Chhello Daav - 1 books and stories free download online pdf in Gujarati

છેલ્લો દાવ - 1

છેલ્લો દાવ ભાગ-૧

        દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ નવા પરણેલા દંપતીની જેમ લાગતા હતા.

        પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં. કદાચ તેને કંઇક અગત્યની વાત કરવી હશે. એટલા માટે જ કેયુરે ફોન ઉપાડ્યો. સામેથી નિશા જ બોલતી હતી. પહેલા બંને વચ્ચે ઔપચારિક વાત થઇ. પછી નિશાએ માંડીને વાત કરી કે, ‘‘કોલેજમાં મારી સાથે ભણતો એક છોકરો મને બહુ હેરાન કરે છે. મારા ફોટા એની પાસે છે. એટલે એ મને હેરાનગતિ કરે છે. હું આ વાત તારા સીવાય કોઇને કહી શકતી નથી. એટલે જ તને ફોન કર્યો.’ આ સાંભળી કેયુરને બહુ જ ગુસ્સો આવી ગયો. તેણે એ છોકરાનો નંબર માંગ્યો. ને વિચાર્યુ કે, એ છોકરાને મેથીપાક ચખાડું. પણ પછી એમ પણ વિચાર્યુ કે, આ છોકરા પાસે નિશાના ફોટાઓ આવ્યા કઇ રીતે? એટલે તેણે તરત જ પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને તરત જ નિશાને આ વિશે પૂછ્યું. તો તેણીએ કહ્યું કે, ‘‘હું અને તે છોકરો કોલેજમાં મિત્રો છીએ. ને ઘણી વાર સાથે ફરવા પણ જઇએ છીએ. ને મિત્ર રીતે જ મે તેની સાથે ફોટાઓ પડાવ્યા છે.’’ આ સાંભળી કેયુરે આગળ વાત જ ન સાંભળી ને તરત જ ફોન મૂકી જ દીધો. એને થયું કે સારું થયું કે મારું બ્રેકઅપ આની સાથે થઇ ગયું. આના તો છોકરાઓમાં પણ બહુ મિત્રો છે.    

        કેયુર ઓફીસથી ઘરે જવા નીકળ્યો. રસ્તામાં વિચારવા લાગ્યો કે, દિવ્યાને આ વિશે વાત કરું કે ના કરું? પછી થયું કે દિવ્યાને મારાથી કોઇ વાત છુપાવાય એમ નથી. નહી તો હું મારી જાતને માફ જ ન કરી શકું. એટલે ઘરે ફ્રેશ થઇને જમવાનું પરવારીને પછી તે નિરાંતે દિવ્યા સાથે વાત કરવા બેઠો.

કેયુર : મારે તને એક વાત કહેવી હતી?

દિવ્યા : હા બોલો.

કેયુર : આજે નિશાનો ફોન આવ્યો હતો. (દિવ્યા જરા આશ્વચકિત સાથે તેની સામે જોઇ રહી. નિશાને સગાઇ થઇ એ પહેલાથી જ કેયુરે બધી જ વાત કરી હતી. એનાથી કોઇપણ વાત છુપાવી ન હતી.)  

દિવ્યા : પછી? શું કહેતી હતી તે? શું કામ હતું હવે તારું?

કેયુર : અરે, એ એમ કહેતી હતી કે, કોલેજમાં એક છોકરો તેને હેરાન કરે છે. તેના ફોટા તે છોકરા પાસે છે.

દિવ્યા : (અણગમા સાથે) હા તો..............આપડે એ છોકરા સાથે ફોટા જ કેમ પડાવીએ કે તે તમને હેરાનગતિ કરવા લાગે!!!!!!!!

કેયુર : હા પહેલા તો મને પણ ગુસ્સો આવેલો. પછી મને તેની વાતમાં કોઇ તથ્ય ના લાગ્યું એટલે મે તો ફોન જ મૂકી દીધો.  

દિવ્યા : બરાબર કર્યુ તમે. (થોડું વિચારીને) પણ હું શું કહું છું કે, કદાચ આનો કોઇ વાંક ના હોય ને તે છોકરો જ તેને ખોટી રીતે હેરાન કરતો હશે તો???

કેયુર : બની શકે એવું પણ હું આ બધું વિચારવા નથી માંગતો. ને તું પણ આમા ના પઙ એના નખરા જ એટલા છે કે, છોકરો સામે ના જોવે તો પણ એ જોવે. ટૂંકા કપડા પહેરવા, મોડી રાત સુધી રખડવા જવું વગેરે વગેરે. ...............

(દિવ્યા એ કેયુરના હાથ પર હાથ મૂકયો અને પ્રેમથી તેને સમજાવતી હોય તેમ બોલવા લાગી.)   

દિવ્યા : તમારી વાત સો ટકા સાચી છે. પણ એક સ્ત્રી તરીકે મારે તેની મદદ કરવી જોઇએ. કદાચ તેને એટલી બધી ખરેખરમાં હેરાનગતિ હોય કે તે તેના મમ્મી-પપ્પાને પણ ના કહી શકતી હોય. એણે ફકત તમને કહેવાનું જરૂરી લાગ્યું.

કેયુર : બની શકે યાર. પણ હું ફરીથી તેને મારા જીવનમાં જોવા નથી માંગ્તો. હું બહુ જ ખુશ છું તારી સાથે....... (તેના ગાલ પર હાથ રાખીને તે તેને પૂરી લાગણીથી પંપાળે છે જાણે કહેતો ન હોય કે ના જા તુ એની પાસે. મારો ભૂતકાળ હું યાદ કરવા નથી માગતો.)   

દિવ્યા : હા તો હું કયા કહું છું કે તમે ખુશ નથી મારી જોડે. મારી એની સાથે વાત કરવાથી આપણું કંઇ પણ બગડવાનું નથી. ને હું ખાલી ફ્રેન્ડ તરીકે જ વાત કરીશ. સમજયા.

કેયુરથી હવે દિવ્યાને સમજાવાય એવું હતું જ નહી. એને થયું કે મારે આ વાતમાં પડવું નથી. એ તો દિવ્યા જ વાત કરી લેશે. હવે આગળ.............................

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા