સાઈડ પર આવ્યો એટલે પાયલ એ જોયું તો નીચે તો હમણાં જે શોર્ટ્સ પેહર્યુ તું એ જ હતું ઉપર ફક્ત બ્લેઝર ચડાવી દીધું હતું અને વાળ વ્યવસ્થિત કર્યા હતા. પાયલ ને ફરી ગુસ્સો આવી ગયો. પરંતુ અત્યારે તે કાઈ બોલી શકે એમ નહોતી. પેલા એ અત્યારે પણ પોતાનો મજાક બનાવ્યો હતો.
" તમે આ ફાઈલ ઘરે જ ભૂલી ગયા હતા એટલે પપ્પા એ મારી નીંદર ખરાબ કરી અને મને આ ફાઈલ તમને આપવા માટે મોકલ્યો છે." કાર્તિક બલેઝર કાઢી ભાઈને આપ્યું અને ફાઈલ પણ આપી.
" થેંક્યું.....સારું તું લઈ આવ્યો મારે જરૂર જ હતી આ ફાઈલ ની...." અમન એ ફાઈલ હાથમાં લઈ કહ્યું.
" આપકે લિયે તો કુછ ભી......." કાર્તિક એકદમ સ્ટાઈલ માં નીચે માથું નમાવી કહ્યું.
"બસ.... બસ.... હવે!!! વધારે કાઈ બોલવું નથી. તું જા હવે..... બાસ્કેટ બોલ માટે તારે લેટ થતું હશે. હું પણ આ ઇન્ટરવ્યુ લઈ લઉ." અમન તેના ભાઈ કાર્તિક ના નખરાથી એકદમ વાકેફ હતો.
" સી યુ.... બ્રો!!" કાર્તિક એ હાથ હલાવી અમન ને બાય કહ્યું અને પાયલ સામે પેહલા જેવી જ ક્યુટ સ્માઈલ આપી ઓફિસ બહાર નીકળી ગયો. પાયલ તો કાર્તિક ની સ્માઈલ જોઈ અંદરથી ધુઆપુઆ થઈ રહી હતી. પરંતુ પોતાની સામે સર બેઠા હતા એટલે હોઠ પર ખોટી સ્માઈલ લઈ આવી.
*
" આઈ એમ વેરી હેપી ફોર યુ યાર....!! ફાઈનલી તું ઈન્ટરવ્યુ માં સિલેક્ટ થઈ ગઈ અને તું હવે મને છોડીને નથી જઈ રહી." રીમા એકદમ ખુશ દેખાઈ રહી હતી. રીમા પાયલ ની બાળપણની ફ્રેન્ડ હતી.
" હા........." પાયલ એકદમ ધીમેથી બોલી.
" કેમ આવો સડી ગયેલું મોં કરી ને બેઠી છો?? આ તો ખુશીની વાત છે. કેમ બોસ ખડુસ છે??" રીમા પાયલનો ચહેરો જોઈ પૂછવા લાગી.
" નો...... હી ઇઝ સો હન્ડસમ યાર.....!!! બોસ તો બવ જ મસ્ત છે એકદમ ગુડ લુકિંગ....!!" પાયલ અમન ને યાદ કરતા બોલવા લાગી.
" તો પછી વાંધો શું છે? રસ્તામાં કાઈ થયું??" રીમા પાયલ ના ખરાબ મૂડનું કારણ જાણવા માંગતી હતી.
" રસ્તા માં કાઈ જ નથી થયું. જે થયું એ ઓફિસ માં જ થયું." પાયલ ને સવારે જે કાઈ થયું હતું એ પોતાની નજર સામે દેખાવા લાગ્યું.
" શું થયું હતું ઓફિસ માં??" હવે તો રીમા પણ જાણવા માટે આતુર થઈ રહી હતી.
" અમન સર નો ભાઈ.....શું નામ હતું એનું....??.......હા...કાર્તિક...." પાયલ એ જે પણ કાઈ સવારે થયું હતું એ બધું જ રીમા ને જણાવી દીધું.પાયલ ની વાત સાંભળી તો રીમા તો પાયલ પર હસવા લાગી.
" હા......તું પણ હસ.... હજુ તું પણ મારી ઉપર હસ!!! એ કાર્તિક પણ સોરી કેહવાને બદલે મારી સામે આમ જ હસતો હતો. હવે પછી મારી સામે આવે એટલે......તું જો......." પાયલ ફરી ગુસ્સામાં આવી ગઈ.
" સોરી યાર....!! આઈ ડિડન્ટ મીન ધેટ!! " રીમા પોતાનું હસવું માંડ માંડ રોકી બોલી.
" સારું હું હવે ઘરે જાવ. દાદી નો કોલ આવે છે." પાયલ ના ફોનમાં રીંગ વાગી તો એની દાદીનો કોલ હતો.
" હા..... બાય!!" રીમા અને પાયલ નું ઘર એક શેરીમાં જ હતું.
*
" પાયલ, આ કવાર્ટલી રિપોર્ટ છે અને એનો ડેટા શોર્ટ કરવાનો છે મને સાંજ સુધીમાં જોઈએ છે...." અમન એ એક ફાઈલ પાયલ ને આપતા કહ્યું.
" ઓકે સર....!!" પાયલ ફાઈલ લઈને પોતાના ટેબલ પર આવી ગઈ.
પાયલ કોફી લેવા માટે ઊભી થઈ અને કોફી લઈને આવતી હતી ત્યાં તેણે જોયું તો વેઇટિંગ એરિયામાં બહાર કાર્તિક બેઠો હતો અને પોતાના મોબાઈલ માં બીઝી હતો. પાયલ ને તરત જ ઓફિસ નો પેહલા દિવસ યાદ આવી ગયો. પાયલ એ પેહલા કાર્તિક સામે જોયુ અને પછી કોફીના મગ સામે જોઈ મનમાંને મનમાં હસવા લાગી અને પોતાનો બદલો લેવા માટે કાર્તિક તરફ ચાલવા લાગી.
પાયલ કાર્તિકની પાછળ આવી અને જાણે અચાનક પોતાનો પગ વળી ગયો હોય એમ નાટક કરતા કોફીનો મગ કાર્તિક પર ઊંધો વાળી દીધો.
" સોરી..... સોરી...!!" પાયલ એ સીધા થઈ ઉપર જોયું તો કાર્તિક એકદમ સહીસલામત તેની સામે ઊભો હતો તેના શરીર પર કે કપડાં પર કોફીનો એક છાંટો પણ નહોતો.
" ઈટ્સ ઓક.... ડિયર! આર યુ ઓકે??" કાર્તિક એ પાયલને પૂછ્યું.
" હા...." પાયલ નાક ફૂલાવતા બોલી.
" રિવેન્જ...... હા?? બદલો લેવાનો તો સારો આઈડિયા હતો પણ કામ થયું નહિ , સો બેડ યાર!! બેટર લક નેકસ્ટ ટાઈમ!!...." કાર્તિક પાયલ ની એકદમ નજીક આવીને ગુડ લુક માટે અંગૂઠો બતાવતા કહ્યું. પાયલ તો ગુસ્સા સાથે તેને જોઈ રહી હતી.
" અને હા, મારી સાથે બદલો લેવાના ચક્કરમાં કદાચ તારો પગ સાચે જ વળી ગયો હોય એવું લાગે છે તો ઘરે જઈ એના પર બરફની માલિશ કરજે. બેટર રેહશે!!! અને ફરી એક ક્યૂટ સ્માઈલ આપી કાર્તિક ત્યાંથી નીકળી ગયો.
પાયલ નો પ્લાન ફેલ થયો અને ઉપરથી કાર્તિક જે રીતે તેના સામે સ્માઈલ આપી એ જોઈ પાયલ લાલ પીળી થઈ ગઈ હતી.
"આઅઅઅ.........." પાયલ એ ગુસ્સામાં પોતાનો પગ પછાડયો ત્યાં તેના મોઢામાંથી ઉંહકારો નીકળી ગયો સાચે તેનો પગ વળી ગયો હતો અને દુઃખવા લાગ્યો હતો.
*
" હેય.... સરપ્રાઈઝ!!! હું તારા માટે તારા ફેવરીટ સ્પ્રિંગ રોલ લઈ આવી છું." રીમા એક બોક્સ હાથમાં લઈને પાયલ ના ઘરે આવી.
" આ શું થયું??" રીમા એ જોયું તો પાયલ પોતાના પગ પર બરફ ઘસી રહી હતી.
" એક્સિડન્ટ........" પાયલ મોઢું બગાડતા બોલી.
" એક્સિડન્ટ...?? ક્યાં?? કાઈ વધારે તો નથી વાગ્યું ને?? સામે શું હતું??" રીમા એકદમ ચિંતા સાથે બોલી.
" એક જંગલી જાનવર..." પાયલ જાનવર જેવું ખૂંખાર મોઢું કરતા બોલી.
" હે......?? નોઇડામાં જાનવર ઘૂસી ગયા છે કે પછી તું જંગલમાં ગઈ હતી?" પાયલ ની વાત પરથી રીમા એ અંદાજ લગાવી લીધો હતો કે કોઈ સાથે પંગો થયો હશે.
" એક જાનવર છે જે ક્યારેક ક્યારેક અમારી ઓફિસ માં ઘુસી જાય છે." પાયલ કાર્તિક નો ચહેરો યાદ કરતા બોલી.
" અને એ જાનવર નું નામ કાર્તિક છે....રાઈટ??" રીમા જાણતી જ હતી પાયલ કોની વાત કરતી હશે.
" રાઈટ....." પાયલ એ જે કાઈ પણ થયું હતું એ રીમાને જણાવ્યું.
" એ કાર્તિકને તું છોડ અને મને એ જણાવ તારો પગ કેમ છે?? નહિ તો ડોક્ટર ને બતાવી લઈએ." રીમા ચિંતા સાથે પૂછવા લાગી.
" એકદમ ઠીક છે. બરફ ઘસ્યો એટલે ઠીક થઈ ગયો. થોડી એવી જ મોચ હતી." પાયલ ઊભી થઈ અને થોડું એવું ચાલી.
*
" પાયલ, તે ફાઈલ બરાબર ચેક કરી લીધી છે ને??" પાયલ અમન સાથે એક મિટિંગ માટે બહાર જઈ રહી હતી. બન્ને પાર્કિંગ તરફ આવી રહ્યા હતા.
" હા સર.... બધું રેડી જ છે." પાયલ અમન પાછળ પાછળ ફાઈલ ચેક કરતી કરતી ચાલી રહી હતી.
" કાર્તિક.....!!! આ શું થયું??" અમન એકદમ ચિંતાથી બોલ્યો. પાયલ એ ફાઈલ માંથી નજર ઊંચી કરી જોયું તો કાર્તિક પોતાની કાર પાસે ઊભો હતો પરંતુ એ કાર હવે કાર કેહવાને લાયક રહી નહોતી કાર ના આગળના બોનેટ નો તો સાવ નકશો જ ખરાબ થઈ ગયો હતો. અને કાર્તિક ના કપાળ પર પણ થોડું લોહી નીકળેલું હતું.
" કાઈ નહિ ભાઈ.... એક નાનકડું એક્સિડન્ટ થઈ ગયું." કાર્તિક ના ચહેરા પર તો જાણે કાઈ બન્યું જ ન હોય એવા ભાવ હતા.
" નાનકડું....?? પેલા કાર ની હાલત જો આને તું નાનકડું કહે છે??" અમન થોડા ગુસ્સા સાથે બોલ્યો.
" સોરી ભાઈ..... આગળથી ધ્યાન રાખીશ." કાર્તિક અમન સામે કાન પકડી ને ઊભો રહી ગયો.
" મને કાર ની ચિંતા નથી.... મને તારી ચિંતા છે કાર્તિક!!" અમને કાર્તિક ને ખેંચીને પોતાને ગળે લગાવી લીધો.
" સોરી.... એન્ડ ડોન્ટ વરી આઈ વિલ ટેક કેર અગેઈન!! પણ ભાઈ એક નાનકડી હેલ્પ જોઈએ??" કાર્તિક બન્ને હાથ જોડી ભાઈ સામે ઊભો રહી ગયો.
" પપ્પા ને નહિ કહેતા પ્લીઝ..... એમ જ ને??" અમન જાણતો હતો કાર્તિક ને શું હેલ્પ જોઇતી હતી.
" યુ યાર જીનીયસ ભાઈ!!! યુ આર ગ્રેટ!! લવ યુ ભાઈ!!" કાર્તિક એકદમ ખુશીથી અમન ને ગળે ટિંગાઈ ગયો.
" બસ કર હવે. એન્ડ રીમેમ્બર વન થીંગ.... આ લાસ્ટ ટાઈમ છે હવે પછીથી હું તારી કોઈ પણ ભૂલ નહિ ચલાવી લઉં." અમન એકદમ સિરિયસ થઈ કહ્યું.
" ઓક બોસ....!! જો હુકુમ!!" કાર્તિક અમન સામે સેલ્યુટ કરતા બોલ્યો.
" હવે ઘરે જા અને આ કપાળ પર વાગ્યું છે ત્યાં બેન્ડ એડ લગાવી દેજે." અમન પોતાની કારમાં બેસી ગયો.
*
પાયલ સાંજે ઘરે આવી ને જોયું તો રીમા દાદી પાસે બેઠી હતી.
" દાદી... શું થયું કેમ આમ બેઠા છો?? મજા નથી કે શું??" પાયલ પોતાના શૂઝ કાઢીને અંદર આવી રહી હતી તેણે જોયું તો દાદીનો ચહેરો થોડો ફિક્કો દેખાતો હતો.
" તારી દાદી આજે માંડ માંડ બચી છે......." દાદી એકદમ ગભરાઈ ગયેલા હોય એવું લાગ્યું.
" રીમા... શું થયું દાદીને??" પાયલ રીમાને પૂછવા લાગી.
" ખબર નહિ... હું પણ ક્યારની એ જ પૂછું છું." રીમા પણ હજુ પાયલના ઘરે આવી જ હતી.
" દાદી, આ પગ પર શું થયું??" પાયલ એ જોયું તો દાદીનો પગ થોડો છોલયેલો હતો.
" મંદિરે થી દર્શન કરીને આવતી હતી ત્યાં એક કાર વાળો એકદમ સ્પીડથી આવતો હતો તેનાથી બચવા ગઈ ત્યાં પડી ગઈ." દાદી હજુ પણ ગભરાયેલા હતા.
" પછી ઘરે કઈ રીતે આવ્યા..... પેલો કાર વાળો ઊભો રહ્યો કે નહિ??" પાયલ પણ એકદમ ચિંતિત થઈ ગઈ હતી.
" એ થોડો ઊભો રહેતો હશે. એની તો કાર બીજા સાથે ભટકાઈ ગઈ અને એ બીજો છોકરો મને પોતાની કારમાં ઘરે મૂકી ગયો." દાદી જાણે એ દ્રશ્ય યાદ કરતા હોય એવું લાગી રહ્યું હતું.
" હવે હું આવું પછી હું તમને મંદિરે લઈ જઈશ. તમે એકલા નહિ જતા. ચાલો થોડી વાર આરામ કરી લ્યો. થાકી ગયા હોય એવું લાગે છે." પાયલ દાદી ને રૂમમાં લઇ ગઈ અને બેડ પર સુવડાવી દીધા.
" આ તારા મોઢા પર ગુસ્સો છે કે ચિંતા એ કાઈ સમજાતું નથી??" પાયલ રૂમની બહાર આવી એટલે રીમા એ પૂછ્યું.
" આ કાર્તિક જેવા છોકરા જ્યાં સુધી શહેરમાં હોવાના ત્યાં સુધી લોકો તો ચિંતામાં જ રહેશે ને...." પાયલ ગુસ્સામાં હતી.
" હવે આમાં કાર્તિક ક્યાંથી આવ્યો વચ્ચે??" રીમાને પાયલ ની વાત સમજાણી નહિ.
" આજે મહાનુભાવ આવ્યા તા ઓફિસ પોતાનો ખટારો લઈ...." પાયલ એ રીમાને બધું જણાવ્યું.
" સાચે.... યાર!! એના માં કાઈ સિરિયસનેસ જેવું છે કે નહિ??" રીમા પણ બોલી પડી.
" બન્ને ભાઈમાં કેટલો ડીફરન્સ છે. એક સાવ લબાડ.. સહેજ પણ મેચ્યોરિટી નહિ... બસ રખડવાનુ અને મજાક મસ્તી કરવાનું અને પપ્પાના પૈસા બગડવાનું કામ કરવાનુ અને એક બાજુ અમન સર એકદમ સિન્સયર.... ઇન્ટેલિજનટ અને પોતાના વર્ક પ્રત્યે ડેડિકેટડ પર્સન......" પાયલ કાર્તિક અને અમન ને યાદ કરીને બોલી રહી હતી.
" આયે.....હાયે.... બોસ કે સાથ કોઈ ચક્કર તો નહિ ચલ રહા ના....??" રીમા પાયલ સામે નેન નચાવતા બોલી.
" અરે.... યાર!!! ના.... હવે!! બટ નોટ બેડ.... હન્ડસમ છે કેરિંગ છે....!!" પાયલ પોતાના ફેસ પર સ્માઈલ લાવતા બોલી.
" વાહ....ક્યાં બાત હૈ ..!! તારીફ હો રહી હૈ અપને બોસ કી...." રીમા હવે પાયલ ને વધારે ખીજવવા લાગી.
" અરે પાગલ....... બસ કર..!! તારે તો બસ ટોપિક જોઈએ કોઈ..!!" પાયલ રીમાને બંધ કરાવતા બોલી.
" મારે ટોપિક નહિ પરંતુ હવે જલદી જીજુ જોઈએ....!!" રીમા પાયલ સામે પોતાના હાથથી હાર્ટ બનાવતા બોલી.
" તને હવે ભૂખ લાગી છે એટલે તું હવે ઘરે જા અને પેટ પૂજા કર. મારું મગજ ખાવાનું બંધ કર." પાયલ રીમાને ધક્કો મારી મેઈન ગેટ તરફ લઈ ગઈ.
" હા.... હવે તો તું મને આમ જ તારી લાઇફ માંથી આઉટ કરીશ." રીમા રોવાનું નાટક કરતા બોલી.
" નોટંકી બંધ કર....." પાયલ રીમા ને મારવા પાછળ દોડી અને રીમા ફટાફટ ગેટની બહાર નીકળી ગઈ.
" પાગલ લડકી.....!! અમન સર અને મારી વાત કરે છે...!! બટ અમન સર ઇઝ નાઇસ ગાય....!! પાયલ એકલી એકલી જ બોલી પડી અને હસવા લાગી.

To be continue............


Thank you!!!!!
⭐⭐⭐⭐⭐