Love Forever - 2 books and stories free download online pdf in Gujarati

લવ ફોરેવર - 2


Part :- 2

" હેલ્લો ભાઈ!!!, હું નિશાંત રોડ પર આવ્યો છું. તમારે કાઈ જોઈએ છો તો લઈ આવું??" કાર્તિક એ પોતાની કારમાંથી બહાર આવી અમન ને કોલ કર્યો.
" હા જોઈએ તો છે...... ત્યાં સામે જો એક બુક સ્ટોર છે ત્યાંથી એક બુક લેવાની છે." અમને થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું.
" કઈ ટાઈપ ની બુક જોઈએ છે....?? થ્રીલર, હોરર , નોવેલ કે પછી લવ સ્ટોરી....હે....??" કાર્તિક એકદમ મજાક કરતા બોલ્યો.
" હાઉ ટુ બિકમ મેચ્યોર..??" અમન બોલ્યો.
" હે....!! તમે તો એકદમ મેચ્યોર છો. તમારે શું કરવી છે એ બુક??" કાર્તિક ને અમન ની વાત સાંભળી નવાઈ લાગી.
" એ બુક મારા માટે નહિ પરંતુ મારા તરફથી તને ગિફ્ટ છે." અમન એકદમ શાંતિથી બોલી રહ્યો હતો.
" અરે... ભાઈ, ગિફ્ટ જ આપવી હોય તો પછી એકાદ સ્પોર્ટ્સ બાઈક આપો અથવા તો કોઈ આઈલેન્ડ ની ફ્લાઈટ ટિકિટ આપો. આ બુક ને એવું બધું મારા માટે નથી બન્યું..." કાર્તિક હસતા હસતા બોલ્યો.
" આ બધું તો તારી પાસે આવી જ જશે તું જો થોડું......." અમન કાર્તિક ને સમજાવી રહ્યો હતો.
" ભાઈ.... અહી કાઈ સમજાતું નથી, હું તમને પછી કોલ કરું.... બાય!!" કાર્તિક અમન નું લેક્ચર આગળ સાંભળવા નહોતો માંગતો એટલે ફટાફટ ફોન મૂકી દીધો.
" હેલ્લો.....કાર્તિક....હેલ્લો...." અમન હજુ કાઈ બોલે એ પેહલા ફોન મુકાઈ ગયો હતો. અમન ને અચાનક કાઈક યાદ આવ્યું અને અમને ફરીથી કોલ કર્યો પણ કાર્તિકે રિસીવ ન કર્યો.
" હેલ્લો ભાઈ...!! પ્લીઝ...." અમન ના બે ત્રણ મિસ કોલ જોઈ કાર્તિકે કોલ રીસિવ કર્યો.
" અરે.... તને કાઈ લેક્ચર આપવા માટે કોલ નથી કર્યો." અમન જાણતો હતો કાર્તિક શું કહેવા માંગતો હતો.
" તો પછી.....?" કાર્તિક ને નવાઇ લાગી.
" તું ત્યાંથી નીકળી ગયો..??" અમને પૂછ્યુ.
" નહિ... બસ હવે નીકળવાની તૈયારી જ કરું છું. કેમ કાઈ કામ હતું??" કાર્તિક પોતાની કારનું ડોર ખોલીને જ ઊભો હતો.
" હા..... પાયલ ને પિક કરવાની છે. એ મિ. શાહ ની ઓફિસે છે તેનું કામ ત્યાં અલમોસ્ટ પૂરું થવામાં જ છે." અમને જણાવ્યું.
" પણ ભાઈ.., ડ્રાઇવર ને કહી દ્યો ને..." કાર્તિક ને કોઈ ને લેવા મૂકવા જવાનું કામ બિલકુલ પસંદ નહોતું.
" મે ડ્રાઇવર ને મોકલ્યો જ હતો પણ વચ્ચે કાર ખરાબ થઈ ગઈ છે એટલે એ પહોચી શકે તેમ નથી." અમને કહ્યું.
" તો પછી કેબ, ટેક્ષી....ઓટો ઘણા ઓપ્શન છે" કાર્તિક અકળાઈને બોલ્યો.
" કાર્તિક....!! પાયલ એ આપણી કંપની ની એમ્પ્લોઈ છે. એટલે એ આપણી જવાબદારી છે." અમન સમજાવી રહ્યો હતો.
" હા.... જાવ છું." કાર્તિકે ઘડિયાળમાં જોયું તો દસ વાગવા આવ્યા હતા.
*
કાર્તિક બિલ્ડિંગ નીચે દસ મિનિટથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ હજુ પાયલ નીચે આવી નહોતી. થોડી વાર પછી પાયલ નીચે આવી અને તેણે જોયું તો કાર્તિક નીચે ઊભો હતો પરંતુ પાયલ એ તો જાણે કાર્તિક ને જોયો જ ન હોય એમ રોડ પર આવી અને ઓટો નો વેઇટ કરવા લાગી. પરંતુ કોઈ ઓટો કે ટેક્શી દેખાતી ન હતી. કાર્તિક પોતાની કારને ટેકો દઈ જોઈ રહ્યો હતો. પાયલ થોડી થોડી વારે કાર્તિક સામે ત્રાંસી નજરે જોઈ લેતી.
" હવે જો તમારી મરજી હોય તો આપ શ્રી કૃપા કરી ગાડીમાં બિરાજો." કાર્તિક હવે ઊભો રહી થાક્યો હતો એ જાણતો હતો પાયલ તો કાઈ બોલવાની નહોતી.
" ડોન્ટ વરી, હું મારી રીતે જતી રહીશ. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી." પાયલ મનમાં તો કાર્તિક ના બોલવાની જ રાહ જોઈ રહી હતી પરંતુ પોતાનો ઇગો હર્ટ કરવા નહોતી માંગતી.
" મને કોઈ શોખ નથી, આ તો ભાઈ એ કહ્યું હતુ એટલે આવ્યો છું. એવું હોય તો હું જાવ છું. આઈ ડોન્ટ કેર!!" કાર્તિક એ પણ સામે જવાબ આપી દીધો.
" અમન સર એ કહ્યું છે તો કાઈ વાંધો નહિ." પાયલ એકદમ બોલી. પાયલ ને લાગ્યું જો આ સાચે જતો રહેશે તો, લેટ પણ થઈ ગયું હતું એટલે એ કાર પાસે જતી રહી. કાર્તિક પણ મનમાં હસવા લાગ્યો એ જાણતો જ હતો મેડમ ની બહાદુરી કેટલી હતી.
કાર્તિક કાર ની અંદર બેઠો. પાયલ હજુ બહાર જ ઊભી હતી વિચારી રહી હતી કઈ સીટ પર બેસુ?? પેહલા આગળ બેસવાનો વિચાર કર્યો પછી કાર્તિક સામે જોઈ મોઢું બગાડી પાછળ નો ડોર ખોલવા લાગી.
" ઓહ.. હેલ્લો, મેડમ!! હું કોઈ ડ્રાઇવર નથી. આગળ બેસ!!" હજુ પાયલ પાછળ ની સીટ માં બેસે એ પેહલા કાર્તિક બોલી ઉઠ્યો.
" જંગલી જાનવર...." પાયલ મનમાં જ બોલી અને જોરથી કાર નો ડોર બંધ કર્યો અને આગળ ની સીટ પર બેસી ગઈ.
" બસ.... અહી જ ઊભી રાખી દે..!!" પાયલ ઘર તો સોસાયટી માં અંદર હતું પરંતુ પાયલ એ કાર બહાર મેઈન રોડ પર જ ઊભી રખાવી.
" અરે દૂર હોય તો અંદર લઈ લઉ." કાર્તિક એ એકદમ શાંતિથી કહ્યું.
" ના... એવી કોઈ જરૂર નથી. હું જતી રહીશ હવે...!!" પાયલ એકદમ ટોન્ટમાં બોલી રહી હતી.
" મને કોઈ તારા ઘરે આવવાનો શોખ નથી. તને લાગતું હોય કે હું તારી પર લાઈન મારવાની ટ્રાય કરી રહ્યો છું તો એ ગલતફેમી તારા મનમાંથી કાઢી નાખજે. આખા નોઇડાની છોકરીઓ મારી દીવાની છે " કાર્તિક એકદમ સ્ટાઈલમાં બોલી રહ્યો હતો.
" એ બધા જેમ મારી ચોઇસ થર્ડ ક્લાસ નથી." પાયલ પોતાના વાળ સરખા કરતી ત્યાંથી પોતાના ઘર તરફ જતી રહી.
" આ છોકરી એના મનમાં સમજે છે શું?? એક તો એને અહી સુધી મુકવા આવ્યો એના બદલ થેંક્યું કેહવાનું તો દૂર રહ્યું અને મને થર્ડ ક્લાસ કહે છે." કાર્તિક ગુસ્સાથી પોતાની કાર પર મુક્કો મારતા બોલ્યો.
*
આજે પાયલ ને સેટરડે ઓફ હતો એટલે શાંતી થી ઉઠી. આજે એ સરસ મૂડ માં હતી.તેનું મન આજે બહાર ફરવા જવાનું હતું. પોતાના રૂમમાંથી બહાર આવી અને બહાર સોફા પર બેઠી પછી કાઈક વિચાર્યું અને પોતાનો મોબાઈલ હાથમાં લીધો.
" હેલ્લો ગુડ મોર્નિંગ, ડાર્લીંગ!!" પાયલ એ રીમા ને કોલ કર્યો હતો.
" વેરી ગુડ મોર્નિંગ, બેબી!!" રીમા પણ એકદમ મધુર અવાજમાં બોલી.
" આજે ક્યાંક બહાર જવાનું મૂડ છે. શોપિંગ માટે જઈએ ચાલ..!!" પાયલ એકદમ ખુશ થઈ બોલી રહી હતી.
" અરે હું તો મારા ફેશન ડિઝાઇનીંગ ના એડમીશન માટે કોલેજ જઈ રહી છું." રીમા રસ્તામાં હતી.
" અરે.....યાર!! ક્યારે આવીશ ??" પાયલ ના મોઢા પર થોડી ઉદાસી આવી ગઈ.
" તું એક કામ કર કલાક પછી અહી મારી કોલેજ આવી જા, ત્યાં સુધીમાં તો મારું કામ પણ પૂરું થઈ જશે પછી આપણે બન્ને અહીથી જતા રહીશું." રીમા બધું વિચારીને બોલી.
" હા.... એ એકદમ ઠીક રેહશે. ત્યાં સુધીમાં હું પણ તૈયાર થઈ જાઉં." પાયલ ના ચહેરા પર ખુશી આવી ગઈ.
*
" અરે, ક્યાં છે તું??" પાયલ કોલેજ પહોચી ગઈ હતી.
" તું ક્યાં છે??" રીમા એ પાયલને પૂછ્યું.
" હું અહી ક્લાર્ક ઓફિસ ની બહાર ઊભી છું. અને આ આટલો બધો અવાજ શેનો છે??" પાયલ ને ફોનમાં ઘોંઘાટ સંભળાઈ રહ્યો હતો.
" હું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં છું એટલે, અહી કમ્પીટીશન ચાલી રહી છે." રીમા તો ગેમ જોવામાં બીઝિ થઈ ગઈ હતી.
" તું ફેશન ડિઝાઇનીંગ માટે આવી છે કે પછી સ્પોર્ટ્સ માં એડમીશન લેવા ?? તું જલદી થી મેઈન ગેટ તરફ આવ." પાયલ ને સ્પોર્ટ્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો.
" અરે.... મેરી જાન!! તું એક વાર અહી આવ તો ખબર પડે ને કેટલો હેન્ડસમ બોય ગેમ રમી રહ્યો છે. સો કુલ યાર...!! ફટાફટ આવ....!!" રીમા એ ફટાફટ ફોન મૂકી દીધો.
" એ બધું.... હેલ્લો...રીમા...રીમા!! પાગલ છે આ છોકરી..." પાયલ કાઈ બોલે એ પેહલા ફોન મુકાઈ ગયો હતો. પાયલ ગ્રાઉન્ડ તરફ ચાલવા લાગી.
" શું યાર..!! આવવામાં લેટ કરી દીધું. ગેમ પૂરી થઈ ગઈ. શું રમતો હતો યાર!! " ગ્રાઉન્ડ બહાર જ પાયલ ને રીમા મળી ગઈ.
" કોણ છે વળી?? મારે પણ જોવો પડશે........" પાયલ પણ હવે પેલાને જોવા આતુર હતી.
" પેલું જે છોકરીઓનું ટોળું દેખાઈ છે એની વચ્ચે છે પ્રિન્સ ચાર્મિંગ...!!" રીમા ટોળા સામે આંગળી ચીંધતા બોલી.
" ઓહ.... આ બધાને જોતા લાગે છે કે કાઈક તો ખાસ હશે એનામાં પણ આ બધા થોડા હટે તો હું પણ જોવું પ્રિન્સ ચાર્મિંગ..." પાયલ ને પણ હવે રીમાની વાતમાં રસ પડ્યો હતો.
" આમ ને આમ અહી ઊભા રેહશું તો સાંજ પડે પણ એને જોઈ નહિ શકાય.." રીમા પાયલ નો હાથ ખેંચી ટોળા તરફ લઈ ગઈ.
રીમા ધક્કા મુક્કી કરી ટોળામાં જગ્યા કરતી પાયલને ખેંચી ને એકદમ પેલાની સામે લઈ આવી.
" તું.... ??" પાયલ પેલા સામે જોઈ એકદમ આશ્ચર્ય ચકીત થઈ બોલી ઉઠી.
" હાય...બેબ્સ!!" તેની સામે બીજું કોઈ નહિ પણ કાર્તિક હતો.
" કાર્તિક...... સેલ્ફી પ્લીઝ....સેલ્ફી પ્લીઝ!!" ટોળામાં ઊભેલી બધી છોકરીઓ કાર્તિક સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહી હતી.
" જંગલી જાનવર!!" પાયલ એકદમ ગુસ્સા સાથે ટોળામાંથી બહાર નીકળી ગઈ. અને કાર્તિક એકદમ તેના અંદાજમાં પાયલ સામે ક્યૂટ સ્માઈલ આપતા બધા સાથે સેલ્ફી લેવા લાગ્યો.
" થર્ડ ક્લાસ ચોઈસ છે બધાની..." પાયલ કાર્તિક ની એ સ્માઈલ જોઈ ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી.
" કેમ છે ને મસ્ત...??" રીમા પાયલ પાસે આવી પૂછવા લાગી.
" મસ્ત..... અને આ....થર્ડ ક્લાસ...!!" પાયલ હજુ કાર્તિક સામે જોઈ દાંત ભીંસીને બોલી રહી હતી.
" તબિયત તો સારી છે ને તારી... સામે આટલો હેન્ડસમ બોય છે અને તું આ શું બોલી રહી છે??" રીમા ને પાયલ નું વર્તન કાઈક અજીબ લાગ્યું.
" નામ છું છે આનું??" પાયલ હજુ ગુસ્સા સાથે જ બોલી રહી હતી.
" કાર્તિક....!!" રીમા એકદમ સરળતાથી બોલી ગઈ.
" હા... એટલે જ મને પસંદ નથી." પાયલ બોલી.
" બધા કાર્તિક એવા થોડી હોય..!! પેલો જંગલી જાનવર છે બટ આ તો ક્યૂટ છે..." રીમા હજુ પણ કાર્તિક ના વખાણ કરી રહી હતી.
" આ એ જ જંગલી જાનવર છે...." પાયલ પોતાનું નાક ફુલાવતા બોલી.
" હે.....?? આ કાર્તિક જ જંગલી જા....!! પણ તે ક્યારેય કીધું નહિ જંગલી જાનવર આટલો બધો હેન્ડસમ પણ છે...." રીમા હજુ પણ કાર્તિક પાછળ પાગલ હતી.
" શટ અપ....!!" પાયલ રીમાનો હાથ પકડી તેને ત્યાંથી લઈ નીકળી ગઈ.
*
ફાઈનલી એ દિવસ આવી ગયો હતો જેની છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. પાયલ જે કંપનીમાં કામ કરી રહી હતી એના આજે પચ્ચીસ વર્ષ પૂરા થયા હતા અને એની ખુશીમાં જ કંપનીએ મોટું ફંકશન અરેંજ કર્યું હતું. ફંક્શન એક ઓડિટોરિયમ માં રાખવામા આવ્યું હતું. કાર્તિક પણ આજે એક ફોર્મલ વે માં હતો. એને પણ થ્રી પીસ શૂટ પેહર્યું હતું. પાયલ બધો એજન્ડા અમન ને બતાવી રહી હતી અને અમન બધું રીચેક કરી રહ્યો હતો એ કોઈ પણ પ્રકારની ચૂક રાખવા માંગતો નહોતો. કાર્તિક તો સોફા પર બેસી પોતાના મોબાઈલની અંદર મશગુલ હતો. પાયલ અમન ને ફાઈલ બતાવી રહી હતી એમાંથી થોડા પેપર નીચે પડી ગયા પાયલ નીચે બેસી બધા પેપર ભેગા કરી એકદમ ઊભી થઈ ત્યાં તેનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયું. પાયલ ને માથામાં એકદમ તમ્મર ચડી ગઈ. પાયલ માથા પર હાથ દઈ એમજ બેસી રહી.
" પાયલ.... આર યુ ઓકે...??" અમન એકદમ પૂછવા લાગ્યો. કાર્તિક પણ ઊભો થઈ તેની પાસે આવ્યો અને પાયલ ને ઊભી કરી સોફા પર બેસાડી અને પાણી આપ્યું.
" હેલ્લો.... પાપા...!!" અમન નો ફોન રીંગ થયો.
" ક્યાં છો તમે બન્ને ભાઈઓ..?? અહી બધા ગેસ્ટ આવી ગયા છે." ફંકશન નો ટાઇમ થઈ ગયો હતો અને અમન અને કાર્તિક હજુ ઓફિસે જ હતા એટલે તેના પપ્પા એ કોલ કર્યો હતો.
" અમે બસ રસ્તામાં જ છીએ...!!" અમન એ ફોન મુકતા કહ્યું.
" કાર્તિક....ચાલ..પાપા રાહ જોઈ રહ્યા છે." અમન એકદમ ઉતાવળ કરવા લાગ્યો.
" એન્ડ દિવ્યા પ્લીઝ ટેક કેર ઓહ પાયલ.....!!" અમન દિવ્યા ને પાયલ નું ધ્યાન રાખવાનું કહી ટેબલ પરથી ફાઈલ લઈ ચાલવા લાગ્યો.
" કાર્તિક... કમ....ફાસ્ટ...!!" અમન ને જોયું તો કાર્તિક હજુ ત્યાં j ઊભો હતો.
" હા ભાઈ ..!!" કાર્તિક પણ પાયલ સામે પાછું વળી જોતો અમન પાછળ ચાલવા લાગ્યો.
પાયલ ને કપાળ પર થોડો એવો સ્ક્રેચ જ પડ્યો હતો પરંતુ જોરથી અથડાયું હતું એટલે આખું માથું દુખવા લાગ્યું હતું. પાયલ માથા પર બન્ને હાથ રાખી સોફા પર માથું ટેકવી આંખો બંધ કરી બેઠી હતી.
" પાયલ... સોરી યાર!! મારે પણ ફંકશન માં જવું છે. પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ!!" દિવ્યા ક્યારની ફંકશનમાં જવા ઉતાવળી થઈ રહી હતી.
" ઈટ્સ ઓક... થેંક્યું સો મચ ફોર યોર કન્સરન!!" પાયલ મોઢા પર પીડા દાયક સ્મિત સાથે બોલી.
થોડીવાર પછી પાયલ સોફા પરથી ઉભી થઈ તો એને ચક્કર આવવા લાગ્યા પાયલ બન્ને હાથે પોતાનું માથું પકડી ફટાફટ સોફા પર બેસી ગઈ. એની આજુબાજુ જાણે બધું ગોળ ગોળ ફરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. પાયલ એ જોરથી પોતાની બન્ને આંખો બંધ કરી દીધી.

To be continue........


Thank you!!!!!
⭐⭐⭐⭐⭐