Prem no Purn Santosh - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૬

રાજલ અને રાજ ને એક સાથે લાઈબેરી ની પાછળ સિગારેટ ફુક્તા કોમલ જોઈ ગઈ એટલે તે ત્યાંથી નીકળી ગઈ. રાજલ પ્રત્યે જે કલ્પના પણ કરી ન હતી આજે કોમલે જોયું હતું. રાજલ ને ખબર પડી કે કોમલ મને સિગારેટ પીતા જોઈ ગઈ છે એટલે નક્કી ઘરે કહી દેશે. આ વિચારની સાથે રાજલ ઊભી થઈ.

રાજલ ઊભી થતાં ની સાથે રાજ તેનો હાથ પકડીને રોકે છે અને કહ્યું
"તુ ચિંતા ન કર."
કોમલ કઈ જ કરી શકશે નહિ. આટલું કહીને રાજ ઊભો થયો અને દોડીને કોમલ પાસે પહોંચ્યો. પાછળ રાજલ આવે તે પહેલાં રાજ કોમલ ને કહે છે.
"રાજલ અને મારી વચ્ચે બાધારૂપ બનવાનું કારણ બનીશ તો તારી ઈજ્જત સમજી લેજે ગઈ..!"

જાણે રાજે ધમકી આપી હોય તેમ કોમલ ગભરાઈ ગઈ. ત્યાં તો રાજલ ત્યાં આવી પહોંચી. રાજ ની ધમકી ની અસર થઈ હોય તેમ કોમલ કહે છે.
રાજલ હું એક વાત કહી દવ.
તારી લાઇફ એ તારી લાઇફ છે.
મારી લાઇફ તે મારી લાઇફ છે. એટલે તું જે કરીશ તેમાં હું બાધારૂપ નહિ થાવ. બસ મને શાંતિ થી અભ્યાસ કરવા દે.

જાણે કે કોમલ રાજ અને રાજલ થી દુર રહીને અભ્યાસ કરવા માંગતી હોય તેમ આડકતરી રીતે કહી દીધું. જે ડર રાજલ ને હતો તે કોમલ નું આટલું કહેવાથી બધો ડર નીકળી ગયો અને જાણે આઝાદ પંછી બની ગઈ હોય તેમ મનમાં કિલકિલાટ કરવા લાગી.

કોમલ આગળ ચાલતી થઈ અને કોલેજ ના ગેટ પાસે ઊભી રહીને રાજલ ની રાહ જોવા લાગી. રાજલ પોતાની સ્કુટી લઈને ગેટ પાસે આવી એટલે કોમલ પાસે ઊભી રાખી અને કોમલ ને પાછળ બેસવા કહ્યું. ત્યારે કોમલે કહ્યું.
રાજલ સ્કુટી ને થોડી બાજુમાં લઇ લે મારે થોડી વાત કરવી છે.

એકબાજુ સ્કુટી લઈને રાજલ બોલી.
બોલ કોમલ શું વાત કરવી છે.?

"આજથી આપણે એક સાથે કોલેજ જઈશું નહિ. હું બસમાં જઈશ અને તું સ્કુટી લઈને. મને એવું લાગે છે મારા કારણે તને થોડી તકલીફ થઈ રહી છે."

કોમલ ની આટલી વાત સાંભળીને રાજલ ને વિચાર આવી ગયો. જો કોમલ બસમાં કોલેજ જશે તો ઘરે હું શું જવાબ આપીશ.? એટલે કોમલ ને જવાબ આપતા કહે છે.

"કોમલ તું મારી સાથે જ કોલેજ આવીશ બસ તું કોલેજના ગેટ પાસે ઉતરી જજે અને ફરી કોલેજ ના ગેટ પાસેથી બેસી જજે."

પણ....આટલું કહીને કોમલ અટકી ગઈ.

શું પણ.... ચોખવટ કર કોમલ. તને કોઈ તકલીફ છે.?

નાં...ના .. બસ હું એટલું કહેવા માંગુ છું. કોલેજ પૂરી થતાં જ તું કોલેજ ના ગેટ પર મોડી આવીશ તો હું રાહ જોઈ ને થાકી જઈશ.

બસ આટલી જ વાત છે કોમલ.!
ઘરે થી તો આપણે સાથે નીકળી એ છીએ તો વળતાં હું પાર્કિંગ માં સ્કુટી લેવા જઈશ ત્યારે તને ફોન કરી દઈશ ત્યાં સુધી તું કોમેજ ના કેમ્પસ માં વાંચતી રહેજે. કોમલ ને રાજલે સમજાવતા વાત કરી.

કોમલ ને વાત યોગ્ય લાગી અને આમ પણ તે અત્યારે રાજલ ના આશરે આવી હતી એટલે તે કહે તેમ તેને કરવું રહ્યું.

રાજલ ને રાજ પસંદ હતો તો રાજ ને કોમલ પસંદ હતી પણ કોમલ ને કોઈ પસંદ હતું જ નહિ તે બસ પોતાના કરિયર ને જ સાથી બનાવી લીધો હતો. એટલે રાજ કે રાજલ શું કરેશે તે પરવા કર્યા વિના કોમલ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવા લાગી હતી. પણ રાજ હંમેશા કોમલ ની નજીક આવવાની કોશિશ કરતો હતો પણ રાજલ ના કારણે તે કોમલ સાથે વાત પણ કરી શકતો ન હતો. તેનું કારણ હતું રાજલ હંમેશા કોમલ ને રાજ થી દુર જ રાખી રહી હતી. પણ કહેવાય છે માણસ પોતાના અરમાન માટે તનતોડ મહેનત તો કરે જ છે.

એક દિવસ રાજલ ની તબિયત સારી ન હતી એટલે તે ઘરે રહી અને કોમલ એકલી કોલેજ આવી. કોમલ ઘરે રહીને રાજલ ની દેખરેખ રાખીને તેની સેવા કરવા માંગતી હતી પણ રાજલ ના કહેવાથી કોમલ ને કોલેજ આવવું પડયું.

પહેલેથી રાજ ને ખબર હોય તેમ કોલેજ ના ગેટ પાસે રાજ ઊભો રહીને કોમલ ની રાહ જોવા લાગ્યો. જાણે આજે તેના અરમાન પુરા થઈ જવાના હોય તેમ તેના ચહેરા પર ખુશી હતી. આજે રાજલ પણ તેને નડતર રૂપ હતી નહિ.

કોમલ આવતી દેખાઈ એટલે સામે ચાલીને રાજ તેમનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. રાજ ને આવી રીતે જોઈને કોમલ થોડી ગભરાઈ ગઈ પણ હિંમત કરીને આગળ વધી. ત્યાં રાજે તેનો હાથ પકડીને એક તરફ લઈ ગયો. અને ધીમેથી બોલ્યો.

જો કોમલ હું તને પસંદ કરુ છું. તારું મારાથી દુર જવું મને જરાય પસંદ નથી પડતું એટલે આમ મારાથી દૂર ભાગીશ નહિ. જાણે આજે તો રાજ પ્રેમથી વાતો કરતો હોય તેવું તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું. પણ કોમલ ને હજુ ગભરાટ હતો. રાજ ને શું જવાબ આપવો તે સમજાતું ન હતું એટલે તે ચૂપ રહી.

ફરી રાજે કહ્યું.
કોમલ કઈક તો બોલ.?
મારી સાથે રહેવા માગે છે કે પછી...

આટલું બોલતા ની સાથે રાજ નો ચહેરો બદલાઈ ગયો જાણે ગુસ્સે થઈ ગયો હોય. હવે તો કોમલ ને જવાબ શું આપવો તે વિચાર કરવા જેવો હતો એટલે જવાબ કરતા હજુ ચૂપ રહવું યોગ્ય લાગ્યું.

કોમલે કોઈ જવાબ આપ્યો નહિ એટલે રાજે તેનો હાથ કચકાઈ થી પકડીને પાર્કિંગ તરફ લઈ ગયો. અને પોતાની કાર નો દરવાજો ખોલી ને કોમલ ને બળજબરી થી બેસાડી દીધી. કોમલ હજુ ચૂપ હતી. તે અસમંજસ માં મુકાઈ ગઈ હતી. જો રાજ નો વિરોધ કરશે તો તેનું કરિયર બરબાદ થઈ જશે અને જો ચૂપ રહેશે તો આજે તેની ઈજ્જત જવાનો ડર હતો. પણ એટલી ખબર હતી કે કાર પાર્કિંગ માં છે ત્યાં સુધી રાજ મને કઈ કરી શકશે નહીં.

કોમલ ચૂપ રહીને વિચારી રહી હતી ત્યાં રાજે કાર સ્ટાર્ટ કરી અને કોલેજ ની બહાર કાઢી. તરત કોમલ નો જીવ ગભરાવા લાગ્યો શું કરવું તે ખબર પડતી ન હતી. કોમલ જાણી ગઈ હતી આજે રાજ મારી સાથે કઈક તો કરશે.

ઉતાર ચડાવે આવે જીંદગીમાં,
સંઘર્ષ ની દુનિયામાં આપણું કોણ,
જીવશો જિંદગીને મક્કમતા થી,
તો જીતી જશો મોટું યુદ્ધ પણ..!

શું કોમલ હવે રાજ ના કેદ માંથી મુક્ત થશે.? શું રાજ હવે કોમલ સાથે બળજબરી કરશે.? કોમલ ની જીંદગી ખરાબ થશે કે રાજ ની જીંદગી ખુશહાલ.? જોઈશું આગળનાં ભાગમાં....

ક્રમશ....