jajbaat no jugar - 29 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 29

પ્રકરણ ૨૯

ગુલાબને ખબર હતી કે કલ્પનાને છાપું વાંચવું ખૂબ જ ગમે છે એટલે વાંચન માટે આપેલું. એનો ઈરાદો કલ્પનાના મનને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો. છાપામાં વિરાજના આવાં સમાચાર વાંચી તેની હાલત આવી થઈ જશે એવો તો અંદાજ પણ ન હતો. આવા સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા.
આમેય ગટરની દુર્ગંધ બહું જ જલ્દી ફેલાઈ જાય છે. છાપાંની હેડલાઇનમાં સુરતના કતારગામ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં પંદર જણાં જુગાર રમતા ઝડપાયા છે. એમાં સાત નંબર પર લખેલું હતું વિરાજ ડોબરીયા. બધાંનાં નામ અને એડ્રેસ પણ લખેલા હતાં. આવું વાંચતા તો કોઈ પણ પત્ની હોય બેહોશ થઈ જાય. ગુલાબે કલ્પનાના ભાઈને બોલાવી શરૂઆત થી અંત સુધીની કથની સંભળાવી. કલ્પેશ પ્રકાશભાઈ સાથે કલ્પનાના ઘરે વકીલ સાથે પહોંચી ગયા. વકીલ રાખવા માટે કલ્પના પાસે પૂરતા પૈસા ન હતા. ; પ્રકાશભાઈએ કલ્પનાને જણાવ્યું કે હું આર્થિક મદદ કરું પણ કલ્પનાની ખુદ્દારી, તેનું મન માનવા તૈયાર જ ન હતું કે પ્રકાશભાઈ તેને મદદ કરે.
વકીલે બાંહેધરી આપી કે હું વિરાજને ગમે તે સંજોગોમાં છોડાવી આપીશ. તમે ચિંતા ન કરો. કલ્પના પણ જહેમત ઉઠાવી ગમે તેવા સંજોગોમાં વિરાજને છોડાવવા માંગતી હતી. એક પછી એક આભૂષણ ગિરવે મૂકીને કલ્પનાએ વિરાજને છોડાવીને દમ લીધો.
આ બધું જોતાં પ્રવિણભાઈએ કલ્પનાને નિર્ણય લેવા કહ્યું, બોલ તારે આ જુગારી સાથે જીવન વ્યતીત કરવું છે કે આવી જિંદગી ફાવી ગઈ છે? હવે તો ઘર ગયુંને ઓસરી વધી બેટા!...
કાકા...!
'પારકાં રોટલાની કોર થોડા દિવસ મીઠી લાગે. કાયમના મેણાં ટોણાં પિયરમાં સાંભળવા કરતાં તો ખાટી છાશને રોટલો ખાવા સારાં' અંતરાની સામે જોતા જોતા કલ્પના બોલી. હવે ઘર ગયુંને ઓસરી વધી એમાં હું જીવન વિતાવી લઈશ.
પ્રવિણભાઈ અને પ્રકાશભાઈએ ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ કલ્પના એકની બે ના થઈ.
બધું પહેલા જેવું હતું તેમ વ્યવસ્થિત થઈ ગયું, વિરાજનું ટાઈમે ઘરે આવવું, ટાઈમે ઉઠવું, ટાઈમે જોબ પર જવું ટાઈમે પગાર એ પણ કલ્પનાનાં હાથમાં આપે. કલ્પના તો આ બદલાવ જોઈ ખૂબ ખુશ ખુશ થઈ ગઈ. એકદિવસ અચાનક આશરે બપોરના પાંચ વાગ્યે વિરાજ ઘરે આવ્યો, કલ્પનાને કહે હું સરપ્રાઈઝ ગીફ્ટ લાવ્યો છું, ચલ આંખે પાટા બાંધ્યો અને ગોળ ગોળ ફેરવી અને ઊભી રાખી. બીજી તરફ ઘર પાસે ઊભી રાહેલી રિક્ષાનો અવાજ સંભળાયો.
કલ્પનાના મનમાં અનેક સવાલો દરિયાના સુનામી મોજાની જેમ ઉછાળા મારવાં લાગ્યા. અનેક વિચારો કર્યા. શું થયું હશે? કોઈ આવ્યું હશે? કે કંઈક ઘરેથી લઈ જવાનું હશે? આંખ પરના પાટા છોડવા તૈયારી કરી જ રહી હતી ત્યાં જ વિરાજે હાથ પકડીને રોકી રાખી. કંઈક અજુગતું લાગતું હતું. કોઈ સામાન રિક્ષા માંથી ઉતારાતો હોય એવું મહેસુસ થતું હતું. રસોડામાં ગોઠવાઈ ચુકવાઈ ગયો હોય એવો અવાજ સાંભળાય રહ્યો હતો. વિરાજે હજુ મારો હાથ પકડી રાખ્યો હતો. હું એને છોડાવવા મારો હાથ મચકોડથી મથતી હતી, એટલો પ્રેમ થી પકડ્યો હતો કે હું જુઠ્ઠી હઠ કરી રહી હતી છોડાવવા. બધાં અવાજ હવે લગભગ બંધ થઈ ગયા હતા. વિરાજના હાથનો સ્પર્શ હવે ગમી રહ્યો હતો. એક હૂંફ મળી રહી હતી. ધીમે ધીમે વિરાજે એક હાથે કલ્પનાના બંને હાથ પાછળથી પકડી રાખ્યા અને એક હાથે પોતાની બાહોંમાં જકડી લીધી. વિરાજનો ગરમ શ્વાસનો સ્પર્શ ગળે અથડાતાં એક મીઠી ઝણઝણાટી શરીરમાં વ્યાપી ગઇ, એજ પરિસ્થિતિમાં વિરાજ રસોડા માંથી બેડ રૂમ તરફ ધીમી ગતિએ લઈ ગયો. કમરે ખોસેલો સાડીનો છેડો એવી રીતે ખેંચ્યો કે કલ્પના ગોળ ગોળ બેત્રણ ચક્કર ફરીને સીધી બેડ પર ચત્તી પડી. એક હાથે આંખ પરનો પટ્ટો છોડ્યો અને બીજો હાથ ઉભરા લેતા સ્તન પર અને હોંઠથી હોઠ ભીડાઈ ગયા. વગર અષાઢે વગર વાદળે વગર વરસાદની વાંછટે બંને એકમેકમાં ઓતપ્રોત થઈ કલાકો સુધી વિતેલી ક્ષણો સાથે આનંદના રેલામાં ભીંજાતા સમયમર્યાદાનુ ભાન ભૂલી સમય અંહી જ થંભીને બસ અટકી જાય એવી કલ્પના આંખો ઘેરાઈ અને સીધી સવારે બંનેની આંખો ખુલી.

ફ્રેશ થઈ વિસરાયેલી સરપ્રાઈઝ યાદ આવી વિરાજ મોટું રેફ્રિજરેટર લાવ્યો હતો. એ જોઈ કલ્પના ડઘાઈ ગઈ, અને લગભગ બૂમ પાડીને પુછ્યું સાચું બોલજે આના પૈસા ક્યાંથી આવ્યા?
મને લાગે છે તે તારો જૂનો બિઝનેસ શરૂ કર્યો હશે હેં ને.
ના....ના....ના
હાં.... હાં.... હાં
' ચોર એકવખત ચોરી કરે એટલે જિંદગીભર એને ચોર જ કહેવાય ?' વિરાજે પુછ્યું.
તો મને સાચું કે
'જો હું સાચું જ બોલું છું. મારી વાત માન, આજે લાપસી બનાવી આવેલ પ્રસંગને વધાવી લેવામાં જ મજા છે' પ્રેમથી કલ્પનાનો હાથ પકડતા વિરાજ બોલ્યો.
કલ્પનાએ સ્વભાવ સાથે સેટ થતાં પાણીમાં બેસી ગઈ.
એમ એક પછી એક એવી વસ્તુઓ સરપ્રાઈઝમાં આવતી રહી ત્યાં સુધી તો ઠીક ચાલતું રહ્યું. પરંતુ હવે તો વાત આભૂષણો બનાવવાની આવી એટલે કલ્પનાનો શંકાનો કીડો શાતિર બન્યો. આટલા ટૂંકા સમય ગાળામાં આટલું પ્રોફીટ? વાત ગળા નીચે ન ઉતરી
કલ્પનાને અંદાજ આવી ગયો. નક્કી વિરાજે એમની લત મુજબ એનો જૂનો બિઝનેસ શરૂ કર્યો લાગે છે.
'વિરાજ હવે હું તારી વાતોમાં નહીં આવું,
તું બધાંને ઉલ્લુ બનાવી શકે મને નહીં બોલ આટલાં પૈસા ક્યાંથી અને કેવી રીતે આવ્યા? '
કલ્પના મારી વાત તો સાંભળ
'નહીં
કરમમાં કારમીટ હોય તો ભુખરો શું કરે'
તું સુધરીશ નહીં કૂતરાની પૂંછડી જમીનમાં દાંટો તો પણ વાંકીને વાંકી
કલ્પના....
કલ્પના
કાલ સવારે છોકરાં મોટા થઈ જશે એમને સારી સ્કૂલમાં મૂકવાં પડશે. આ અને આવી નોકરી ક્યાં સુધી કરીશ? તારા દરેક સપનાંને મારે સાકાર કરવા છે. આ નોકરી માંથી ખાલી પેટ ભરાય. શોખ પૂરા કરવા માટે નસીબ સાથે લડવું પડે. હું જે કરું તે. તું કેરી ખા ગોટલી ન ગણ જો હું તને રાણી બનાવીને રાખીશ.
પરંતુ
પરંતુ બરંતુ સાઈડમાં મૂક
ના મારું જમીર નથી માનતું જે પૈસા જ્યાંથી જડે ત્યાં જ ખોવાઈ જતાં હોય છે.
તો જ્યાં ડાટયા હોય ત્યાં થી મળી પણ શકે ને?
તું સમજ મહેનત કરેલું જ મીઠી ઉંઘ આપે.

સમયને પણ ક્યાં વિતતા વાર લાગે છે, સમયને નથી તો કોઈ બાંધી શક્યું, નથી તો કોઈ રોકી શક્યું અવિરત પ્રવાહની માફક વહ્યા કરવું એનું કામ છે.


*****************

સર્વના જન્મ થયો પછી વિરાજે ગામની વાટ પકડી પરંતુ શહેરી જીવન ગુજારેલ હોવાથી લાંબો સમય ત્યાં ટક્યો નહીં. હવે તો અંતરા અને સર્વ બંને સ્કૂલે જતાં. બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી હવે ફક્ત કલ્પનાની જ હોય તેમ વિરાજ અને બાળકો વચ્ચે કોઈ સેતુ રહ્યો ન હતો. સમયની સાથે ધીમે ધીમે મનની તિરાડો બાળકોના મનમાં ક્યારે ખાઈ બની ગઈ તેની જાણ પણ ન થઈ.પરંતુ કહેવાય છે ને કે વાંદરો ગુલાંટ મારવાનું નથી ભૂલતો તેમ વિરાજની મનોવૃત્તિ હજુ એવી ને એવી જ હતી.
વિરાજને કોઈકે બહુ જ માર માર્યો. થોડા દિવસ વિરાજ ઘરે જ ન આવ્યો. કલ્પનાને હવે કંઈ નવું ન લાગતું જાણે આ નિત્ય ક્રમ થઈ ગયો હતો.
"ઘરે અનેક અજાણ્યા માણસોનું ઘરે આવવું, ઘરે આવી ને પુછવું વિરાજ ક્યાં અને એક જ જવાબ આપવો ઘરે નથી"
આ હવે દરરોજ રૂટીન લાગતું. ધીમે ધીમે જીવન માંથી પ્રેમ, લાગણી સમય સાથે વહી ગયા હોય એવી નિરસ જીંદગી બોજા રૂપ લાગવા લાગી. હવે કદાચ કોઈ લાગણી આવે તો પણ તે લાગણીવેડા જ લાગતાં. જીવનમાં સંબંધો જેમ જૂના થતાં જાય તેમ પ્રેમ ઓછો અને જીવન કડવાં થતાં જાય છે.
કલ્પનાના જીવનમાં હવે નિરસતા સિવાય કંઈ વધ્યું નથી એવું એમને લાગવા લાગ્યું.
વાવાઝોડાની આગોતરી જાણ ન હોય તેમ હજુ કોઈક વાવાઝોડું અચાનક આવશે તો તેની કોઈ જ પૂર્વ તૈયારી ન હતી.
બાળકો જેમ જેમ મોટાં થતાં ગયા તેમ તેમ જરૂરિયાતો વધતી ગઈ. કલ્પના રાતદિવસ મહેનત કરી સિલાઈ મશીન ચલાવી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગી.

ક્રમશ: