Mukti-Dehni ke Aatmani ? - 3 books and stories free download online pdf in English

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -3)

આગળના ભાગમાં જોયું એમ એકબાજુ ઓપરેશન રૂમ અને બીજી બાજુ આશુના ઘરનો drawing room ના દ્રશ્યથી આપણી વાર્તા અટકી હતી .
આશુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. અને અજાણી વ્યક્તિ પણ મૂંઝવણ માં છે કે હવે શું કરવુ ? એતો પેશન્ટ ને કે એના ઘરના વ્યક્તિ માંથી કોઈને પણ ઓળખતો નથી .

ડૉકટર : " નર્સ ,પેશન્ટ નું ઓપરેશન બને એટલું જલ્દી કરવું પડશે. જલ્દી એમના ઘરના ને બોલાવી પેપર પર સહી કરાવી મંજૂરી લઈ લો ."
નર્સ :. " ભાઈ ,તમે પેશન્ટ ના ઘરે જાણ કરી કે નહિ ?
ઓપરેશન હમણાં જ કરવું પડશે"- નર્સ સાથે આવેલ વ્યક્તિ ને કહે છે.
આ બાજુ આશુ ના ઘરે બધા તેની રાહ જોઈ બેસી રહ્યા છે.
વિનય (મનમાં): " હજી એ કેમ આવી નહિ. ?
આટલું મોડું તો એને ક્યારેય નથી થયું ?"
વિનય આશુ ને ફોન લગાવે છે પણ ફોન બંધ આવે છે. એ બે ત્રણ વાર ફોન ટ્રાય કરે છે. પરંતુ ફોન બંધ જ આવે છે. એ ખૂબ જ ચિંતા માં ડૂબી જાય છે.
વિનય એ આશુનો પતિ છે. લગભગ બે વર્ષ પહેલાં એ બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા. એમની એક નાની દિકરી છે .જેનો આજે જન્મદિવસ હોવાથી ઘરમાં નાનકડી પાર્ટી નું આયોજન કરેલ છે .અને એ પાર્ટી માટે જ આશુની રાહ જોવાય રહી હતી .
ઘણું મોડું થયું છતાં હજી તે ના આવી એટલે ઘરના બધા ચિંતા માં છે. વિનય એની બધી સહેલીઓ ને પણ ફોન થી પૂછે છે, પણ કોઈ જ સમાચાર મળતા નથી.ઓફિસે ફોન કરતા જાણવા મળે છે કે ત્યાંથી તો એ સમયસર નીકળી હતી .
" એ કેમ હજી ના પહોંચી ? , વિનય વધુ ચિંતાતુર બની જાય છે. "
આ બાજુ ઓપરેશન માટે હવે જરા પણ મોડું થાય તો આશુ ના જીવન માટે ખૂબ જ અઘરું છે.એમ સમજાતા એ વ્યક્તિ આશુ નો મિત્ર છે એમ કહીને સહી કરી ડૉકટર ને ઓપરેશન ચાલુ કરવા માટે જણાવે છે.
એક બાજુ એક દિકરી " માં " ને મળવા આતુર છે.એની આંખો જાણે પોતાની " માં "ને શોધે છે .જોર જોર થી એના રુદનથી બધા ની આંખો માં પણ પાણી આવી જાય છે. એ જોઈને વિનય એને બાજુમાં લઇ વ્હાલ કરે છે એને સુવડાવી દે છે .
એક બાજુ "માં " મોતને મળવા આતુર ને બીજી બાજુ દિકરી " માં " ને મળવા આતુર !!!!.
શું કરુણ દૃશ્ય !!

" આ વિરહ ની પીડા એ જ સમજી શકે જે માં પોતાના બાળકોથી અને જે બાળક પોતાની માં થી દુર રહેતું હોય . જે માં બાળકને મને - ક મને ઘરે મુકીને નોકરી કે વ્યવસાય માટે બહાર જતી હોય. "
ઘણી મહિલાઓ તો પોતાના બાળકોને મહિનાઓ સુધી મળી નથી શકતી. ઘણી બધી ફરિયાદો અને એમની માસૂમ આંખોના સવાલો એ" માં" ને અંદર થી એક શુલ ની માફક ચુભી જાય છે.
શું જવાબ આપવો એ માસૂમ બાળકોના સવાલો નો ?!!!
"માં" પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ગમે એવી પરિસ્થિતિ નો સામનો કરવા સક્ષમ છે. એની તોલે કોઈ ના આવી શકે .!!
" માં તે માં ,બીજા વગડાના વા "
એની મહાનતા ને તોલવા એક જ વાક્ય કાફી છે ,
" માં થી મોટું કોઈ નથી .કારણ કે
માં ની માં ને પણ નાની કહેવાય છે."

ડોકટરો એ ઓપરેશન ચાલુ કરી દીધુ છે. આ બાજુ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવે છે.
શું પોલીસ આશુ ના ઘરનો સંપર્ક કરી શકશે ? ઓપરેશન રૂમની પથારી પર પડેલ એક માં નું શું થયું હશે ? માં અને દિકરી મળી શક્શે કે નહિ ?

(ક્રમશ:)


Share

NEW REALESED