Modern Mahabharatno Arjun - 2 books and stories free download online pdf in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 2

(2)

અંજાન અર્જુન

(અન્જાન સપનાઓ)

રાત્રી ના લગભગ ૧.૩૦ વાગે અર્જુન એની પથારીમાં ઓશિકા સાથે તેની ચાદરમાં માથું લપેટીને આખા પલંગ પર જાણે જોગીંગ કરતો હોય તેમ પલંગના આ એક ખૂણે થી બીજા ખૂણે આળોટતો હતો, અને શું કરે બિચારો રોજની જેમ આજે પણ તેની ઊંગ હરામ થઇ ગયી હતી પેલા સ્વપ્નના લીધે..!! હા ‘સ્વપ્ન’ જે એને લગભગ બાળપણ થી હેરાન કરી રહ્યું છે કે પછી કઇંક કેહવા મથી રહ્યું છે !

ક્યારેક ક્યારેક તો અર્જુન એવું પણ અનુભવવા લાગે છે કે જાણે તેનામાં સ્વયમ ભગવાન આવી ગયા છે અને જેવો તેના એ રૂપને નિહાળવા અરીશા પાસે જાય છે કે તેને ખરેખર તેનામાં કોઈ અદભૂત શક્તિ આવી ગયી હોય તેવું અનુભવે છે. અને તેના રૂપ ને સરખી રીતે નિહાળે એટલામાં તો તેને કોઈ બીજા વિચાર આવી જાય છે....!! પણ ત્યારે એને એવો એહસાસ થાય છે જાણે પોતાના ‘જીવ’ માં રહેલો ‘શિવ’ તેને કઇંક કેહવા મથતો હોય.! પણ ૨૧ મી સદી ના ફાસ્ટ અને મોર્ડન લાઈફમાં અપણા પોતાના માટે પણ ટાઇમ નથી તો પછી ‘શિવ’ ના એ ઇસાર ને સમજવા ક્યાં સમય હોય.?

અર્જુનને આવા વિચારો તો રોજ અને દરરોજ આવતા હતા પણ હવે તો કુદરત તેને કઇંક કેહવા માંગતી હોય તેમ નવું નવું જણાવી રહી છે. એ રાત્રે દરરોજ ની જેમ અર્જુન પોતાના બિસ્તરમાં આકુળ વ્યાકુળ થઇ સુવા ની કોશિસ કરી રહ્યો છે એવા માં તેની દ્રષ્ટી સામે કઇંક દ્રશ્યમાન થતું હોય તેમ રાત્રી ના અંધકાર માં પણ જળહળતો લાઈટ તેની આંખોમાં પડે છે અને અર્જુન પોતાની જાત ને ‘લંડન-ઓલમ્પિક ૨૦૧૨’ ના ઓપેનીગ સેરેમનીમાં હાજર હોય તેમ અનુભવે છે અને આ સ્વપ્ન ન હતું પણ અર્જુન ખરેખર ત્યાંજ પોહચી ગયો હતો. અને બધા લોકો પોતપોતાના દેશના ખેલાડીઓ ને શુભ-કામના પાઠવવા જઈ રહ્યા હતા તેની સાથે અર્જુન પણ પોતાની જાત ને જોઈ અને અનુભવી રહ્યો હતો. અને ભારત ની ગણી બધી મહાન હસ્તીઓ અને દ્ગઇૈંડેલીગેટ્‌સ ની વચ્ચે અર્જુન પણ ભારત દેશના ઓલમ્પીક ખેલાડીઓ ને ‘બેસ્ટ ઓફ લક’ કેહવા જઈ રહ્યો છે ! અને જેમ જેમ એ ખેલાડીઓને હાથ મિલાવતો જાય છે તેમ તેમ જાણે કે એ ખેલાડીઓ પણ તેને ઓળખતા હોય તેમ વર્તે છે અને રિસ્પોન્સ આપે છે. અર્જુન જેમ જેમ સુંદર, નાજુક અને કુમળી સ્ત્રી ખેલાડીઓને હાથ મિલાવ્યા પછી કઠોર હાથ વાળા મજબુત હાથોમાં પોતાનો હાથ આપે છે અને ખુબ જોર થી કોઈ ખેલાડીએ એનો હાથ દબાવ્યો હોય તેમ જોર થી હાથ ખેચી લે છે અને પાછો હટવા જાય છે ત્યાં તો ધડામ દઈને પલંગ પરથી નીચે પડી જાય છે..!! અને જટ થી ઉભો થવા એના માથે વિટાયેલી પેલી ચાદરને ખોલે છે. થોડો સ્વસ્થ થઇ આંખો ચોળીને ઉભો થાય છે અને પાણી પીવા માટે ટેબલ તરફ જતા જતા વિચારે છે કે આ પણ કોઈક સ્વપ્ન જ હતું, પણ તરત તેના મનમાં કાલે વાંચેલ ઓલમ્પિક રમતોત્સવના ઓપનીંગ ની વાત યાદ આવે છે અને તરત જ ગંભીર થઇને આટલી મોડી રાત્રે પણ પોતાની વાતને સમજવા ટીવી ચાલુ કરે છે અને આશ્ચર્ય થી ચકિત થઇ ને સોફા પર પડે છે અને હુબહુ તેને જે અનુભવ્યું તેમ નું તેમ ત્યાં લંડન માં ‘લાઇવ’ ચાલી રહ્યું હતું. આ બધું જોઈને અર્જુન સ્તબ્ધ થઇ ગયો અને હવે તેને જેટલી વાર આવું કંઈક અલગ અનુભવ્યું હતું તેના ફ્લેસ બેકમાં શરી પડયો.!

અને ધીમે ધીમે એને સમજાયું કે ખરેખર તે જે ખુબ ધ્યાન થી વિચાર તો હતો તે બધું રીયલમાં થતું હતું અને તે જે સપનાઓમાં જોતો હતો એ ફક્ત સપનું નહિ પણ હકીકત હતી. બસ આ બધી વાતની જાણ થતાંજ તે તેના રૂમ ના અરીસા પાસે પોહચી ને પોતાની જાત ને એ દિવ્ય દ્રષ્ટી થી જોવાનું શરૂ કરે છે અને ખરેખર તેની સામે નું દ્રશ્ય બદલાવા લાગે છે...!!!

...અને અર્જુન કંઈક એવું ફિલ કરવા લાગ્યો કે જાણે એ કોઈ અલોકિક રથ પર સવાર હોય અને એ રથ કોઈ રણપ્રદેશ જેવા સુમસાન પટ પર સડસડાટ દોડી રહ્યો છે ! તેના બંને હાથો જાણે કોઈ વજનદાર ધાતુ ના વસ્ત્રો થી સજ્જ છે, અને એક હાથમાં ગાંડીવ અને બીજામાં તલવાર છે, અને તેની આ ઘોડાગાડી કે રથ કોઈ મોરપીંછ વાળા મોગુટધારી અને ચકચકિત મુખારવિંદવાળી વ્યક્તિ ચલાવી રહી છે, અને અર્જુન તે મુકુટધારીને જોવા ની કોસિસ કરે છે પણ તેની આંખો અંજાઈ જાય છે. પછી થોડે દુર જઈને એ રથની ગતિ મંદ પડે છે, અને એક જગ્યાએ આ રથ એકદમ ઉભો રહી જાય છે, ચારેબાજુ ધૂળની ડમરીઓ ઉડે છે પણ તોય તેની વચમાં પેલા મોરપીંછ ધારી -મોહમાયા ના સ્વામી, ખુબ ચપળ અને ચાલક એવા વીરપુરૂષ નું સસ્મિત મુખારવિંદ નજરે પડે છે...!!

હે..! પાર્થ ....!

કહી ને તેઓ અર્જુનને કઇંક કેહવા જઈ રહ્યા છે, પણ એટલામાંજ અર્જુનના રૂમના દરવાજા પાછળ ખૂટી માં ભરાવેલ એના શર્ટના ખિસ્સા માંથી મોબાઈલ રીન્ગી-રીન્ગી ને બુમો પાડવા લાગ્યો અને તરતજ આંખો સામેનું એ દ્રશ્ય છું....મંતર થઇ ગયું !.

અર્જુન તરતજ સ્વસ્થ થઇને ફોન તરફ દોડયો પણ કોલ ‘મિસ્સ’ થઇ ગયો, અને તે તરતજ બીજા કામ તરફ વળ્યો. પણ અર્જુન હજુ ત્યાનો ત્યાંજ અટકી ગયો હતો જ્યા પેલા સારથીએ તેને પાર્થ કહીને બોલાવ્યો !!

કેમ કે અન્ફોર્ચુનેટલી અર્જુન નો અર્થ પણ ‘પાર્થ’ થાય ને...?

આ કહાની છે ૨૧મી સદીના અર્જુનની જે કોલેજના પેહલા વર્ષમાં અભ્યાસ કરે છે અને રોજબરોજ અવનવા અનુભવોથી ચકિત અને રોમાંચિત રહે છે, પણ પોતાની કોલેજ લાઈફ અને મસ્ત મજાની જુવાનીના જોશમાં તેની પાસે જે અલોકિક શક્તિઓ રહેલી છે તેનાથી અન્જાન થઈ ને.

આવો જોઈએ જીંદગી કેટલે દુર લઈ જાય છે અર્જુન ને અન્જાન બનાવીને.....!

(કોલેજ ની મસ્તીમાં મસ્ત)

સવાર ના ૮.૩૦ વાગી ગયા છે કોલેજ માટે મોડું થઇ ગયું છે. અર્જુન એના રૂમ માંથી તૈયાર થઇ ને મોબાઈલમાં પેલા મિસ્ડ-કોલ ને ચેક કરતા કરતા બહાર નીકળે છે, એટલામાંજ અર્જુન ની મમ્મી બુમ પડે છે, ‘ એ અર્જુન ચાલ,નાસ્તો નથી કરવાનો કે શું?

‘ના’ મમ્મી, હું આજે કોલેજ ના કેન્ટીન માં નાસ્તો કરી લઈશ, કેમ કે અમે લોકો બધા ફ્રેન્ડસ ત્યાં પીકનીક ના પ્લાનિંગ માટે સવાર માં ભેગા થવાના છીએ’ અર્જુને ઘર ની બહાર નીકળતા-નીકળતા મમ્મી ને જવાબ આપ્યો.

‘અરે, અર્જુન જલ્દી આવા’ બહાર થી બાઈક પર સવાર મિત્ર રેમો એ બુમ પાડી.

બાઈક ચાલુજ હતું અને અર્જુન તેની બેગ સરખી કરી અને મોબાઈલ પર ‘સર્જન’ ને ફોન લગાડતા બેસી ગયો.

‘અરે અરે, સંભાળી ને ચલાવજે..!’ અર્જુને રેમો ને ચેતવ્યો.

‘શું યાર આપને બહુ જ લેટ થઇ ગયા છીએ.’ રેમો એ અર્જુન ને ટોક્યો.

‘મને ખબર છે, સર્જન નો મિસ્ડકોલ હતો, પણ મને ઉઠવામાં થોડું મોઢું થઇ ગયું.’ અર્જુને ભૂલ કબુલતા જવાબ આપ્યો.

હેલ્લો, હા-હા, સર્જન અમે બસ નીકળી ગયા છીએ અને સીધા કેન્ટીન પર જ આવીએ છીએ.

અર્જુન ફોન પર વાત કરતા-કરતા બેગ સંભાળી ને બાઈક પાછળ બેઠો છે, અને રેમો બાઈક સડસડાટ ચલાવે છે અને સવારની ધુમ્મસમાં થોડીવાર માંજ ગાયબ થઇ જાય છે.

(કોલેજ કેન્ટીન)

पानी डा रंग वेखके, पानी डा रंग वेख के, अखिया जो अंजू रेन दे...!!

રેડિયો પર સવાર- સવારમાં મસ્ત હિન્દી ગીત વાગતું હોય છે અને અર્જુન રેમો સાથે કેન્ટીનમાં પ્રવેશે છે.

‘શું પાણી દા રંગ દેખ કે..? હમણા તો કેટલા દિવસ થી બફારો છે જરાય વરસાદ પડતો નથી. યાર ખુબ ગરમી લાગે છે.’ રેમો એ ઉદાસી ભર્યા અવાજે કહ્યું.

એટલામાં જ સામે થી સર્જન અને મેહુલ નો અવાજ સંભળાય છે, ‘હેય રેમો, અર્જુન, જલ્દી આવો, તમારા માટે ચા અને પફ મંગાવી રાખ્યા છે, ક્યાર ના હવે તો ઠંડા થઇ ગયા હશે, પણ જલ્દી કરો નહીતર ઠંડો નાસ્તો પણ આ હાથી નું બચ્ચું ‘હંસરાજ’ ચટ્ટ કરી જશે.!’

‘અરે બસ ભાઈ, એવું નથી કે હું એમનો નાસ્તો ખાઈ જઈશ ! પણ આ તો મને એમકે એ લોકો આવશે ત્યાં શુધી નાસ્તો ઠંડો પડી જશે, એટલે હોં, મેહુલ....’ હંસરાજે જવાબ આપ્યો.

‘બસ બસ તું તો રેહવા દે ‘મદનિયા’ તારા બહાના...!’- સર્જને હંસરાજ ને ટપલી મારતા મારતા ટોક્યો.

‘અરે યાર બસ હવે રેહવા દો, તમે લોકો આ મસ્તી કરવાનું અને આવો અમારી સાથે ફરી નાસ્તો કરો.’ અર્જુને કહ્યું.

‘હા હા જલ્દી આવો, અને ચા બીજી મંગાવો અને હા ગરમા-ગરમ હોં..!’ રેમો એ સંમતી પુરાવી.

‘અરે ઓં બોશ, ચાર કટિંગ લાવોને, ગરમા-ગરમ’ મેહુલે વેઈટર ને ઓર્ડર આપ્યો.

‘હા, સર હમણાજ’ સામે થી જવાબ આવ્યો.

(હાથ પેપર નીપ્કીન માં સાફ કરતા કરતા) ‘ અરે હા, સર્જન તમે લોકો એ શું વિચાર્યું, પીકનીક માટે?’ અર્જુને પ્રશ્ન કર્યો.

‘હવે શું થવાનું છે ?’ ઉદાસીનતા થી સર્જને જવાબ આપ્યો.

‘કેમ હવે એટલે..?’ રેમો એ સુર પૂર્યો.

‘એટલે કે, કોલેજ માંથી પ્રિન્સીપલ સરે જવાની ના પાડી છે, એટલે કોલેજ માંથી તો પીકનીક જવાનું કેન્સલ થઇ ગયું છે.’ સર્જન બોલ્યો.

થોડી વાર પછી...

‘હા, પણ આપણે લોકો ગ્રુપ માં તો જઈ શકીએ ને ?’ મેહુલે આઈડિયા આપ્યો.

‘હા, જઈ શકીએ ને, પણ આપણે લોકો એકલા જ ...બસ આપણેજ !!!’ ઉદાસીનતા થી ફરી સર્જન બોલ્યો.

‘એકલાજ એટલે શું..?’ રેમો આશ્ચર્ય થી .

‘ એકલા એટલે ફક્ત છોકરાઓ એકલા જ. હા, ઓન્લી બોયસ.’ સર્જને સમજાવ્યુ.

‘કેમ ગર્લ્સ કેમ નહિ..?’ અર્જુને પૂછ્‌યું.

‘કેમ કે પ્રિન્સીપાલ સરે ગર્લ્સ ને કહી દીધું કે કોલેજ માંથી જે પીકનીક જવાનું હતું તે કેન્સલ થઇ ગયું છે, એટલે જો હવે છોકરીઓ એ પ્રાઇવેટ પીકનીકમાં જવાનું હોય તો તેમના ઘરે થી પેરેન્ટ્‌સ ની ચિઠી અથવા ફોન કરાવી ને કોલેજ ની પરમીસન લેવી, નહીતર કોલેજ ની કોઈ જવાબદારી નહિ.’ સર્જને સૌને સમજાવ્યું.

‘તો તો પછી પીકનીક માં કોઈ છોકરીઓ નહિ આવે, તો અવા પીકનીક માં કોણ જાય.?’ મેહુલે હતાશા ઠાલવી.

‘ઓહ નો..!!’ રેમો ઉદાસી પુરાવી.

હા-હા-હા. હી-હી-હી.

પાછળ થી પસાર થતું, છોકરીઓ નું એક ગ્રુપ આ વાતો સાંભળી ને અને આ છેલ્લી પાટલી વાળા લવરબોય્‌સ ની સીચ્યુંએસન જોઈ ને હસું રોકાતું નહતું અને ખડખડાટ હસતા-હસતા ત્યાંથી નીકળી જાય છે.

અને આ બધું અર્જુન અને તેનું ગ્રુપ મોં ખુલ્લું રાખી ને જોઈ રહ્યા...!!

રેમો ના માથે ટપલી મારતા-મારતા ‘ હેય રેમલા હવે ખબર પડી કેમ પીકનીક નહિ જવાય?’ સર્જને મજાક કરી.

‘અરે હા હા, યાર બધા ને સમજાઈ ગયું અને આપણી કેવી ‘વાટ’ લાગી એ પણ જોયુંને..?’ અર્જુન બોલ્યો.

‘તો હવે? યાર ! આ વરસે તો ચોમાસું એકદમ બકવાસ ગયું ના વરસાદ પડયો, ના પીકનીક થઇ. જેમ તેમ કરી સીનીયરો સાથે સેટિંગ કર્યું હતું પીકનીક માટે એ પણ નસીબમાં નથી..! બધું ગયું પાણી માં.’ મેહુલ બબડયો.

‘અરે દોસ્તો, ટેન્સન ના લેસો આપને કૈક બીજું પ્લાનિંગ કરીશું, પણ અત્યારે ચાલો ક્લાસનો ટાઇમ થઇ ગયો છે’ અર્જુને સૌને સમજાવ્યા.

‘ હા. લેટ્‌સ ગો, દોસ્તો’ સર્જન ઉઠયો.

‘હા. હા. ચાલો,’ બધા ઉભા થયા. અને ક્લાસરૂમ તરફ નીકળી ગયા.

(કોલેજ નો ક્લાસ્ રૂમ)

૯.૪૫ મિનીટ થઇ ગયી છે, ક્લાસ પૂરી થવાની તૈયારી માંજ છે,પણ સર જેવા કંઈક લખવા માટે બ્લેક બોર્ડ તરફ વળે છે કે તરતજ છેલ્લી પાટલીએ બેઠેલા મેહુલ અને રેમો ટપ્પા મારીને આગળની સીટ પર આવી જાય છે અને જોરથી બુમ પાડીને બહાર જવા દરવાજા તરફ દોડે છે.

‘ચાલો ચાલો ક્લાસ ઓવર.’ મેહુલ-રેમો મોટે થી બોલ્યા.

‘અરે, ઓં છોકરાઓ ઉભા રહો હજુ ક્લાસ પૂરો નથી થયો.’ સરે ચોક તેમની તરફ ફેકતા બોલ્યા.

એટલામાંજ ટ્રીંગ ટ્રીંગ ટ્રીંગ કરતા બેલ વાગી. અને બધા ઝટપટ ઉભા થઇને જાણે જેલ માંથી છૂટ્‌યા હોય તેમ ભાગ્યા !! અને સર પણ આ ભીડમાં ધક્કામુક્કી કરતા તરત ગાયબ થઇ ગયા.

અર્જુન બેગ પેક કરતા કરતા ધીરેથી પોતાની પાટલીથી આગળ આવીને છોકરીઓ નું ગ્રુપ જઈ રહ્યું હતું ત્યાં ઉભો રહી ધીમે થી ‘ હાય, સંજના !’

‘હેલ્લો, અર્જુન’ સંજના એ રિસ્પોન્સ આપ્યો.

‘એક મિનીટ, પ્લીસ ઉભી રહીશ’

‘હા, યસ બોલ ને અર્જુન..!’

‘સંજના, તમને લોકોને ખબર પડીજ હશે કે કોલેજ માથી તો પીકનીક નથી જવાનું..!!’

‘હા, એ તો કેન્સલ થઇ ગયું ખબર છે,...તો?’ સંજના એ પૂછ્‌યું.

‘તો....તો અમે લોકો એ વિચાર્યું છે કે આપને બધા ગ્રુપ માં આપણી રીતે પીકનીક જઈએ તમે બધી ગર્લ્સ જે આવાની હોય તે, અને અમે બોયસ.’

‘ઓહ, નાઈસ તો-તો મજા પડી જાય, પણ ..!’

‘પણ,..શું સંજના?’ અર્જુને તરત પૂછ્‌યું.

‘પણ કોલેજ સિવાય પ્રાઇવેટ માં પીકનીક જવા ઘરે થી પરમીસન નહિ મળે.’

‘ડોન્ટ વરી.! આન્ટી ને હું ફોન કરી ને સમજાવીસ લઈશ’

‘અરે’ મારો પ્રોબ્લેમ નથી. પણ બીજા બધા ને પરમીસન નહિ મળે. કાલે જ હજુ વિધિ એ તેના મમ્મી ને પૂછવાની કોશિશ કરી હતી. પણ પીકનીક તો શું નેક્સ્ટ એકસામ સુધી બહાર રેહવાનું પણ કેન્સલ થઇ ગયું.’ સંજના એ વાત કરી.

‘અને સોમ્યા અને ઐશ્વર્યા..?’

‘એ લોકો ને પણ રીઝલ્ટ સુધારવા માટે વોર્નિંગ અપાયી છે, ઘરે થી.’

એટલા માંજ સંજના ને એની ફેન્ડસ બુમ પડે છે, અને સંજના ચાલી જાય છે.

અર્જુન મુડ ઓફ થઇ પાર્કિંગ માં એના દોસ્તો પાસે પોહચે છે.

‘શું થયું યાર ?’ સર્જને નીરસ થઇ પૂછ્‌યું.

‘કઈ નહિ એ લોકો નહિ આવી શકે, કોઈ પણ નહિ’ અર્જુને ક્લીયર કર્યું.

‘તો પછી આપને પણ નહિ આવીએ, બાય, આઈ એમ ગોઇંગ ..’ ચાલુ બાઈક પર સવાર મેહુલે અર્જુન ને સંભાળતા જ તરત બોલ્યો, અને નીકળી ગયો.

હતાસ થઇ બધા ઘરે જવા લાગ્યા.

‘ચાલો તો આ વરસે પણ પીકનીક કેન્સલ રહી યારો.’

‘હા, જવાદે રેમો’ અર્જુન રેમો ની બાઈક પાછળ બેસતા-બેસતા બોલ્યો.

‘હા, હા, ચાલો જવાદો બીજુ કંઈક વિચારીશું’ સર્જન તેનું એકટીવા લઇ નીકળી ગયો.

રેમો અર્જુન ને લઇ બાઈક ગુમાવીને નીકળી ગયા.