Scam - 28 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....28

સ્કેમ....28

(ડૉકટર સાગરને વિશ્વાસ અપાવે છે કે તે તેમની સાથે છે. નઝીર એ સાંભળીને ખુશ થઈ જાય છે. હવે આગળ...)

"આખિર ઉસ કાફિરને બોલ હી દીયા."

"હમમમ... અચ્છા હુઆ, તુમકો ભી બધાઈ... અબ જલ્દી સે કામ પે લગ જાઓ."

"હા, આકા મેને અપને આદમી જો હેક કરનેવાલા હૈ ઉસકો બુલા લિયા હૈ. વો આ જાયે તો કામ શરૂ કરવા દેતા હું."

"અચ્છા... અબ જલ્દી ખુશખબરી દેના..."

"જી આકા..."

નઝીર ખુશ થઈને ફોન મૂકયો અને નઝીરનો આકા ડિફેન્સ મિનિસ્ટર રામચરણ પણ પોતાની આરામ ખુરશી પર બેસીને,

"બસ હવે દેશ અને દેશનું સૈન્ય મારા હાથવેંતમાં જ છે. એકવાર આ સોફટવેર હેક થઈ જાય પછી ડિફેન્સ ઓફિસ અને કોમ્યુનિકેશન તૂટી જશે. પછી આંતકવાદી ભારતમાં અને સરકાર ફૂટી ગઈ છે કહીને સરકારપક્ષ જોડેની સાંઠગાંઠ તોડી દેવાની. સરકાર તૂટશે અને વિપક્ષ અમારા તરફ અને હું દેશનો સીએમ, સર્વેસર્વા બની જઈશ."

ડિફેન્સ મિનિસ્ટર આ બાજુ રાહતનો શ્વાસ લઈ સપનાં જોઈ રહ્યા હતા.

જયારે આ બાજુ નઝીર પણ પોતાના બારેક માણસોને ગેનેડ્ર બનાવવાના કામે લગાડી દીધાં અને તે ભારતને પાકિસ્તાન બનતું એટલે કે બીજું ઈસ્લામિક દેશ બનાવવાનાં સપનાં જોઈ રહ્યો હતો. બસ હવે પાકિસ્તાની આઈએએસ હિન્દુસ્તાનના સર્વેસર્વા બનશે. બધાં જ ઈસ્લામ બનશે, જે નહીં બને તે જહુન્નમમાં જશે અને હિન્દુઓ નું નામોનિશાન નહીં રહે. કાફિર કયાંના... તે અલ ઝફીરાનું આ કામ કરી દેશે તો એ આ દેશનો સર્વેસર્વા તે બની જશે. બાદ મેં દેખેગે મેરી શાન... હા... હિન્દુસ્તાન મુલ્લક કા આકા... મેં હિન્દુસ્તાન મુલ્લક કા આકા... આ ડિફેન્સ મિનિસ્ટરને પણ હટાવી દઈશ. જો દેશ જોડે દગા કર શકતા હૈ ઉસ પર ભરોસા કૈસે કરે?..."

આ સપનાં જોઈ રહેલા નઝીરને પકડવા  માટેની તૈયારી બેદી અને તેની ટીમ કરી રહી હતી.

આમ પણ, ડૉકટર રામ પાસેથી મળેલ માહિતી મુજબ જ બેદી સરે એક એવો હેકર શોધ્યો, આરવ જે આઈટી લેવલમાં બેસ્ટ હતો. તેને બધી વાત સમજાવી તો તેને એક એવું સોફટવેર બનાવ્યું. જે સાગરના સોફટવેર જેવું જ હતું. આરવ અને બેદી સરે બધી જ તૈયારી કરી લીધી હતી. કયારે પ્લાન આગળ વધે તેની જ રાહ જોઈ રહ્યા હતા.

જેવી જ રામ દ્વારા માહિતી મળી એટલે એમને સૌથી પહેલાં તો તેમને હેકરને આપ્યો અને કહ્યું કે,

"આરવ, સાગરે સેટ કરેલો પાસવર્ડ આ રહ્યો, એને તું ઝડપથી ચેન્જ કરી દે. તારું નવું સોફટવેર ડાઉનલોડ કરી દે, જેથી તે હેક કરી શકે અને એમને કંઈ જ ઈન્ફર્મેશન ના મળે. જોડે ડિફેન્સ ઓફિસ અને આર્મી વચ્ચેનું કોમ્યુનિકેશન થોડું ડીલે થાય પણ માહિતી મળી જાય તેવું કર."

હેકર્સ પણ પૂરી તૈયાર કરીને જ આવ્યો હતો અને બે ત્રણ કલાકની મહેનત બાદ બધું જ બેદી સરે કહ્યા પ્રમાણે સેટ કરી દીધું. એટલું જ નહીં સાથે તે સોફ્ટવેર હેક કરી દે, પણ ઉલટાના તેના ડેટા પણ તેમની જોડે આવી જાય અને તેમનો બધો જ ડેટા ડીલીટ થઈ જાય.

બેદી સરે પણ પ્લાન તૈયાર કરવા લાગ્યા. તેમને ત્રણ ચાર પ્લાન બનાવ્યા પછી તેમને પોતાના સીનીયર અને ચીફને જણાવવા ફોન કર્યો કે,

"સર, મેં તમને વાત કરી હતી ને. હવે હું મિશન ને ફાઈનલ પોઝિશન પર લઈ જઈ રહ્યો છું. પ્લાન પણ રેડી છે, તો બસ તમે ઓર્ડર દો."

"શ્યોર બેદી, પણ પ્લાન શું છે?"

"સર પ્લાન ત્રણ ચાર બનાવ્યા છે.'

કહીને બધા પ્લાન સમજાવ્યા અને પછી કહ્યું કે,

"પણ તે મુજબ તેના પર પ્રોપર વર્ક થાય કે ના પણ થાય. અને કદાચ સમય મુજબ માટે તેમાં ચેન્જ પણ કરવો પડે. આમ પણ, તમને ખબર છે ને કે પ્લાન એવરી ટાઈમ ડીપેન્ડેડ ઓન સિચ્યુએશન..."

"ઓકે બેદી, ઓલ ધ બેસ્ટ... ડુ લેવલ બેસ્ટ એન્ડ સકસેસ ઈઝ યૉરસ..."

"થેન્ક યુ વેરી મચ સર..."

બેદી સરે તેમની ટીમ બોલાવીને  તેમને બનાવેલો પ્લાન ડીસ્કસ કર્યો. ટીમ દ્વારા સજેશનસ ધ્યાનમાં લઈને ફરીથી ફૂલપ્રુફ પ્લાન રેડી કર્યો.

"આ મિશનનું નામ શું આપીશું?"

બેદી સરે તેમની ટીમને પૂછ્યું.

"સર મિશન કાળ આપીએ તો?"

"મિશન કાળ... ટીમ ઓલ ધ બેસ્ટ એન્ડ રેડી ફોર ગોઈંગ મિશન કાળ..."

બધા એકી જ અવાજે,

"યસ સર..."

અને બધા જ મિશન પર જવાની જરૂરી તૈયારી કરવા લાગ્યા.

સીમા પણ રામની કોઈ અપડેટ મળી નહોતી રહી એટલે તેનું ટેન્શન વધી ગયું. આ ટેન્શન વિશે તે કોઈને કંઈ કહી શકે એમ પણ નહોતી અને મનમાં ને મનમાં તે મૂંઝાઈ રહી હતી. એ ભલે મ્હોંથી નહોતી બોલી રહી પણ તેનો ચહેરા પરથી બધું જ સમજાઈ રહ્યું હતું. નિમેષભાઈ અને રંજનબેન તે વાંચી શકતા હતા. બંને જણાએ એકબીજાને કંઈક ઈશારો કર્યો અને નિમેષભાઈએ સીમાને કહ્યું કે,

"સીમા બેટા, ત્રણ ચા સરસ મજાની કડક અને આદુ વાળી ચા લઈને આવ તો..."

"જી પપ્પા..."

કહીને સીમા ચા લઈને આવી. તેને રંજનબેને પોતાની જોડે બેસાડીને પૂછ્યું કે,

" બેટા, તું અમને તારા મમ્મી પપ્પા જ માને છે ને?"

"હા... કેમ આવું પૂછો છો?"

"તો પછી તને કયારની જોઈ રહ્યા છીએ કે તું કંઈક મૂંઝવણમાં છે અને એ વિશે કેમ કહી નથી રહી, તો પછી અમે શું કહીએ?"

"અરે મમ્મી પપ્પા એવું કંઈ નથી. આ તો શીના ના ભવિષ્યને લઈને ચિંતામાં છું ને એટલે એવું લાગે છે."

"આટલું બધું ખોટું, શું રામ કોઈ તકલીફમાં છે, બેટા?"

"ના મમ્મી એવું કંઈ નથી."

"તો પછી બેટા, કહે તો શીના તો હજી નાની છે. એના રમવાની, મસ્તી કરવાની ઉંમરે તું કયાં તેના ભવિષ્યની ચિંતા કરવા બેઠી. અને જયાં સુધી હું તને ઓળખું છું, ત્યાં સુધી અમારી સીમા આવી નહોતી."

"સાચું કહો છો, રંજનબેન. હું આ જ પૂછવા આવી હતી, કેમ બે ત્રણ દિવસથી ના તે મને મળવા આવી કે ના તો મારી ફોન પર પૂછતાછ કરી કે હું કયાં છું, શું કરું છું, શું થયું છે, બેટા?"

કપિલાબેન ઘરમાં આવતાં કહ્યું.

(બેદીસરે બનાવેલો પ્લાન પ્રોપર વર્ક કરશે? શું સીમા સાચું કહી દેશે કે મિશન વિશે ચૂપકીદી રાખશે? તો પછી શું કહેશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....29)