Last innings - 5 books and stories free download online pdf in Gujarati

છેલ્લો દાવ - 5

છેલ્લો દાવ ભાગ-૫

        આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. પછી તેઓ ગાર્ડનમાં જાય છે ત્યાં કેયુર અને નિશા ભૂતકાળની વાતો ભૂલીને એકબીજાને થયેલ ભૂલોની માફી માંગે છે. આગળ............................

        દિવ્યા કાંઇ બોલી નથી શકતી. પણ તેને એવી લાગણી થાય છે કે, હવે બધું સારું થઇ જશે. પછી થોડી વારમાં વરસાદ ચાલુ થઇ જાય છે. એટલે તેઓ ત્રણેય બાઇક તરફ ભાગે છે. ને ફટાફટ વરસાદ વધે એ પહેલા નિશાને ઘરના એરીયામાં ઉતારી પછી પોતાના ઘરે જાય છે. રાત્રે દિવ્યા સૂવા જતી હોય છે ત્યારે કેયુર તેનો હાથ પકડી લે છે.

કેયુર : દિવ્યા, થેકયુ સો મચ જાન.

દિવ્યા : શાના માટે?

કેયુર : તને ખબર છે કેટલા દિવસ પછી આજે મન હલકું થઇ ગયું અને એ પણ તારા લીધે.

દિવ્યા : મે કાંઇ નથી કર્યુ.

કેયુર : જયારે નિશા મને ગળે લગાવીને રોતી હતી ત્યારે જ તું ધારત તો તેને વઠી શકતી હતી. એમ કહી શકતી હતી કે, આ મારો પતિ છે ને તું મારી સામે એને ગળે લાગે છે. પણ ના તે એવું કાંઇ પણ ના કર્યુ. તે પરિસ્થિતિ સમજી. એટલે મને આજે તારા માટે બહુ જ માન છે.

દિવ્યા : કેયુર, એ બિચારી પણ દુખી હતી ને તમે પણ. એટલે તમારા બંનેના મનમાંથી બોજ હલકો થઇ જાય એટલે મારો એક નાનો પ્રયત્ન હતો આ. તમે મારા જ છો ને મારા જ રહેશો. મને મૂકીને કયાંય નહિ જાવો.

કેયુર : તુ તો મારી જાન છે. તારી સાથે લગ્ન કરીને તો હું ધન્ય થઇ ગયો. મારી જીંદગી છે તુ.

દિવ્યા : બસ હવે. મચકા ન મારો હવે. ચલો સૂઇ જઓ.

(દિવ્યા અને કેયુર સૂઇ જાય છે.)

 આમ ને આમ મહિના સુધી કેયુર, નિશા અને દિવ્યા મસ્તીમાં જ દિવસો વિતાવવા લાગ્યા. સવારે દિવ્યા ઉઠીને ઓફીસ જવા નીકળે છે. ને આજે નિશા પણ તેની સાથે બસમાં આવવાની હોય છે. બસમાં દિવ્યા અને નિશા સાથે હોય છે. નિશા વારેઘડીએ મોબાઇલમાં જોતી હોય છે અને મરક-મરક હસતી હોય છે. દિવ્યા આ બધું નોટીસ કરે છે. પછી એ પુરવાર કરવા નિશાને કહે છે કે, હું કેયુરને વીડીયો કોલ કરું છું. આપણે વાત કરીએ.’ ત્યારે નિશા કહે છે કે, હાલ કેયુરનો જ મેસેજ હતો. તે પણ મને વીડીયો કોલ કરવાનું કહે છે.’

        આ સાંભળી દિવ્યા થોડી દુ: ખી થઇ જાય છે. દિવ્યા વિચારમાં પડી જાય છે કે, જો કેયુરને વાત કરવી હોય તો મને ના કહે વીડીયો કોલ કરવા માટે. નિશાને મેસેજ કરવાની કયા જરૂર હતી? કેયુરનો વીડીયો કોલ આવે છે ને તેઓ બંને વાતો કરે છે. પણ આ બાજુ સૌથી વધારે વાતો તો નિશા અને કેયુર કરતા હતા. દિવ્યાને તો બોલવાનો વારો જ ન હતો આવતો. નિશા થોડી ચંચળ હતી. એટલે તે મિત્રની જેમ જ વાત કરતી હતી ને સામે કેયુર પણ, પંરતુ દિવ્યા હવે મનમાંને મનમાં બળવા લાગી હતી. વીડીયો કોલ પત્યા બાદ તેણે નિશાના ફોન પર નજર નાખવા માંડી કે, તે કોની સાથે વાત કરે છે ને તે સાચે જ કેયુર જોડે જ વાત કરતી હતી. એને થયું આટલી બધી શું વાત કરતો હશે તે? આમ ને આમ બીજા પંદર દિવસ ચાલ્યું. દિવ્યા હવે કેયુરને નિશા જોડે વાત કરતાં સહન કરી શકતી ન હતી. આગળ..............

 

 (વધુ આવતા પ્રકરણ ભાગ-૬ માં)

 

 - પાયલ ચાવડા પાલોદરા