Last innings books and stories free download online pdf in Gujarati

છેલ્લો દાવ - 9 - છેલ્લો ભાગ

છેલ્લો દાવ ભાગ-૯

         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે અને આ બાજુ કેયુરને તેની ભૂલ સમજાય છે અને તે દિવ્યાની માફી માંગે છે અને આખરી તે નિશાને ફોન કરીને હમેશા માટે તેનાથી દૂર રહેવાનું નકકી કરે છે. હવે આગળ.................................

        કેયુર પછી નિશાને ફોન કરે છે. નિશા ફોન ઉપાડે છે.

કેયુર : હેલો, નિશા.

નિશા : હા બોલો.

કેયુર : મારે તને વાત કરવી હતી ? દિવ્યાએ તને કરી જ હશે. બોલ હવે, તુ મને પ્રેમ કરતી  હોય તો મે જે નકકી કર્યુ છે એ પ્રમાણે આપણે રહીએ.

નિશા :  (વિચારીને) ના કેયુર, હું કાયદેસર તારી સાથે રહેવા માંગું છું. આ રીતે બીજું લેબલ લાગે મારા પર એ મને મંજૂર નથી.

કેયુર : તો બોલ શું કરવું છે હવે?

નિશા : મારે કંઇ નથી કરવું. તુ તારી દિવ્યા સાથે બરાબર છે. આમ પણ તું દિવ્યાને છોડી તો ના જ શકે. એ મને પૂરેપૂરી ખાતરી છે.

કેયુર : હા એ તો છે જ. મારે તુ જોઇએ પણ દિવ્યાને તો આજે પણ નહિ છોડું. એ તો મારો જીવ છે.  

નિશા : હા તો હવે વાત કરવાનો મતલબ નથી. હું તમારા બંનેના જીવનમાંથી દૂર થઇ જાઉં છું. તમે બંને સુખી રહો.

કેયુર : વિચારી લે.  

નિશા : વિચારી જ લીધું છે મે બધુ. તુ મને પ્રેમ નથી કરતો. બસ લાગણી છે મારા માટે.

કેયુર : (રાહતનો શ્વાસ લઇને) હા નિશા, હું હવે તને પ્રેમ નથી કરતો. આ વાત મે તને પહેલા પણ કહી હતી પણ તું મને સમજવા જ તૈયાર ન હતી. બસ મારી સાથે મેસેજ પર વાતો કર્યા કરતી. તને ના પાડું તો તું અલગ જ વિચારતી. મારી લાગણીને તુ પ્રેમ સમજવા લાગી હતી. પણ હું પ્રેમ તો દિવ્યાને જ કરુ છું. તું મારી સાથે લગ્ન કરવા માંગે તો પણ હું તારી સાથે લગ્ન કરવા માંગતો નથી. સમજ એ વાતને.   

નિશા : સોરી....... કેયુર. મે ખરેખર અજાણતા ઘણી મોટી ભૂલ કરી દીધી. મારા પ્રત્યેની તારી લાગણીને તારો પ્રેમ સમજી બેઠી. ને તને પામવા માટે રોજ તારા ટચમાં રહેતી. પણ હું તો ભૂલી જ ગઇ કે, તું પરણિત છે. સોરી.........ને હવે હું દિવ્યા દીદીની પણ માફી માંગી લઇશે. કેમ કે, સૌથી વધારે તકલીફ તો એમને જ થઇ છે.

કેયુર : એ બધુ સાંભળે જ છે. દિવ્યા કોન્ફરન્સમાં જ છે.  

નિશા : સાચે ??? દીદી, પ્લીઝ મને માફ કરી દો. મે કેટલી વાર તમારી લાગણીને દુખી કરી. મે તો વિચારીજ લીધું હતું કે મે કેયુરને મારી તરફ કરી જ લીધો છે ને અમે બે એક થઇ જઇશું. પણ હું એ ભૂલી ગઇ કે તે પરણિત છે અને તમે તેના જીવનમાં વધારે મહત્વના છો. સોરી, દીદી. ...........

દિવ્યા : ઇટ્સ ઓ.કે. નિશા. તું સમજી ગઇ છે એમાં જ મને રસ છે. બસ હવે એવી ઇચ્છા છે કે તું તારી લાઇફમાં આગળ વધ.

નિશા : આ દીદી... હવે મારે પોતાની જીંદગીમાં આગળ વધવું પડશે. ચલો પછી વાત કરીએ. બાય..........

        દિવ્યા અને કેયુર બંને નિશાના ફોન મૂકયા બાદ થોડી વાર તો ચૂપ રહ્યા. પછી કેયુરે દિવ્યાને કહ્યુ, ‘સોરી. હું તો લાગણીને વશ થઇને ખાલી અમથા જ નિશાને સાથે રાખવા માંગતો હતો. પણ એ વાત તું સ્વીકારી લઇશ એની મને અપેક્ષા જ ન હતી. તે સ્વીકાર્યુ એમા જ મારું મગજ કામ કરતું થઇ ગયું. પણ ખરેખર હું દિલથી માફી કરું છું.’’

દિવ્યા  : બસ હવે. હું ખુશ છું. બધુ હવે સેટ થઇ ગયું અને આપણને નિશાથી છુટકારો મળી ગયો. અને આમ પણ  તમારામાં જ મારી ખુશી છે.

કેયુર : કેમ આટલી સારી છે તું ? કેમ આટલો પ્રેમ કરે છે તું મને ?

દિવ્યા : તમે પણ કરો જ છોને.......................

કેયુર : જલદી ઘરે આવ. આજે આપણે કયાંય બહાર જમવા જઇએ.

દિવ્યા : ઓ.કે. ડન.

        સાંજે દિવ્યા અને કેયુર બહાર ફરવા જાય છે અને પછી જમીને ગાર્ડનમાં બેસવા જાય છે. બંનેને આવે એવી અનુભૂતિ થાય છે કે, આજે ઘણા વખત પછી તેમનું મિલન થયું કેમ ના હોય!!!!! હ્રદય પરનો ભાર ઉતરી ગયો હોય એમ લાગ્યું. એ રાતે તેમના એક નવા જીવનની  શરૂઆત થઇ અને તે શરૂઆત તેમના આગળના જીવનને મજબૂત બનાવશે. 

 

સમાપ્ત................

 

- પાયલ ચાવડા પાલોદરા