Vandana - 26 books and stories free download online pdf in Gujarati

વંદના - 26

વંદના-26
ગત અંકથી ચાલુ.....

વંદના એકદમ જ કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ પછી અચાનક કંઈક યાદ આવતા બોલી" પચીસ દિવસ પહેલા તો હું અને અમન એક બિઝનેસ ટ્રીપમાં મુંબઇ ગયા હતા. ઓહ યેસ એનો મતલબ કે આ ઘટના એ વખતમાં જ બની હશે.અને કદાચ અમનને તો આ વાતની જાણ પણ નહિ હોય."...

"ઓહ, હા કદાચ તમારો અનુમાન સાચું હોય શકે. પરંતુ દિલીપભાઈ! એમને તો આ વાતની ખબર હોવી જોઇએ ને? કે પછી આ નિશાન અમનની ગેરહાજરીમાં દિલીપભાઈએ જ આપ્યા હોય?" ડોકટર નેહા પોતાની શંકા વ્યક્ત કરતા બોલી...

વંદના દિલીપભાઈ નું નામ સાંભળતા જ સતબ્ધ થઈ ગઈ. થોડીવાર કંઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. અચાનક ડોકટર નેહા એ જાણે તેનો હાથ ખેંચીને વિચારોની દુનિયામાંથી બહાર લઈ આવતા હોય તેમ તેનો હાથ ખેંચ્યો અને કહ્યું" હવે આપણે અહીંયાથી બહાર જઈશું? વધારે સમય આઈસીયુમાં રહેવાથી પેશન્ટ ને તકલીફ થઈ શકે છે."

" હા તમે સાચું કહો છો. ચાલો આપણે ડોકટર મોદીના કેબિનમાં જઈને વાત કરીએ." એટલું કહેતાં વંદના સડસડાટ કરતી આઈસીયુ ની બહાર નીકળી ગઈ...

વંદના ડોકટર મોદીના કેબિનમાં જતી હતી ત્યાં જ અચાનક તેના પગ થંભી ગયા એક જાણીતો આવાજ તેના કાને સંભળાયો,"વંદના" વંદના પાછળ ફરીને જોવે છે તો અમન નો ખાસ દોસ્ત વિકાસ હોય છે. વંદનાને તો જાણે વિકાસને જોઈને જીવમાં જીવ આવી ગયો. એક હાશકારો નો અનુભવ થયો. વંદના વિકાસ પાસે જઈ બોલી" સારું થયું વિકાસ તું આવી ગયો. સાચે તને અહિંયા જોઈને મન એકદમ જ શાંત થઈ ગયું. મારા જીવને થોડી રાહત મળી ગઈ. તારો ખૂબ ખૂબ આભાર"...

"અરે અરે વંદના હું અહીંયા મારા નાનપણનાં ખાસ દોસ્ત અમન માટે આવ્યો છું. એમાં આ આભાર માણવાની શું જરૂર છે?. એ મારી ફરજ છે કે આવા સમયે મારા દોસ્ત સાથે મારે હોવું જ જોઈએ. પણ અમન છે ક્યાં?"વિકાસએ વંદનાને અટકાવતા કહ્યું..

" અમન જનરલ વોર્ડમાં દાખલ છે. વધુ પડતાં સ્ટ્રેસનાં લીધે બેહોશ થઈ ગયો છે. ડોકટરે કહ્યું છે કે ખાસ કાઈ ચિંતા કરવા જેવું નથી.થોડા સમયમાં હોશ આવી જશે." વંદના એ જવાબ આપતા કહ્યું...

" ઓહ, શું હું એને જોઈ શકું?"

" હા વિકાસ આવ હું તને જનરલ વોર્ડમાં અમન પાસે લઈ જાવ." આટલું કહેતા જ વંદના વિકાસનો હાથ ખેંચી ને તેને જનરલ વોર્ડ તરફ ખેચી ગઈ.

જનરલ વોર્ડના બેડ ઉપર અમનને બેહોશ હાલતમાં જોઈને વિકાસની આંખો ભીની થઈ ગઈ. વિકાસની આંખોમાં આવેલા ઝરઝરિયા જોઈને વંદના આશ્ચર્યચકિત થઈને બોલી ઉઠી" અરે વિકાસ આ શું તારી આંખમાં આંસું તું ચિંતા નહિ કર અમનને કશું નથી થયું એ બસ સ્ટ્રેસ નાં લીધે બેહોશ થઈ ગયો છે. ડોકટરે તેને આરામ મળે એ માટે. ઇંજેક્સન આપ્યું છે. થોડા જ સમયમાં એને હોશ પણ આવી જશે.

" હા વંદના મને ખબર છે કે મારા દોસ્તને કંઇજ નહિ થાય. બસ એને આવી હાલતમાં જોઈને કઈક યાદ આવી ગયું એટલે મારા આંખમાં આંસુ આવી ગયા" વિકાસ તેની ભીની આંખો લૂછતાં બોલ્યો..

" શું યાદ આવી ગયું વિકાસ?" વંદના એ ઉત્સુકતાથી પૂછ્યું...

" વંદના તને તો ખબર જ છે કે નાનપણમાં મારા પિતા મારી માતા અને મને મૂકીને ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. અમનનાં પિતાએ ક્યારેય પણ મને પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી. અમનનાં પિતા મને અને અમનને એક સાથે પરીક્ષાની તૈયારી કરાવતા. મને યાદ છે નાનપણમાં એકવાર હું સાયકલ શીખતી વખતે પડી ગયો હતો. અને મારા હાથમાં ફેક્ચર થઈ ગયું હતું. અને ડોકટરે ઓપરેશન કરીને હાથમાં પ્લેટ મૂકવાનું કહ્યું હતું. ત્યારે મારી માતા પાસે એટલા પૈસા ન હતા કે તે મારું ઓપરેશન કરાવી શકે. ત્યારે ઓપરેશન નો બધો જ ખર્ચો અમન ના પિતાએ આપ્યો હતો. અમનના પિતાએ હંમેશા મને પોતાના દીકરાની જેમ રાખ્યો છે. એ સમયમાં હાથમાં વાગ્યું હોવાના કારણે મારા હાથમાં પ્લાસ્ટર લાગેલું હતું. એના કારણે હું સ્કૂલ નહોતો જઈ શકતો જેથી ભણતર પણ બગડતું હતું. થોડા ટાઈમ માં પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પરંતુ અમન ના પિતા રોજ મારા ઘરે આવીને મને બધું શીખવાડતા. મારી સાથે આખી રાત જાગીને પરીક્ષાની તૈયારી કરાવતા. એમને મને હંમેશા અમન જેટલો જ પ્રેમ આપ્યો છે. એટલે જ તો મારો અને અમન નો સબંધ એક દોસ્ત કે ભાઈ કરતા પણ વિશેષ છે. એમ કહું કે અમનમાં મારી જાન વસેલી છે. હું એને આ હાલતમાં નથી જોઈ શકતો." આટલું કહેતા વિકાસ પોતાની ભીની આંખો લૂછી જનરલ વોર્ડની બહાર નીકળી જાય છે

વંદના પણ તેની પાછળ પાછળ દોરી જાય છે. વંદના વિકાસને શાંત કરતા કહે છે કે" વિકાસ તું ચિંતા નહી કર. અમનને જલ્દી હોશ આવી જશે. પણ તું સમજ કે અમનનાં પિતાએ તારા માટે જે કંઈ પણ કર્યું છે હવે તેનો ઋણ ચૂકવવા નો સમય આવી ગયો છે. અમનને તારા સાથની ખૂબ જરૂર પડશે. હું હમણાં જ આઈસીયુમાં પ્રીતિઆન્ટી ને મળવા ગઈ હતી. ડોક્ટર નેહાએ મને પ્રીતિઆન્ટીના શરીર પર લાગેલા ધાવના નિશાન બતાવ્યા. ધાવના નિશાન ઉપરથી તો એવું લાગે છે કે પ્રીતિઆન્ટી સાથે લગભગ પચીસ દિવસ પહેલા કોઈ અણબનાવ બન્યો હશે. અને મને યાદ છે કે એ સમયમાં હું અને અમન મુંબઈમાં એક બિઝનેસ મિટિંગ માટે ગયા હતા. અને કદાચ અમનની ગેરહાજરીમાં જ આ બનાવ બન્યો છે. હોઈ શકે કદાચ પ્રીતિઆન્ટી અને દિલીપ અંકલ વચ્ચે કોઈ ઝગડો થયો હોય? અને કદાચ આવેશમાં આવીને દિલીપઅંકલ એ જ પ્રીતિઆન્ટીને ચાકુથી મારવાની કે ડરાવવાની કોશિશ કરી હોય.

"ના વંદના એવું બની જ ન શકે દિલીપઅંકલ ક્યારેય એવું કરી જ ના શકે. હું એમને ઓળખું છું. મારા પિતા સમાન છે. મને નથી લાગતું કે ક્યારે પણ એમણે પ્રીતિઆન્ટી સામે ક્યારેય ઊંચા અવાજે પણ વાત કરી હોય. વિકાસએ વંદનાને અટકાવતા બોલ્યો..

" હું જાણું છું વિકાસ પણ પ્રીતિઆન્ટી ના શરીર પર લાગેલા ધાવ તો આવું જ કંઈક કહે છે." વંદના પોતાની શંકા વ્યક્ત કરતા બોલી..

"શરીર પર આ ધાવના નિશાન ક્યાંથી આવ્યા? કોણે આપ્યા ? એની તપાસ પોલીસને કરવા દે. જે હશે એ સામે આવશે. પરંતુ મને તો નથી લાગતું કે આ કામ દિલીપઅંકલ નું હોય."વિકાસ વંદના પર ગુસ્સે થતા બોલ્યો...

" હા તું સાચું કહે છે કે આ કામ પોલીસ નું છે અને આપણે આ કામ પોલીસને જ કરવા દેવું જોઈએ. પરંતુ હા જો ખરેખર આ ધાવનાં નિશાન દિલીપઅંકલે જ આપેલા હશેને તો હું એમના વિરોધમાં ઊભી રહીશ." જાણે વંદના એક યુદ્ધ માટે તૈયાર હોય તેમ પોતાની જાતને પડકાર આપતા બોલી અને વંદના ડોકટર મોદીના કેબિન તરફ જતી રહી..

વિકાસ તો બે ઘડી વંદનાને આશ્ચર્યચકિત નજરે જાતાં જોતો જ રહી ગયો. આજે વંદના નું કંઇક અલગજ સ્વરૂપ વિકાસ સામે આવ્યું હોય એમ લાગ્યું. તેના અવાજમાં એક અલગ જ રણકાર સંભળાયો. વંદનાની આંખોમાં એક અલગ જ તેજ હતું.એક અલગ શક્તિનો સાક્ષાત્કાર થયો હોય એમ લાગ્યું.જાણે વંદનાને આમ જોઈને વિકાસનું હૃદય એક થડકાર ચૂકી ગયું.


ક્રમશ..
વધુ આવતા અંકે...