Mukti-Dehni ke Aatmani ? - 2 books and stories free download online pdf in English

મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-2)







આગળ ના ભાગમાં જોયું એમ આશુ કોઈના શબ્દો સાંભળીને ભૂતકાળ ના સ્મરણોમાં ડૂબી જાય છે. આશ પોતાના વિચારો માં ડૂબેલી હતી ને ગાડી ચાલવામાં બે ધ્યાન બની જાય છે. અને ન બનવાનું બને છે . અચાનક થયેલો અવાજથી બધુજ જાણે શૂન્ય બની ગયું હતું .
અવાજ આવતા જ શું થયું એ અંધારામાં કંઈ જ સ્પષ્ટ થતું નથી . રસ્તા પર લોહીના ખાબોચિયા ભર્યા છે.
'' માથા પરથી જાણે કે ગ્રીષ્મની ગરમી થી પીગળીને સેંથામાં પુરાયેલ સિંદૂર વહીને રસ્તે જાણે કે પોતાની ગરીમા પાથરતું હોય એમ કપાળે લાગેલા ઘા અને એમાંથી નીકળતું લોહી સિંદુરની જેમ રેલાય છે'' .
"શરીર જાણે કે રાતની લાલીમામાં લપેટાયેલ હોય એમ લાલ રંગથી તરબોળ બની રહે છે."
નબીરાઓ ને મન તો આ ક્ષણ પણ એક selfie place હોય એમ મંડી પડ્યા છે.મદદ માટે નહિ પણ સેલ્ફી માટે અને શૂટિંગ માટે આ મેદની ભેગી થાય છે .

આજે આપણે જોઈએ છે કે રસ્તા પર થતા એક્સિડન્ટ અને બનાવો વખતે આપણે પણ આજ કરીએ છે. માનવતા તો જાણે રણમાં મીઠા પાણી ની અછત જેવી થતી જાય છે. માનવ માનવ બનવાનું ભૂલી ગયો છે .
" હું માનવ, માનવ થાવ તો ઘણું .""
લાગણીઓ પણ હવે તો આ ફોન માં જ બતાવાય છે.પહેલાના જમાનામાં લોકો કંઈક બનાવ બને ભલે સારો હોય કે નરસું લોકો એકબીજાની સાથે ઉભા રહેતા. ને આજે પોતાના સગાના કાંધિયા બનવાય કોઈ પાસે સમય નથી. અને છે તો બસ આ બનાવટી દુનિયાની છબી માં પોતાની તસવીર સુંદર બનાવાની દોટ.અને આ દોટ માં માનવીને બધુ જ યાદ છે પણ બસ એ એક માંનવી હોવાનું જ ભૂલી જાય છે . પણ બધાનો ભગવાન હોય ને ભાઈ .
એ જ રીતે એક ભલો માણસ એ ટોળામાંથી આગળ આવે છે અને પોતાના ફોન માંથી 108 નંબર પર કોલ કરે છે .થોડાજ સમય માં એમ્બ્યુલન્સ આવી જાય છે. .એમ્બ્યુલન્સના અવાજથી રસ્તો ગુંજી રહ્યો છે . કૉલ કરેલ વ્યક્તિ ડોક્ટર ને બધું જણાવે છે .બધી માહિતી મેળવ્યા પછી એ ઘાયલ વ્યકિત ને ઉપાડીને 108 માં લઇ જવામાં આવે છે . બીજું કોઈ નહિ પણ એ વ્યક્તિ આશુ જ છે.
કોલ કરેલ વ્યક્તિ પણ તેની સાથે બેસી જાય છે. અને એમ્બ્યુલન્સ રવાના થાય છે.
આશુ ને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. ફટાફટ આશું ને ટ્રીટમેન્ટ માટે અંદર લઈ જવામાં આવે છે.આશુના શરીર અને માથાના ભાગે થી ઘણું લોહી વહી ચૂક્યું છે. એની હાલત ખૂબ ખરાબ જણાય છે. તુરંત એને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવે છે અને નર્શ આવીને અજાણી વ્યક્તિને પેશન્ટ ના ઘરે જાણ કરી તુરંત બોલાવવાનું કહે છે. આ વ્યક્તિ તો આશુ ને જાણતો પણ નથી !એટલે એ વિચારમાં પડી જાય છે .
' શું કરું.,,?' વ્યક્તિ ના મનમાં આ સવાલ આવે છે .એને કંઈ પણ સુજતું નથી .
એક બાજુ ડૉકટર કહે છે ," આશુ ની તબિયત નાજુક હોવાથી તુરંત ઓપરેશન કરવું પડશે" .આ બાજુ આશુ ના ઘરના તેના આવવાની રાહ જોઇને બેઠા છે!!!!
'એક બાજુ હોસ્પિટલ નો ઓપરેશન રૂમ અને બીજી તરફ આશુનાં ઘરનો દીવાનખંડ.'
શું એ અજાણી વ્યક્તિ આશુના ઘરે સંપર્ક કરી શક્શે? આશુ ના ઘરે તેની આ હાલત ની જાણ થઈ શકશે? કઇ રીતે મળશે આશુના સમાચાર એમના પરિવાર ને ?આશુનાં આ જીવન મરણ નો ખેલ આગળ ક્યાં લઇ જશે !!! જોઈએ આગળ ના ભાગમાં .......