Love Forever - 8 books and stories free download online pdf in Gujarati

લવ ફોરેવર - 8

Part:- 8


પાયલ એકદમ રેડી થઈ ને કાર્તિકની રાહ જોઈ રહી હતી. પાયલ એ બ્લેક શોર્ટ ડ્રેસ પેહર્યો હતો. હેર ઓપન જ રાખ્યા હતા. પાવર રેડ શેડની લિપસ્ટિક લગાવી હતી અને બ્લશર ની તો જાણે જરૂર જ ન્હોતી કારણકે પાયલ પેહલેેથી જ એટલી બ્લશ કરી રહી હતી. અને ઉપરથી એના ચહેરા પર રહેલી ખૂબસૂરત હસી એને વધારે જ ખૂબસૂરત બનાવી રહી હતી.
" હવે અરીસા સામેથી ઊભી થાય તો સારું આ પાગલ છોકરી...!! બિચારો અરીસો આનો ચહેરો જોઈ થાકી ગયો હશે." રીમા બેડ પર બેઠી બેઠી ક્યારની પાયલ ને જોઈ રહી હતી. કલાક જેવું થવા આવ્યું હતુ પાયલ ડ્રેસિંગ સામે બેઠી એને.
" અરે.... મેરી જાન!! કેવી લાગી રહી છું..?? કાર્તિક ને આ ડ્રેસ પસંદ તો આવશે ને??" પાયલ ઊભી થઈ રીમા સામે આવી ને પૂછવા લાગી.
" પસંદ તો ત્યારે આવશે ને જ્યારે એ તને જોશે. હજુ સુધી તો રાજકુમાર આવ્યા નથી. ક્યાંક ભૂલી તો નથી ગયો ને ...??" અલમોસ્ટ ટાઈમ થઈ ગયો હતો પણ હજુ કાર્તિક આવ્યો નહોતો.
" શટ અપ....!! ક્યાંક ટ્રાફીકમાં હશે.!!" પાયલ કાર્તિક ની સાઈડ લઈ રહી હતી.
" તો કોલ કરી પૂછ તો ખરી ક્યાં પહોંચ્યો??" પાયલ નો ફોન બેડ પર હતો એ લઈ રીમા એ પાયલ ને આપ્યો.
" હા યાર ......" પાયલ મોબાઈલ લઈ કાર્તિક ને કોલ કરી જ રહી હતી ત્યાં જ નીચે થી કાર નો હોર્ન સંભળાયો. રીમા અને પાયલ બન્ને એ રૂમની બારી માંથી જોયું તો કાર્તિક કાર ને ટેકો દઈ ઊભો હતો.
" ઓહ.... વાઉ!!! રેડ રોઝ..... બ્યુટીફુલ!!" કાર્તિક ના હાથમાં રહેલું બુકેય જોઈ રીમા નું તો મોઢુ ખુલ્લું જ રહી ગયું.
" હાય...... !!" પાયલ કાર્તિક પાસે આવી.
" ગુડ ઇવનીંગ ગોર્જયસ....!!" કાર્તિક એ બન્ચ ઓફ ફ્લાવર્સ પાયલ ને આપ્યો.
" થેન્કયું..... ઈટ્સ વેરી બ્યુટીફુલ...!!" પાયલ આવડો મોટો બુકેય જોઈ એકદમ ખુશ થઈ ગઈ હતી.
" તો જઈએ....??" કાર્તિક એકદમ પ્રેમથી પાયલ સામે જોઈ પૂછી રહ્યો હતો.
" હા.... " પાયલ પણ એકદમ પ્રેમથી બોલી. કાર્તિક એ પાયલ માટે કાર નો ડોર ઓપન કર્યો. પાયલ ને તો લાગી રહ્યું હતું કે જાણે પોતે સપનું જોઈ રહી હતી. કાર્તિક પોતાની જગ્યા એ બેસી ગયો.
" બાય....રીમા!!" પાયલ રીમા સામે હાથ ઊંચો કરી કહ્યું.
" ટેક કેર .... સ્વીટહાર્ટ!!" રીમા પાયલ માટે એકદમ ખુશ હતી.

કાર્તિક હજુ કાર સોસાયટી બહાર જ કાઢી રહ્યો હતો ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી.
" હેલ્લો......!!" કાર્તિકે કોલ રિસીવ કર્યો.
" ઈમરજન્સી..... શું થયું??" કાર્તિક કોઈ સાથે વાત કરી રહ્યો હતો અને લાગી રહ્યું હતું કે કાઈક સિરિયસ વાત હતી.
" આઈ એમ વેરી સોરી.....પાયલ..!!" કાર્તિક ફોન મૂકી બોલ્યો.
" શું થયું...?? કાઈ સિરિયસ છે??" પાયલ પણ કાર્તિક નો ચહેરો જોઈ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.
" મારે હોસ્પિટલ જવું પડશે. ઈમરજન્સી છે...... ડિનર પ્લાન કેન્સલ કરવો પડશે." કાર્તિક એકદમ પરેશાન થઈ ગયો હતો.
" ઇટ્સ ઓકે.... કાર્તિક!! તું પેહલા હોસ્પિટલ જા. પણ કોણ હોસ્પિટલમાં છે??" પાયલ ચિંતા સાથે પૂછી રહી હતી.
" એ બધી પછી વાત કરીશ. ચાલ હું તને ઘરે છોડી દઉં." કાર્તિક ઉતાવળમાં હતો.
" ના એવી કોઈ જરૂર નથી. હું જતી રહીશ. બી કરફૂલ ઓન રોડ..!!" પાયલ કારમાંથી બહાર આવી ગઈ.
" પાયલ..... યોર ફ્લાવર્સ..!!" પાયલ એ બુકે પાછળની સીટમાં મૂક્યું હતું એટલે કાર્તિકે બુકે સામે જોઈ કહ્યું.
" હા.... ભૂલી ગઈ હતી .. થેન્કયું!!!" પાયલ એ પાછળનો ડોર ખોલી બુકે લઈ લીધો.
" આઈ એમ વેરી સોરી યાર....!!" કાર્તિક પણ ઉદાસ થઈ ગયો હતો.
" ઇટ્સ ઓકે કાર્તિક...!! આપણી ફરી ક્યારેક પ્લાન કરશું. ગો....!!" પાયલ બાય કહી ચાલવા લાગી અને કાર્તિક પણ ગાડી લઈ ફટાફટ નીકળી ગયો.

રીમા પાયલ ના ઘરે જ રોકાઈ હતી. રીમા તો મોબાઈલ લઈને હજુ સોફા પર બેઠી ત્યાં જ ડોરબેલ વાગી.
" અત્યારે કોણ હોય શકે??" રીમા મોબાઈલ સોફા પર મૂકી ડોર ખોલવા માટે ઊભી થઈ.
" પાયલ ......??" તું પાછી કેમ આવી?? તું તો કાર્તિક સાથે...??" રીમા તો પાયલ ને જોઈ ચોંકી ગઈ.
" આ મારું ઘર છે હું ગમે ત્યારે આવી શકું..." પાયલ ઉદાસી સાથે ના અવાજમાં બોલી રહી હતી. બુકે હાથમાં લઈને જ સોફા પર બેસી ગઈ.
" તું તો કાર્તિક સાથે ડેટ પર ગઈ હતી ને...?? શું થયું?? કાર્તિક ક્યાં??" રીમા ને તો કાઈ સમજમાં નહોતું આવતું એટલે પ્રશ્ન પર પ્રશ્ન કરવા લાગી.
" કાર્તિક ને કાઈક ઇમર્જન્સી આવી ગઈ. કોઈક હોસ્પિટલ માં છે તો જવું પડ્યું." પાયલ બુકે સાઈડમાં મૂકી પાણીનો ગ્લાસ હાથમાં લઈને બોલી.
" કોણ હોસ્પિટલમાં છે....??" રીમા પણ ચિંતા સાથે પૂછવા લાગી.
" આઈ ડોન્ટ નો... કોઈ ફેમિલી મેમ્બર જ હશે. કાર્તિક બહુ પરેશાન લાગતો હતો." પાયલ ને કાર્તિક નો પરેશાન ચહેરો યાદ હતો.
" તે કાર્તિક ને પૂછ્યું નહી કોણ છે હોસ્પિટલમાં...??" રીમા ને બધી વાતની નહિ આતુરતા રેહતી હતી. ડીટેક્ટિવ જેમ સવાલ પર સવાલ કરી રહી હતી.
" બિચારો ઉતાવળમાં હતો અને એવું બધુ પૂછવાનો સમય નહોતો. અને હું જાણું છું ત્યાં સુધી તો એ મને સામેથી જ કહેશે." પાયલ ને જાણે વિશ્વાસ હતો કે કાર્તિક તેને કહેશે જ.
" અચ્છા....!! અપને પ્યાર પે ઈતના ભરોસા...!!" રીમા પાછી ડીટેક્ટિવ માંથી શાયર ના રોલમાં આવી ગઈ હતી.
" હા..... થોડી કલાકો પેહલા જ કોઈ રીમા ડાર્લિંગ એ બહુ મોટું લેક્ચર આપ્યું હતું મને...." પાયલ ની વાત સાંભળી રીમા અને પાયલ બન્ને જોરથી હસવા લાગ્યા.
" સારું ....ગુડ નાઈટ!! હું હવે ઘરે જાવ!!" રીમા સોફા પરથી ઊભી થઈ અને ચાલવા લાગી.
" ગુડ નાઈટ...!!" પાયલ પણ પોતાના રૂમ માં આવી.

પાયલ એ કપડાં ચેન્જ કર્યા અને ફેશ વોશ કરી બહાર આવી. અરીસા સામે ઊભી રહી હાથે લોશન લગાવી રહી હતી. કાર્તિક સાથે ડિનર પર જવાનું હતું એટલે લગભગ બે અઢી કલાક થી રેડી થઈ રહી હતી અને બધુ દૂર કરતા દસ મિનિટ પણ નહોતી લાગી.
" આજ નો દિવસ મારા માટે એક બહુ ખૂબસૂરત દિવસ બનવા જઈ રહ્યો હતો. કાર્તિક પણ એકદમ ખુશ હતો. અને ત્યાં જ......... પેહલા કોઈની જિંદગી વધારે મહત્વની છે. કાર્તિક ના ફેમિલી મેમ્બર જે પણ હોસ્પિટલમાં હોઈ એ જલદી ઠીક થઈ જાય....!!" પાયલ અરીસા સામે ઊભી ઊભી બે હાથ જોડી બોલી રહી હતી.
" કાર્તિક ને કોલ કરી પૂછું તો ખરા..... કેમ છે??" પાયલ બેડમાં આડી પડી.
" ના....ના... કાર્તિક હોસ્પિટલમાં છે કોલ કરવો ઠીક નહિ રહે.. મેસેજ કરું.... હા એ વધારે યોગ્ય રેહશે..." પાયલ એ કાર્તિક ને મેસેજ કર્યો.
કાર્તિક ના મોબાઈલ ડેટા ઓન જ હતા એટલે પાયલ ને લાગ્યું કાર્તિક થોડીવારમાં જરૂર રિપ્લાય કરશે. અડધી કલાક ઉપર થઈ ગયું હતું પણ કાર્તિક નો કોઈ જવાબ આવ્યો નહોતો. કાર્તિકે આપેલું બુકેય પાયલ એ પોતાના રૂમમાં ટેબલ પર મૂક્યું હતું. પાયલ ઊભી થઈ બુકે ને હાથમાં લઈ જોઈ રહી. પાયલ ને અત્યારે પણ એ દ્રશ્ય દેખાય રહ્યું હતું જાણે કાર્તિક કાર પાસે ઊભો હતો અને તેને ફ્લાવરસ્ આપી રહ્યો છે. પાયલ એમાંથી એક ગુલાબ લઈ પોતાના બેડ માં આવી અને ફરી મોબાઈલ ચેક કર્યો પણ કોઈ જવાબ હતો નહી. પાયલ મોબાઈલ બંધ કરી પોતાના હાથમાં ગુલાબ લઈ સુઈ ગઈ.
*

પાયલ સવારે ઉઠી તો હજુ પણ પેલું ગુલાબ તેના હાથમાં જ હતું. પાયલ ને યાદ આવતા ફટાફટ મોબાઈલ હાથમાં લીધો એને ખબર જ હતી કાર્તિક કે જરૂર તેના મેસેજનો જવાબ આપ્યો હશે. પાયલ એ મોબાઈલ ઓન કરી જોયું તો પોતાનો મેસેજ કાર્તિકે જોઈ લીધો હતો પણ કોઈ સામે જવાબ આપ્યો નહોતો. પાયલ થોડી ઉદાસ થઈ ગઈ. પછી લાગ્યું કદાચ કાઈક વધારે જ ગંભીર સ્થિતી હશે. ઊભી થઈ બુકે પાસે પોતાનું નાક લઈ જઈ જાણે ગુલાબ ની બધી જ સુગંધ પોતાની અંદર ભરી રહી હતી. પાયલ જાણે ગુલાબની સુગંધમાં મુગ્ધ બની ગઈ હતી અને ફરી ફ્રેશ થઈ ગઈ હતી અને જલદી જલ્દી ઓફિસ જવા માટે તૈયાર થવા ચાલી ગઈ.
*
પાયલ એ ઓફિસ એ આવી જોયું તો તેને અજીબ જ લાગ્યું. પાયલ ને લાગ્યું હતું કદાચ આજે અમન સર નહી હોય. પરંતુ અમન તો સવાર નો ઓફિસ આવી ગયો હતો અને એને જોયને પણ લાગતું નહોતું કે એની ફેમીલી માંથી કોઈ સિરિયસ હોય.
" અમન સર ની ફેમિલી માંથી કોઈ બીમાર છે??" અમન નો ડ્રાઇવર કોઈ કામથી ઉપર ઓફિસ માં આવ્યો હતો એ જોય પાયલ એ ડ્રાઇવર ને ફટાફટ પૂછી લીધું.
" નહીં.... સર ની ફેમિલી માં તો બધા ઠીક છે. કેમ કોઈને કાઈ થયું છે??" ડ્રાઇવર સામે પૂછવા લાગ્યો.
" અરે.... નહી. બધા ઠીક જ છે. મે કોઈની પાસેથી ખોટું સાંભળ્યું હશે." પાયલ વાત બદલાવી પોતાની જગ્યા એ આવી બેસી ગઈ.
પાયલ ને કાઈ સમજમાં નહોતું આવતું. કાલે રાત્રે કાર્તિકને જોય ને તો લાગ્યું કોઈક તેના પરિવારમાંથી જ બીમાર હશે. તો શું કાર્તિક ખોટું બોલી રહ્યો હતો?? કે પછી બીજી કોઈ વાત હશે??
*
" કેમ આવું સડી ગયેલું મોઢુ કરીને બેઠી છો??" રીમા સાંજે પાયલ ના ઘરે આવી તો પાયલ પોતાના વિચારમાં ખોવાયેલી બેઠી હતી.
" તને શું લાગે છે કાર્તિક એ મને ખોટું કીધું હશે??" રીમા આવી એટલે પાયલ કાઈ પણ જણાવ્યા વગર સીધી રીમાને પૂછવા લાગી.
" શું ખોટું?? ક્યારે કીધું?? કઈ બાબતનું??" રીમા તો અચંબામાં મુકાઈ ગઈ.
" કાલે સાંજે કાર્તિક કે કીધું કે કોઈ હોસ્પિટલમાં છે અને જવું પડે એમ છે.... " પાયલ ના મનમાં કાઈ કેટલા સવાલ ચાલી રહ્યા હતા.
" તો એમાં શું ખોટું કહ્યું..??" રીમા ને હજુ સમજમાં નહોતું આવતું પાયલ કેહવા શું માંગે છે.
" આજે અમન સર ઓફિસે આવ્યા હતા અને એમના ચહેરા પર કોઈ તેમની ફેમિલી માંથી બીમાર હોય એવું લાગી રહ્યું નહોતું અને મે તેમના ડ્રાઇવર ને પૂછ્યું તો પણ કહ્યું કે કોઈ બીમાર નથી." પાયલ પોતાના મનમાં ચાલી રહ્યું હતું એ બધુ જણાવી રહી હતી.
" એટલે તને ડાઉટ છે કે કાર્તિક તારી સાથે ફક્ત ફ્લર્ટ જ કરી રહ્યો છે...??" રીમા પાયલ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી.
" અરે એવો કોઈ મીનીંગ નથી. બટ મે એને કાલે રાત્રે મેસેજ કર્યો હતો એનો જવાબ પણ નથી આપ્યો અને ઉપરથી તેના ઘરેથી કોઈ બીમાર નથી તો મનમાં સવાલ તો ઊભો થાય જ ને...!!" પાયલ પોતાની મૂંઝવણ ખોલી રહી હતી.
" હે.....ભગવાન!! આટલું બધું વિચાર્યું એના કરતાં કાર્તિક ને એક કોલ કરી પૂછી લે તો બધુ સોલ્વ થઈ જાય ને...!! અને એવું પણ બને કે તેના પરિવારમાંથી કોઈ બીમાર ન હોય પણ તેના કોઈ ફ્રેન્ડ ને કાઈ થયું હોય..." રીમા પાયલને સમજાવતા બોલી.
" હા....એવું પણ હોય શકે.!! મે તો એવું વિચાર્યું જ નહી..!!" પાયલ ને તો આવો વિચાર આવ્યો જ નહોતો. પાયલ ને હવે થોડી શાંતિ થઈ.
" એટલે જ કહું છું કાર્તિક કાઈ કહે એની રાહ જોયા વગર તું કાર્તિક ને તારા દિલની વાત કરી દે.... એટલે પછી તું હકથી તારા બધા પ્રશ્ન તેને પૂછી શકે ...!!" રીમા પણ પાયલ ને શાંત જોઈ મનમાં ખુશ થઈ.
" આઈ થીંક યુ આર રાઈટ....!! એવું જ કાઈક કરવું પડશે. " પાયલ કાર્તિક ને કઈ રીતે કેહવુ તે વિશે વિચાર કરવા લાગી.
*
પાયલ ઓફિસે થી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. નીચે પાર્કિગમાં આવી પાયલ એ કાર્તિક ને કોલ કર્યો.
" હાય કાર્તિક.....!! ગુડ ઈવનિંગ..!!" પાયલ એકદમ ઉત્સાહિત હતી.
" ગુડ ઈવનીંગ...!!" કાર્તિક ના અવાજમાં કાઈ ખાસ ઉત્સાહ દેખાતો નહોતો.
" કેમ આજે ફ્રી છો??" પાયલ એ નક્કી કરી જ લીધું હતું કાર્તિક ને પોતાના દિલની વાત કેહવાનું.
" કાઈ કામ હતું ...??" કાર્તિકે સામે સવાલ પૂછ્યો.
" હા....." પાયલ એ કહ્યું.
" ઓકે.... તું ક્યાં છે તને પિક કરી જાવ." કાર્તિક ને લાગ્યું કાઈ ખાસ કામ હશે.
" એની જરૂર નથી. હું આવી જઈશ." પાયલ એ નક્કી કરી કહી દીધું.
*
પાયલ કાફે પાસે પહોંચી ત્યાં કાર્તિક આવી ગયો હતો. કાર્તિક પોતાની કાર પાસે પોતાના બન્ને હાથ પેન્ટના પોકેટમાં રાખી એકદમ શાંત ઊભો હતો. પાયલ તો દૂરથી કાર્તિકને જોઈ જ રહી. એકદમ પ્યારો લાગી રહ્યો હતો.
" હાય...." કાર્તિક ની નઝર પાયલ પર ગઈ એટલે કાર્તિકે પોતાનો હાથ ઊંચો કરી પાયલ ને કહ્યું.
" હાય....!!" પાયલ પણ કાર્તિક પાસે આવી. બન્ને કાફેમાં આવ્યા અને બેઠા.
" કેમ છે તને??" પાયલ કાર્તિકને પૂછી રહી હતી.
" આઈ એમ ફાઈન...!!" પરંતુ કાર્તિક જે રીતે કહી રહ્યો હતો એ પ્રમાણે બિલકુલ સારો લાગતો નહોતો.
" પેલું કોઈ હોસ્પિટલમાં હતું એમને કેમ છે??" પાયલ શાંતિથી પૂછી રહી હતી.
" હી ઇઝ નો મોર....!!" કાર્તિક ઢીલું ઢીલું બોલી રહ્યો હતો.
" ઓહ.... ભગવાન એમના આત્માને શાંતિ આપે...!!" પાયલ પણ શોક વ્યક્ત કરતા બોલી.
" બાય ધ વે, આમ તારા તારું શું રીલેશન હતું...એમની સાથે....??" પાયલ અટકી અટકી પૂછી રહી હતી. પાયલ જાણવા પણ માંગતી હતી કે કોણ એ વ્યક્તિ હતી જેનાથી કાર્તિક આટલો બધો અટેચ હતો. જ્યારે એના ફેમિલી મેમ્બર જાણતા પણ નહોતા.
" હિ વોઝ લાઈક માય ફાધર...!!" કાર્તિક ગળગળો થઈ ગયો હતો.
" ઓહ.... આઈ એમ સોરી...!!" પાયલ કાર્તિક ના હાથ પર પોતાનો હાથ મૂકી સાંત્વના આપવા લાગી.
" ઇટ્સ...ઓકે!! આઈ એમ ફાઈન નાઉ!!" કાર્તિકે થોડું પાણી પીધું.
" બાય ધ વે, તારે શું કામ હતું...?? કાઈ ખાસ કામ હતું..?? બધું ઠીક તો છે ને...??" કાર્તિક હવે સ્વસ્થ થઈ ગયો હતો.
" કાઈ ખાસ કામ નહોતું. આ તો તે દિવસ પછી તારી સાથે કાઈ વાત થઈ નહોતી. તે મેસેજનો કે કોલ નો પણ કાઈ જવાબ આપ્યો નહોતો. એટલે થયું તને મળી જ લઉ." પાયલ ને લાગ્યું અત્યારે કાર્તિક બરાબર લાગતો નથી એટલે આ સમય કંફેસ કરવા માટે યોગ્ય ન કેહવાય.
" ઓહ .... વેરી સોરી યાર!!! આવું થયું એટલે મારું ધ્યાન ફોન પર ગયું જ નથી." કાર્તિક માફી માંગવા લાગ્યો.
" ઇટ્સ ઓકે...!! નો પ્રોબ્લેમ!!" પાયલ અને કાર્તિક કોફી પીવા લાગ્યા.
" મને લાગે છે કદાચ બીજી કોઈ પણ વાત છે..... તું કહી શકે છે... હું એકદમ ઠીક છું હવે..." કાર્તિક ને લાગ્યું પાયલ કાઈક કેહવા માંગતી હતી. બન્ને કાફે ની બાર કાર પાસે ઊભા હતા.
" ના એવું કાઈ નથી પછી ક્યારેક હવે...." પાયલ નિર્ણય લઈ શકતી નહોતી કે કેહવુ કે નહિ??"
" હું સાંભળું છું...." કાર્તિક પાયલ સામે મીટ માંડીને ઊભો રહી ગયો.
" કાર્તિક..... આઈ થીંક.. કાર્તિક..." પાયલ એ કાર્તિક સામે જોયું તો કાર્તિક જાણે પાયલને સાંભળવા તત્પર ઊભો હતો.
" કાર્તિક.... આઈ થીંક... આઈ એમ ફોલન લવ વીથ યુ....!!" પાયલ ઊંચું જોયા વગર આંખો બંધ કરીને ઝડપથી બોલી ગઈ. પાયલ ની આંખો હજુ બંધ હતી થોડીવાર થઈ પણ કાઈ જવાબ ન મળ્યો એટલે પાયલે ધીરેથી પોતાની આંખો ખોલી જોયું તો કાર્તિક તેની સામે જ ઊભો હતો અને ચોંકાવનારી વાત તો એ હતી જાણે પાયલની આ વાત તેને સાંભળી જ ન હોય એમ કાઈ પણ જાતના રીએકશન વગર એ જ પોઝીશનમાં ઊભો હતો.
" કાર્તિક.... આર યુ ઓકે...??" કાર્તિક નો કાઈ જવાબ ન મળ્યો એટલે પાયલે પુછ્યું.
" હા... એબ્સોલ્યુટલી ફાઈન....!!" કાર્તિક નાનકડા સ્મિત સાથે બોલ્યો.
" તો મે કીધું એ......." કાર્તિક નું આવું વર્તન જોઈ પાયલ થોડી ગભરાઈ ગઈ હતી.
" સોરી..... આઈ કાન્ટ...!!" કાર્તિક જાણે એકદમ આસાનીથી બોલી ગયો હતો.
" વ્હોટ....?? બટ વાય.....??" પાયલ એ ક્યારેય આવા જવાબની અપેક્ષા રાખી ન હતી.
" મને અત્યારે કોઈ પણ જાતની રીલેશનશીપ માં ઇન્ટરેસ્ટ નથી." કાર્તિક હજુ પણ પોતાના અંદાજમાં જવાબ આપી રહ્યો હતો.
" ગ્રેટ..... ફાઈન...!!! ગુડ બાય એન્ડ હેવ અ સેફ ડ્રાઇવ...!!" પાયલ પોતાના વાળ સરખા કરી ચાલવા લાગી. પાયલ ને વધારે કાઈ બોલવું યોગ્ય લાગ્યું નહી અને કદાચ વધારે કાઈ બોલી શકવાની હાલતમાં નહોતી.
" હું ઘરે ડ્રોપ કરી જાઉં છું...!!" કાર્તિક કે પાયલને ઉભા રહેવા કહ્યું.
" ખૂબ ખૂબ આભાર તમારો...!! મારી પાસે પૈસા પણ છે અને પગ પણ છે....." પાયલ આગળ જઈ ટેક્ષી ઊભી રખાવી તેમાં બેસી ગઈ. કાર્તિક હજુ પણ એ જ પોઝીશનમાં ઊભો હતો અને એક નજરે પાયલ ને જતી જોઈ રહ્યો હતો.

To be continue......


Thank you!!!
⭐⭐⭐⭐⭐