Prem no Purn Santosh - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૦

આખી રાત પીડા સહન કરીને સવારે રાજલ ઊભી થવા જાય છે તો તે ઊભી થઈ શકતી ન હતી. કોમલ તેની પાસે બેસીને કહે છે.
"ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ."
આ વાત રાજલ ના મમ્મી સાંભળી ગયા એટલે તે રાજલ ના રૂમમાં આવી ને બોલ્યા.
શું થયું છે રાજલ બેટા.?
કોઈ તકલીફ હોય તો અમને જણાવ. અમે તને ડોક્ટર પાસે લઈ જઈએ.

ધીમા અવાજે રાજલ બોલી.
કઈ નથી થયું મમ્મી. બસ આજે પીરીયડ પર આવી એટલે પેટમાં બહુ દુખે છે. આરામ કરીશ એટલે સારું થઈ જશે.

રાજલ ના મમ્મી સમજતા હતા કે પીરીયડ પર છોકરી આવે એટલે પેટમાં દુખાવો થવો નોર્મલ છે તેની દવા લેવી જરૂરી નથી હોતી.

રાજલ કોલેજ જઈ શકે તેમ હતી નહિ અને કોમલ ને કોલેજ જવું જરૂરી હતું એટલે રાજલ ને કહીને કોમલ કોલેજ જવા રોડ પરથી બસ પકડી.

કોલેજ જતી વખતે કોમલને રાજ પર ગુસ્સો આવી રહ્યો હતો. વિચાર આવ્યો અત્યારે જ તેનું ખૂન કરી નાખું પણ વાંક રાજ એકલા નો નથી રાજલ ની પૂરેપૂરી સંમતિ થી થયું છે એટલે રાજલ ને ભાન આવે તેજ બરાબર છે. અત્યારે કઈ કરવું યોગ્ય નથી એમ વિચારીને કોમલ કોલેજ પહોંચી.

હજુ રાજલ અને રાજ ના વિચારમાં કોમલ હતી ત્યાં કોલેજ નાં ગેટ પાસે કમલ નજરે ચડ્યો. એક વિશ્વાસુ દોસ્ત મળ્યો છે તેમ માનીને તે તેની પાસે જઈને કોમલ બોલી.
કેમ છે કમલ..?
કોઈ ની રાહ જુએ છે કે શું.?

"બસ તારી રાહ જોવ છું."
હસીને કમલ બોલ્યો.
બે મુલાકાતમાં પહેલી વખતે કમલ ને હસતો જોઈને કોમલ બોલી.
અરે ... વાહ... તું પણ હસી શકે છે એમ.!!

કેમ હું હસી ન શકું ..!!!
હું પણ માણસ જ છું ને. જવાબ આપતા કમલ બોલ્યો.

હા.... પણ બે મુલાકાતમાં તું સ્થિર ગંભીર રહ્યો છે એટલે...

સારું... સારું... ચાલ કોલેજ નાં કલાસ તરફ જઈએ. આમ કહીને બન્ને કોલેજના કલાસ તરફ આગળ વધ્યા.

ક્લાસ પૂરા કરીને કોમલ કોલેજ ના ગેટ પાસે આવેલ બસ સ્ટોપ પર બસ ની રાહ જોઈ રહી હતી ત્યાં કમલ સ્કૂટર લઈને આવ્યો. કોમલ ની નજર કમલ ના સ્કૂટર પર પડતાં જ તે હસવા લાગી.
ચાલીસ વર્ષ જૂનું સ્કૂટર અને ઉપર થી ફટફટ અવાજ થી જાણે આંખો રોડ ગુંજી રહ્યો હતો.

સ્કૂટર પર સવાર થયેલ કમલે કહ્યું.
કોમલ તું કહે તો તને ઘરે ડ્રોપ કરી આપુ.?

કમલ ની સામે જોઇને કોમલ ફરી હસીને બોલી.
ખરેખર તારું આ ફટફટયું મારા ઘરે પહોંચાડી શકશે.!?

તું એકવાર બેસી તો જો વાયુવેગે આ સ્કૂટર ચાલશે અને જો તને મઝા ન આવે તો ત્યાં જ ઉતરી જજે હું ત્યાં જ તારા માટે રિક્ષા કરી આપીશ.

કોમલ તો કમલ પાછળ બેસી ગઈ અને સ્કૂટર તો રોડ પર ચાલતું થયું. સ્કૂટર ના અવાજ થી બધાની નજર તેના પર પડી રહી હતી. એટલે બન્ને હસી રહ્યા હતા. આ બંને ની વિચાર ધારા અલગ હતી.
તેઓ મન કહે તે પ્રમાણે ચાલતા નહિ કે સમાજ શું કહેશે.

પાછળ બેસેલી કોમલે પોતના ઘર તરફ રસ્તો બતાવ્યો એટલે કમલ તેના ઘર સુધી સ્કૂટર ને પહોંચાડી દીધું અને "ફરી કાલે મળીશું કહીને" કમલ ત્યાંથી પોતાના ઘરે જવા રવાના થયો.

ઘરે આવીને કોમલ જુએ છે તો રાજલ હજુ પથરીમાં પડી હોય છે પાસે બેસીને કોમલે પૂછ્યું.
કેમ છે રાજલ હવે.?
હવે થોડું સારું છે બસ થોડો દુખાવો હજુ થઈ રહ્યો છે પણ લાગે છે કાલ સવાર સુધીમાં હું ઠીક થઈ જઈશ.

કોમલ પોતાના રૂમમાં જઈને વાંચવા લાગી પણ આજે પહેલી વાર તેના મનમાં ઘણા વિચારો નું ભ્રમણ શરૂ થઈ ગયું હતું જે તેને વાંચવામાં બાધા પાડી રહ્યું હતું.
પહેલું હતું રાજલ ની ચિંતા અને આગળ રાજ નું શું કરવું.?
બીજું હતું કમલ ની દોસ્તી નો વિચાર.
અને ત્રીજું હતું રાજલ ને કેવી રીતે રાજ થી દુર કરવી.?

આ બધા વિચારો ની વચ્ચે બુક એક બાજુએ મૂકીને શાંતિથી ધ્યાન કરવા લાગી. જેથી તેને ધ્યાન દ્વારા યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે. અને એવું જ થયું. ધ્યાન કરવાથી તેનું મન શાંત થયું અને તે રાત્રે સૂઈ ગઈ.

સવાર થતાં ની સાથે કોલમ કોલેજ જવા તૈયાર થઈ ત્યાં રાજલ પણ કોલેજ જવા તૈયાર થઈ ગઈ હતી. પહેલા કરતા સારું હોય તેમ સ્વસ્થ જોઈને કોમલે કહ્યું.
રાજલ આજે તારે કોલેજ આવવું છે.?

રાજલે હા કહીને બન્ને સ્કુટી પર કોલેજ જવા રવાના થયા. કોલેજ ના ગેટ પાસે પહોંચતા જ બન્ને એ પોતાના ફ્રેન્ડ ને જોયા એક તરફ કોલેજ નાં ગેટ પાસે રાજ ઊભો હતો તો સામેની બાજુએ કમલ ઊભો હતો. કોમલ ઈચ્છતી હતી કે કમલ ને મળી લવ પણ રાજલ પોતાની સ્કુટી ત્યાં ઊભી રાખે એવી રાહ જોઈ. પણ રાજ ને ઇજ્ઞોર કરીને રાજલ પોતાની સ્કુટી કોલેજના પાર્કિંગ તરફ આગળ ચલાવી. રાજ જોઈ થયો પણ રાજલે પોતાની સ્કુટી ઊભી રાખી જ નહિ. અને પાર્કિંગ તરફ સ્કુટી ને પાર્ક કરીને કોલેજ તરફ આગળ વધી.

રાજ જોઈ રહ્યો કે રાજલ આવી રીતે કેમ મને નજઅંદાજ કરીને નીકળી ગઈ. તે સ્કુટી પાછળ દોડ્યો પણ તે સ્કુટી ને પહોંચી શક્યો નહિ અને ધીમે પગલે ક્લાસ તરફ આગળ વધ્યો.
તો કમલ પણ એમ સમજી ક્લાસ તરફ આગળ વધ્યો. કે કોમલ સાથે તેની બહેન છે એટલે તેને મારી તરફ જોવું યોગ્ય લાગ્યું નહિ હોય.

આમ તો ચારેય ના ક્લાસ અલગ અલગ હતા એટલે ક્લાસ રૂમમાં એકબીજા સાથે રહી શકે તેમ હતા નહિ એટલે ક્લાસ પૂરા થાય પછી બહાર મળવાનું જ રહેતું.

ચાલુ ક્લાસ માં રાજલ ની તબિયત ખરાબ થઈ તેને પેટમાં ફરી દુખાવો થતા તે ચાલુ ક્લાસ છોડીને કોમલ ના ક્લાસમાં આવી અને સર પાસેથી કોલમ ને સાથે લઈ જવાની પરવાનગી માંગી.
તબિયત સારી ન દેખાતા કોમલે ઘરે જવા રાજલ નો હાથ પકડીને પાર્કિંગ પાસે પહોંચી. અને પોતે ફરી સ્કુટી ચલાવીને તેઓ ઘર તરફ આગળ વધ્યા.

કોમલ સમજી ગઈ હતી રાજલ ને હજુ સારું થયું નથી એટલે ડોક્ટર ને બતાવવું યોગ્ય રહેશે. પણ તે હજી અમદાવાદ માં આવી તેના થોડા દિવસો જ થયા હતા એટલે સારા ડોક્ટર કે હોસ્પિટલ ને જાણતી પણ ન હતી પણ રસ્તામાં તે ડો. પુષ્પા રાઠોડ "સ્ત્રી રોગ નિષ્ણાત" બોર્ડ નજરે ચડ્યું એટલે સ્કુટી ત્યાં ઊભી રાખી અને કોમલ ને ડો. પુષ્પા રાઠોડ પાસે લઈ ગઈ.

કેસ લખાવી થોડો સમય રાહ જોયા હશે ત્યાં ડો પુષ્પા એ તેમને બોલાવ્યા.
રાજલ નો પડી ગયેલો ચહેરો જોઈને ડો.પુષ્પા બોલ્યો.

"શું પ્રોબ્લેમ થઈ છે."?
રાજલે કોમલ તરફ ઈશારો કર્યો એટલે કોમલ બોલી.
મેડમ બે દિવસ પહેલા એક છોકરા સાથે સંબંધ બાંધ્યો હતો અને તેના કારણે તેને સતત પેટમાં દુઃખી રહ્યું છે.

ડૉ. પુષ્પા સમજી ગઈ એટલે રાજલ ને એક અલગ રૂમ લઈ જઈને તેનું ચેકઅપ કરી બહાર આવ્યા.

પ્રાઇવેટ પાર્ટ ની અંદર ગંભીર ઈજા પહોંચી છે અને ઇન્ફેક્શન પણ લાગ્યું છે એટલે હું દવા આપુ છે તે લેવાનું શરુ કરો અને પાંચ દિવસ સુધી આરામ કરશો એટલે ઠીક થઈ જશે. દવા આપતા આપતા ડો. પુષ્પા રાઠોડે કોમલ ને સમજાવતા કહ્યું.

કોઈ ચિંતા જેવો વિષય તો નથી ને. ગંભીરતા પૂર્વક કોમલ બોલી.

ના કઈ ખાસ છે નહિ બસ આરામ કરશો એટલે સારું થઈ જશે.

શું રાજલ ની તબિયત સારી થઈ જશે કે વધુ બીમાર પડશે.? રાજલ ની રાહ જોઈ રહેલ રાજ આખરે રાજલ ને મળવા શું કરશે.? કોમલ અને કમલ ની દોસ્તી વધુ મજબૂત બનશે કે ઘટી જશે.? જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ....