Colors - 12 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 12

અગાઉ ના ભાગ માં આપડે પીટર દ્વારા બનાવેલી ટિમ અને તેના દ્વારા થયેલી અલગ અલગ જગ્યા ની સફર વિશે સાંભળ્યું,જ્યારે ચોથી રાઘવ ની ટિમ હજુ પરત ફરી નથી, બધા તેની રાહ માં છે,ત્યાં જ જંગલ તરફ થી કશો સળવળાટ સંભળાય છે.હવે આગળ...


જે જગ્યા એ ટેન્ટ બાંધેલા હતા ત્યાં તો ખૂબ જ લાઈટ હતી,અને જંગલ તરફ ઘોર અંધકાર એટલે બધા ને આ અજ્વાળા પાછળ ના ચેહરા દેખાતા નહતા.ધીમે ધીમે તે નજીક આવતા ગયા,બધા ના મન માં ભય અને ચિંતા ની મિશ્રિત લાગણી હતી.અને જેવા તે ઓળા નજીક આવ્યા તો બધા ના ચેહરા પર ભય ની જગ્યા એ ખુશી છવાઈ ગઈ.

સામે રાઘવ અને તેની ટિમ ને જોઈ ને બધા ના જીવ માં જીવ આવ્યો,બધા ખૂબ જ ખુશ થઈ ગયા.પીટર રાઘવ ને ભેટી પડ્યો,તેની આંખ અને વ્યવહાર મા રાઘવ પ્રત્યે ની ચિંતા દેખાતી હતી.અને બીજા બધા એ પણ ખૂબ જ ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત કર્યું.

ત્યારબાદ બધા એ સાથે મળી ને ભોજન કર્યું અને ત્યારબાદ દરેક પોત પોતાના સફર ની વાત કરવા લાગ્યું.
શરૂઆત પીટરે કરી,

કાલે જે જગ્યા એ ગયા હતા,ત્યાં જ અમે આજે પણ ગયા હતા,પણ આજે એક નવું અચરજ થયું આમ કહી ને પીટરે પોતાના સફર ની તમામ વાત કહી,બધા એ જ્યારે એ સાંભળ્યું કે ત્યાં કોઈ નો હસવાનો અવાજ આવતો હતો,ત્યારે બધા ના શરીર મા ડર નું લખલખું પસાર થઈ ગયું.

ત્યારબાદ મિસ્ટર જોર્જે પોતાની સફર વિશે વાત કરી કે અમે આપડા ટેન્ટ થી પશ્ચિમ તરફ આગળ વધ્યા,જ્યાં રસ્તો પથરાળ હતો, પણ અમને કોઈ અજુગતું જોવા ના મળ્યું.એટલે બધા ને નિરાંત થઈ કે એ તરફ કોઈ ખતરો નથી.

અમે આજે અલગ અને અજાણ્યા રસ્તે અમારી સફર ની શરૂઆત કરી હતી,પરંતુ એનો અંત થોડો કાલ જેવો જ રહ્યો,વાહીદે પોતાની વાત કહેવાની શરૂઆત કરી અને બધા ના મન માં ફરી એક ડર પેઠો.વાહીદ અને રોન ની વાત સાંભળી બધા ના આશ્ચર્ય માં વધારો થયો,અને જ્યારે વાહીદે ત્યાંથી લાવેલા પથ્થર અને ત્યાં ની ઇમારત ના ફોટા બતાવ્યા ત્યારે તો બધા વધુ ચિંતા માં મુકાયા.

વાહીદ અને રોન ની ટીમે લાવેલા પથ્થર જાનવી ને આપ્યા,કેમ કે બધા એ નક્કી જ કરેલું હતું કે કોઈ પણ જગ્યા એ કોઈ અજુગતિ વસ્તુ મળે એ સાથે લાવવી અને જાનવી તેનું નિરીક્ષણ કરશે.વાહીદ ત્યાં ની માટી પણ લાવેલો જે ઝરણાં પાસે મળેલી માટી જેવી જ હતી,પણ પથ્થર એ આવા કેમ?જાનવી પણ વિચારે ચડી હતી.

હવે વારો હતો રાઘવ અને તેની ટિમ નો...

રાઘવ તમારો અનુભવ કેવો રહ્યો,શુ તમને કોઈ અચરજ પમાડે તેવી વસ્તુ,જગ્યા કાઈ જોવા મળ્યું?શુ આ પરિસ્થિતિ માંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો??પીટર ઉતાવળે રાઘવ ને પૂછવા લાગ્યો..

અમે પણ વાહીદ અને મિસ્ટર જોર્જ ની જેમ એક નવા જ રસ્તે અમારા સફર ની શરૂઆત કરી હતી...રાઘવે વાત કરતા કહ્યું...

અમે જે રસ્તે જવાનું શરૂ કર્યું તે રસ્તો આપડે કાલે જે જંગલ તરફ ગયા ત્યાં થી પણ આગળ જવાનો હતો,પણ અલગ દિશા માથી,અમે એ તરફ કાલ જેવું જ ગીચ જંગલ પાર કર્યું,અહીં પણ દિવસે અંધારું કરી દેતા ઉંચા અને ઘેઘુર વૃક્ષો હતા,રસ્તા માં ઘણા મન ને લોભવનાર ફૂલો અને ફળ પણ હતા,એ બધું પાર કરી ને અમે અંતે પાછળ દેખાતા પહાડો પાસે પહોંચ્યા.આમ તો ખાસ ઉંચા નહતા લાગતા,પણ રસ્તો થોડો પથરાળ અને થોડો ઢોળાવ વાળો હતો.

અહીંથી લગભગ વીસેક કિલોમીટર ચાલ્યા બાદ એ પહાડ પર ચઢાણ ચાલુ થયું,જોન પાસે તો બધી તૈયારી હતી જ એટલે એ પહાડ ચઢવામાં ખાસ મુશ્કેલી ના થઇ, ત્યાં ચઢ્યા પછી ત્યાં નું વાતાવરણ ખૂબ જ સુંદર લાગ્યું, અને ત્યાંથી આ જંગલ અને સમુદ્ર પણ સુંદર લાગતા હતા,
જો કે કોઈ ખાસ મોટો એરિયા નહતો ત્યાંનો,અને એવી ખાસ્સી ઉંચી પહાડી પણ નહતી.

અમને એ ચડતા લગભગ અર્ધો પોણો કલાક થયો હશે, થાકી ને થોડીવાર ત્યાં બેઠા જ હતા,કે અચાનક જ અમારું ધ્યાન ત્યાં રહેલી એક ગુફા પર પડ્યું.ગુફા અંધારી હતી અને કોણ જાણે કેટલી ઊંડી હોઈ અમે બે લોકો એ અંદર જવાનું વિચાર્યું.એટલે હું અને જોન અંદર ગયા બાકી ના લોકો ત્યાં અમારી રાહ માં બેઠા હતા.આટલું કહી ને રાઘવ પાણી પીવા થોભ્યો.રાત ના લગભગ બાર વાગવા આવ્યા હશે,પરંતુ કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ખસ્યું નહતું.

હું અને જોન વળાંકો વાળી એ ગુફા માં લગભગ અર્ધો કિલોમીટર ચાલ્યા કે કોઈ પ્રકાશ અમને દેખાયો!અમારા મન માં એક આશા જાગી અને સાથે થોડો ભય પણ કે અહીં આવું અજવાળું કેમ?શુ અહીં આપડા સિવાય પણ કોઈ છે?અને છે તો કોણ?એ મિત્ર છે કે શત્રુ?એ આપડને કોઈ નુકશાન તો નહીં પહોંચાડે ને?આવા વિચારો સાથે હું અને જોન તે પ્રકાશ ના રસ્તે ચાલતા ગયા,જ્યારે ત્યાં પહોંચ્યા તો જોયું કે ગુફા ની વચ્ચોવચ એક ઝાડ હતું જ્યાંથી આ પ્રકાશ આવતો હતો.

એ ઝાડ ખાસ ઊંચું નહતું અને તેનું થડ કોઈ ખાસ પહોળું નહતું,પરંતુ તેની બધી ડાળો ઉપર ની તરફ જ હતી,અને ઉપરથી તે ઝાડ ઘેઘુર પણ એટલું જ હતું,જાણે કોઈ છત્રી.

રાઘવ ની વાત સાંભળી બધા ના મન માં પણ આવા સવાલો ચાલવા લાગ્યા અને અહીં થી નીકળવાની આશ બંધાઈ.

અલગ અલગ રસ્તે ગયેલી દરેક ટિમ ના અનુભવ પણ અલગ છે,વાહીદ તો ફરી એ જ પ્રશ્ન પર ઉભો છે,પરંતુ આ રાઘવ ની સાથે શું થયું હશે?શુ રાઝ હશે એ ગુફા માં અને ત્યાં રહેલા અવનવા વૃક્ષ માં..જાણવા માટે વાંચતા રહો...


✍️ આરતી ગેરીયા....