Modern Mahabharatno Arjun - 9 books and stories free download online pdf in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 9

(9)

‘હા, તો અર્જુનના જ સમજાય કેમ કે તુજ કહે કે જો થોડું ગણું ધ્યાન કે યોગ ના કોઈ તુક્કા લગાવી ને કોઈ સાધુ કે બાવો જે જોઈએ તે કરી સકતો હોય તો સૌથી પેહલા એજ બધું મેળવી ન લે ? અને તો તો હિમાલયમાં બધે ૫ સ્ટાર હોટલો હોય અને ખૂણે ખૂણે મર્સડીઝ અને ઓડી ના શોરૂમ હોય, જેટલી ધર્મશાળાઓ છે તેના કરતા વધારે ત્યાં મોલ હોય..!, કોઈ સાધુ ગંગામાં ડૂબકી લાગવા ન જાય પણ ૫ સ્ટાર હોટલના ટેરેસ પર આવેલા સ્વીમીંગ પુલમાં હવાના ગાદલા પર પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા સૂર્યદેવ સાથે લાઈવ ચેટ કરતા હોત...!, નહિ મેહુલ !’ સર્જને એની ફિલોસોફી જાડી.

‘અરે, યાર એવા જાદુની વાત નથી કરતો. તમને કઈ રીતે સમજાવું ?’ અર્જુન જરા નિરાશ થયો હોય તેમ છત ની પાળી પકડીને શેરીમાં ભસતા કુતરાઓ તરફ ચુપ ચાપ જોઈ રાખે છે. જાણે કંઈક વિચારી રહ્યો હોય.

થોડીવાર માટે બધા શાંત થઇ જાય છે. બસ, કુતરાઓ નો આવાજ અને ખામોસી વચ્ચે જાણે યુદ્ધ ચાલતું હોય તેમ.! અને થોડી વાર પછી ખામોસી જીતી ગયી હોય તેમ કુતરાઓ નો અવાજ હારીને બંધ થઇ જાય છે.

‘અર્જુન, આ બધું બરાબર છે, તું જરા વધુ એક્સાઈટ થઇ ગયો છે એટલે એવું લાગે છે. કાલે હજુ શિબિરમાં જવાનું છે અને પછી તારે જે વધારાનું જાણવું હોય કે શીખવું હોય તે શીખજે અને કંઈક વધારે જાણવું હોય તો તારી પાસે યોગેશ સર નો નંબર તો છે જ ને એને કોલ કરી લેજે, ઓકે બસ હવે અમે જઈએ.’

‘હા, તમે લોકો જાવ અને બસ બધાની જેમ રોજની એ મસ્તી ભરી લાઈફ જીવીલો અને થોડાજ દિવસોમાં કોલેજ પણ પૂરી થઇ જશે અને બધા પોત પોતાના નોકરી ધંધામાં લાગી જસો અને હા, એમાંના ઘણાને તો એ પણ યાદ નહિ હોય કે જયારે એ જુવાનીના જોશમાં દુનિયા ઉથલાવી નાખવાની વાતો કરતા હતા એજ કોલેજીયન યંગસ્ટર આજે પોતાની એક નાનકડી નોકરી પણ પોતાના દમ પર ફેરવી નથી સકતો. હા, તમે જાવ અને દુનિયાની એ સ્પીડ સાથે સ્પીડ મિલાવવા ની રેસમાં લાગી જાવ અને એમાં એ પણ ભૂલી જજો કે જે પણ આજુ બાજુ કે થોડે દુર અત્યારે તમે જુવો છો જે તમને ખબર છે કે એ બધું ન થવું જોઈએ કોઈની પણ સાથે એ કદાચ તમારી કે તમારા પરિવાર સાથે પણ થઇ સકે છે! તમે સમજો છોને હું શું કેહવા માંગું છું મેહુલ ?’ અર્જુન જાણે પેલી જૂની વાતો તરફ ઈસારો કરતો હોય તેમ આંખો કાઢીને બોલ્યો.

‘જાવ, સર્જન તમે લોકો બસ વાતો કરતા રેહજો કે આપને કંઈક કરીએ તો?, પણ કંઈક કરજો નહિ.’ અર્જુન થોડો ગુસ્સામાં હોય તેમ મુઠી વાળીને સર્જન ને જવા માટે ઇસારો કર્યો.

‘ઓહ...ગોડ, ઓહ અર્જુન ! તું એ બધી વાતો ને હમણાં કેમ ખોલી બેઠો છે.? અમને ખબર છે કે તું એવી બધી વાતોથી ગણો અપસેટ છે, પણ એ બધું અલગ છે એ આખી દુનિયા અલગ છે....જેમ આ મોડર્ન જમાના ની સારી સારી વસ્તુઓ છે તેમ થોડી ગણી ખરાબ બાબતો પણ છે અને એને આપણે એકલા ન સુધરી શકીએ, અને સુધારવા બેસીએ તો આપણા ભવિષ્યનું શું? જેમ મારા પપ્પા કહે છે તેમ બીજનેસમાં જેમ નફો નુકસાન હોય તેમ જીંદગીમાં પણ ક્યારેક નફો તો ક્યારે નુકસાન સેહવું પડે.!, અને હા, એ બધું તું આ ધ્યાન અને યોગ સાથે કેમ કનેક્ટ કરે છે? શું ધ્યાનથી તું આખી દુનિયા બદલી નાખીશ?

‘હા, બદલી નાખીશ..! હું આખી દુનિયા બદલી નાખીશ.’ અર્જુન જોશમાં આવી ને ઉભો થઈ ગયો અને ફરી પાછો પાળી પાસે જઈ શેરી માં દુર હાથ કરીને ઇસારા સાથે કેહવા લાગ્યો.

‘હા...! હું આ દુનિયા બદલી નાખીશ. કેમ કે મને નથી જોઈતી આવી મોડર્ન દુનિયા જેમાં આપણા પોતાનાજ માણસો પોતાનાજ કોઈ સગા સંબધી ને ધોખા આપે..! કે દગો કરે લાલચ માં આવીને ! નથી જોઈતી એવી દુનિયા જેમાં કોઈ સ્ત્રીનું માન ન હોય, જ્યાં ત્યાં જયારે જોવું ત્યારે લુટફાટ અને ચારે તરફ ભ્રષ્ટાચાર, બળાત્કાર, અને એમાં ઓછું હોય તેમ આપનું ચોખ્ખું રાજકારણ.! નથી જોઈતી મને આવી દંભી દુનિયા જ્યાં ઈશ્વરના બનાવેલ નિયમો ઈશ્વર નેજ ભારે પડી જાય.! માણસ જેને ઈશ્વરે મન અને બુઘ્ધિ આપીને દુનિયાના બધા પશું પંખીઓ અને જાનવરો કરતા વિશેષ બનાવ્યો એજ માણસ આજે પશુઓ કરતા પણ નીચ થઇ ગયો છે એ પણ આ મોડર્ન યુગમાં અને એના પ્રલોભનો માં ફસાઈને.! નથી જોઈતી કોઈ દિવસ નથી જોઈતી આવી દુનિયા. એટલેજ મારે બસ મારા ભવિષ્ય ની ચિંતા કર્યા વગર મારે મારી આસપાસ ની દુનિયાને બદલવી છે. અને એજ મારૂં ભવિષ્ય છે બસ હવે મને સમજાય છે. સર્જન, મેહુલ તને ખબર છે ગઈકાલે જ અહિયાં હા, અહિયાં આગળ એક છોકરીની છેડતી થઇ હતી, અને બધા બસ થોડી વાર ભેગા થયા અને પછી જેમ રોજ થતું હોય તેમ થયા કરે છે. હજુ કાલની જ વાત નથી કે આપણા ક્લાસમાં ભણતા વરૂણના મમ્મી પપ્પા મુબઈ ફરવા ગયા હતા ને બિચારા આતંકવાદ ના વાવાજોડામાં તણાઈ ગયા.! થોડા દિવસ આપણે બધા એ વરૂણ ને સાત્વના આપી પછી શું હવે બધા પાછા નોર્મલ બની ગયા.! એવું તો થયા કરે બસ.? જે લોકો સાથે આવું થાય છે એ લોકોની જીંદગી આખી બદલાઈ જાય છે એનું ભાન આપણને કદી નહિ પડે.! પણ મેં એવા લોકો નો એહસાસ ખુબ નજીક થી મેહસૂસ કર્યો છે ક્યારેક પ્રકટીકલી તો ક્યારેક વિચારો થી..! અને એટલે જ હવે મને નથી ગમતું આ બધું કેમ કે ધીરે ધીરે એ તુફાન મારી નજીક આવતું હોય તેમ લાગ્યા કરે છે.!

મેહુલે તેની પાસે પડેલી પાણીની બોટલ અર્જુન ને આપતા બોલ્યો ‘તું બેસ થોડી વાર અને શાંત થઇને વિચાર કે તું શું કેહવા માંગતો હતો અમને અહિયાં બોલાવીને.’

અર્જુન બોટલ હાથ માં લઇ પાળી પર બેસી, પાણી પી’તા પી’તા પોતાની જાતને વિચારો ના વમળો માંથી પાછી લાવી રહ્યો હતો.

‘યાર, અર્જુન તારા જેટલું સારૂં ધ્યાન અમે નથી કરી શકતા અને અમારા થી થતું પણ નથી, તો પછી એમાં થી વધુ અમે શું મેળવવાના હતા. અને એટલો સમય પણ નથી.’ સર્જન પ્રેક્ટીકલી બોલ્યો.

‘હું સમજુ છું, કે આપણી પાસે ટાઇમ નથી. અને તમારા થી એટલું સારૂં ધ્યાન થતું નથી’ અર્જુન ધીમે થી હળવો થયો.

‘હા, તો પછી...!’

‘તો કંઇ નહિ પણ તમે જરા વિચાર્યું છે કે તમારી પાસે ટાઇમ કેમ નથી? મારો પેહલો સવાલ’ અર્જુને હવે પરીક્ષા લેવા માંડી.

‘કેમ એમાં વળી વિચારવાનું શું હોય?, ટાઇમ તો આજે કોની પાસે છે, રોજે રોજ કેટલું બધું કામ હોય છે, આખો દિવસ કોલેજ, પછી પાછું કોલેજનું અને ક્લાસનું હોમવર્ક, પપ્પાના ઓફીસના વધારાના કામ, ઘરના બહારના કામ, લાઈટ બીલ, ટેલીફોન બીલ, અને એવું તો ગણું બધું...!’

‘હા, તો પણ જરા મગજ લગાવીને વિચાર્યું છે કે ટાઇમ કેમ નથી?’

‘ના, હવે તું સમજાવ ને કેમ નથી.!’

‘તમે જોજો તમને જે વસ્તુ કરવાની ગમતી હશે તેના માટે તમારી પાસે ગમે ત્યારે ટાઇમ હશે, અને જે વસ્તુ નહિ ગમતી હોય તેના માટે કદી પણ ટાઇમ નહિ હોય.’

‘હા, તો તેનો શું મતલબ..!’ મેહુલ જબ્ક્યો.

‘એનો મતલબ કે તમને એમાં ઈન્ટરેસ્ટ નથી. જો તમને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એ વસ્તુ કરવા માટે આકાશ પાતાળ એક કરી નાખો અને જો તમને કોઈ વસ્તુના ગમતી હોય તો તમે તેને સપનામાં પણ નહિ કરો.....આ બધું તમને ખબરજ છે.!’

‘હા, એ તો છે જ પણ...!!’ સર્જન થોડો સર્માયો.

‘તો સિમ્પલ છે કે, તમારાથી સારૂં ધ્યાન એટલે નથી થતું કે તમારે એમાં ઈન્ટરેસ્ટ જ નથી. જો થોડો ઇન્ટરેસ્ટ લગાવો તો બધું બરાબર થઇ જશે.’

‘ઓહ ફો....પણ આ ઇન્ટરેસ્ટ ક્યાંથી લાવવો?’

‘હા, એ વાત પોઈન્ટ ની છે!’

અર્જુન થોડો ગુસ્સામાં હોય તેમ પાળી પર થી ઉભો થઇ ને આમ તેમ આંટા મારવા લાગ્યો. અને પોતાની જાત સાથે જ બબડવા લાગ્યો ‘ઇન્ટરેસ્ટ ક્યાંથી હોય ?’ ‘ઇન્ટરેસ્ટ ક્યાં છે ?’ ‘ઇન્ટરેસ્ટ કેમ હોય..?’

‘આ શું કરે છે, અને આ શું ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ કરે છે.’ મેહુલ અર્જુન નો હાથ પકડતા બોલ્યો.

‘હા, હું એજ વિચારૂં છું કે તમને ઇન્ટરેસ્ટ કેમ પડે આ બધી વસ્તુઓમાં અને ઇન્ટરેસ્ટ કેમ હોય તમને ? કેમકે તમને તો બસ પોતાની કમ્ફર્ટ જોનમાં સેફ સાઈડ માં પોતાની જિંદગીની ગાડી ચલાવવી છે ને..!’

‘એટલે તું કેહવા શું માંગે છે, અર્જુન?’

‘હું એજ કેહવા માંગું છું જે તું જાણે જ છે પણ જાણીને પણ અન્જાન બને છે, મેહુલ’

‘શું જાણું છું હું અને શું નહિ...!’

‘હા, તું પણ જાણે છે અને આ બધા પણ જાણે છે, પણ કોઈ સમજવાનો પ્રયત્ન નથી કરતા અને હું પણ હજુ સુધી આ બધું નથી સમજી શક્યો કેમકે હું પોતે પણ આ બધી શક્તિઓ થી અન્જાન હતો પણ હવે નહિ રહું અન્જાન અને તમને પણ નહિ રેહવા દઉં ઓકે.’

‘પણ તું કહે તો ખરો કે અમારે શું સમજવાનું છે’

‘હું સમજાવું છું’

મને ખબર છે કે તમને લોકો ને આ ધ્યાન કે યોગ વિશે વધુ જાણકારી આપી ને હું તમને ટોર્ચર કરતો હોવું એવું લાગે છે. પણ હું મારા દિલ ની વાત તમને કરવા માંગું છું એટલેજ મેં તમને બધા ને અહી બોલાવ્યા હતા. મેહુલ અને સર્જન તમને તો ખબર જ છે કે નાનપણ થી જ મને કંઈક અજીબ ફિલ થતું રહ્યું છે આ બધી બાબતો ઉપર હું કોઈને પણ પીડા માં કે મુસીબત માં જોઉં તો ગભરાઈ જાઉં છું મારૂં મન આકુલ વ્યાકુળ થઇ જાય છે, અને ગણી રાતો સુધી હું સરખી રીતે ઉગી પણ નથી સક્યો. અને તેમાં પણ ઓછું હોય તેમ આ સપનાઓ અને અન એક્સ્પેકટેડ ઘટનાઓ મારી લાઈફ ને ફંગોળી નાખે છે. હું કોલેજ ના આજ દિવસો સુધી તમારી સાથે રહ્યો છું, તમારી સાથે રમ્યો છું, મસ્તી કરી છે, પણ બચપણ થી હું જે મારી માનસિક પ્રોબ્લેમ થી પીળું છું એ તમને લગભગ નહિ ખબર હોય..! મારા મન માં વારંવાર વિચારો આવતા રેહતા હોય છે કે આ દુનિયા ને કંઈક તો સમજાવી પડશે અને દુનિયા માં કંઈક તો એવું કરવું પડશે કે હવે આ ૨૧ મી સદી ની ફાસ્ટ લાઈફ બે ગાડી ઉભી રહી ને પોતાની જાત અને પોતાના જીવન ને જુએ, માણે, અને એન્જોય કરે..!

ગણા દિવસ થી હું વિચારતો હતો કે એવું શું કરૂં કે જે મારા જીવન ની સાથે સાથે બીજા ને પણ કંઈક આપી સકે એવું કરૂં. પણ હું વળી પાછો આ ફાસ્ટલાઈફ ના રસ્તા પર ટ્રાફિક ની વછે ફસાઈ જતો, પણ જયારે મને આ યોગ અને ધ્યાન વિશે તમારા બધા અને આજુબાજુ અને બૂકસ અને નેટ માંથી જાણવા મળ્યું પછી જાણે મને મારા જીવન માં કંઈક કરવાનું ફરમાન મળી ગયું. અને કુદરત પણ મને લગભગ આ રસ્તેજ જવાનું જણાવી રહી હતી ક્યારનીયે પણ હું સમજી નહતો સકતો એમના ઇસરા ને.!

ધ્યાન અને યોગ વિશે મેહુલ તારી પાસે થી જે બૂકસ અને સીડીઓ લઇ ગયો એમાંથી તો ગણું બધું જાણવા મળ્યું પણ જે ફીલ્લીંગ અને અનુભવ મને આ યોગા શિબિર ના ૨-૩ દિવસ માં થયા છે એ તો અદભૂત અને અમુલ્ય છે મારા માટે. હું તમને એ તો નહિ કહું કે તમે પણ મારી જેમ બસ ધ્યાન અને યોગ નિજ વાતો કરો અને આખો દિવસ ધ્યાન કરતા રહો..! અને ઓફ કોર્સ હું પણ કંઇ બાબા સાબા નથી બનવા નો હો ને..!

‘બધા એકબીજા સામે જોઈને હસવા લાગ્યા અને હળવા થઇ અર્જુનની વાત ને ધ્યાનથી સંભાળવા લાગ્યા’

(અર્જુન પોતાની મોબાઈલ ની ડિસ્પ્લેમાં જોઇ ને )

ટાઇમ તો બહુ થઇ ગયો છે અને બધા ને ભૂખ પણ લાગી હશે, પણ હું મારી વાત પૂરી કરી નાખું તો મારૂં કામ પત્યું એમ મારા મન ને લાગશે.

‘હા. હા તું કહી નાખ તારા મન ની વાત’

‘ધ્યાન વિશે હું કંઈ તમારા થી ગણું બધું વધુ જાણતો નથી હા, મેં થોડી ગણી બૂકો વાંચી અને સીડીઓ જોઈ અને ૨-૩ દિવસ થી મારા પોતાના અનુભવ બેઘા કર્યા. એના સિવાય મારી પાસે તમારા થી વધુ નથી, પણ મારી પાસે જે શક્તિ છે એજ શક્તિ તમારી પાસે પણ છે અને એજ ઈસરો તમને પણ થતા હશે એમ હું ચોક્કસ માનું છું.

દરેક વ્યક્તિ પાસે અખૂટ શક્તિઓ છે અને રેહશે બસ જેતે વ્યક્તિ એ શક્તિઓ ને કેવી રીતે ઉપયોગમાં લે છે તે મહત્વનું છે. કુદરતે કોઈને પણ ઊંચા કે નીચા હોશિયાર કે ડફર નથી બનાવ્યા. વ્યક્તિ પોતે પોતાની જાત ને ઘડે છે પોતાના વ્યવહાર અને વિચાર થી. આવું બધા મહા પુરૂષો કહે છે અને તે સાચું પણ છે. મન એ માણસ નો ઘડનાર છે જન્મ પછી. એક વાર મનુષ્ય નો જન્મ થઇ ગયો પછી એના મન અને તેના વિચારોજ એનું ભવિષ્ય અને એનું જીવન બનાવે છે. એવું પણ ગણી બધી જગ્યાએ લખ્યું છે અને લોકો કહે છે. અને જો તમે લોકો મન ને પોતાના વશ માં નહિ કરો તો મન તમને એના વશ માં કરી નાખશે અને પછી તો તમે આખી જીંદગી મન ના ગુલામ બની જસો. અને આખી દુનિયા હા, આ ૨૧ મી સદી ની હોશિયાર દુનિયા એ આજ મન ના વશ માં છે. એની ગુલામ છે, જરા આજુબાજુ જઈ ને જુવો તો જણાશે કે આપને પણ અપના મન ગુલામ બની ને રહી ગયા છીએ . મન કહે છે તેમ કરીએ છીએ મન કેહ્‌સે કે આ કર તો એ કરીશું અને મન કેહ્‌સે કે એ ના કરતો તો નહિ કરીએ. મન કેહ્‌સે કોઈને દગોકર તો વિચાર્યા વગર એને દગો કરીશું પછી થોડા સમય પછી ખબર પડશે કે મારે તો ખરે ખર એવું નોહ્‌તું કરવું. કોઈ પણ અપરાધી કે ગુનેગાર ને પૂછી લેજો એ જયારે કોઈ પણ ગુનો કે અપરાધ કરતો હશે ત્યારે એને પોતાને પણ નહિ ખબર હોય કે તે શું કરી રહ્યો છે ગુનો કરી લીધા પછી પછ્‌તાશે.

અને હા, કોઈ સારા કામ માં તમે મસ્ત હસો તો તમને લાગશે કે હું જાણે સ્વર્ગ માં છું એવો અનુભવ થશે કેમકે સારા કર્મ કરવામાં ભગવાન પણ તમારી સાથે હોય છે એટલે.