Modern Mahabharatno Arjun - 7 PDF free in Adventure Stories in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 7

(7)

યોગ શિબિરના ચાર્જેરએ અર્જુન ને એવો ચાર્જ કર્યો છે કે જાણે આજનો આખો દિવસ એ ફુલ્લ ઓન હતો.

અને ઘરે આવીને પણ બધાને જાણે એ કંઈક અલૌકિક મેળવીને આવ્યો હોય તેમ લાગ્યું.

અને અર્જુનને પણ મઝા પડી ગયી અને લાગ્યું કે તેને આ બધું થોડું મોડું જાણવા મળ્યું પણ કહે છે ને કે કુદરત બધાને જે કઈ આપે છે તે નિશ્ચિત સમય પર જ આપે છે....નહિ વેહલા કે નહિ મોડા...! બસ કુદરત તો તેના સમય પ્રમાણેજ એનું કાર્ય કરે છે. અને આ વખતે પણ કુદરત નથી મોડી કે નથી વેહલી બસ એને એનું કાર્ય શરૂ કરી દીધું છે...! અને અર્જુનને પણ આ જુસ્સામાં ને જુસ્સામાં અંદર થી તો સમજાઈ જ રહ્યું છે કે આ બધું શું થવા જઈ રહ્યું છે..?

અને એ ભવિષ્ય માટે તૈયાર પણ છે, તૈયાર તો તે હતોજ બસ, એના માર્ગમાં થોડી આડી અવળી ગલીઓ હતી જે હવે ધીરેધીરે સડસડાટ સિદ્ઘાં રસ્તામાં બદલાતી જતી હોય તેમ લાગે છે, અને અર્જુન પણ હવે તેના માટે તૈયાર થઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.

અને એટલેજ તો પોતાની જાતને દુનિયાથી સરમાઈ ને જે પોતાની આવડત હતી એટલે કે પોતાની ગાયકી.

જે લોકોથી છુપાવતો હતો તે આજ બધા વચ્ચે ગાવા માટે તૈયાર થઇ ગયો. અને ક્લાસમાં છેલ્લી પાટલી પર બેઠેલા મ્યુસિક સરે તેને કોલેજના કલ્ચરલ ફેસ્ટીવલ માટે સિલેક્ટ પણ કરી લીધો.

‘અર્જુન નું સીલેક્સન થયું એના થી તો આખા ક્લાસ સરપ્રાઈઝ નું મોઝું ફરી વળ્યું.

મ્યુસિકસર પણ શું કરે..? જે સારા સારા ગાયક કલાકારો હતા કોલેજ ના એ કાંતો ગેરહાજર હતા કાંતો બીમાર હતા હવે તો મેઈન ગાયક તરીકે અર્જુન સિવાય કોઈ ઓપ્સન હતું જ નહિ. એટલે તો સર આ અન્તાક્સરી ચાલુ હતી ત્યારે પાછળ થી આવી ને ક્લાસ માં બેસી ગયા હતા. અને અર્જુને ગીટાર સાથે ગાતા જોઇને તરતજ તેનું નામજ ફાઈનલ કરી નાખ્યું કોઈ રીહર્સલ કર્યા વગર.

અને અર્જુનને ઉભો કરી જાહેર પણ કરી નાખ્યું. હવે બસ પોતાના દોસ્તો ના બેન્ડ ને માનવાનું બાકી રહી ગયું અર્જુન માટે. હા, દર વખત ની જેમ બેન્ડ તો એમનુજ હશે એનું કોઈ ટેન્સન નથી. પણ જે બેન્ડ માં એક સાઈડ ગીટારીસ્ટ તરીકે દેખાતો અર્જુન જયારે કાલે મેઈન સિંગર તરીકે સ્ટેજ પર આવશે ત્યારે ઓડીયન્સ નું રીએક્સન શું હશે એ જોવાનું છે.

‘ના...ના...ના... કદી નહિ ચાલે. આ અર્જુન મેઈન સિંગર તરીકે તો કદી નહિ ચાલે તેનો અવાજ જોયો છે કેવો ફાટે છે.’ બેન્ડ માંથી એક જાણે ચોક્ખું કહી દીધું.

‘પણ તમે થોડું રીહર્સલ તો કરી લો પછી કેહ્‌જો.’ સંજના એ સૌને જાને મનાવવા વિનંતી કરી.

‘હવે શું રીહર્સલ કરવા ની..? કાલે તો આપણું પરફોર્મન્સ છે.’

‘હેય...કાલેજ છે..!’ અર્જુન થોડો ગભરાયો હોય તેમ જબ્ક્યો.

‘હા, ભાઈ કાલે એટલે આવતીકાલે જ ..!’

‘અરે, તમે બધા ટેન્સન ના લેસો આપણે બધું ઠીક કરી લઈશું. બસ તમારા હથિયાર તૈયાર રાખજો આપણે કાલે લડી લઈશું યા મરી જઈસુ હવે પીછે હઠ ના થાય.’ મેહુલે બધાને પ્રોત્સાહન આપ્યું.

‘ઓકે’

‘હાશ.!’ અર્જુનને મન માં શાંતિ થઇ. પણ મન માં ચિંતા તો હતીજ કે કાલ નો દિવસ કેવો રહેશે.

કેમકે અર્જુનને તો કાલે નવો જ અનુભવ મળવાનો છે. પોતાની જાત પર થી શરમનો પડદો હટાવવા નો અને પોતાનો કોન્ફિડેન્સ બિલ્ડઅપ કરવા નો મોકો છે...!

પરફોર્મન્સ જેવું હોય તેવું પણ કાલ નો દિવસ અર્જુન અને બધા માટે યાદગાર રેહશે એતો બધા ને ખબર છે.

***

(કોલેજ નું ઓડીટેરીયમ)

મ્યુસિક પરફોર્મન્સ માટે બધા ભેગા થઇ ગયા છે પણ અર્જુન હજુ ના દેખાયો એટલે રીતસર નું એનાઉન્સ કરવું પડયું સ્ટેજ પર થી ત્યારે બાથરૂમ માંથી બહાર આવ્યો. થોડો ગભરાયેલો હતો. પણ હજુ તો ઓડીયન્સ નું રીએક્સન તો જોવા નું બાકી હતું.

‘ચલ ક્યાં સંતાયી ગયો હતો. તારી પાછળ અમે બધા છીએ.’ હંસરાજ ધક્કો મારી ને લઇ આવ્યો સ્ટેજ પાસે.

બધા પોતાનું સ્થાન લીલ્યો સ્ટેજ પર આપના મુખ્ય ગાયક ને હું પકડી લાવ્યો છું.

બધા પોતપોતાના વાજિંત્રો લઈને સેટ થઇ ગયા.

થોડી વાર માં અર્જુન પણ જેમ તેમ સેટ થયો.

પડદો ધીમે ધીમે ઉઠયો.

ધીમું ધીમું મ્યુસિક પણ ચાલુ થયું. પણ અર્જુન હજુ કનફ્યુસ હતો શું ગાવું.

અર્જુનને જોઈને કોઈ વળી બોલ્યું ‘આતો રોકસ્ટાર છે રોકસ્ટાર.’

‘પણ તું ઠોકસ્ટાર ના થઈશ. ચુપ રેહેજે ગાવા દે એને..!’ કોઈ પાછળ થી ઉક્લાયી ને બોલ્યું.

અર્જુન તો ઓડીયન્સ ને આવા આવા રીયેક્સન સાંભળી ને જ સ્તબ્ધ થઇ ગયો હતો.

બિચારો ગાવા જેવો રહ્યો નહિ. પણ તોય થોડી ટ્રાય કરી.

મ્યુસિક અને અર્જુન બંને અલગ અલગ દિશા માં જઈ રહ્યા હતા.

અને હવે થોડીજ વાર હતી આ ઓડીયન્સ ને ગરમ થવામાં..!

એવામાં વળી સર્જન ની પુપેડી પણ બંધ થઇ ગયી.

ધીરે ધીરે અવાજ વધવા લાગ્યો અને કંઈક આવવા લાગ્યું ઓડીયન્સ તરફથી...!

હંસરાજ પોતાના મોટા સરીર ના લીધે પેહલો શિકાર બન્યો. સીધું તેના માથા પર કંઈક આવી ને લાગ્યું.

‘અરે, આતો આમલેટ નો ટુકડો સોસ માં ડુબાડેલો હોય તેમ લાગે છે...!’

‘અરે, હંસુંડા આતો ઈંડા અને ટામેટા મારે છે એ લોકો...ભાગો..!’ મેહુલ પોતાનું ડરમ સેટ ભેગું કરતા બોલ્યો.

અને થોડીવારમાં તો ત્યાં સ્ટેજ પર જાણે પીળો અને લાલ કલર નો વરસાદ પડયો હોય તેમ લાલ પીળી કીચડ થઇ ગયી..!

કોલેજ ફંક્સન ના રેકોર્ડ બુકમાં આ મ્યુસિક પરફોર્મન્સ ની ફજેતી નો રેકોર્ડ ઘણા દિવસો સુધી કોઈ તોડી નહિ શકે એવું પરફોર્મન્સ આપ્યું બંને સાઈડ થી સ્ટેજ પર થી અને સ્ટેજની નીચે થી પણ..!

***

યોગા શિબિર (બીજો દિવસ)

યોગેન્દ્રજીબાબા આજે થોડા સીરીયસ થઇને આવ્યા હતા કેમકે આજ નો ટોપિક જ એવો હોય તેમ લાગે છે.

અર્જુને પેલા સ્વયં સેવેક ને પૂછ્‌યું આજે શું કરાવશે..?

આજે તો બસ જીવન અને જીવન જીવવાની રીત અને હા, જે કાલે શીખ્યા તે બધું પ્રેક્ટીકલી આજે ફરી...!

‘જીવન જીવવાની રીત...!’ અર્જુનને થોડું આશ્ચર્ય લાગ્યું.

‘હશે હવે, જલ્દી કરો જગ્યા નહિ મળે પછી...!’ સર્જને સૌને હોલમાં બોલાવ્યા.

‘આજે આપણે જીવનને કેવી રીતે જીવવું અને જીવનમાં યોગ અને ધ્યાન નું મહત્વ એના વિશે થોડું સમજીશું.’ યોગેન્દ્રજી સૌને જાણે મેનુ આપતા હોય તેમ બોલ્યા,અને સભાને શાંત કરી.

જીવન ને જીવતા પેહલા આપણે આપણા શરીરને સમજી લઈએ.

આપણું શરીર પંચ મહાભૂતો માંથી બનેલું છે એ તો સૌ જાણો છો.

હા.... સભા માંથી ધીમો અવાજ આવ્યો.

‘અગ્નિ,આકાશ,પૃથ્વી,જળ,અને વાયુ. આ બધા આપણા શરીરની રચના ના ઘટકો કે પછી ઇન્ગ્રીડીયંન્ટ છે બરાબર’- મહારાજે સમજાવ્યું.

બધા એ ડોક હલાવી.

‘આ બધા તત્વો થી આપણું આ હાડ માંસનું શરીર બનેલું છે. પણ આ બધા થી પણ મહત્વનું છે શરીરના આંતરિક સ્તરો નું’ મહારાજે થોડું વધુ ઊંડાણ થી સમજાવ્યું.

સભામાં થોડી શાંતિ છવાઈ ગયી અને સૌ લોકો વધારે ધ્યાન થી હવે સંભાળવા લાગ્યા.

‘હવે મજા આવશે...!’ અર્જુન થી મન માં બોલાઈ ગયું.

સભામાં ના થોડા ગણાને ખબર છે કે શરીરના સ્તર કેટલા અને કયા, પણ અર્જુન અને સર્જન માટે થોડું નવું છે.

યોગેન્દ્ર મહારાજ થોડા હળવા થઇ શરીર ના આંતરિક સ્તરો વિશે સમજાવે છે.

‘શરીર ના સાત સ્તરો છે.....’

૧.મુખ્ય શરીર (શારીરિક બાંધો).

૨.શ્વાસ.

૩.મન.

૪.બુઘ્ધિ.

૫.ચિત.

૬.અહમ.

અને છેલ્લે આવેછે,

૭.બ્રહ્‌મ ( આત્મા)

જેવી ગુરૂજી એ વાત પૂરી કરી સભામાં સૌ એકબીજા ને જોવા લાગ્યા અને અંદરોઅંદર ગુસપુસ થવા લાગી.

‘ઓહો...બહુજ જોરદાર...!’ સર્જને અર્જુન તરફ નજર નાખતા કહ્યું.

‘એટલે જ આપણને ‘જીવ એજ શિવ’ એવું સમજવામાં આવે છે....!!’ હવે ખબર પડી’ અર્જુન કંઈક નવું શીખ્યો હોય તેમ ઉછળ્યો.

‘હા, બેટા દરેકની અંદર ભગવાનનો વાસ છે એવું એટલા માટેજ તો કેહવાય છે..!!’ બાજુમાં બેઠેલા કાકા બોલ્યા.

‘હમમમ.. શરીરનું છેલ્લું સ્તર આત્મા એજ પરમાત્મા.’ મેહુલ કંઈક રીપીટ કરતો હોય તેમ બોલ્યો.

‘બસ બસ, આમાં એટલું બધું એક્સાઈટ થવાની જરૂર નથી.’ ગુરૂજી હળવા થયા.

બધા ફરી પાછા ધ્યાન થી સંભાળવા લાગ્યા.

‘પણ... પણ, સંભાળો જો તમારા આ ‘આત્મા’ ને ‘પરમાત્મા’ સુધી પોહ્‌ચવું હોય તો શરીરના આ સાતેસાત સ્તર ને પાર કરવા પડે.!’ યોગેન્દ્રજી બોલ્યા.

સૌ થોડા વિસ્મયમાં પડયા, અને કંઈક પૂછવા જાય તેના પેહલાંજ

‘મને ખબર છે તમને આ બધા સ્તર પાર કરવા છે.’

બધાએ ડોક હલાવી હામી ભરી.

‘પણ, આ એટલું સેહલું નથી જેટલું તમને લાગે છે, અને એટલું અગરૂ પણ નથી જેટલું તમે વિચારો છો.’

બધા થોડા અસમંજસ માં પડયા.

‘હું સમજાવું છું, જેમ જેમ તમે ધ્યાન અને યોગ કરતા જસો તેમતેમ તમારા શરીરના આંતરિક સ્તરો ખુલતા જશે. પણ હા, તેના માટે તમારે સમય આપવો પડશે અને મને લાગે છે આ દુનિયામાં અને આજના જમાનામાં લોકો પાસે સમય જ નથી...!?’ ગુરૂજી થોડા નીરસ થયા હોય તેમ લાગ્યું.

પોતાની નીરસ ઝટ છુપાવીને ઉત્સાહ પૂર્વક ગુરૂજી બોલ્યા ‘પણ, આ અસંભવ બિલકુલ નથી એક નાનકડું બાળક પણ અદભૂત શક્તિઓ કેળવી શકે છે યોગ અને ધ્યાન થકી, તો પછી તમે તો શું ન કરી શકો...?’

‘અને ધ્યાન અને યોગ થકી જીવનને સમજી લેવુજ સાચું બ્રહ્‌મજ્ઞાન છે.’

અર્જુનને પોતાને જાણે ગુરૂજી પ્રોત્સાહન આપતા હોય તેમ લાગ્યું.

‘જેમ મેં તમને આગળ સમજાવ્યું તેમ શરીર ના આંતરિક સ્તરો સુધી પોહ્‌ચવાનું મુખ્ય કામ શ્વાસ થકી થાય છે.

એટલેજ આપનણે ‘શ્વાસ’ ને આટલું મહત્વ આપીએ છીએ.’ ગુરૂજી વાત પૂરી કરી હોય તેમ કહ્યું.

હવે અર્જુનને યોગ અને ધ્યાનમાં શ્વાસ નું કેટલું મહત્વ છે એ સમજાયું.

‘હા, હવે ખબર પડી કાલે જે એકસરસાઈઝ કરી તેમાં શ્વાસ લેવાનીજ બધી ટેકનીક હતી અને મને એના થી ધ્યાન નો અનુભવ પણ થયો હતો.’ અર્જુન સર્જન નો હાથ પકડતા બોલ્યો.

‘ઓહો....હવે હું સમજ્યો કે હું ધ્યાન કેમ નહતો કરી શકતો..!’ સર્જને ભૂલ કબૂલી.

‘હા, મને ખબર છે ગયા શિબિર વખતે પણ શ્વાસ ની જુદીજુદી ટેકનીક સમજાવી હતી પણ હું એ ભૂલી ગયો હતો’ મેહુલ ને પણ બધું જાણ્‌યું ને અજાણ્‌યું કર્યું હોય તેમ લાગ્યું.

‘સાંભળો સાંભળો....’ પાછળ થી કોઈ સેવકે અવાજ કર્યો.

બધા શાંત થયા.

‘હવે બસ આ બધું જાણીને તમે શું કરશો.’ ગુરૂજી બોલ્યા.

બધા ફરી વિચારમાં પડી ગયા.

‘અરે, એટલું બધું સીરીયસ થવાની જરૂર નથી. મારો કેહવાનો મતલબ છે, આ અદભૂત શક્તિને હવે થી તમે ભૂલતા નહિ અને રોજ ધ્યાન અને યોગ ની નવી નવી દુનિયા ને જોવાનું ભૂલતા નહિ. કેમકે મને તો હજુ સુધી એવું યાદ નથી કે જ્યાર થી હું આ બધું શીખ્યો એના પછી એક પણ દિવસ મેં ધ્યાન ન કર્યું હોય..! આ તો હવે મારા જીવન નો એક ભાગ બની ગયું છે તેમ, તમે પણ એને તમારી જીંદગી સાથે જોડી દેજો. બસ....!’

ગણા બધા ને એવું લાગ્યું કે છેલ્લે છેલ્લે ગુરૂજીએ બહુ ખેચી નાખ્યું પણ અર્જુન ને તો જાણે આ કોઈ અન્જાન શક્તિનો આદેશ હોય તેમ લાગ્યું.

હવે યોગેન્દ્રજી એ કાલ નો દિવસ ફક્ત ઓપ્ચારિક અને સવાલ જવાબ નો રેહશે. એટલે થોડું જ્ઞાન પણ મળે સૌને એટલે સભાને થોડી વ્યવસ્થિત થવા કહ્યું અને થોડા ગંભીર થયા.

તમે બધા પોતાની અંદરજ અખૂટ શક્તિઓ પડી છે એ જાણીને રોમાંચિત થઇ ગયા હસો....!

પણ એ બધી શક્તિઓને જાગ્રત રાખવી અને તેને વિકસિત કરવી કોઈના માટે પણ સેહલી નથી અને એ બધુ આ આધુનિક જીવન શૈલીમાં કરી પણ ના શકાય, પણ હા એ કોઈના માટે અસંભવ પણ નથી જો કોઈ પોતાના મનોબળ અને પોતાની જીવન શૈલી પર થોડો કાબુ મૂકીને આ બધી ક્રિયાઓ કે યોગાભ્યાસનો આરંભ કરે તો કંઇ જ પણ મુસ્કેલ નથી.! અને હા, પુરાણોમાં અને વેદોમાં તો સમજાવ્યું જ છે કે આ જ સાચું જીવન છે. કેમકે યોગ અને ધ્યાન જ તમને તમારા જીવનના ધ્યેય સુધી લઇ જાય છે. યોગેન્દ્રજી એ સૌને સમજાવ્યા.

આ બધું સંભાળતા જાણે બધા સ્તબ્ધ થઇ ગયા હોય તેમ આંખો ખુલ્લી રાખીને યોગેન્દ્ર્‌જી ને જોયા રાખે છે.

અને પેલા સભાની વચ્ચો વચ બેઠેલા છોકરાઓ (અર્જુન, સર્જન અને મેહુલ) ખુબ ધ્યાનથી સમજી રહ્યા હતા અને તેમાં પણ સર્જન અને અર્જુન જાણે કોઈ મીલીટરીની ટ્રેનીંગમાં જીવનની લડાઈની માસ્ટર પ્લાનિંગમાં પોતાના કમાન્ડરને સંભાળતા હોય તેમ પુરા હોસ અને જોશથી મનમાં જાણે બધું ટાંકી રહ્યા હતા.

ગણા બધા તો આ બધું ફક્ત સ્વાસ્થ્ય માટે છે અને પોતાનું શરીર નીરોગી બની જાય અને મન ને થોડું શાંત કરી શકે તેના માટે આવ્યા હતા, પણ અર્જુન તો તેના જીવનના લક્ષ્યને જાણવા આવ્યો હતો અને ખરેખર તેને જીવનના લક્ષ્ય સુધી પોહ્‌ચવાનો રસ્તો હવે લગભગ મળીજ ગયો હતો.

યોગા શિબિર નો આજ નો દિવસ થોડો ગંભીર હોય તેમ લાગવા લાગ્યું હતું. કેમકે જે પણ ટેકનીકો શીખવાડી હતી એ બધી પોતાના જીવન પર અને પોતાના શરીર પર કેવી અસરો કરે છે તેના પ્રેક્ટીકલ પ્રમાણ પણ ગુરૂજી આપતા હતા. જે બીજા બધા માટે તો નોર્મલ હતા પણ અર્જુન માટે એ કંઈક ચમત્કાર થી ઓછા નહતા.

અર્જુન તેના બધાજ સવાલો ના જવાબ જાણે પોતેજ હવે મેળવી લેશે એમ લાગ્યું....!

કેમકે યોગેન્દ્રજી એ એક બહુજ સરસ વાત સમજાવી કે દુનિયા ની સૌથી બેસ્ટ અને સૌથી મોટી જવાબો શોધવા ની તિજારી હોય તો તે તમારૂં ‘મન’ છે. હા, મન, આત્મા, ચેતના, જીવ, કે પછી કહો ‘શિવ’. એ બધું એકજ છે. જે દુનિયાના કે પછી કોઈના પણ સવાલો ના જવાબ તમને સચોટ રીતે આપી દેશે.

બધા ને આ જ વાત થોડી વધારે પડતી લાગી...! કેમકે જ્યારે સાધના કે કોઈ સિદ્ધી માટે તપ કે ધૈર્ય થી કામ કરવાનું આવે એટલે બધાને એ વધારે પડતુ જ લાગે..! પણ અર્જુન તો એના મનમાં આબધુ જ બરાબર ફીટ કરી રહ્યો હતો અને ધીરે ધીરે એને તેના એ જુના વિચારો અને સપનાઓ યાદ આવવા લાગે છે અને થોડો થોડો એ સમજે છે પણ ખરો...!!

આજનો આ શિબિર નો દિવસ થોડો લાંબો હોય તેમ સૌને લાગ્યું. કાલે બધાએ પોતપોતાના જીવન ના વિકટ પ્રશ્નો અને કોઈ બીજા પ્રશ્નો ધ્યાન કે યોગ ને લગતા હોય તે લઇ ને આવવાના છે.

બધા એક બીજાના ચેહરા ના હાવભાવ સમજી શકતું નહતું પણ કંઈક નવું જાણ્‌યું હોય તેમ બધા ને લાગતું હતું અને હા, બધાને અંદર થી પોતે કોઈને કોઈ ગુનો કરતુ હોય તેમ લાગતું હતું કેમકે ૨૧મી સદીની ફાસ્ટ લાઈફમાં ક્યારેક આવો પણ બ્રેક લાગવો જોયીએ એવું સૌને લાગતું હતું પણ સૌ જાણતા હતા કે બે ત્રણ દિવસ ની પ્રેક્ટીસ પછી બધા પાછા એમની આ સુપરફાસ્ટ લાઈફમાં જોડાઈ જશે અને આપણી આ અદભૂત અને અલૌકિક યોગ અને ધ્યાનની વિરાસત લુપ્ત થતી જશે...!

પણ આ બધાની વચમાં અર્જુન તો જાણે કોઈ ૠષ્િા પાસે થી અદભૂત વિદ્યા લઈને આવ્યો હોય તેમ ઉત્તેજિત અને ઉત્સાહ થી હોલ માંથી બહાર આવી રહ્યો હતો એના મિત્રો સાથે. પાછળ ઉભેલા યોગેશભાઈ (હા,યોગેન્દ્રજી યોગા શિબિર પછી આ ‘યોગેશ’ નામ થીજ ઓળખાય છે એમની વાસ્તવિક જીંદગીમાં) ને પણ લાગતું હતું કે અર્જુનની આંખોમાં કંઈક તો અલગ તેઝ છેજ....!

***

Share

NEW REALESED