Last innings - 4 books and stories free download online pdf in Gujarati

છેલ્લો દાવ - 4

છેલ્લો દાવ ભાગ-૪

         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. એ બાબતમાં થોડી મથામણ થાય છે. પછી દિવ્યાના કહેવાથી તેઓ ગાર્ડનમાં જાય છે. ત્યાં દિવ્યાના મગજમાં કંઇક યોજના હોય છે. હવે આગળ........................

        દિવ્યા, કેયુર અને નિશા ત્રણેય ગાર્ડનમાં બેસવા ગયા. નિશા અને કેયુરની વચ્ચે બાકડામાં દિવ્યા બેઠી. પછી દિવ્યાએ પોતાની રમત પ્રમાણે કેયુરનો હાથ પકડયો.

દિવ્યા : કેયુર, તે નિશાને સાવ સામાન્ય બાબત માટે લાફો માર્યો એના માટે તારે તેની માફી તો માંગવી જ જોઇએ.

કેયુર : દિવ્યા, તું કાંઇ પાગલ થઇ ગઇ છે. આ વાતને વર્ષો વીતી ગયા છે. ને મને કોઇ રસ નથી તેની માફી માંગવામાં.

નિશા : હા તારો તો કોઇ દિવસ વાંક હતો જ નહિ. બધો મારો વાંક જ હતો તેમ તું કહેવા માંગે છે ને?

કેયુર : જો નિશા, વાંક તારો જ હતો. જો તે એ વખતે થોડી હિમંત કરી હોત તો આપડે સાથે હોતા. (હવે દિવ્યાનો પ્લાન બરાબર ચાલતો હોય છે. એ કેયુર અને નિશા વચ્ચેની ગેરસમજ અને દુ:ખો દૂર કરવા માંગતી હોય છે અને એવું જ થતું હોય છે.)

નિશા : તુ સમજી કેમ નથી શકતો!!! એ વખતે મારું આખું ઘર મારી સામે હતું. કેવી રીતે સ્વીકારી લેત કે હું તને પ્રેમ કરું છું??

કેયુર : પ્રેમ કરતી હોત તો ને સ્વીકારતને તું. પ્રેમ હતો જ નહિ તારે. બસ ટાઇમપાસ જ હતો.

નિશા : એવું નથી યાર. તે મને બૂમ પાડીને બહાર બોલાવી ત્યારે મારા ઘરના એ એમ કહ્યું હતું કે, સોસાયટી સામે તારે એમ જ કહેવાનું કે એ છોકરો જ તારી પાછળ પડયો છે. તું એને પ્રેમ કરતી નથી. જો તું આવું નહી કહે તો અમે બધા ઝેર ખાઇને મરી જઇશું.

કેયુર : હા તો શું થઇ ગયું. એ તો બધા બધુ જ કહે. તે મારું એકવાર પણ ના વિચાર્યુ??? તારા આવા નિર્ણય થી મારું શું થશે?

નિશા : તારું વિચાર્યુ હતું એટલે જ જયારે તારા મમ્મી-પપ્પાએ તને મામાના ઘરે બહાર ભણવા મોક્લયો ત્યારે પણ તને ફોન કરતી હતી. કે તું મારી વાત સમજે. પણ તે મારી સાથે ફોન પર પણ સરખી વાત ના કરી. ઉપરથી તું મારું આપમાન કરતો. કેટલી ગાળો બોલતો તો પણ હું ગાંડાની માફક તમે ફોન કરતી કે કદાચ તું માની જાય. પણ બધું જ વ્યર્થ હતું.

કેયુર : ગાળો તો બોલું જ ને. તે મારા આખા પરિવારની સામે મને છોડી મૂકયો અને તું એવી આશા રાખે છે કે, હું તને સમજું.

નિશા : મારી મજબૂરી હતી એ વખતે. પણ સાચું કહું તો હું તને આજે પણ ઘણો પ્રેમ કરું છું.

(આ બધી વાતચીતમાં દિવ્યાની હાજરી તે બંનેને વર્તાઇ જ નહિ. તેઓ ભૂલી જ ગયા કે, દિવ્યા એટલે કે, કેયુરની પત્ની છે જોડે.)

દિવ્યા : કેયુર, નિશાની વાત સાચી છે. એક છોકરી તરીકે મને તેની પરિસ્થિતનો ખ્યાલ છે. કેટલું અઘરું હશે તેના માટે કે એ તને કાં તો પરિવારને પસંદ કરે. તું એને માફ કરી દે. પ્લીઝ.

(દિવ્યાએ સમજાયું એટલે કેયુરને તેની વાત યોગ્ય લાગી. એણે હકારમાં માથું હલાવ્યું. પણ દિવ્યાની વાતમાં તેણે હા એટલે જ પાડી કે તે વાત અહીથી જ પૂરી કરવા માંગતો હતો.)

દિવ્યા : ચલો હવે માફી માંગી લો બંને એકબીજાની. એક મિત્ર તરીકે મિત્ર રહેવાનું નકકી કરી લો.

(કેયુર અને નિશા એકબીજાની માફી માંગે છે અને પછી એકબીજાને હગ કરી લે છે. હગ પણ તેઓ દિવ્યાના કહેવાથી કરે છે અને નિશા ધોધમાર રડી પડે છે.) કેયુરના માથા પર નિશાનું માથું હોય છે અને તે બહુ જ રડતી હોય છે. કેયુર તેને વહાલથી ચૂપ કરાવે છે ને સમજાવે છે.  આટલા વર્ષોનો બધો જ ગુસ્સો ને પ્રેમ બહાર આવી જાય છે. કેયુર પણ રડવા લાગે છે. બંનેને દિવ્યા એકીટશે જોઇ રહે છે. ને તેને સારું લાગે છે કે હવે આ બંને જીવનમાં આગળ વધી જશે. હવે તેમના જીવનમાં કોઇ અધૂરુ રહી નહિ જાય. દિવ્યા ઉભી થઇ જાય છે ત્યાં જ કેયુર તેનો હાથ પકડી લે છે. જાણ એમ કહેતો હોય કે, તું મારી પત્ની છે. મારા જીવનમાં તારા સીવાય કોઇ નથી. એ હજી નાદાન છે એટલે તેને સમજાવવી પડે છે. દિવ્યા હકારમાં માથું ધુણાવે છે. હવે આગળ...........................        

       

(વધુ આવતા પ્રકરણે ભાગ-૫ માં) 

 

- પાયલ ચાવડા પાલોદરા