Street No.69 - 7 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 7

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ – 7

 

સોહમનાં ઘરે પેલી યુવતી આવી હતી અને સોહમ સાથે વાત કરી રહી હતી વાત કરતાં કરતાં એણે સ્પષ્ટતા કરી કે હું જ છું નૈનતારા તે મને ઓળખી નથી મારી સિદ્ધિનો પ્રયોગ મેં તારા ઉપર કર્યો છે અને એનું ઇનામ તને આપ્યું છે. હવે ફરીથી ક્યારે મળાશે ખબર નથી સોહમ મારાં અઘોરીએ... એમ કહેતાં એની આંખમાંથી આંસુ પડી ગયું...

સોહમ આગળ કંઈ પૂછે પહેલાં પેલીએ દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. સોહમ પણ એની પાછળ બહાર નીકળી દરવાજો બંધ કર્યો. સોહમે કહ્યું "પ્લીઝ તમે મને બધી વાત કરો શું થયું ? તમે અઘોરી પાસેથી વિદ્યા ધન મેળવ્યું તમને સિદ્ધિ પ્રાપ્ત થઇ અને એનો મારાં ઉપર કર્યો ? શું સાબિત કરવાં ? મનેજ કેમ ? તમને એમાં શું ફાયદો થયો ? મને ભલે બધાં લાભ થયાં પણ મનેજ કેમ પસંદ કર્યો ?”

નૈનતારાએ કહ્યું "સોહમજી ગઈ અડધી રાત્રે અઘોરીજીનાં આશીર્વાદથી મને સિદ્ધિ પ્રાપ્ત થઇ ગઈ હતી ગઈકાલે અમાવસ્યા હતી અમારે બધાં વિધિ વિધાન પૂરાં થયા પછી એ સિદ્ધિ મેં હસ્તગત કરી હતી ત્યારે અઘોરીજીએ મારી પાસે ગુરુ દક્ષિણા માંગી અને કહ્યું મને ગુરુદક્ષિણા આપ્યાં પછી તું અહીંથી બહાર નીકળે અને જે સામે પ્રથમ મળે એ વ્યક્તિ પર તું તારી સિદ્ધિનો પ્રયોગ કરજે... જે પ્રથમ મળે એનેજ... પછી એ કોઈ પણ હોય... સ્ત્રી, પુરુષ, જાનવર કોઈ પણ... અને એક દિવસ પૂરો એ જાતક પાછળ રહી પ્રયોગ કરી રાત્રીનાં 10 પહેલાં તારે અહીં મઠ પર પાછાં આવી જવાનું... તારી સિધ્ધિનો આ માત્ર પ્રયોગ છે તને વિશ્વાસ આવી જાય પછી તારી સિદ્ધિધ્યાન અંગે તારી સાથે પૂજા અંગિકાર કરાવવામાં આવશે એ પછીજ તું અઘોરણ તરીકે જાહેર થઇ શકીશ તું ધારે એ રૂપ ધારણ કરી શકીશ પણ પ્રયોગ દરમ્યાન તું માત્ર આપી શકીશ કોઈ પ્રકારનાં સબંધ બાંધી નહીં શકે અને રાત્રીનાં 10 પહેલાં પાછી આવી જજે અહીં હવનયજ્ઞ તૈયાર હશે બીજી પૂજા અંગિકાર કરાવી અર્ધ્ય અને ભોગ અપાવીને તને અઘોરણ જાહેર કરવામાં આવશે. મારી પાસે સમય ઓછો છે મારે મઠ પહોંચવાનું છે હાં હજી મારી પાસે બધી શક્તિ છે તમારો આજનો પ્રોજેક્ટ પણ મેં તૈયાર કરી દીધો છે તમારાં બોસે આપ્યો છે.. પેલી તમારી કલીગ શાનવીની કાનભંભેરણી અસર એનાં પર થઇ છે... પણ તમે પ્રોજેક્ટ જોશો તો એ તમારાં લેપટોપમાં તૈયાર હશે અને તમને ગમે તેટલાં પ્રશ્નો પૂછવામાં આવશે એનાં સચોટ જવાબ આપી શકશો... આજની રાત્રી આ પ્રયોગ તથા ચમત્કારની આખરી રાત છે... મેં જે પ્રયોગ કર્યો એમાં તમને મહત્તમ લાભ થાય એવું મેં ધ્યાન રાખ્યું છે તમે મને આશીર્વાદ અને શુભકામના આપો તો આગળની વિધિમાં મને લાભ થશે "...

સોહમે કહ્યું "મારી તમને ખુબ ખુબ શુભકામનાં છે આગળ જતાં તમે તમારાં લક્ષ્યમાં સંપૂર્ણ સફળતા મેળવો એવી શુભેચ્છા છે... તમે મને ખુબ લાભ કરાવ્યો છે ખુબ મદદ કરી છે તમારાં કેવી રીતે આભાર માનું ? પણ તમે જતાં જતાં મારાં ત્રણ પ્રશ્નોનાં જવાબ આપશો ? નહીંતર મારાં મનમાં એ ઉથલપાથલ જ કરતાં રહેશે મને ચૈન નહીં પડે."

નૈનતારાએ કહ્યું "સોહમજી તમારી અને મારી પાસે માત્ર પાંચ મીનીટ છે પૂછી લો " સોહમે કહ્યું "નૈનતારાજી તમે શા માટે અઘોરણ થવા માંગો છો?" તમે મનેજ કેમ પસંદ કર્યો? શું હુંજ તમારી સામે પ્રથમ આવ્યો? ક્યાં ? હવે પછી પાછા ક્યારે મળશો ?"

બધાં પ્રશ્ન સાંભળીને નયનતારાને હસું આવી ગયું અને બોલી "સોહમ સાવ સાદા માનવીય પ્રશ્નોજ કર્યા ? તમારી પાસે પૂછવા માટે કેટલું બધું હતું? પણ કંઈ નહીં તમને જેવું સ્ફૂર્યું એવું પૂછ્યું તો સાંભળીલો મારાં જવાબો’ એમ કહીને નૈનતારાએ ત્રણે પ્રશ્નોનાં સ્પષ્ટ જવાબ આપ્યાં.

નૈનતારા  એક એક પ્રશ્નનાં જવાબ આપી રહી હતી અને સોહમ જવાબ સાંભળતાં સાંભળતાં અચરજ પામી રહેલો. છેલ્લાં પ્રશ્નનો જવાબ સાંભળીને એ ખુબ ઉદાસ થઇ ગયો. નૈનતારાએ સોહમનો હાથ પકડ્યો અને એકદમ પ્રેમ ઉષ્માંથી દાબીને કહ્યું “થેંક્યુ સોહમજી બાય...” એમ કહીને પવનની કોઈ ઝડપી લહેર હોય એમ અદ્રશ્ય થઇ ગઈ.

સોહમ એને જતી એટલેકે હવામાં ઓગળતી જોઈ રહ્યો ખુબ વિસ્મય પામી ગયેલો એ ઘરમાં પાછો આવ્યો એણે જોયું હજી બધાં અંદર રૂમમાં જ છે એણે નૈનતારાએ આપેલું કવર જોયું અને થોડી જીજ્ઞાસા સાથે કવર ખોલ્યું.

કવર ખોલતાં જ કોઈક અજબ પ્રકારની સુવાસ રૂમમાં ફેલાઈ ગઈ એનું નાક સુવાસથી ભરાઈ ગયું એને ખુબ આનંદ થયો. એણે કવરની અંદર જોયું તો અમેરીકન ડોલરની કડકડતી નોટો હતી એ તાજુબ થઇ ગયો એણે બે ગડી કાઢી એને થયું આટલાં બધાં પૈસા ? પછી એણે જોયું બીજા બે કાગળ છે એમાં એક એકદમ સફેદ કાગળ છે સાવ કોરો... આગળ પાછળ બંન્ને બાજુ કંઈ લખેલું નથી સાવજ કોરો...

બીજો કાગળ જે ગડી કરી વાળેલો હતો એને ખોલ્યો ખોળતાંજ લખેલું આ લખાણ રાત્રે બાર વાગ્યા પછી વાંચવું... એ પહેલાં વાંચી નહીં શકો અને સાથે આપેલો સાવ કોરો કાગળ ખુબ સાચવીને રાખવા વિનંતી જેનું રહસ્ય પછીથી સમજાશે.

“સોહમજી મારી સિદ્ધિનાં પ્રયોગમાં મેં ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપી છે એ પણ મારાં સ્વાર્થે એ દીલથી સ્વીકારશો. કોઈ ભય ના રાખશો. ગુરુકૃપા થશે તો ફરીથી મળીશું પણ તમનેજ કેમ એ પ્રશ્નનો જવાબ હું આપી ચુકી છું રાત્રીનાં 12 પછી યાદ કરીને મારો પત્ર વાંચશો....”

 

 

વધુ આવતા અંકે પ્રકરણ - 8