Prem no Purn Santosh - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૭

રાજ કોલેજ ની બહાર કાર લઈને નીકળ્યો એટલે કોમલ ના ધબકારા વધવા લાગ્યા હતા. હવે નક્કી થઈ ગયું હતું રાજ મારી સાથે કઈક તો કરશે. પણ હજુ કોમલ કેમ ચૂપ રહી તે સમજાતું ન હતું.

કોમલ સાથે જે રાજ કરવા માંગતો હતો તે માટે તેણે પોતાની કાર એક ફાર્મ હાઉસ તરફ લઈ ગયો. ફોર્મ હાઉસ પહોચતા જ કોમલ ને કાર માંથી નીચે ઉતારી ને ફાર્મ હાઉસના એક રૂમમાં લઈ ગયો. હજુ ખબર નહિ કોમલ કેમ કોઈ વિરોધ કરતી ન હતી. શું તે કઈક કરવા માંગતી હતી કે રાજ નો સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી.

ફાર્મ હાઉસના રૂમમાં કોમલ ને બેડ પર બેસાડી ને ધીરે ધીરે રાજે તેનો હાથ કોમલ ના શરીર પર ફેરવવા પ્રયત્ન કર્યો ત્યાં તો કોમલ તેના અસલ રૂપમાં આવી ગઈ.
કોમલ ઊભી થઈને પોતાના પર્સ માંથી ચપ્પુ કાઢીને રાજ ને પ્રાઇવેટ પાર્ટ પર જોરથી પગ વડે લાત મારીને તેની આગળ ચપ્પુ બતાવતા બોલી.

"રાજ તું મને શું સમજે છે શું..!! ગામડાની છું એટલે ચૂપચાપ બધું સહન કરતી રહીશ એમ...! હું પણ સિહણ છું. તારા જેવા આખલાઓ ને ધૂળ ચટાડી ચૂકી છું."

કોમલ નું આ રૂપ જોઈને રાજ પાણી પાણી થઇ ગયો તેને કલ્પના પણ હતી નહિ કે કોમલ આવી હિંમત વાળી છોકરી હશે. તે તો કોમલ ની નાદાની અને ભોળપણ નો લાભ ઉઠાવવા માંગતો હતો પણ તેને ક્યાં ખબર હતી સાપ પકડતા જતાં મને જ ડંખ મારશે.

રૂમ ની પથારી પર પડયો રાજ કોમલથી ડરી ગયો હતો તે ચૂપ રહીને સૂતો રહ્યો.

"કોમલ ફરી ધમકી આપતા બોલી.
આજ પછી રાજ મારી સામે નજર કરી છે તો હું ભૂલી જઈશ તું કોણ છે અને મારી દોસ્ત રાજલ સાથે પણ કઈક કર્યું છે તો તારી ખેર નથી.
ઊભો થા અને ચૂપચાપ મને કોલેજ સુધી મૂકી જા."

રાજ ઊભો થઈને પોતાની કાર લઈને પ્રેમ થી કોમલ ને બેસાડી અને ચૂપચાપ ધીમે કાર ચલાવતો કોમલ ને કોલેજ સુધી મૂકીને ઘરે જતો રહ્યો.
આજે તેના અભિમાન અને પ્રતિષ્ઠા પર કલંક સમાન ઘટના બની હતી. અત્યાર સુધી તેની સામે કોઈએ ઉચા અવાજે પણ બોલ્યું હતું નહિ ને આજે તેમની સામે કોઈ એક સામાન્ય ગામડાની છોકરી ચપ્પુ રાખીને ધમકી આપી હતી. એટલે સ્વાભાવિક છે તેના મગજ પર માઠી અસર થઇ જ હોય. છતાં પણ રાજ એ ઘટના ભૂલીને પોતાની દૈનિક ક્રિયાઓ માં લાગી ગયો.

રાજલ અને રાજ ની વચ્ચે કોમલ ધીરે ધીરે દૂર નીકળી ગઈ હતી. કોમલ ફક્ત તેના અભ્યાસ પર જ ધ્યાન આપી રહી હતી પણ રાજ અને રાજલ વચ્ચે હવે ધીરે ધીરે પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા હતા. રાજ કરતા રાજલ વધુ પ્રેમ કરતી હતી.

રોજ ની જેમ આજે કોમલ અને રાજલ એકસાથે કોલેજ પહોંચ્યા. કોલેજ પહોંચતાની સાથે કોમલ સ્કુટી પરથી નીચે ઉતરીને પોતાના ક્લાસ તરફ આગળ વધી જ હતી ત્યાં તેની સામે રાજ મળ્યો. ઘણા દિવસ થી રાજ મા ફરક કોમલે જોયો હતો. કોમલ ત્રાસી નજરથી રાજ પર નોટિસ કરતી હતી. જ્યારથી રાજ ને કોમલે સબક આપ્યો હતો ત્યાંથી રાજ થોડો સુધારી ગયો હતો પણ આજે જે રીતે આવતી વખતે કોમલ તરફ જોઈ રહ્યો હતો તે જોતા કોમલ સમજી ગઈ. કુતરા ની પુછડી ક્યારેય સીધી ન થાય.

અજીબ છે લોકો અહી,
અહી તો બધા ના રૂપ નોખા,
કોઈ સીધા તો કોઈ આડા હોય,
કહે છે હું સીધો માણસ છું,
અહી દરેક ના ચહેરા અલગ છે,

રાજ ત્રાસી નજરે કોમલ ને જોઈને રાજલ પાસે પહોંચ્યો. રાજલ પાસે રાજ પહોચતા જ કોમલ ની અચાનક પાછળ નજર ગઈ. જોયું તો રાજે પોતાની બાહોમાં રાજલ ને ભરી લીધી હતી. ત્યારે રાજલ જોઈ ગઈ કે કોમલ મને જોઈ રહી છે એટલે તરત કોમલ ને સાદ કર્યો. જાણે કે તેને કઈક યાદ આવી ગયું હોય.
કોમલ અહી આવ તો...

રાજ નો સાદ સાંભળીને કોમલ પાછળ તો વળી પણ મનમાં વિચાર જરૂર થી આવ્યો. રાજલ નું શું કહેવું હશે.?
રાજ આવ્યો એટલે મને કેમ બોલાવી.?
પણ થોડો તો અંદાજો લગાવી લીધો કે રાજ સાથે રાજલ બહાર જવા માંગતી હશે અને આવવાનું મોડું થશે એટલે એ કહેવા બોલાવી રહી હશે.!

જે વિચાર કોમલ કરી રહી હતી તેજ વાત કોમલ જ્યારે રાજલ પાસે આવી એટલે રાજલે કહ્યું.
કોમલ... હું અને રાજ બંને ફરવા જઈ રહ્યા છીએ. આવવાનું થોડું મોડું થશે તું કોલેજના ક્લાસ પુરા થયા પછી ઘરે જતી નહિ અને મારી રાહ જોજે. હું જલ્દી આવી જઈશ આટલું કહીને રાજલે સ્કુટી ની ચાવી કોમલ ના હાથમાં થામી દીધી.

કોમલ ને ખબર હતી રાજ અને રાજલ નો પ્રેમ એ પ્રેમ નહિ પણ એકબીજા પ્રત્યે નું આકર્ષણ છે એટલે આનું પરિણામ સારું તો નહિ જ આવે એટલે રાજલ ને સાવચેત કરવા કોમલે કહ્યું.
"રાજલ પ્લીઝ... તારું ધ્યાન રાખજે."
કોમલ જે રીતે રાજલ સામે જોઇને બોલી હતી તે જોતાં તેની આંખો ઘણું કહી રહી હતી. પ્લીઝ આ હરામી થી સાવચેીપૂર્વક રહેજે.
આટલું કહીને કોમલ પોતાના ક્લાસ તરફ આગળ વધી.

કોમલ ક્લાસમાં ગઈ એટલે રાજે પોતાની કાર માં રાજલ ને બેસાડી ને કાર કોલેજ બહાર કાઢીને રોડ પર ચડાવી.

રાજે પોતાની કાર પોતાના ફાર્મ હાઉસમાં તરફ લઈ ગયો. રાજ નો હાથ પકડીને બેઠેલી રાજલે પૂછ્યું પણ નહિ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બસ કાર ચલાવી રહેલ રાજ ને જોઈ રહી.

તારીફ શું કરું રાજ તારી,
તને જોઈને અરીસો શરમાઈ જાય,
ફૂલ પણ તને જોઇને મુરઝાઈ જાય,
શું તારીફ કરું તારી અદા ની....

મંત્રમુગ્ધ બનેલી રાજલ જ્યારે રાજ પોતાની કાર ને પોતાના ફાર્મ હાઉસમાં લઈ જાય છે તો પણ રાજલ હજુ રાજ માં ખોવાયેલી હતી.
કાર માંથી બહાર નીકળી રાજે રાજલ ને કહ્યુ.
રાજલ બહાર આવ, જો આ મારું ફાર્મ હાઉસ છે.!

રાજ ની પાછળ પાછળ રાજલ ચાલવા લાગી અને ફાર્મ હાઉસ ના બંગલામાં રાજ લઈ ગયો ત્યાં એક રૂમમાં જઈને રાજલ ને બેડ પર બેસાડી. જે ઇરાદા થી કોમલ ને લઈને રાજ આવ્યો હતો તે રીતે રાજલ ને લઈને રાજ આવ્યો. પણ ફરક એટલો હતો. કોમલ મરજી વિરુદ્ધ આવી હતી અને રાજલ પોતાની મરજી થી આવી છે.

રાજલ ની બાજુમાં બેડ પર બેસીને રાજ તેને નિરખવા લાગ્યો. રાજલ પણ રાજ ના પ્રેમમાં ડૂબી જવા માંગતી હોય તેમ તે પણ રાજ ની આંખોમાં ખોવાઈ ગઈ. જે ઇરાદા થી રાજલ ને રાજ અહી લાવ્યો હતો તે ઇરાદા પૂર્વક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. પહેલા રાજલ નો હાથ પકડીને હાથ ને વ્હાલ કરવા લાગ્યો. ધીરે ધીરે તે હાથ ને પોતાના હોઠો પર લઈને એક કિસ કરી. કિસ કરતા ની સાથે રાજલ જાણે અંદરથી ઉતેજીત થઇ ગઇ હોય તેમ ચહેરા પર સ્માઇલ આવી ગઈ. આ સ્માઈલ જોઈને રાજ સમજી ગયો. હું રાજલ સાથે જે કરવા માંગુ છું તે માટે રાજલ એકદમ તૈયાર છે.

ફાર્મ હાઉસમાં રાજ અને રાજલ શું કરશે. ? ખાલી એક બીજાને પ્રેમ કરશે કે પોતાની મર્યાદા વટાવી જશે.? શું બંને વચ્ચે પ્રેમ છે કે ફક્ત આકર્ષણ તે જોવા માટે તમારે આગળનો ભાગ વાંચવો રહ્યો. વધુ આવતા ભાગમાં..

ક્રમશ....