Mukti-Dehni ke Aatmani ? - 5 books and stories free download online pdf in English

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -5)

આગળના ભાગમાં જોયું કે ડૉકટર ચિરાગ ઑપરેશન રૂમ માં આવે છે અને ત્યાં જ ધ્રુજવા લાગે છે. પોતાના ભૂતકાળ ની યાદો માં ડૂબેલો એ ભૂલી જ જાય છે કે પોતે એક ઑપરેશન રૂમ માં છે.
"સર...સર ..." નર્સ ચિરાગ ને કહે છે. અને અવાજ સાંભળતાં જ એ ભાનમાં આવી જાય છે. હવે એના માટે આ ઓપરેશન કરવું ખૂબ જ અઘરું થઈ પડે છે. પોતાના મન પર કાબૂ રાખીને એ ઓપરેશન શરૂ કરે છે. આશુ ના કોમળ અંગોને આમ જોઇને જાણે કે પોતે એ વેદના નો અનુભવ કરે છે. ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કરીને એ બહાર પોતાની કેબિન માં ચાલ્યો જાય છે.
" થોડીવાર માટે કોઈને પણ અંદર ના આવવા દેતા."
"જી sir. કહી ને નર્સ જાય છે.
હવે ચિરાગ પોતાના કેબિન માં એકલો છે. એ આજે પણ એટલો જ એકલો છે જેટલો એ ત્યારે હતો. પોતાની ને આશુ ની પેહલી મુલાકાત ને યાદ કરે છે.
આશુ એ દિવસે બ્લૂ રંગ ની સાડીમાં અદભુત દેખાઈ રહી હતી. સાદગીમાં પણ મોહકતા એટલી ઊંડી હતી કે ચિરાગ એના રંગમાં રંગાવામાં બાકી ના રહ્યો .
એ પાર્ટી માં શહેરના બધીજ મોટી મોટી હસ્તીઓ આવી હતી. આશુ પોતાનાં દોસ્ત સાથે ત્યાં આવી હતી. એ દોસ્ત બીજું કોઈ નહિ પરંતુ એનો પ્રેમી રોહન હતો. રોહન એક પૈસાદાર નબીરો હતો. જેને પારેવાં નો શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો. અને એમાંનું જ એક ભોળું પારેવું હતી આશુ.
ખબર નહિ કઈ રીતે આ ભોળી છોકરી રોહન જેવા શિકારી ના હાથે ભેરવાઈ હતી. આશુ ને જોઇને આખી પાર્ટી માં જાણે રોનક આવી હોય એમ લાગતું હતું. ચિરાગ બસ એક નજરે એને જ જોતો હતો. આશુની સાદગી ને સરળતા એને ગમી ગઈ. એક તરફી પ્રેમ જાણે કે એના રગે રગે વેહવા લાગ્યો.
બસ તે દિવસ થી એને આશુના જ વિચારો આવતા. પછી તો ઘણી વાર રોહન સાથે આશુ ને બીજી પાર્ટીઓ માં પણ જોતો. પાર્ટીઓ માં રોહન સાથે આશુ આવતી ને એ બસ આશુ ને જોવા જ પાર્ટી માં જતો. મનોમન એ આશુ ને ખુબ જ પ્રેમ કરવા લાગે છે. પણ હજી સુધી ક્યારેય એને આ વાત કહી ના શક્યો. કેમકે ક્યાંક ને ક્યાંક એને પણ ખબર હતી કે આશુ તો રોહન ને જ પ્રેમ કરે છે. ભલે રોહન એને છેતરતો હોય પણ એતો એને મનોમન સર્વસ્વ માની બેઠી હતી.
ધીરે ધીરે રોહન અને આશુ વચ્ચે લાગણીઓ ઓછી થવા લાગે છે. રોહન આશુ ને કોઈને કોઈ બહાના બનાવીને મળવાનું ટાળે છે. આજ સુધી રોહને આશુ સાથે બધી જ હદો પાર કરી દીધી છે .જે એક પતિ પત્ની ની વચ્ચે હોય છે એવા બધાજ સંબંધો એમણે માણી લીધા છે. હવે મન ભરાઇ જતા એ આશુ ને તરછોડે છે. પણ એને સીધું કહી શકતો નથી. આશુ રોજ એની રાહ જોવે છે. રોજ પહેલા ની જેમ એના માટે તૈયાર થઈ ને એને ગમતું બધુજ કરે છે પણ રોહન ને હવે એમાં કોઈ રસ રહ્યો નથી.
એક દિવસ ની વાત છે. રોહન અને આશુ એક પાર્ટી માં બેઠા છે. બંને વચ્ચે કંઇક વાતો ચાલે છે. અચાનક રોહન ઊભો થાય છે અને જવા લાગે છે. ચિરાગ આજે પણ આશુ ને જોવા એ પાર્ટી માં આવ્યો હોય છે .આ બધુજ ચિરાગ ત્યાં બેઠા બેઠા દુર થી જોવે છે. અચાનક જ આમ આશુ ને રડતી જોઈ ને એનું દિલ જોરથી ધબકવા લાગે છે. આશુ રોહન ને મનાવતી હોય છે. એને ના જવાની અને પોતાને સાથે લઈ જવાની વાત કરે છે. એના પગ પકડીને એને મનાવે છે. પોતાનો સાચો પ્રેમ ની કસમ આપે છે પરંતુ આશુ ને એકલી મુકીને રોહન જતો રહે છે.
આ બધુજ ચિરાગ જુવે છે. ચિરાગ હવે આશુને આમ એકલી મૂકી શકે એમ ના હતો. માનવતા ની દ્રષ્ટીએ પણ એને આશુને આ હાલતમાં ત્યાં એકલી મૂકવાનું યોગ્ય લાગ્યું નહિ.એટલે એની પાસે જાય છે. આશુ એને જુવે છે. અજાણી વ્યક્તિ કે જેને ફકત જોયો હતો ક્યારેય વાત પણ નથી કરી એને પોતાની પાસે આમ આવતા જોઇને આશુ ક્ષોભ પામે છે .પણ બહુજ સહજ રીતે ચિરાગ આશુ સાથે વાત કરે છે જાણે કે બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય .
આશુ અને ચિરાગ બંને બેસીને વાતો કરે છે. ત્યાં આશુ વેઇટર ને બોલાવીને એક ડ્રીંક મંગાવે છે. ચિરાગ એને ના પાડે છે.
" તમે મને રોકનાર કોણ છો? "આશુ ના આ શબ્દો સાંભળી ને મનમાં ચિરાગ કહે છે કે જેનો નસો મારા પર આમ ચડ્યો છે કે આજ સુધી એમાંથી બહાર નથી આવી શક્યો એને નસો કઈ રીતે કરવા દઉં. આશુ કઈ પણ સાંભળતી નથી ને ડ્રીંક કરવાનું ચાલુ કરે છે. એક પેગ બે પેગ ને ધીમે ધીમે આખી બોટલ પૂરી કરી દે છે.રોહન ના જવાથી એ એટલી તો ભાંગી ગઈ હતી કે પોતાની જાતને જાણે આજે જ ખતમ કરી નાખવાનું વિચારીને બેઠી હોય .
ચિરાગ એને હજીય રોકે છે પણ એ એક પણ વાત સાંભળતી નથી .એતો બીજી બોટલ પણ પૂરી કરી નાખે છે.હવે એ પૂરેપૂરી નશામાં છે. ચિરાગ એને ઘરે મૂકવા કહે છે. તો આશુ પોતાના ઘરનું એડ્રેસ આપે એવી હાલતમાં પણ નથી. એને આમ એકલી મૂકવી યોગ્ય નથી લાગતું એટલે ચિરાગ એને પોતાના ઘરે લઈ જાય છે અને પોતાના રૂમ માં સુવડાવે છે.
"કેટલી માસૂમ એ જાણે નાનકડી ઢીંગલી જેવી."ભગવાને ઘણી નવરાશ ની પળોમાં એને બનાવી હશે . અચાનક જ એને રોહન યાદ આવે છે . ક્યાં આ ઢીંગલી પેલા રાક્ષસ ના હાથમા આવી હશે .? પોતાને ગમતું પાત્ર આમ હેરાન થાય એ ચિરાગ કઈ રીતે જોઈ શકે?

'મને આમ મુકીને નઈ જા' આશુ નું આ જ વાક્ય એને સંભળાય છે.
ગુસ્સામાં આશુ ના બબળવાનો અવાજ આવે છે ,"આજથી મે પણ તને મારા મન - હૃદય માંથી કાઢી મૂક્યો છે જા ..."
ચિરાગ દોડીને આશુને પોતાની બાહોમાં સમાવી ને શાંત કરે છે. આશુ નો સ્પર્શ એને જાણે કે ચુંબક ની જેમ આકર્ષી લે છે. ચાહવા છતાં એ આશુને છોડી શકતો નથી. ત્યાંજ આશુ પણ એને પકડી લે છે. નશામાં ચૂર એ તો જાણે કે પોતાના રોહન ને જ પ્રેમ કરે છે એમ એને પ્રેમ કરવા લાગે છે. ચિરાગ પણ પોતાની જાતને રોકી શકતો નથી. જેમ ચાતક ને વરસાદ ની પેહલી બુંદ નો એહસાસ થાય એમ આજે ચિરાગ ચાતક બની આશુ ના મેહમાં પલળી રહ્યો. ...

(ક્રમશ:)