Mukti-Dehni ke Aatmani ? - 4 books and stories free download online pdf in English

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -4)

આપણે આગળ ના ભાગમાં જોયું એમ એક બાજુ માં મોતને મળવા આતુર છે ને બીજી બાજુ દિકરી માં ને મળવા આતુર .
ડૉકટર આશુનુ ઓપરેશન શરૂ કરી દીધું છે. માથાના ભાગે લોહી વધારે નીકળી ગયું હોવાથી એની હાલત ખુબ જ ગંભીર છે.
ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે.
"ગાડી ની હાલત જોતા લાગે છે કે જાણે ચાલકને ભગવાન પાસે પહોંચવાની બહુ ઉતાવળ આવી ગઈ હતી , બરાબર ને ગઢવી ?" ઇન્સ્પેક્ટર સાહેબ બોલે છે.
તપાસ કરતા એમને એક પાકીટ મળે છે. જેમાંથી એક નાનકડી ડાયરી મળી આવે છે. આશુના ઘરનો નંબર એમાં હતો એટલે પોલીસ ત્યાં ફોન કરે છે.
"હેલ્લો , વિનય ઈઝ હિયર. "
" ગાડી નું એક્સિડન્ટ થયું છે જેમાંથી અમને આ નંબર મળ્યો છે . શું તમે આ સ્થળે આવી ને ગાડીની ઓળખ કરી શકો ? જો તમારા ઘરના ની કોઈની હશે તો તમારા સ્વજન ની હાલત ખરાબ છે. તુરંત અહી આવી જાવ ."
વિનય ના હાથમાંથી ફોન પડી જાય છે. થોડીવાર માટે જાણે શૂન્ય બનીને બેસી રહે છે.
બાળકીના રુદન થી અચાનક એનું ધ્યાન ભંગ થતા જ એ ભાનમાં આવે છે.
આશુ ........ ! એનું હૃદય એક ધબકરો ચૂકી જાય છે.
ઓપરેશન થિયેટર .
"નર્સ લોહીની બોટલ મંગાવવા કહી દો. એમનું લોહી બંધ જ નથી થઈ રહ્યું તો એમને લોહીની ખૂબ જ જરૂર પડશે. એમનું બ્લડગ્રૂપ પણ જલ્દી મળશે નહિ. તો બને એટલું જલ્દી વ્યવસ્થા કરવા કહો. "
આશુ ની હાલત હજી કંઈ કહી શકાય એમ ના હતું. આ બાજુ વિનય દીકરીને લખમી બા પાસે મુકીને તેનું ધ્યાન રાખવા કહે છે. અને પોતે ઘટનાસ્થળે આવી પહોંચે છે. ગાડી ની ઓળખ કરતા વિનય પોલીસ ને કહે છે કે ગાડી મારા પત્ની ની છે. ત્યાં તેને જાણવા મળે છે કે આશુનુ એક્સિડન્ટ થયું છે અને તેને હોસ્પિટલ લઈ જવાઈ છે .વિનય હોસ્પિટલ પહોંચે છે .
" એક્સિડન્ટ કેસ આવ્યો છે એ પેશન્ટ ક્યાં છે?"વિનય પૂછપરછ બારી માં જઈને પૂછે છે .
" પેશન્ટ ની હાલત ખુબ જ ગંભીર છે અને એમનું ઓપરેશન ચાલુ છે", નર્સે જવાબ આપ્યો.
વિનય ફટાફટ ઓપરેશન થિયેટર પાસે પોહંચી જાય છે. જે વ્યક્તિ આશુને લઈને આવ્યો છે એમની સાથે વાત કરતા આશુ ની હાલત વિશે અને એક્સિડન્ટ વિશે વિનય ને જાણ થાય છે. વિનય ના આવી જવાથી એ વ્યક્તિ સાંત્વના આપી ને રજા છે.વિનય એનો ખૂબ ખૂબ આભાર માને છે.
ઓપરેશન હજી ચાલુ જ છે. ઓપરેશનરૂમમાંથી નર્સ બહાર આવે છે. અને લોહીના બોટલની વ્યવસ્થા કરવા કહે છે. વિનય જેમતેમ કરીને બોટલ નો ઇંતેજામ કરી દે છે .પણ આશુ ની હાલત તો હજીય કંઈ સુધાર નથી જણાતો. મહામુસીબતે એના ઘા માંથી નીકળતા લોહીને રોકી શકાયું છે. ડોકટરો ની ૬ કલાક ની મેહનત બાદ ઓપરેશન કરીને એનો જીવ બચાવી શકાયો છે.
ડૉકટર વિનયને એની કેબિન માં બોલાવે છે,' તમારો પેશન્ટ સાથે શું relation છે ?
' એ મારી પત્ની છે .'
ડૉકટર , "જુવો ,વિનય ભાઈ. અત્યારે તો એમની હાલત પેહલા કરતા સારી છે . પણ માથાના ભાગે ખૂબ જ વધારે વાગ્યું હોવાથી એમના મગજ માં વધારે માર વાગ્યો છે. તો હજી એક ઓપરેશન કરવું પડશે. આ ઓપરેશન માટે આપણે બહાર થી એક સર્જન બોલાવવા પડશે. ખર્ચો થોડો વધારે થશે. પરંતુ બીજો કોઈજ ઓપ્શન નથી. જો તમે કહો તો આગળ પ્રોસેસ માટે અમે સર્જન ની અપોઇનમેન્ટ નક્કી કરી એમને બોલાવી લઇએ.નિર્ણય તમારે લેવાનો છે. "
વિનય હા પાડે છે. આશુ એની જિંદગી નહિ પરંતુ એનો જીવ જ છે. એના માટે એ ભગવાન ને પણ ધરતી પર બોલાવવા પડે તો એ પણ કરશે એમ કહે છે.
ઓપરેશન માટે મુંબઈ ના પ્રખ્યાત સર્જન ડૉ.ચિરાગ પટેલ ને બોલાવવામાં આવે છે.
ડૉ .ચિરાગ મુંબઈના પ્રખ્યાત સર્જન માંથી એક છે. પોતાની નાની ઉંમર માં એમણે સર્જન તરીકેનું ઘણું મોટું સ્થાન તબીબી દુનિયામાં પ્રાપ્ત કર્યું છે. એમને આશુ ના ઓપરેશન માટે આવવાની હા પાડી છે. એમ જાણી ને વિનય ભગવાન નો આભાર માને છે.
ડૉ . ચિરાગ ઓપરેશન માટે આવી પહોંચે છે. હોસ્પિટલ નો સ્ટાફ એમને કો ઓપરેટ કરે છે. પેશન્ટની હાલત વિશે ત્યાંના ડૉકટર પાસે જાણી લે છે. અને આગળ બીજા ઓપરેશનની તૈયારી કરવા માટે જણાવે છે. કલાક પછી તરત જ બીજું ઓપરેશન કરવાનું છે.
વિનય ખૂબ જ ચિંતા માં છે. એનું તો જાણે સર્વસ્વ દાવ પર લાગી ગયું છે. વિનય પાસે ખોવા માટે અને પામવા માટે આશુ અને દિકરી સિવાય કંઈ જ ન હતું. એજ એની જીવન ભર ની મૂડી હતી. ડૉ.ચિરાગ વિનય ને કેબિન માં બોલાવે છે. અને આશુ ની હાલત વિશે બધુજ સાચેસાચી વાત કરે છે. ઓપરેશન ના સફળ થવાના ચાન્સ 50-50% છે એમ કહી દે છે.
ઓપરેશન માટે મંજૂરી લઈ લીધા બાદ ડૉ.ચિરાગ ઓપરેશન રૂમ માં પહોંચે છે.ત્યાં પહોંચતાં જ જે કોઈએ ધાર્યું ન હતું એવું દ્રશ્ય બને છે.જે વ્યક્તિ એક સર્જન તરીકે આવ્યો હતો એ ખુદ ધ્રુજવા લાગે છે. એના પગ તળેથી જમીન ખસી જાય છે. આંખે અંધારા આવી જાય છે. હાથમાં કંપારી થાય છે.
આ શું ? ...
વર્ષો ની જૂની યાદો જાણે કે એના માનસપટ પર ફરી વળી . એ જ હસમુખો ચેહરો , એ જ નટખટ અદાઓ .કદીયે બંધ ના રેહતી એની વાતો. એ જ શાંત મન અને અશાંત દરિયા જેવા એના સવાલો .
" તું નઈ જા ને ! જવું જ છે ,તો મને પણ લઈ જા .શું આપણા સંબંધો તારા એ સપના સામે કોઈ મહત્વ નથી રાખતા. ? "
આજીજી કરતા એ હાથ. પગ પકડીને જીવનમાં એકલા ના મુકી જવા માટે ની એની અરજ. પ્રેમ ની લાશ ઉપર પોતાના સપનાઓ નો મહેલ બાંધવા નીકળેલો હું. નીકળી તો ગયો એને એમ એકલી મુકીને , પણ આજેય પોતાના મન પર એની યાદો ના મહેલોની મહેલાત હજીય અકબંધ છે.
સર...,સર.......


(ક્રમશ:)Share

NEW REALESED