Street No.69 - 4 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 4

સ્ટ્રીટ નંબર : 69

પ્રકરણ – 4

સોહમ પેલી છોકરીને એનાં લેપટોપ સ્ક્રીન પર જોઈને ચમકી ગયેલો અને પેલીએ એવું પૂછ્યું તું મને ચુડેલ સમજે છે ?પછી ખડખડાટ હસી પડે છે. સોહમ અચકાતાં અચકાતાં કહે છે ના.... ના.... હું તો.... ત્યાંજ પેલી સ્ક્રીનમાંથી નીકળી એની સામે જ હાજર થઇ જાય છે. સોહમની બાજુની ખુરશી ખેંચી એની બાજુમાં બેસી જાય છે.

આશ્ચર્યથીપહોળી થઇ જાય છે એ આજુ બાજુ જોવે છે બધા પોતપોતાના કામમાં હોઈ છે અને એવું લાગ્યું કોઈને અહીં શું ચાલી રહ્યું છે એની ખબર જ નથી એ કહે છે અહીં.... તમે.... ક્યાંથી ? તમે તો "જીની" જેવા છો. કોણ છો ? અને મદદ કેમ કરી ? અહીં બધાં તમને જોશે તો .... પ્લીઝ તમે .... ત્યાં પેલી છોકરી ખડખડાટ હસીને બોલી... મને તારાં સિવાય કોઈ જ નહીં જોઈ શકે સાંભળી શકે... હું નથી ડાકણ, ચુડેલ કે જીની... હું તારાં જેવીજ કાળા માથાની માનવી છું પણ મને મારાં ગુરુ તરફથી સિદ્ધિ મળી છે એનો પ્રયોગ કરી રહી છું. તારી માનસિકતા, મજબૂરી બધું.... મને ખબર પડી ગઈ મને થયું તું મારાં જેવી વિવશતામાં પીડાતો યુવાન છું એટલે મદદ કરવા આવી ગઈ.... આ સિદ્ધિનો પ્રયોગ આજ સાંજ સુધીજ છે.... પછી સામાન્ય માનવીની જેમ જ જીવીશ... તારે કોઈ કામ હોય તો કહે કરી આપું....

સોહમે કહ્યું ના ના એમ ચમત્કારથી કામ કરાવવાની ટેવ સારી નહીં .... પછી આગળ જતાં શું કરીશ ? તમે પ્રોજેક્ટ રીપોર્ટ તો બનાવીને આપી દીધો જે હું આવો બનાવીજ ના શકત... એક મોટી મદદ થઇ ગઈ બસ છે.

ત્યાંજ શાનવી સોહમ પાસે આવી અને બોલી સોહમ તું કોની સાથે વાત કરે છે ? અહીં તો કોઈ છે નહીં ? મને વહેમ હતોજ કે તું કંઈક દાળમાં કાળું છે તારો રીપોર્ટજ કહે છે કે આ તારી હેસીયત નહોતી અને તું બનાવી લાવ્યો છે .... સાચું કહે શું છે આ બધું ? તું ક્યારનો એકલો એકલો કેમ બબડે છે ? તું પાગલ બાગલ થયો છે કે શું ?

સોહમે કહ્યું અરે ના ના .... આતો હું જે સ્ટડી કરીને આવેલો એને બોલીને બાયહાર્ટ કરું છું અને એ રીપોર્ટ મેં જ બનાવ્યો છે કેમ હું ના કરી શકું ?

શાનવી કંઈ આગળ બોલવાં જાય પહેલાં એને થયું મારાં ખભા ઉપર કોઈનો હાથ છે એ ગભરાઈ ગઈ એણે ખભા પર હાથ ફેરવતાં કહ્યું કોણ છે ? કોણ છે ? મારાં ખભે હાથ કોણ મૂકે છે ? એ બૂમો પાડવા લાગી અને સોહમને હસું આવી ગયું પેલી છોકરીએ એનાં ખભા પર હાથ મુકેલો. ત્યાં બોસ દોડતાં ચેમ્બરમાંથી બહાર આવી ગયાં આજુબાજુ બેઠેલાં બધાં ઉભા થઈને શાનવી પાસે આવ્યાં બોલ્યાં શાનવી શું થયું ? કેમ બૂમો પાડે છે ? તારી આસપાસ તો કોઈ છે નહીં ?

શ્રીનિવાસે કહ્યું શાનવી તારી તબીયત ઠીક નથી તું રજા લઇને ઘરે જઈ શકે છે. હું સવારથી જોઈ રહ્યોં છું તું ખુબ ડિસ્ટર્બ છે .... યુ કેન ગો એન્ડ ટેઈક રેસ્ટ પ્લીઝ. શાનવીએ કહ્યું નો નો સર એવું કંઈ નથી ..... આઈ એમ ઓલ રાઈટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો હોમ પ્લીઝ તમે આ સોહમને પૂછો ... શું છે આ બધું ?

સોહમે આશ્ચર્ય બતાવતો ચહેરો કરીને કહ્યું અરે મને શું પૂછવાનું ? બીમાર તું છે હું નહીં ... તું ઘરે જા બોસ કહે છે સાચું છે તું આજ સવારથી ડિસ્ટર્બ છે.

સોહમને મનમાં હસું આવી રહેલું પેલી છોકરી હવે એનાં માથે હાથ મૂકી ઉભી રહી... શાનવી વધુ ગિન્નાઈ એણે કહ્યું સર મારાં માથે...મારાં માથે...કંઈક છે કોઈ મને હેરાન કરી રહ્યું છે.

શ્રીનિવાસે કહ્યું શાનવી હવે હદ થાય છે અહીં કોઈ છે નહીં તારાં માથે કોઈનો હાથ નથી અહીં અમે બધાંજ શાક્ષી છીએ... છતાં તું ... પ્લીઝ યુ કેન ગો ... બરાબર સારું થાય પછી ઓફિસ આવજે.

તી એનાં ટેબલ સુધી ગઈ એણે એનું પર્સ લીધું ટેબલ ડ્રોઅર લોક કર્યા અને બોસને ઓકે -બાય કહીને ઘરે જવા નીકળી...

શાનવીનાં ગયાં પછી બોસે કહ્યું બરાબર ધ્યાન આપજો હવે... શાનવી ગઈ, બોસ એમની ચેમ્બરમાં ગયાં અને સોહમે પેલી યુવતીને કહ્યું થેન્કયુ તમે આજે મારી મદદ કરી રહ્યાં છો. તમે મારાં જેવા નોર્મલ માણસ હોવ તો તમારું નામ શું છે ? ભણો છો ? જોબ કરો છો ? ક્યાં રહો છો ?

પેલી છોકરીએ હસીને કહ્યું હું હવે જઉં મારાંથી બધાં પ્રશ્નોનાં જવાબ હમણાં નહીં અપાય મારે ઘણી બધી મર્યાદાઓ છે પણ હું હમણાં નોર્મલ રૂપમાં આવી જઈશ હવે તમારી રજા લઉં પછી રૂબરૂ મળવા આવીશ ત્યારે બધી વાત કરીશ. હાં મારુ નામ નૈનતારા છે. અને તમારી પાસે કેવી રીતે આવી ગઈ એની પણ કહાની છે પછીથી કહીશ. એટલું કહી એ સ્ક્રીનમાંથી અને ઓફિસની અંદરથીઅલોપ થઇ ગઈ.

સોહમ વિચારમાં પડી ગયો ... હું આજે ઓફીસ આવ્યો... ઓફીસની આ લેન સ્ટ્રીટ નંબર 69 માં પહેલી વાર અંદર ઊંડે સુધી ગયો કોઈક અજબ પ્રકારની શક્તિ મને અંદર સુધી ખેંચી ગઈ હતી ... એ કંઈ શક્તિનું આકર્ષણ હતું ? એ આકર્ષણ, ખેંચાણ હતું કે કોઈ પ્રલોભન હતું ? આ છોકરી ... નૈનતારા સાચેજ માનવી હતી કે કોઈ પ્રેત કે ચુડેલ? કોઈ સિદ્ધિમાં લેપટોપમાંથી આમ સામે પ્રગટ થઇ શકાય ?

આજે બોસ પણ લપેટામાં આવી ગયાં આ બધું થયું કઈ રીતે ? મારે આનો તાગ મેળવવો પડશે. શાનવી ઘરે જતી રહી હતી અને ઓફીસમાં બધાં શાંત ચિત્તે કામ કરી રહ્યાં હતાં.

ઓફીસનો સમય પૂરો થવા આવ્યો અને શ્રીનિવાસ પોતે એમની ચેમ્બરમાંથી બહાર આવી સીધાજ સોહમ પાસે આવ્યાં અને બોલ્યાં આ ફાઈલ તારાં માટે એમાં શું કરવાનું છે એ ફાઈલમાં મેં લખ્યું છે તું આવતી કાલે આવે ત્યારે આ ફાઈલમાં સોંપેલું કામ કરતો આવજે.

સોહમે કહ્યું સર એવું શું કામ છે ? શ્રીનિવાસે કહ્યું જે રીતે તું આગળનો રીપોર્ટ બનાવી લાવ્યો છે એ રીતે આનો અભ્યાસ કરી બનાવી લેજે કાલે મળીશું .

સોહમ પણ એનાં ટેબલ પરનું બધું સરખું ગોઠવી ઓફીસથી ઘરે જવાં નીકળ્યો એની નજર સ્ટ્રીટ નંબર 69 નાં અંદર તરફ પડી... એ તરફ અંધારું હતું ત્યાં દૂર એણે બે તગતગતી આંખો જોઈ ... એ તરફ આકર્ષાયો અને એ તરફજવા લાગ્યો...

વધુ આવતા અંકે પ્રકરણ 5