Love Forever - 10 - Last Part books and stories free download online pdf in Gujarati

લવ ફોરેવર - 10 - છેલ્લો ભાગ

Part :-10 (Last part)

"વ્હોટ...??" પાયલ ને થોડીવાર લાગ્યું કે પોતાને સાંભળવામાં કાઈક ભૂલ થઈ લાગે છે.
" હા.... હું એમનો દીકરો નથી. એ મારા મોટા પપ્પા છે. મારા પપ્પાના મોટા ભાઈ...." કાર્તિક હજુ પણ આકાશને જ જોઈ રહ્યો હતો.
" તો તારા મમ્મી - પપ્પા...??" પાયલ પૂછવા નહોતી માંગતી પણ તેનાથી પૂછાઈ જ ગયું.
" પપ્પા ને પેહલેથી જ બિઝનેસમાં ઈન્ટરેસ્ટ હતો. મમ્મી અને પપ્પા કોલેજમાં સાથે હતા. બન્નેના સપના સરખા હતા. કોલેજ પછી બન્ને એ સાથે મળી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એકદમ સફળ રહ્યો. પછી મમ્મી પપ્પાએ લગ્ન કરી લીધા. મારા મોટા પપ્પા કાઈ કામ ધંધો કરતા નહી અને એમને સટ્ટો રમવાની આદત પડી ગયેલી. કેટલા મોટા મોટા સટ્ટા હારી ગયા. પપ્પા એ બધું ચૂકવતા. દાદા મોટા પપ્પાને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કરતા. એકવાર દાદા એ મોટા પપ્પાને બધાની હાજરીમાં ખૂબ માર્યા. પછી ધીમે ધીમે એમનામાં સુધારો આવી ગયો એ કંપનીમાં પણ ધ્યાન આપતા થઈ ગયા.
ચોમાસાના દિવસો હતા. રાત્રે ખૂબ વરસાદ વરસી રહ્યો હતો.શહેરમાં ચારેતરફ પાણી જ હતું. બધું જળબંબાકાર થઈ ગયું હતું. એવામાં મમ્મી પપ્પા કંપનીએ થી આવી રહ્યા હતા અને એમની કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને કાર એક ટ્રક સાથે અથડાય અને મમ્મી પપ્પા ત્યાં જ મૃત્યુ પામ્યા. ત્યારે મારી ઉંમર ફક્ત દસ મહિનાની જ હતી. દાદા પણ આ આઘાત સહન ન કરી શકયા અને થોડા દિવસોમાં એ પણ ચાલ્યા ગયા. હું તો મોટા મમ્મી અને મોટા પપ્પાને જ મારા સગા મમ્મી પપ્પા માનતો હતો. હું જાણતો જ નહોતો કે મારા મમ્મી પપ્પા આ દુનિયા છોડી બહુ પેલા જ જતા રહ્યા હતા." કાર્તિક નો અવાજ ભીનો થઈ ગયો હતો.
" તો તને તારા મમ્મી પપ્પા વિશે ક્યારે ખબર પડી ..??" પાયલ કાર્તિક ના હાથ પર પોતાનો હાથ રાખી બોલી.
" છેલ્લા એક વર્ષથી....... થોડા દિવસ પેહલા જેને હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા એ પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ હતા. એમને મને બધી હકીકત એક વર્ષ પેહલા જ જણાવી દીધી હતી અને એમને લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું એટલે બચી શકયા નહી.
મમ્મી પપ્પા ગયા પછી મોટા પપ્પા ના હાથમાં કંપની આવી ગઈ. મને બાળપણથી મોટો થયો ત્યાં સુધી લાગતું હંમેશા મમ્મી પપ્પા મારા કરતાં અમન ભાઈને વધુ લાડ લડાવતા એમની બધી ઈચ્છાઓ પૂરી થઈ જતી. એટલે હું બહાર ફ્રેન્ડસ્ સાથે વધારે સમય વિતાવવા લાગ્યો અને કદાચ એટલે જ આટલો સારો બાસ્કેટ બોલ પ્લેયર બની ગયો. ઘરે જવાને બદલે ફ્રેન્ડ સાથે ગ્રાઉન્ડમાં બાસ્કેટ બોલ રમતો રેહતો. જ્યારે હું ઇન્ટરનેશનલ લેવલે ચેમ્પિયન થઈ ને આવ્યો ત્યારે મારું કોઈ ફેમિલી મેમ્બર મારી સાથે સેલિબ્રિટ કરવા વાળું નહોતું." કાર્તિક ની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
" ઈટ્સ ઓકે....!! તારા મમ્મી પપ્પા એ કંપની સ્ટાર્ટ કરી છે તો તારો પૂરો હક બને છે ફિફ્ટી પર્સનટ..... તું લીગલ એક્શન પણ લઈ શકે છે." પાયલ કાર્તિક ના ખભે હાથ મૂકી તેને શાંત કરતા કહ્યું.
" મોટા મમ્મી - પપ્પા જેવું પણ વર્તન કરતા હોય મારી સાથે પણ અમન ભાઈએ મને હંમેશા નાના ભાઈ જેમ જ સાચવ્યો છે. અત્યારની વાત થોડી અલગ છે પણ તેના માટે હું તેમનો પ્રેમ પણ ભૂલી ન શકું અને મારા મમ્મી પપ્પા એ જે કંપની આટલા પ્રેમથી આટલી મહેનત થી બનાવી છે એને હું કોઈ પ્રોબ્લેમ માં નથી લાવવા માંગતો. અમન ભાઈ એક ગ્રેટ બિઝનેસમેન છે એટલે હંમેશા કંપની ને ટોચ પર જ રાખશે. હું પણ ખુશ છું." કાર્તિક વિશ્વાસથી બોલતો હતો.
" તો હવે આગળ તે શું વિચાર્યું છે....?? તું શું કરીશ??" પાયલ ને કાર્તિક ની ચિંતા હતી.
" હું ઓસ્ટ્રેલિયા જાવ છું." કાર્તિક પાયલ સામે જોય બોલ્યો.
" ઓસ્ટ્રેલિયા......?? ક્યારે....??" પાયલ તો એકદમ ચોંકી ગઈ. એકનજરે કાર્તિકને જોય રહી. કદાચ પાયલ કાર્તિક ને પોતાની નજરથી દૂર કરવા માંગતી નહોતી.
" પાંચ દિવસ પછી ફ્લાઈટ છે." કાર્તિક પાયલ પરથી નજર હટાવીને બોલ્યો.
" હમણાં હું એક સોફ્ટવેર બનાવી રહ્યો છું તેની બ્લૂપ્રિન્ટ ઓસ્ટ્રેલિયા એક સોફ્ટવેર કંપની ને પસંદ આવી છે એટલે હવે આગળ તેના પર જ કામ કરીશ." કાર્તિક પોતાનું પ્લાનિંગ જણાવી રહ્યો હતો.
" સોફ્ટવેર...?? એ ક્યાંથી શીખ્યો....??" પાયલ ને તો નવાઈ લાગી.
" આઈ એમ અ સોફ્ટવેર એન્જિનિયર...." કાર્તિક પોતાની સ્ટાઈલ માં કોલર ઉંચા કરી બોલવા લાગ્યો.
" ઓહ.... માય ગોડ....!! તું આટલો જીનીયસ છો એ તો મને આજે જ ખબર પડી. મને તો એમ હતું તું સ્ટડીમાં સાવ ઝીરો હશે." પાયલ તાળી પાડવા લાગી.
" થેંકયુ..... થેંક્યું.....!!" કાર્તિક એકદમ રિલેક્સ થઈ ગયો હતો.
" બાય ધ વે...... હેપ્પી જર્ની....!! એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર ફ્યુચર...!! કદાચ આ આપડી છેલ્લી મુલાકાત છે." પાયલ એકદમ ફિક્કી પડી ગઈ હતી.
" કેમ તું મારા કોન્ટેક્ટ માં નહી રહે....??" કાર્તિક પૂછવા લાગ્યો.
" કોન્ટેક્ટ માં...... કદાચ નહી રહી શકું." પાયલ ફ્રેન્ડ બનીને રેહવા નહોતી માંગતી. કાર્તિક પણ કાઈ બોલ્યા વગર ચૂપ જ બેસી રહ્યો.
" તે દિવસે અમન સર તારી કાર લઈને આવ્યા હતા ત્યારે સર એ કારમાંથી મને ફાઈલ અને પેનડ્રાઈવ લાવવાનું કહ્યું હતું. પેનડ્રાઈવ શોધી રહી હતી ત્યારે મને આ બિલ મળ્યા. એક બિલ બુકે નું છે અને એક બિલ રીંગ નું છે અને કદાચ આપણે ડિનર પર જવાના હતા એ જ દિવસની તારીખ હોય એવું લાગે છે. હું તને પસંદ નથી તો કાઈ વાંધો નહી. પરંતુ તે આ રીંગ જેના પણ માટે લીધી હોય એને તારા દિલની વાત જરૂર જણાવી દેજે. કોઈ તારી સાથે હોવું જોઈએ જે તારા સુખ દુઃખ તારી સાથે વેહચવા તૈયાર હોય. આઈ એમ વેરી હેપ્પી ફોર યુ." પાયલ પર્સ માંથી બિલ કાઢી કાર્તિક ના હાથમાં પકડાવી દીધા. કાર્તિક ચૂપચાપ બિલ સામે જોય બેસી રહ્યો.
" આઈ થિંક હવે મારે જવું જોઈએ.... બાય ......હેવ અ સેફ જર્ની!!" પાયલ એકદમ ઢીલી પડી ગઈ હતી. કાર્તિક કાઈ બોલ્યો નહી એટલે પાયલ ઊભી થઈ જવા લાગી.

" આઈ લવ યુ.....પાયલ!!" કાર્તિક પાયલ નો હાથ પકડી લીધો.પાયલ તો નવાઈ પામી ગઈ અને કાર્તિક સામે જ જોઈ રહી. પાયલ ને લાગતું કદાચ પોતે હજુ પોતાના સપનામાં જ હોય એવું લાગી રહ્યું હતું.
" આઈ રિયલી લવ યુ પાયલ.....!! તે કહ્યું ને જેને પણ પસંદ કરતો હોય એને મારા દિલની વાત જણાવી દેવી જોઈએ.....તો પાયલ હા ....હું તને જ પસંદ કરું છું. હું તને તે રાતે જ પ્રપોઝ કરવાનો હતો. આ રીંગ તારા માટે જ હતી. પરંતુ તે રાતે અચાનક અંકલ ને હોસ્પિટલ લઈ જવા પડ્યા અને પછી મને પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ વિશે ખબર પડી. મને ખુદને જ ખબર નહોતી હવે હું આગળ શું કરીશ. મે જે પ્લાનિંગ કર્યું છે એમાં સેક્સેસ ન પણ મળે.... હવે પછી કદાચ હું એ કાર્તિક મલ્હોત્રા નહોતો રેહવાનો જેની પાસે લાખોની લિમિટ વાળા ક્રેડિટ્સ કાર્ડ હતા. એટલે હું તને મારી સાથે હેરાન કરવા નહોતો માંગતો. મારી સાથે સાથે હું તને પણ કોઈ મુશ્કેલીમાં મૂકવા નહોતો માંગતો. મે ઇન્ડિયા છોડી દેવાનું નક્કી કરી જ લીધું હતું અને મને ખ્યાલ હતો તને ઇન્ડિયા બહાર જવું પસંદ નથી. એટલે મે બહુ હિંમત કરી મારી ફિલિંગસ ને દબાવી રાખી. તે દિવસે તે જ્યારે કાફે બહાર મને તારી ફીલિંગ્સ જણાવી ત્યારે તું પણ મને ચાહે છે એ સાંભળી ને એકદમ ખુશ થઈ ગયો હતો. તને એકદમ દિલ ખોલીને અને લોકો સાંભળે એમ ચિલ્લાય ચિલ્લાઈને કેહવા માંગતો હતો કે હા પાયલ હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. તને હંમેશા મારી સાથે જોવા માંગુ છું. પરંતુ મારા કારણે તું કોઈ પણ મુશ્કેલીમાં આવે એ ડરથી ચૂપ જ ઊભો રહ્યો અને પછી એ આખી રાત તારી જેમ હું પણ ઊંઘી શક્યો નહોતો. અત્યારે તુ આમ મને છોડીને જઈ રહી હતી એટલે જાણે દિલ અને દિમાગનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. દિલ તને કેહવાનો પ્રયત્ન કરી રહ્યું હતુ અને દિમાગ એમ કરતાં રોકતું હતું પરંતુ આખરે દિલ એ દિમાગ પર કબજો મેળવી લીધો અને ઘણો પ્રયત્ન કર્યો ખુદને રોકવાનો પરંતુ તારો જાદુ જ કદાચ એવો છે કે હું ખુદને રોકી શક્યો નહી." કાર્તિક પાયલ નો હાથ પકડી પાયલની આંખ મા જોઈ બોલ્યે જ જતો હતો. પાયલ પણ એકીટસે કાર્તિકને જ જોઈ રહી હતી. કેટલાય સમયથી પાયલ આ પળ નો ઇન્તજાર કરી રહી હતી.
" ખુશી મળી એ સાંભળીને કે તું પણ મને લવ કરે છે. પરંતુ તે નક્કી કરી જ લીધું છે કે કદાચ આપણે બન્ને સાથે નહી રહી શકીએ તો પછી આ વાત પર અને તારા આ દિલ પર અહી જ પૂર્ણ વિરામ લાગી જાય તો એ બેહતર રેહશે ........" પાયલ એ પોતાનો હાથ કાર્તિક ના હાથમાંથી છોડાવી લીધો.
" પાયલ..... હું તને કોઈ મુશ્કેલીમાં જોવા નથી માગતો. આપણે હંમેશા સારા ફ્રેન્ડ બનીને રેહશું." કાર્તિક ના શબ્દોમાં પાયલ વિશેની ચિંતા દેખાઈ રહી હતી.
" આઈ એમ સોરી...... હું કદાચ ફ્રેન્ડ બનીને ક્યારેય રહી નહી શકું. આઈ થિંક ઈટસ ઓવર..... હેપ્પી જર્ની.....એન્ડ ગુડ બાય!!" પાયલ પાછું જોયા વગર જ ચાલવા લાગી.
" પાયલ..... આઈ એમ સોરી......!!!
પાયલ.....પાયલ........." કાર્તિકે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ પાયલ ત્યાંથી ચાલી ગઈ.
કાર્તિક ત્યાને ત્યાં બેસી ગયો અને નાના બાળક જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. કાર્તિક પોતે પણ જાણતો હતો કે પોતે પાયલ ની ફિલીંગસ્ સાથે રમત જ કરી છે. પરંતુ જ્યાં હજુ પોતાનું ફ્યુચર નું કાઈ નક્કી નહોતું એમાં પાયલ ની જીંદગી પણ પોતાની સાથે બરબાદ કરવા નહોતો માંગતો. કાર્તિક ઊંચા પહાડોની વચ્ચે આંસુ સારતો ક્યાંય સુધી ત્યાંને ત્યાં જ બેસી રહ્યો.
*
આજે એ દિવસ હતો જ્યાં કાર્તિક હવે પોતાની લાઈફ પોતાની ખુદની રીતે બનાવવા જઈ રહ્યો હતો. કાર્તિક એરપોર્ટ પર પહોંચી ગયો હતો. બોર્ડિંગ માટે દસ મિનિટ ની વાર હતી. કાર્તિકે ઘડિયાળમાં જોયું અને પછી આસપાસ જોવા લાગ્યો. કાર્તિકની નજરો પાયલને શોધી રહી હતી. કાર્તિકે સાંજે પાયલને મેસેજ કર્યો હતો અને ફ્લાઇટ નો ટાઇમ પણ કહ્યો હતો. પાયલ એ મેસેજ જોઈ લીધા હતા પણ કાઈ પણ જવાબ આપ્યો નહોતો. કાર્તિકને વિશ્વાસ હતો કદાચ પાયલ તેને છેલ્લી વાર મળવા જરૂર આવશે. જેમ જેમ ઘડિયાળનો કાંટો ફરતો હતો એમ એમ કાર્તિકની ધડકનો વધારે તેજ બનતી જતી હતી અને તેની નજરો પાયલને જોવા ઉતાવળી બની રહી હતી. પરંતુ હજુ પણ પાયલ ક્યાંય દેખાઈ નહોતી.

કાર્તિક ની ફ્લાઇટ નો ટાઇમ થઈ ચૂક્યો હતો અને છેલ્લું અનાઉન્સ પણ થઈ ગયું હતું હવે કાર્તિક પાસે અંદર જવા સિવાય કોઈ પણ બીજો ઓપ્શન નહોતો. કાર્તિક હવે કદાચ પાયલને ક્યારેય જોઈ શકવાનો નહોતો. કાર્તિક ની ફ્લાઈટ ટેક ઓફ થઈ ગઈ હતી.
" પાયલ....... સારું થયું તું આજ ન આવી. જો તું આવી હોત તો હું હંમેશા આમ જ આશા લઈને બેઠો રહેત અને કદાચ તને પણ તારી લાઈફ માં આગળ વધવામાં મુશ્કેલી આવેત. તું જલ્દીથી મને ભૂલી તારી જિંદગીમાં આગળ વધે એવી મારી શુભકામનાઓ......." કાર્તિક પેલી રીંગ નું બોક્ષ હાથમાં લઈ બોલી રહ્યો હતો પછી બોક્ષ બંધ કરી પોકેટમાં મૂકી દીધું અને પોતાની સીટ પર માથું ટેકવીને આંખો બંધ કરી બેસી ગયો.

*

કાર્તિક ની ફ્લાઈટ લેન્ડ થઈ. કાર્તિક પોતાનો લગેજ લઈ એરપોર્ટ ની બહાર આવ્યો. એવું નહોતું કે કાર્તિક ઓસ્ટ્રેલિયા પેહલી વાર આવ્યો હતો ..... કાર્તિક અગાઉ પણ ઓસ્ટ્રેલિયા આવી ચૂક્યો હતો પરંતુ ત્યારે ફ્રેન્ડસ્ સાથે ફરવા માટે આવ્યો હતો પરંતુ અત્યારે પરિસ્થિતિ કાઈક અલગ જ હતી. અત્યારે કાર્તિક પોતાની લાઈફ બનાવવા માટે આવ્યો હતો. કાર્તિક નો એક ફ્રેન્ડ અહી રેહતો હતો તેણે રેહવાની વ્યવસ્થા કરી દીધી હતી. ફ્રેન્ડ પાસે લેવા આવવાનો સમય નહોતો એટલે લોકેશન મોકલી દીધું હતું. કાર્તિકે પોતાનો મોબાઈલ પોકેટમાથી બહાર કાઢ્યો અને લોકેશન જોયું. કાર્તિકે આગળ ચાલ્યો ત્યાં સામે કાર્તિક મલ્હોત્રા ના નામનું બોર્ડ લઈને એક આધેડ વયના ભાઈ ઊભા હતા. કાર્તિક ને તો નવાઈ લાગી આ કોણ હોઈ શકે?? અને એ ભાઈ ઇન્ડિયન હતા.

" યસ..... આઈ એમ કાર્તિક મલ્હોત્રા......!! પરંતુ હું તમને જાણતો નથી." કાર્તિક પેલા ભાઈ પાસે જઈને બોલ્યો.

" વેલકમ ટુ ઓસ્ટ્રેલિયા..... કાર્તિક!!! કાઈ વાંધો નહી થોડા ટાઈમ માં જાણતો થઈ જઈશ." પેલા ભાઈ હસતા હસતા બોલ્યા.

" સોરી...... તમે મને કઈ રીતે ઓળખો...??" કાર્તિક જાણવા આતુર બની રહ્યો હતો.

" તમારા અંગત વ્યક્તિએ મને તમને પિક કરવા માટે કહ્યું છે...તો પ્લીઝ હવે કાઈ પણ સવાલ જવાબ કર્યા વગર કારમાં બેસી જાવ. હું તમને તેની પાસે લઈ જાવ છું." પેલા ભાઈ કાર્તિક ના લગેજની ટ્રોલી લઈ ચાલવા લાગ્યા અને કાર્તિક પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. કાર્તિક ને પણ જાણવાની આતુરતા હતી કે કોણ પોતાનું અંગત વ્યક્તિ હતું જેને પોતાની ફિકર છે. કાર પાસે આવ્યા તો કાર પાસે એક એટલી જ ઉંમર ના બહેન ઊભા હતા.

" શી ઈઝ માય વાઇફ..." પેલા ભાઇએ બહેન તરફ હાથ તરફ કરી કહ્યું.

" હેલ્લો... મેમ!!" કાર્તિક હળવા સ્મિત સાથે બોલ્યો.

" વેલકમ બેટા....!! મજામાં ને...??" પેહલી લેડી એકદમ પ્રેમથી પૂછવા લાગી.

" હા.... એકદમ મસ્ત હો.....!! કાર્તિક ને પણ કોઈક પોતાના હોય એવો એહસાસ થઈ રહ્યો હતો.

" તું પણ શું અહી જ વાતો એ વળગી પડી છો..... આપણે હવે જવું જોઈએ..... વધારે ઇન્તજાર કરાવવો સારો નહિ....." પેલા ભાઈ કાર્તિક સામે જોઈ બોલી રહ્યા હતા અને પછી તે બન્ને પતિ પત્ની એકબીજા સામે જોઈ હસી પડ્યા. કાર્તિક ને તો બધું બહુ જ અજીબ લાગી રહ્યું હતું. કાર ઓસ્ટ્રેલિયા ના રસ્તા પર પાણી જેમ દોડી રહી હતી.

પેલા ભાઈએ અચાનક જ ગાડી ઊભી રાખી દીધી. બન્ને પતિ પત્ની કારની બહાર નીકળ્યા અને કાર્તિકને પણ બહાર આવવા કહ્યું. કાર્તિકે બહાર આવી જોયું તો સામે એક મોટું અને સુંદર મજાનું ગાર્ડન હતું.

" પેલી બેન્ચ પર બેઠેલ વ્યક્તિ તમારો ઇન્તેઝાર કરે છે." પેલા ભાઇએ હાથ લાંબો કરી દેખાડ્યો. કાર્તિકે જોયું તો સામે વાળા વ્યક્તિની પીઠ દેખાઈ રહી હતી અને કોઈ લેડી હોય એવું લાગી રહ્યું હતુ.

" પરંતુ મારો આ સમાન....??" કાર્તિક સામે જાણે પેહલી હોય એવું લાગી રહ્યું હતું.

" એની તું બિલકુલ ચિંતા ન કર. એ અમારી પાસે સેફ છે." પેલા ભાઈ વિશ્વાસ અપાવતા બોલ્યા. કાર્તિક પણ તેમની પર વિશ્વાસ મૂકી ગાર્ડનમાં ગયો.

કાર્તિક જેમ જેમ નજીક જઈ રહ્યો હતો એમ એમ એના મનમાં પેલી વ્યક્તિ વિશે અલગ અલગ ખ્યાલ આવી રહ્યા હતા.

" એકસક્યુઝમી......મેમ..!!" કાર્તિક એકદમ પાછળ જઈને બોલ્યો. પરંતુ કાઈ જવાબ મળ્યો નહી. એટલે કાર્તિક થોડા ડગલાં ચાલી સામે ગયો. કાર્તિક તે વ્યક્તિનો ચહેરો જોઈને દંગ રહી ગયો. કાર્તિક ની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ.

" પાયલ.......... નો..... હું કાઈ સપનું જોઈ રહ્યો છું." કાર્તિક ના ચહેરા પર ખુશીનો કોઈ પાર નહોતો.

" વેલકમ ટુ ઓસ્ટ્રેલિયા....... ડિયર!!" પાયલ બેન્ચ પરથી ઊભી થઈ ગઈ અને કાર્તિક ને ભેટી પડી.

" પાયલ.... તું ઓસ્ટ્રેલિયા...??? પેલા અંકલ આંટી.....?? મને કાઈ સમજમાં નથી આવતું ..." કાર્તિક તો પાયલને અહી જોઈ નવાઈ પામી ગયો હતો. પાયલ એ પેલા અંકલ આંટી સામે હાથ ઊંચો કર્યો એટલે તેઓ એ પાયલ ને સામે ફલાયિંગ કિસ આપી અને કાર લઈને ત્યાંથી નીકળી ગયા.

" અરે મારો લગેજ એમાં હતો..... ક્યાં જઈ રહ્યા છે એ લોકો...?? અને કોણ છે એ....??" કાર્તિક કાર ને જતી જોઈને બોલ્યો.

" એ મારા મમ્મી પપ્પા છે." પાયલ બોલી.

" મમ્મી પપ્પા....?? દાદીના બેસણામાં અંકલને એક વાર જોયા તો હતા પણ ચહેરો કાઈ ખાસ યાદ નહોતો. પરંતુ તું અહીંયા શું કરે છે..??" કાર્તિક બધું જાણવા માંગતા હતો.

" દાદીના ગયા પછી ઇન્ડિયામાં કદાચ તું અને રીમા જ મારા માટે બધું હતા. મે તારા સાથે જ રેહવાના સપના જોઈ લીધા હતા પછી અચાનક તે મને છોડી ઓસ્ટ્રેલિયા આવવાનું નક્કી કરી લીધું એટલે મારું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું. ઉપરથી તે બધો નિર્ણય તારી જાતે જ કરી લીધો હતો. તે એક વાર પણ મને પૂછ્યું હોત તો ખબર પડે કે હું દરેક મુશ્કેલીમાં તારી સાથે રેહવા માંગતી હતી. આપણે બન્ને સાથે મળી બધી મુશ્કેલી દૂર કરીશું એવો વિચાર કર્યો હતો. હું લાખોની લિમિટસ્ વાળા ક્રેડિટ કાર્ડ ધરાવતા કાર્તિક મલ્હોત્રાને નહોતી પસંદ કરતી. હું તો એક ક્યૂટ સ્માઇલ વાળા , એક હેન્ડસમ તથા એક કાઈન્ડ હાર્ટ વાળા કાર્તિક ને ચાહું છું. પછી મને લાગ્યું એક નિર્ણય તો તે કરી જ લીધો છે તો હવે બીજો નિર્ણય મારે પણ લેવો પડશે. મે મમ્મી પપ્પા ને તારા વિશે પેહલીથી જ જણાવી દીધું હતું પછી તારી અહી આવવાની વાત પણ જણાવી દીધી. મમ્મી પપ્પા તો મને તેમની પાસે લાવવાના પ્રયત્ન કરતા જ હતા અને તારા લીધે કદાચ એ સફળ પણ થઈ ગયો અને તારી પેહલા જ હું તને સરપ્રાઈઝ આપવા અહી આવી ગઈ." પાયલ એ બધી જ કહાની કહી સંભળાવી.

" આઈ એમ રિઅલી સોરી....પાયલ!! હું જાણું છું મે તને બહુ જ હર્ટ કરી છે. આઈ એમ સોરી યાર....!!" કાર્તિક પાયલના બને હાથ પોતાના હાથમાં લઈ માફી માંગી રહ્યો હતો.

" ઈટ્સ ઓકે....કાર્તિક!!! હું જાણું છું. તું મારા માટે જ કરી રહ્યો હતો અને તારા માટે પણ એ ખૂબ અઘરું હતું. એ બધું છોડ....હવે તો આપણે સાથે જ છીએ ......!!" પાયલ પોતાના બન્ને હાથ કાર્તિક ના ગાલ પર રાખી બોલી.

" આઈ લવ યુ.....પાયલ!!" કાર્તિક પાયલને ભેટી પડ્યો.

"આઈ લવ યુ ટુ......." પાયલ પણ ક્યાંય સુધી કાર્તિકને વળગી રહી.

" અંકલ આન્ટી મારો લગેજ લઈને ક્યાં ગયા .....??" કાર્તિક અને પાયલ બેન્ચ પર બેસી વાતો કરવા લાગ્યા.

" હું આવડી મોટી તારી બાજુમા છું અને તને હજુ લગેજની ફિકર છે.....??" પાયલ મોં મચકોડીતા બોલી.

" અરે.....ના......સ્વીટહાર્ટ!!! તું થોડી કાઈ લગેજ છો.... તું તો મારી જિંદગી છો." કાર્તિક પાયલ ના બન્ને હાથ પોતાના હાથમાં લઈ તેની આંખોમાં જોઈ કહી રહ્યો હતો.

" તો હંમેશા મારી સાથે રહીશ ને......??" પાયલ પૂછી રહી હતી. કાર્તિક કાઈ બોલ્યો નહિ અને પોતાના પોકેટ માંથી પેલું રિંગનું બોક્ષ કાઢ્યું અને અને એમાંથી રીંગ કાઢી પાયલને પેહરાવી દીધી.

" એવર......એન્ડ........ એવર.....એન્ડ...ફોરેવર.... આઈ એમ વિથ યુ.....સ્વીટહાર્ટ!!" કાર્તિક પોતાની હંમેશા જેવી જ ક્યૂટ સ્માઇલ સાથે બોલ્યો.

" યસ...... ફોરેવર...!!!" પાયલ કાર્તિક નો હાથ પોતાના હાથમાં લઈ કાર્તિક ના ખભે માથું રાખી હંમેશા માટે કાર્તિકની થઈ ગઈ.


The End!!!

⭐⭐⭐⭐⭐