Love Forever - 9 books and stories free download online pdf in Gujarati

લવ ફોરેવર - 9


Part :-9


" હેય..... ડાર્લિંગ....!! ક્યારની તારી રાહ જોવું છું. મે આજે એક નવી રેસિપી ટ્રાય કરી છે. તારા માટે સ્પેશિયલ લઈને આવી છું." રીમા પાયલ ના ઘરે આવી બેઠી હતી. પરંતુ પાયલ કાઈ પણ બોલ્યા વગર સીધી ઉપર પોતાના રૂમમાં જતી રહી. રીમા ને બહુ અજીબ લાગ્યું પોતાને કાઈ જવાબ દીધા વગર જ જતી રહી એટલે રીમા પણ ઊભી થઈ પાયલ ના રૂમ માં આવી.
" પાયલ ... શું થયું??" રીમા એ જોયું તો પાયલ પોતાના બેડ માં ઊંધી સૂતી હતી અને રડી રહી હતી. પાયલ ઊભી થઈ રીમાને ગળે લાગી ગઈ.
" શું થયું....?? ઓફિસમાં કાઈ પ્રોબ્લેમ થયો છે..??" પાયલ નું વર્તન જોયું રીમાને નવાઈ લાગી.
" ના...." પાયલ રડતા રડતા બોલી.
" તો શું થયું....?? રસ્તામાં કાઈ થયું....??" રીમા પાયલ ના રડવાનું કારણ જાણવા માંગતી હતી.
" આઈ એમ રિજેક્ટેડ..... કાર્તિક એ મને ના પાડી દીધી." પાયલ હજુ પણ રડી રહી હતી.
" વ્હોટ....?? બટ વાય...??" રીમા પણ ચોંકી ગઈ.
" મે પણ આમ જ પ્રશ્ન પૂછ્યો હતો...!! પાયલ એક હાથે પોતાની આંખો લૂછવા લાગી.
" તો તેણે શું જવાબ આપ્યો...??" રીમા જાણવા તત્પર હતી.
" કાર્તિક ને અત્યારે કોઈ પણ જાતની રીલેશનશીપ માં ઈન્ટરેસ્ટ નથી." પાયલ કાર્તિક ના શબ્દોમાં જ બોલી રહી હતી.
" કાર્તિક ..... પાગલ તો નથી ને.... અત્યાર સુધી તો ..." રીમા એ વિચાર્યું જ નહોતું કે કાર્તિક આવો જવાબ પણ આપી શકે. રીમા ના કેટલા પ્રયત્ન પછી પાયલ શાંત થઈ.
*
પાયલ દરરોજ પોતાનો મોબાઈલ ચેક કરતી એને થતું કદાચ કાર્તિક તેને મેસેજ કે કોલ કરી કહેશે કે પોતે મજાક કરતો હતો પરંતુ અઠવાડિયું થઈ ગયું હતું કાર્તિક તરફથી કોઈ પણ જાતનો મેસેજ હતો નહી. રવિવાર હતો ઓફિસ એ રજા હતી એટલે પાયલ થોડી મોડી ઉઠી હતી. ઘરમાં બધી સાફસફાઈ કરી ઘરને વ્યવસ્થિત કર્યું. પછી પોતાના ઘરના નાનકડા ગાર્ડનમાં આવી અને બધા પ્લાન્ટસ્ ની સાર સંભાળ લઈ રહી હતી. પાયલ ગુલાબના છોડ પાસે આવી તેને સરખો કટિંગ કરવા લાગી. તેના પર ઘણા બધા લાલ ગુલાબ પણ આવ્યા હતા. પાયલ ને તરત જ પેલો બુકે યાદ આવી ગયો અને પાયલ ના ચહેરા પર એક પ્રેમભર્યું સ્મિત આવી ગયું. પાયલ તરત જ પોતાની પેહલી મુલાકાત યાદ કરવા લાગી.... ત્યાં જ તેની સામે કાનમાં હેડ ફોન ભરાવી જેકેટ અને શોર્ટ્સ સાથે અસ્તવ્યસ્ત વાળમાં ડાન્સ કરી રહેલો કાર્તિક દેખાયો. એક શરારતી મુલાકાતથી લઈ છેલ્લે સાંજે થયેલી કરુણ મુલાકાત સુધીની યાદો એક મૂવી જેમ પાયલની આંખો સામેથી પસાર થઈ ગઈ.
" હાય.... ડાર્લીંગ....ગુડ મોર્નિંગ!!" રીમા હજુ ઊઠીને આવી હતી.
" મેડમ... હવે લંચનો ટાઈમ થયો છે...." પાયલ પણ ગાર્ડન માંથી ઊભી થઈ.
" યાર.... આજે તો હોલીડે છે તો પછી આટલું બધું વેહલું ઉઠવાની કાઈ જરૂર જ નથી." રીમા તો હજુ બગાસાં ખાઈ રહી હતી.
" ટ્રાય કરી સૂવાની પણ પછી નીંદર ન આવી એટલે ઉઠી ગઈ અને બધી સાફસફાઈ કરવા લાગી." પાયલ પોતના હાથ ધોઈને લૂછી રહી હતી.
" હજુ પણ કાર્તિક વિશે વિચારે છે....??" રીમા જાણતી હતી પાયલને.
" ખબર નહી.... હજુ એવું લાગે છે કાર્તિક એવું બોલે જ નહી. એને મને ચોખ્ખા શબ્દો માં ના કહી દીધી છે છતાં પણ મારું મન સમજવા તૈયાર નથી અને અજીબ વાત તો એ છે કે મને છતાં પણ કાર્તિક પર ગુસ્સો નથી આવતો." પાયલ ને પણ પોતાની આ વાતથી નવાઈ લાગતી હતી.
" તું એક કામ કર. થોડા દિવસ તું પણ ઇગનોર જ કર. થોડા ટાઈમ પછી એને સમજાશે એટલે એ પોતે જ તારી પાછળ આવશે." રીમા તો જાણે રિવેંજ લેવા માગતી હતી.
" જોઈએ......" પાયલ ઊંડો શ્વાસ લેતા બોલી.
" તેશું નામ પાડ્યું તું એનું....??" રીમા કાર્તિક નું નામ યાદ કરી રહી હતી.
" જંગલી જાનવર....!!" પાયલ હસતા હસતા બોલી.
" અત્યારે તો એના માટે એ જ ઠીક છે...જંગલી જાનવર!!" રીમા થોડા ગુસ્સા સાથે બોલી ઉઠી. પાયલ ને પણ કાર્તિક સાથેના એ લડાઈ ઝઘડા યાદ આવી ગયા અને એ મંદ મંદ હસવા લાગી.
*

" સર, આ ફાઇલમાં તમારી સાઈન બાકી છે." પાયલ અમન પાસે ફાઈલ લઈને આવી.
" ઓકે...." અમને સાઈન કરી આપી.
" સર, મિ. દેસાઈને મોકલવાની ફાઈલ રેડી છે પણ ખાલી પેલા ડોક્યુમેન્ટ અટેચ કરવાના બાકી છે." પાયલ અમન ને યાદ કરાવતા બોલી.
" હા.... સોરી, એ ફાઈલ તો નીચે કારમાં જ રહી ગઈ છે. આજે હું ડ્રાઇવ કરીને આવ્યો છું એટલે કાઈક તો ભૂલી જ ગયો હોઉં." અમન ને યાદ આવ્યું પોતે ફાઈલ ઉપર લઇ આવવાનું ભૂલી જ ગયો હતો.
" પ્લીઝ.... નીચે જઈ કારમાંથી ફાઈલ લઈશ..??" અમન પાયલને પૂછવા લાગ્યો.
" સ્યોર સર.... એમાં પ્લીઝ ની કોઈ જરૂર નથી." પાયલ એ કહ્યું.
" થેન્કયું.... " અમન એ કારની ચાવી આપી.
" કાર્તિક વાળી કાર હશે.....અને હા એમાં બે પેનડ્રાઈવ પણ હશે એ પણ લાવવાની છે." અમન ની કાર ડ્રાઇવર સર્વિસ માં લઈને ગયો હતો એટલે અમન આજે કાર્તિક ની કાર લઈને આવ્યો હતો.
પાયલ નીચે જઈ રહી હતી ત્યાં સામે મી. મલ્હોત્રા એટલે કે અમન ના પપ્પા મળ્યા. પાયલ તેમની સામે ગ્રીટિંગ કરતી નીચે જતી રહી.
પાયલ ફાઈલ અને પેનડ્રાઈવ લઈને અમન ની ઓફિસ પાસે આવી. ઓફિસ ની અંદર અમન તેના પપ્પા સાથે કાઈક વાત કરી રહ્યો હતો એટલે પાયલ ને લાગ્યું તેમની વાત વચ્ચે જવું યોગ્ય નહિ રહે એટલે એ પોતાની જગ્યા પર પાછી જઈ રહી હતી ત્યાં જ તેના કાને કાઈક અજુગતું સંભળાયું એટલે એ ઓફિસના ડોર પાસે ઊભી રહી સાંભળવા લાગી.
" ડોક્યુમેન્ટ્સ બધા રેડી થઈ ગયા છે ને...??" મી.મલ્હોત્રા અમનને પૂછી રહ્યા હતા.
" હા પપ્પા.... હવે ફક્ત કાર્તિકની સિગ્નેચર જ બાકી છે." અમન પેપર તેના પપ્પાને બતાવી રહ્યો હતો.
"મને તો કંપની ના 10% પણ દેવાનો વિચાર નથી. આ તો તે કહ્યું એટલે હું 10% હિસ્સો આપવા માટે રાજી છું. બાકી આ આખી કંપની પર ફક્ત તારો જ અધિકાર છે." મી. મલ્હોત્રા રુઆબથી બોલી રહ્યા હતા.
" પપ્પા.... બિચારો મારો નાનો ભાઈ છે. હું તેની સાથે અન્યાય તો ન જ કરી શકું." આટલું બોલતા બન્ને બાપ દીકરો હસવા લાગ્યો. પાયલ તો આટલું સાંભળતા ધૂંઆપૂંઆ થઈ ગઈ. પાયલ ને હજુ પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે પોતે સાંભળ્યું એ સાચું હતું કે ખોટું?? પાયલ ચૂપચાપ પોતાની જગ્યાએ આવી બેસી ગઈ.
પાયલ ઘરે આવી ગઈ હતી અને સતત ઓફિસે જે સાંભળ્યું હતું એ એના મગજમાં ઘૂમી રહ્યું હતું. પાયલ એ મોબાઈલ હાથમાં લીધો અને કાર્તિકને આ વિશે જાણ કરવાનું વિચાર્યું. પરંતુ તરત જ વિચાર આવ્યો કે આ તેમનો આપસી મામલો હતો અને એમાં દખલ દેવી યોગ્ય રેહશે કે નહી....?? વિચારી મોબાઈલ નીચે મૂકી દીધો.
*
આજે રજા હતી છતાં પાયલ વેહલી ઉઠી ગઈ હતી. ઉઠી તો ન કહી શકાય કારણકે આખી રાત તેના મગજમાં એક જ વિચાર ચાલ્યો હતો જેના કારણે પોતે સૂતી જ નહોતી. પાયલ એ નિશ્ચય કરી લીધો કે કાર્તિક આ વાત જાણતો હોય કે ન જાણતો હોય..?? હું તેને આ વાત જણાવીશ જ...... કાર્તિક કે મને ભલે ના કહી હોય પરંતુ એની સાથે કાઈક ખોટું થતું હોય એ તો મારાથી સહન ન જ થાય. પાયલ એ ઘડિયાળમાં જોયું તો હજુ સવારના સાત જ વાગ્યા હતા. આટલા વેહલા તો કેમ કોલ કરવો એવું વિચારી પાયલ ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ કલાક જેવું થયું ત્યાં તો બધું જ કામ થઈ ગયું હતું અને પોતે સાવ ફ્રી થઈ ગઈ હતી. પાયલ કાર્તિક ને બને એટલું જલદી કેહવા માંગતી હતી પરંતુ ઘડિયાળનો કાંટો એનો સાથ આપી રહ્યો નહોતો. હજુ આઠ જ વાગ્યા હતા.
" હજુ તો રાજકુમાર સૂતા હશે.....શું કરું??" પાયલ લિવિંગ રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી.
" સૂતો હોય તો ઉઠશે..... હું એની ભલાઈ ની તો વાત કરવા માંગુ છું. એમાં સમય ન જોવાનો હોય...." પાયલ પોતાને જ સમજાવી રહી હતી. અને છેવટે પાયલે કાર્તિક નો નંબર ડાયલ કરી જ દીધો.
"હેલ્લો.....ગુડ મોર્નિંગ પાયલ....!!" પાયલ ને હતું કાર્તિક નીંદર માં હશે અને તેનો ગોગડિયો અવાજ સાંભળવા મળશે પરંતુ અત્યારે એનાથી તદ્દન વિરૂદ્ધ એકદમ ચોખ્ખો અને તાજગીભર્યો અવાજ સાંભળવા મળ્યો હતો.
" ગુડ મોર્નિંગ..... હું તને મળવા માંગુ છું....??" પાયલ સીધી પોઇન્ટ પર આવી ગઈ.
" પરંતુ હું તો અત્યારે શહેરની બહાર છું." કાર્તિક એકદમ શાંતિથી વાત કરી રહ્યો હતો.
" ક્યાં.....?? હું ત્યાં આવી જઈશ..." પાયલ કાર્તિક ને મળવા માટે ઉતાવળી હતી.
" શું થયું ...?? બધું ઠીક તો છે ને...??" કાર્તિક ના અવાજમાં થોડી ચિંતા દેખાતી હતી.
" ડોન્ટ વરી..... તે દિવસ જેમ કાઈ ખોટી બક્વાસ નહી કરું. એક જરૂરી વાત છે જે તને જણાવવા માંગુ છું." પાયલ ને લાગ્યું કદાચ કાર્તિક પોતાના વિશે કાઈ ખોટું વિચારે એ પેહલા જણાવી દઉં. કાર્તિકે લોકેશન જણાવી દીધું.
*
પાયલ ટેક્ષીમાંથી બહાર આવી જોયું તો કાર્તિકે જે લોકેશન સેન્ડ કર્યું હતું એ જ હતું. એકદમ પહાડી વિસ્તાર હતો.
" આવી સુમસાન જગ્યા પર આ શું કરી રહ્યો છે...??" પાયલ એ જોયું તો આજુબાજુ કોઈ માણસોની અવરજવર નહોતી. રોડ પર ક્યારેક કોઈક વાહન પસાર થઈ જતું. થોડી આગળ ચાલી જોયું તો કાર્તિક ની કાર દેખાઈ આજુબાજુ નજર કરી પણ કાર્તિક ક્યાંય દેખાયો નહી.
" હેલ્લો.... હું તારી કાર પાસે ઊભી છું..." પાયલ એ કાર્તિકને કોલ કર્યો.
" હું ટેકરી પર છું ધીમે ધીમે ઉપર આવી જા....." કાર્તિકે જણાવ્યું.
પાયલ એ ઉપર આવી જોયું તો કાર્તિક ટેકરીની ટોચ પર બેઠો હતો. ટેકરી પર પવન ખૂબ જ હતો એટલે કાર્તિક ના વાળ હવામાં ઉડી રહ્યા હતા. એનો ચેહરો એકદમ સ્ફુર્તીભર્યો લાગી રહ્યો હતો જાણે સવારના આહલાદક વાતાવરણ ને માણી રહ્યો હતો અને તાજી હવા પોતાનામાં ભરી રહ્યો હતો. પાયલ કાર્તિકની બાજુમાં જઈને બેસી ગઈ ઉપર ચડીને આવવવાને કારણે એનો શ્વાસ ફૂલી ગયો હતો.
" વોટર......" કાર્તિકે પોતાની બાજુમા રેહલી પાણીની બોટલ લઈ પાયલ ને આપી.
" થેન્કયું..." પાયલ એ બોટલમાંથી થોડું પાણી પીધું અને પછી થોડીવાર પછી એનો શ્વાસ સ્થિર થયો.
" હાઉ આર યુ....??" કાર્તિક પાયલ સામે જોય પૂછી રહ્યો હતો.
" આઈ એમ વેરી ગુડ......!!" પાયલ પેલા કાર્તિક સામે જોયું અને પછી જવાબ આપ્યો. બન્ને થોડીવાર ચૂપ જ બેઠા.
" હું તારો વધારે સમય નથી બગાડવા માંગતી....હું જે વાત કહેવા આવી છું એ કહી દઉં..." પાયલ ખોટો સમય બરબાદ કરવો યોગ્ય લાગ્યો નહી.
" શું વાત છે...??" કાર્તિક પાયલ તરફ ફર્યો.
" કાલે ઓફિસે મી. મલ્હોત્રા આવ્યા હતા....." કાલે પાયલે જે કંઈ પણ સાંભળ્યું હતું એ બધું જ કાર્તિકને જણાવી દીધું. પાયલ ને પૂરો વિશ્વાસ હતો કે વાત સાંભળી કાર્તિક હેરાન થઈ જશે. કાર્તિકે ક્યારેય નહી વિચાર્યું હોય કે પોતાનો સગો ભાઈ અને પપ્પા તેની સાથે આવી રમત કરી શકે. પાયલ એ વાત પૂરી કરી કાર્તિક સામે જોયું તો પાયલ આશ્ચર્યચકિત થઈ ગઈ. કાર્તિક ના ચહેરા પર સહેજ પણ પ્રકારના હેરાની ના ભાવ નહોતા. પરંતુ કાર્તિક ના ચહેરા પર તો હળવું સ્મિત હતું.
"હું આ બધા વિશે ઘણા સમયથી જાણું છું." કાર્તિક પોતાની સ્માઈલ સાથે બોલ્યો.
" એટલે તારી મંજૂરીથી જ બધું થાય છે...??" પાયલ ના મગજમાં તો હજુ કાઈ વાત બેસતી જ નહોતી.
" ના.... એ લોકો નથી જાણતા કે મને પણ આ વાત ની જાણ છે એ.." કાર્તિક આટલી મોટી વાત હતી પણ એકદમ શાંત હતો.
" એક દીકરાને બધુ જ આપી દીધું અને એકને કાઈ નહી...કોઈ પોતાના સગા દીકરા સાથે આવું કેમ કરી શકે...??" પાયલ હજુ વાત માનવા તૈયાર જ નહોતી.
" હું એમનો સગો દીકરો નથી." કાર્તિક દૂર આકાશમાં જોઈ બોલી રહ્યો હતો.
" વ્હોટ....??" પાયલ ને થોડીવાર લાગ્યું કે પોતાને સાંભળવામાં કાઈક ભૂલ થઈ છે.
*


To be continue........

Thank you!!!
⭐⭐⭐⭐⭐



Share

NEW REALESED