Scam - 30 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....30

સ્કેમ.... 30

(સીમાનું મન જો સાથે વાત કરીને શાંત થઈ ગયું. બેદી સર અને તેમની ટીમે મિશન કાળ એક્ઝિક્યુટ કર્યું અને તે સાગર અને રામને છોડવવા આગળ વધ્યા. હવે આગળ...)

બેદી સરે સાગર અને રામની રૂમ ખોલી અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે,

"હું બેદી... સીઆઈડી એજન્ટ... હું વધારે કંઈ કહી શકું તેવી સિચ્યુએશન નથી. માટે તમે લોકો જલ્દીથી બહાર નીકળી જાવ. પછી અહીં અમે સંભાળી લેશું."

બેદી સરને રામે કહ્યું કે,

"હું રામ અને આ સાગર... થેન્ક યુ બેદી સર... પણ સાગર ચાલી શકે એવી સ્થિતિમાં નથી."

"તમે રામ, ડૉ.રામ બરાબરને?"

રામે હકારમાં માથું હલાવ્યું.

"ડૉ.રામ ગમે તે થાય પણ લઈ તો જવા જ પડશે. મારો એજન્ટ તમને ટેકો કરશે ગેટ સુધી, પછી બહાર તો ટીમ છે જ. એક કામ કરો ડૉકટર તમે આંતકવાદીના કપડાં પહેરી લો અને સાગરને પહેરાવી પણ દો. પછી બહાર જતાં રહો."

બેદી સરે સાગરને કહ્યું કે,

"સાગર સર પ્લીઝ તમારે અમારી સાથે તમારી પણ મદદ કરવી પડશે જ. નહીંતર તમારો જીવ જોખમમાં મૂકાશે."

સાગરે પણ હિંમત બતાવતા કહ્યું કે,

"ઈટ્સ ઓકે... હું ચાલી લઈશ. ડોન્ટ વરી..."

રામે આંતકવાદીના કપડાં પહેરી લીધા અને સાગરને પહેરાવી દીધા. તેમની જગ્યાએ બેદી સરના ટીમમાં થી બે જણે તેમની જગ્યા લઈ લીધી જેથી શક પણ ન જાય અને તેઓ બહાર આરામથી નીકળી શકે.

ડૉ.રામે પણ સાગરને ટેકો અને હિંમત આપીને બહાર નીકળ્યા,

"સાગર... થોડી વાર સહન કરીને ચાલી લો પછી... પ્લીઝ બી બ્રેવ સર..."

આમ કાનમાં ફુસફુસાતા તેઓ મેઈન ગેટ સુધી પહોંચ્યા ત્યાં જ એક આંતકવાદી અચાનક બહાર આવ્યો અને પાછળથી ટોકતાં કહ્યું કે,

"એ અહીં શું કરે છે? બરાબર ચોકી કર આમતેમ ફર્યા વગર."

તે આટલું બોલીને અંદર પાછો જતો રહ્યો અને મેઈન ગેટથી ડૉ.રામ અને સાગર પણ બહાર નીકળી ગયા. ટીમના બીજા સભ્યોએ તેમને સેઈફ સાઈડ પહોંચાડી દીધા અને ઈશારો કર્યો. ઈશારો મળતાં જ બેદી સર અને તેમની ટીમ ગ્રેનેડ બનાવી રહેલા આંતકવાદીની રૂમમાં ગયા.

એમને જોઈને પહેલાં તો તે લોકો પોતાના સાથીદાર સમજયા અને કંઈ કહે તે પહેલાં જ ઝેરી છરાનું વેપન જોઈને તે સર્તક થઈ ગયા અને તેમની સામે તેઓ પણ ગોળી ચલાવવા લાગ્યા. આ અવાજ પરથી નઝીર બહાર આવી ગયો અને સૌથી પહેલાં તે સાગરની રૂમમાં ગયો.

પણ બે ઊંધા સૂતેલા વ્યક્તિ જોઈને તે બહાર આવી ગયો. એટલા માં તો બીજા એજન્ટોએ તેને પકડી લીધો. તે ગુસ્સામાં બોલવા લાગ્યો કે,

"તું યહાં કૈસે આ ગયા?"

"વો તો બાદ મેં બતાઉંગા..."

"તું તબ બતાના જબ મેં કામયાબ હો જાઉંગા. વૈસે ભી મેરા કામ હો ગયા હૈ."

એટલા માં જ તેનો હેકરે આવીને કહ્યું કે,

"ભાઈજાન વો પાસવર્ડ તો રોન્ગ હૈ, ઉસસે મેરા ભી સારા ડેટા ડિલીટ હો ગયા."

"કયાં, ઉસ ડૉકટર ઔર કાફિરને હમસે દગા કીયા?"

બેદી હસવા લાગ્યા અને કહ્યું કે,

"તબ ના જબ તુજે સચ્ચા કોડ પતા હોગા ના?"

"યે સબ તુજે કૈસે પતા ચલા? મેં કીસીકો ભી નહીં છોડુંગા ઔર મેરા આકા ભી નહીં છોડેંગે, હમ બદલા લેંગે."

બેદી સરે ગુસ્સામાં જ કહ્યું કે,

"એ આકાવાલા, બતા તો સહી કે તેરા આકા કૌન હૈ?"

તેમના સાથીદાર સામે જોઈને કહ્યું,

"અનીશ જરા ખાતરદારી તો કર..."

બે ત્રણ હાથનો માર જ પડતા તે પોપટની જેમ બધું જ બોલવા લાગ્યો. ડીફેન્સ મિનિસ્ટર રામચરણને પણ પકડી લેવામાં આવ્યા. નઝીર અને રામચરણને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા અને બેદી સર નઝીરને કહ્યું કે,

"હવે નવું સ્કેમ જેલમાં પ્લાન કરજો."

બેદી સરે મિશન કાળ એક્ઝિયુટ કરતાં જ પહેલાં શર્માને મેસેજ કરીને જણાવ્યું કે 'રામના સેઈફ મેસેજ તે કરી દે, પછી સીમાને જણાવી દઈને અને મોકલેલ લોકેશન પર આવી જજો.'

ડૉ.શર્મા અને સીમા પણ ત્યાં આવી પહોંચ્યા અને સીમા  રામને જોઈ તેને વળગીને રોઈ પડી. રામે તેને શાંત કરીને બેદી સરને કહ્યું કે,

"થેન્ક યુ વેરી મચ સર..."

બેદી સરે હસીને અભિવાદન સ્વીકાર્યું. રામથી ના રહેવાતા પૂછી બેઠા કે,

"સર તમને આ લોકેશન વિશે ખબર કેવી રીતે પડી. આ તો આપણા પ્લાનમાં આ પ્રમાણે કંઈ નહોતું."

સાગર અને બેદી સર એકબીજાને સામે હસ્યા અને પછી કહ્યું કે,

"સોરી, ડૉ.રામ... અમને તમારા પર બિલકુલ વિશ્વાસ નહોતો એટલે અમે તમારી પેન પર સ્પાય કેમેરા અને બેગ પર જીપીએસ લગાવી દીધું હતું. એટલે..."

"એક મિનિટ સર, પણ કયારે?"

"જયારે ડૉ.સાવન અમારો એજન્ટ પહેલી વાર તમને મળવા આવ્યો ત્યારે..."

ડૉકટર તો નવાઈથી જોઈ રહ્યા અને બેદી સર પોતાની વાત આગળ વધારતાં કહ્યું,

"બસ પછી તો અમારું કામ આસાન હતું. એમાં વળી તમે સાગરને ઈશારાથી ખોટો પાસવર્ડ બોલવા અને સાચો પાસવર્ડ ઈશારામાં બોલવા કહ્યું અને અમારું મિશન ત્યારે જ સકસેસ થઈ ગયું હતું. બસ અમે તો અહીંથી તમને આઝાદ કર્યા છે."

"તો પછી પાસવર્ડ નું શું?"

સાગરે જાણવા પૂછ્યું.

"સર અમે તેના જ ડેટા હેક થઈ જાય એવું સોફટવેર બનાવ્યું હતું અને તે જ તેમને હેક કરી લીધું છે. તમારા સોફટવેરનો કોડ અમે ચેઈન્જ કરી દીધો છે. તમે સાજા થઈ જાવ પછી તમે સોફટવેર આપની રીતે ચેક કરી લેજો."

સાગરે કહ્યું કે,

"ક્રોન્ગ્રેટસ એન્ડ નાઈસ જોબ... મિશન કાળ ઈઝ સકસેસ ફૂલ..."

"યસ સર... સાગર સર... તમારી હિંમતને પણ દાદ આપવી પડી કે તમે આટલું માર ખાઈને અને તકલીફ વેઠીને પડે પણ તમે ઝૂક્યા નહીં."

"મને નહીં આ ડૉકટરને દાદ આપવી પડે. આપણે તો દેશ માટે કંઈ કરી છૂટવા જ નીકળ્યા છે. અને આપણું આ પ્રોફેશન અને પેશન છે. પણ પોતાના પ્રોફેશનસ વિરુદ્ધ કંઈક કરવું એ મોટી વાત છે. એ માટે ડૉકટરને જ દાદ આપવી પડી."

ત્યાં હાજર રહેલા ડૉકટરનું બધાએ તાળી પાડીને અભિવાદન કર્યું.

(ડૉ.રામના મમ્મી પપ્પાને ખબર પડશે તો તેમના પર શું વીતશે?

જાણવા માટે વાંચો અંતિમ ભાગ... સ્કેમ....31)