Prem no Purn Santosh - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧

"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે.
કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી."

વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને જોબ અલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. અને રોડ પર ધીરે ધીરે બાઈક ને હંકારી. તેણે એક બે વાર પાછળ નજર કરી કે વીણા આવે છે કે નહિ. પણ વીણા તેમની પાછળ આવતી ન હતી છતાં તે ઉતાવળના કારણે આગળ વધતો રહ્યો.

વીણા ફોન લઈને ઘર માંથી બહાર નીકળે છે અને જુએ છે તો વિશાલ નીકળી ગયો હોય છે એટલે પોતાની સ્કુટી સ્ટાર્ટ કરીને બંગલા ના ગેટ બહાર નીકળી. તેની નજર રોડ પર હતી. આગળ તે જુએ છે તો વિશાલ પોતાની બાઇક લઇને આગળ જઈ રહ્યો હતા. જાણે તે હમણાં જ નીકળ્યો હોય એટલે બધું દૂર ગયો હતો નહિ. થોડો દૂર હતો પણ વીણા જોઈ શકતી હતી કે વિશાલ હજુ જઈ રહ્યો છે. ત્યાં તેની બાઈક રોડ પર સ્લીપ થઇ જાય છે. ધીમે ધીમે બાઈક ચલાવી રહેલ વિશાલ અચાનક બાઈક ફંગોળાઈ જાય છે. પણ તેના વાહન સામે જોઈ વાહન હતું જ નહિ છતાં એક્સિડન્ટ થઈ ગયું અને વિશાલ વીસ ફૂટ બાઈક સાથે સ્લીપ થતો બાઈક જ્યાં ઊભી રહી ત્યાં તેની સાથે જમીન પર પડ્યો. આ દ્રશ્ય વીણા માટે સ્તબધ સમાન હતું. તેણે પહેલી વાર આવું એક્સિડન્ટ જોયું હતું અને તે પણ તેના પતિ નું એક્સિડન્ટ..! તો પણ પોતાની જાત ને કંટ્રોલ કરીને તે વિશાલ ની પાસે પહોંચે અને જુએ છે તો વિશાલ લોહી લુહાણ હાલતમાં હોય છે. વિશાલ ને આ રીતે જોઈને વીણા પણ બેભાન થઈને જમીન પર ઢળી પડી. જાણે થોડી વાર તો રોડ પર કરફ્યુ લાગ્યો હોય તેમ વાહનો ની અવર અટકી ગઈ અને બધા વિશાલ અને વીણા ને જોવા લાગ્યા.

રસ્તા પરથી પસાર થતા માણસો ભેગા મળીને વિશાલ અને વીણા ને એમ્બ્યુલન્સ ને બોલાવી બંનેને હોસ્પિટલ ખચેડવામાં આવ્યા જ્યાં વિશાલ હોસ્પિટલ પહોંચતાં જ તેનું મૃત્ય નિપજ્યું. બેભાન થઈ ગયેલી વીણા ની સારવાર કરવામાં આવી રહી હતી ને તે એક કલાકમાં હોશમાં આવી. હોશમાં આવતા ની સાથે જ તે વિશાલ ને પુકારે છે.
ક્યાં છે મારો વિશાલ....?
અને હું અહી કેમ....?
હોસ્પિટલમાં નર્સ નીચે દેખરેખ પર રહેલી વીણા જ્યારે વિશાલ ને પુકારે છે ત્યારે નર્સ તેને ડોક્ટરના કેબિનમાં લઈ જાય છે જ્યાં ડોક્ટર સાથે બે પોલીસ કર્મી પણ બેઠા હોય છે. અને વાતો કરી રહ્યા હતા.

વીણા ડોક્ટરના કેબિનમાં દાખલ થતાં ડોક્ટર અને પોલીસ કર્મી સાથે થતી વાતચીત સાંભળે છે.
ડોક્ટર કહે છે.
વિશાલને અહી લાવવામાં આવ્યો તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું. મને એક્સિડન્ટ સિવાય એવું કઈ લાગ્યું નહી. પણ તમે કેમ પૂછો છો કે વિશાલ નું એક્સિડન્ટ દ્વારા ખૂન કરવામાં આવ્યું છે. જીજ્ઞાશાવસ ડોક્ટર સાહેબ સામે બેઠેલ પોલીસ કર્મી ને કહે છે.
વાત ની શરૂઆત પહેલાં પોલીસ કર્મી ડોક્ટર સાહેબ ને કહ્યું હતું કે વિશાલ નું ખૂન કરવામાં આવ્યું છે.

પોલીસ કર્મી ડોક્ટર સાહેબ ને કહે છે. અમે ઘટના સ્થળે પંચનામુ કરી રહ્યા હતા ત્યારે એક માણસ પાસેથી એવું સાંભળવા મળ્યું કે કોઈ માણસ તેનો દસ દિવસ થી પીછો કરી રહ્યો હતો અને જ્યારે વિશાલ અહીથી નીકળ્યો ત્યારે પાછળ પાછળ તેની પણ બાઈક હતી અને હાથમાં એક નાની લાકડી પણ હતી. જે લાકડીથી વિશાલ ની બાઈક નું એક્સિડન્ટ કરવામાં આવ્યું છે. હજુ એમે કઈ સમજીએ તે પહેલાં પેલો માણસ ત્યાંથી નીકળી ચૂક્યો હતો. આજુ બાજુ તેને ઘણો શોધ્યો બધાને પૂછી જોયું પણ તે માણસ એમને ફરી મળ્યો નહી પણ તે માણસ યુવાન હતો એવો તેના અવાજ પરથી લાગી આવ્યું હતું. પોતાની વાત પૂરી કરીને પોલીસ કર્મી પાણીનો ગ્લાસ હાથમાં લઈને પાણી પીવા લાગે છે.

ડોક્ટર ની કેબિનમાં પહોચતા પહેલા ડોક્ટર સાહેબ અને પોલીસ કર્મી સાથેની થોડી વાતચીત વીણા સાંભળી જાય છે જે વાતચીત પરથી વીણા ને ખબર પડી કે વિશાલ નું આકસમિત એક્સિડન્ટ નહિ પણ જાણી જોઈને એક્સિડન્ટ કરવામાં આવ્યું છે. શાંત અને નર્વસ થયેલી વીણા પોલીસ કર્મી ની બાજુમાં બેસી જાય છે.

વીણા નો નિર્દોષ ચહેરો જોઈને પોલીસ કર્મી સમજી જાય છે. વિશાલ ના ખૂનમાં વીણા નો હાથ નહિ હોય છતાં પણ ખાતરી કરવા એક પ્રશ્ન કરે છે.
મને આપ કહેશો.
"વિશાલ નું કોઈ દુશ્મન કે વિશાલ ના કારણે કોઈને તકલીફ કે નુકશાન થતું હતું.?"

ધીમે થી વીણાએ જવાબ આપ્યો.
સાંજે જ્યારે વિશાલ ઘરે આવતો ત્યારે દિવસ ની આખી દિનચર્યા મને કહેતો. એમનો બિઝનેસ અને અમારી બંનેની લાઇફ સુખી અને શાંત હતી તો પછી દુશ્મન ક્યાંથી હોય.! હા બે દિવસથી એ કહી રહ્યો હતો કે મારો કોઈ પીછો કરી રહ્યું છે. પણ કોણ છે અને કેમ પીછો કરે છે તે વાત વિશાલે કરી નહિ કેમકે કદાચ તે જાણતા નહિ હોય. આટલું કહીને વીણા ચૂપ થઈ ગઈ.

વીણા ના આ જવાબથી ડોક્ટર અને પોલીસ કર્મી સમજી ગયા અને વીણા ને વિશાલ નો મૃત દેહ શોપી દેવો જોઈએ. તે નિર્દોષ છે એટલે બંને પોલીસ કર્મી અને સાથે હોસ્પિટલના બે ચાર માણસો મળીને વિશાલ ના મૃતદેહ ને સ્મશાન સુધી પહોંચાડી દીધો. વિશાલ નું એકસીડન્ટ થયું છે અને તેને સ્મશાનમાં લાવવામાં આવ્યો છે આવું ખબર પડતાં તેના પાડોશી અને સગા વ્હાલાઓ ત્યાં પહોચી ગયા હતા. શૌધાર આશુએ રડતી વીણા એ વિશાલ ને વિદાય આપી.

"આ દિલ ને જ્યારે વાત કરવાની આદત પડી જાય છે
એમના ગયા પછી આ વાત કરવાની આદત જ બવ દિલને રડાવી જાય છે."

સ્મશાનમાં દરેક માણસ પર પોલીસ કર્મી ની બાજ નજર હતી અને તેઓ એક યાદી પણ કરી રહ્યા હતા કે સ્મશાનમાં કોણ કોણ હાજર રહ્યું છે અને કોણ નજીક હોવા છતાં હાજર રહ્યું નથી.!

"કોણ છે દુશ્મન કોણ છે યાર,
અહી એક જ માણસ ના ઘણા છે
કિરદાર."

વિશાલ નું એક્સિડન્ટ થયું છે કે જાણી જોઈને તેને મારવાના આવ્યો છે. ? કોણ હતું એ વ્યક્તિ જે વિશાલ નો પીછો કરી રહ્યું હતું. ? શું પોલીસ આ કેસ ને ઉકેલી શકશે કે નહીં.? જોઈશું આગળનાં ભાગમાં....

ક્રમશ....