Scam - 20 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....20

સ્કેમ….20

(આશ્વીનો ભાઈ સાવન ડૉ.રામ જોડે પ્રેક્ટિસ કરવા માંગે છે. મીરાં સીમાને હોસ્પિટલ રિલેટડ બધી વાત જણાવે છે. હવે આગળ...)

ચિરાગ અને સ્મિતા આજે ડૉ.રામની હોસ્પિટલના વેઈટિંગ એરિયામાં બેસીને પોતાના ટર્નનો આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનો ટર્ન આવતાં ડૉ.રામે તેમને કેબિનમાં જોઈને કહ્યું કે,

"ઓહ મિ.ચિરાગ અને સ્મિતા, ઘણા લાંબા સમય બાદ, મને યાદ છે એ મુજબ તો કદાચ મેં તમને બે દિવસ પછીની જ એપોઇન્ટમેન્ટ આપી હતી?"

બંને જણા નીચી નજર રાખીને સાંભળી રહ્યા તો ડૉ.રામે પૂછ્યું,

"અને સાહિલ કયાં ગયો છે?"

સ્મિતા રડી પડી,

"સર સાહિલ તો..."

"સાહિલ તો શું? તેની તબિયત ઓકે છે?"

ચિરાગે ધીમા અવાજે કહ્યું કે,

"હા સર, તે ઓકે છે. પણ... અમારા ઝઘડા વધી જવાથી તે ગુસ્સે રહેવા લાગ્યો. અને એક દિવસે કંટાળીને તેને અમારી સાથે બોલવાનું જ કે સાંભળવાનું પણ બંધ કરી દીધું છે."

"મને હતું જ કે તમને જો તમારું બીહેવીયર નહીં સુધારો તો આવું બની શકે. પણ મને ખબર નથી પડી રહી કે તમને સમજાવું કેવી રીતે કે બાળકને પ્રેમથી ટ્રીટ કરવો જોઈએ, પણ તમે તો તમારા સિવાય બીજું કંઈ વિચારતા જ નથી."

"અમે સમજીએ છીએ પણ... શું કરીએ, આમાં ને આમાં સાહિલ ત્રણ દિવસ પહેલાં ઘર છોડીને જતો રહ્યો હતો. રાત દિવસ સુધી ખૂબ શોધ્યો ત્યારે ગરીબોના ફૂટપાથ આગળ બેસી રહેલો અમને મળ્યો. તે તો ઘરે જ આવવા તૈયાર નહોતો, પરાણે ઘરે આવ્યો જ. અમે કહીએ તો ચાલે કે અમારું કહ્યું તે કરવા કે અમને જોવા પણ તૈયાર નથી. આજે પણ તે અમારી સાથે ના આવ્યો..."

"તે તમારી જોડે નથી આવ્યો તો?..."

"ના, સર તે આવ્યો છે ખરો, પણ તે અમારા ડ્રાઈવર અને મેડ જોડે આવ્યો છે."

"સારું, ગમે તેની જોડે પણ આવ્યો તો ખરો... પણ મારે તમને તમારી ફરિયાદ કરવી છે કે તમે તમારો ઈગો પતિ પત્ની થઈને ભલે રાખો, પણ માતા પિતા બન્યા પછી હાવી થઈ જાય તે કેવી રીતે ચાલે? તમે એટલી સિમ્પલ વાત નથી સમજી શકતા કે તમારી યુનિટી, અન્ડરસ્ટેન્ડિંગ નેચર જ તેના માટે દવા સમાન છે. વિચારો કે એક બાળક માતા પિતા એટલે કે જે જન્મજાત સેઈફ ઝોન કહેવાય, તેને છોડીને બીજા જોડે જતો રહે, એનો મતલબ શું?"

"શું અમારો દીકરો અમારી સાથે વાત નહીં કરે?.."

સ્મિતા રડવા લાગી,

"હું તેની સાથે વાત કરું છું."

ડૉ.રામ પોતાની કેબિનમાં થી બહાર આવ્યા અને સાહિલ જોડે બેસી ગયા.

"હાય સાહિલ, તું મારી કેબિનમાં કેમ ના આવ્યો?"

સાહિલે કંઈ પણ જવાબ ન આપતાં તો ડૉ.રામે,

"તું મને હાય પણ નહીં કહે, હું એટલો ખરાબ દેખાવ છું કે ડેન્જર ડૉકટર છું કે પછી મારાથી નારાજ છે?"

સાહિલ પરાણે બોલ્યો કે,

"ના..."

"તો પછી લીટલ ચેમ્પ..."

"હાય રામ, હું..."

તેની આંખોમાં થી આસું બહાર આવે તે પહેલાં જ ડૉકટરે કહ્યું કે,

"ચાલ આપણે મારી કેબિનમાં બેસીને વાત કરીએ."

સાહિલે માથું હલાવ્યું તો ડૉકટરે તેનો હાથ પકડીને કેબિનમાં લઈ ગયા અને તેના મમ્મી પપ્પાને કહ્યું કે,

"તમે લોકો બહાર બેસો."

તેમના બહાર ગયા બાદ,

"સાહિલ હવે મને કહે કે વાત શું છે?"

સાહિલ રોવા લાગ્યો, થોડીવાર રડયા પછી શાંત થયો અને કહ્યું કે,

"મને કોઈ લાઈક નથી કરતું, કોઈને મારી પડી નથી."

"તને કેમ એવું લાગે છે, બેટા?"

"મોમ અને ડેડી હંમેશા ઝઘડયા કરે છે. મને શું જોઈએ છે, શું ગમે છે એ વિશે તો તેમને કંઈ ખબર પણ નથી. તે તો મારી કેર કરવા તો શું, મારી જોડે વાત પણ કરવા તૈયાર નથી."

ડૉકટરે તેને પાણી આપ્યું,

"લે થોડું પી લે... અને મને એ કહે કે તું ઘર છોડીને કેમ જતો રહ્યો હતો?"

"શું કરું? છેલ્લે તો મોમ અને ડેડ ઓફિસથી આવ્યા અને મારી એકઝામની પ્રિપરેશન કરવાની બાબતમાં તો કોઈ વખતે ડીનરમાં શું બનાવવું એ બાબતે પણ ઝઘડો જ કરે છે. મારે તો મારી દાદી જોડે જ જતાં રહેવું છે."

ડૉકટરે તેને પ્રેમરી પુચકારતાં કહ્યું કે,

"બેટા, પણ એ માટે ઘર છોડાય ખરા?"

"તો શું કરું રામ, મને કેટલો બધો ડર લાગે છે. મને અંધારામાં ડર લાગે છે, મને ઘણીવાર એવું લાગે છે કે કોઈ મને પાડી દેશે, હું રાતના સુઈ જાવ તો મને અંધારામાં ડર લાગે છે, જાણે મને કોઈ બોલાવી ના રહ્યું હોય..."

"પણ તને એવું નથી લાગી રહ્યું કે તું વધારે પડતો ડરી રહ્યો છે."

"પણ હું શું કરું, મમ્મી પપ્પાને તો મારી પડી જ નથી. તેમને તો બસ હું, હું અને હું, બાકી બધા જાય..."

તેને શું કહેવું એમાં તેને ડૉકટર પણ મૂંઝાઈ ગયા,

"સાહિલ બેટા, જે ચેમ્પ હોય તે ડરે નહીં એવું હું તને નહીં કહું. બોયસ છે એટલે રડવું ના જોઈએ એવું પણ તને નહીં કહું. પણ રડવાથી કે ડરવાથી તમારી લાઈફ રોકાઈ જાય કે ચેઈન્જ થઈ જાય તે તો બરાબર નથી. બસ યાદ રાખ કે કોઈપણ જગ્યાએ પહોંચવા માટે જીતવું પડે. જીતવા માટે લડવું પડે... એ જગ્યા પછી ભલે કેરિયર હોય કે તમારા મનનો ડર પર કાબૂ મેળવવાનો હોય. એટલે એટલું જ કહીશ કે જીતવા માટે લડવું જરૂરી છે પણ ડરવાનું નથી. આમ પણ આ તો તારું ઈલ્યુઝન છે."

"મને ખબર છે કે આ મારું ઈલ્યુઝન છે. પણ તે મારા મનથી દૂર નથી થઈ રહ્યું."

"સરસ, જો.તને ખબર છે કે આ તારું ઈલ્યુઝન છે તો એ દૂર કરવા તારા માટે ઈઝી છે. જીવનમાં કહેવાતી તારી આ તકલીફ તારે જાતે જ દૂર કરવી પડશે. એ જ બેસ્ટ અને ઓન્લી વન સોલ્યુશન છે. તારે જાતે જ તારા ડર સાથે લડવાનું છે. બસ મનમાં એટલું જ યાદ રાખ કે કોઈ પણ ડર કે ઈલ્યુઝન લાઈફ કરતાં મોટો નથી. અને એ તને કંઈ હાનિ નહીં પહોંચાડી શકે, પણ તને હાનિ કરનાર તું પોતે જ હોઈશ, નહીં કે ડર કે ઈલ્યુઝન."

(શું ડૉકટર રામ સાહિલને અને તેના મમ્મી પપ્પાને સમજાવી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....21)