Colors - 17 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 17

એક તરફ પીટર બધા ને અહીં થી સહી સલામત કાઢવા માટે પોતાની બનતી બધી કોશિશ કરી રહ્યો છે,અને એ દરમિયાન તે ઇજાગ્રસ્ત થઈ જાય છે,અને બીજી તરફ નાયરા અને જાનવી ક્યાંક ખોવાઈ ગયા છે!લિઝા અને મિસિસ જોર્જ તેમને આસપાસ શોધે છે પણ હજી તેમની કોઈ ભાળ મળી નથી,અંતે નિલ અને રાઘવ ને આ વાત ની જાણ થતાં તેઓ તેમને શોધવા જાય છે.હવે આગળ...

આ તરફ નાયરા અને જાનવી ના ગાયબ થવાની વાત ધીમે ધીમે બધા ને જાણ થઈ ગઈ.વૃધ્ધો એ તો લિઝા પર ગુસ્સો કરવા માંડ્યો,અને કુશ, ક્રીના અને નીરજા એ તો રડવાનું ચાલુ કર્યું.

રાઘવ અને નિલ બંને હજી મૂંઝવણ માં હતા,ત્યાં જ જંગલ તરફથી કોઈ આવતું હોય તેવો અવાજ આવ્યો, બધા સતર્ક થઈ ગયા,કોઈ ને કોણ હશે?એ ડર હતો,અને કોઈ ને નાયરા અને જાનવી હોવાની આશા...

પણ ત્યાંતો ત્યાંથી પીટર ની ટિમ ના બે સભ્યો જેક અને મેક નીકળ્યા.બધા ને આ રીતે સ્તબ્ધ જોતા તેઓ પણ મુંજાઈ ગયા..

પીટર ક્યાં છે?નિલે પૂછ્યું.

મેકે ટેકરી પરથી જોયેલા દ્રશ્યો વિશે અને ત્યાંથી ઇમારત દેખાઈ એ તરફ બધા ગયા એ વિશે વિગતે વાત કરી..

ઓહ..નો..એટલે હવે અહીં નો મોરચો પણ આપડે જ સંભળાવો પડશે!નિલે રાઘવ સામે જોઈ ને કહ્યું.

ત્યાં સુધી માં જેક અને મેક ને પણ ત્યાંની પરિસ્થિતિ ની જાણ થઈ ચૂકી હતી.રાઘવે સૌથી પહેલા બાળકો ને સમજાવી લિઝા અને મિસિસ જોર્જ ની સાથે મોકલ્યા અને બધા ને પોતપોતાના ટેન્ટ માં જવા કહ્યું.ત્યારબાદ ત્યાં ફક્ત નિલ,રાઘવ,જોર્જ ,જેક અને મેક જ રહ્યા.

રાઘવે મન માં કંઈક નક્કી કરી જેક અને મેક માંથી એક ને અહીં રહેવાનું કહ્યું,જેથી અહીં લેડીઝ બાળકો અને વૃદ્ધો નું ધ્યાન રાખી શકાય.કેમ કે તેમની સાથે આવેલી ટિમ માં સભ્યો પણ ઓછા હતા,અને અત્યારે થાકેલા હતા. ત્યારબાદ એક તરફ નિલ અને જેક અને બીજી તરફ તે પોતે જોર્જ ને સાથે લઈ ને નાયરા અને જાનવી ને શોધવા નીકળી પડ્યો.

પીટર અને તેની ટિમ અંધારા માં ચાલી ને થાકી ગયા હતા,એટલે બધા એ ત્યાં આરામ કરવાનું નક્કી કર્યું, પણ થોડીવાર માં જ બધા ની આંખો ઘેરાવા લાગી અને બધા જ સુઈ ગયા.વહેલી સવારે વાહીદ ની આંખ ખુલી તેને સૌપ્રથમ પીટર ને જોયો માથા પર પટ્ટી બાંધેલી હાલત માં તે થોડો વ્યથિત દેખાતો હતો.

વાહીદે આસપાસ માં નજર કરી,રાતે બિહામણું લાગતું જંગલ અત્યારે કેટલું સુંદર અને મનોરમ્ય લાગતું હતું,જે ઝાડ સાથે પીટર અથડાયો હતો તે પણ જાણે પોતાના હાથ ફેલાવી ને બોલાવતું હોઈ તેવું લાગતું હતું, પક્ષીઓ નો મીઠો કલરવ સંભળાતો હતો,તે ઉભો હતો તેની સામે જ જંગલ ના ઉંચા ઉંચા વૃક્ષો થી એક કેડી બનતી હતી.

હવે આજ રસ્તે આગળ વધવાનું રહેશે.વાહીદ મનોમન બોલ્યો.અને તરત જ પીટર પાસે પડેલી વહીસલ લઈ ને જોશથી વગાડી.બધા સફાળા બેઠા થઈ ગયા,અને વાહીદ ને જોઈ ને કોઈ હસવા લાગ્યું તો કોઈ ને ઊંઘ માંથી તેમને જગાડવા બદલ તેના પર ગુસ્સો આવતો હતો.

પીટરે એકવાર ફરી પોતાનામાં રહેલ જુસ્સા સાથે બધા ના મન માં એક આશા જગાવી,અને આમ પીટરે ફરી ગ્રૂપ ની કમાન પોતાના હાથ માં લીધી અને બધા ને ઝડપથી આગળ વધવા કહ્યું.કાલ નો થાક સવાર ની સુસ્તી હજી ઉતર્યા ના હોવાથી બધા અહીંથી નીકળવાનો રસ્તો મળશે જ એ આશા એ ચાલવા લાગ્યા.

રસ્તા માં મોટા મોટા થડ વાળા ઘણા વૃક્ષો હતા,અમુક ના તો મૂળિયા એ હદે બહાર હતા કે જાણે હમણાં જ એ વૃક્ષ ધરાશાયી થઈ જશે,તો અમુક આકાશ ને આંબે તેટલા ઉંચા હતા.ક્યાંક ક્યાંક કોઈ ઝાડ ની ડાળીઓ એકમેક ને ભેટતી હતી અને પ્રાકૃતિક ઝુલો બનાવતી હતી.

પીટર ની નજર સતત કંપાસ અને રસ્તા પર જ હતી, અચાનક ક્યાંકથી પાણી નો અવાજ આવવા લાગ્યો, ધ્યાનથી સાંભળતા એ સમુદ્ર નો અવાજ લાગ્યો,બધા ને એવું લાગવા માંડ્યું કે સમુદ્ર ક્યાંક નજીક આવી ગયો છે.બધા ના કાન ચમક્યા આ કઇ જગ્યા એ આવી ગયા?ક્યાંક એ ઇમારત સમુદ્ર ની વચ્ચે તો નથી ને???

આખરે ચાલતા ચાલતા સૂરજ માથે આવી ગયો હતો પણ પીટર અને તેની ટિમ કંપાસ ની મદદ થી પીટરે બાયનોક્યુલર ની મદદ થી જોયેલી એ ઇમારત સુધી પહોંચવામાં સફળ થયા.

બીજી તરફ રાઘવ અને નિલ નાયરા અને જાનવી ની શોધ માં મોડી રાત સુધી નજીક માં બધે જોઈ આવ્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું.ત્યારબાદ તેઓ લિઝા અને મિસિસ જોર્જ ને બાળકો ની સંભાળ રાખવાનું કહી અને દૂર શોધ માં નીકળી ગયા.
લિઝા ના કહેવા મુજબ તેઓ સ્વિમિંગ કરતા કરતા દૂર નીકળી ગયા હોવા જોઈએ,એટલે તેઓ સમુદ્ર ના કિનારે કિનારે આગળ વધ્યા,વહેલી સવારે તેઓ જંગલ માં એક એવી જગ્યા એ આવી ને ઉભા રહ્યા જ્યાં કિનારા ની બિલકુલ સામે જ ઝાડીઓ ની વચ્ચે કોઈ મકાન જેવું દેખાતું હતું.તેઓ થોડીવાર ત્યાં કિનારે જ થોભ્યા.એક તરફ તે મકાન હતું,અને બીજી તરફ અફાટ દરિયો આખરે નાયરા અને જાનવી ક્યાં હોઈ શકે?

બંને ના મગજ માં વિચારો નું તોફાન ચાલતું હતું કે આખરે કઈ તરફ જવું!રાઘવ અને નિલે આઇલેન્ડ પર આવું મકાન પહેલીવાર જોયું,તે બંને વિચાર માં પડી ગયા કે હવે આગળ વધવું કે નહીં?

શુ છે આઇલેન્ડ પર આવેલા એ મકાન નું રહસ્ય?પીટર જે ઇમારત તરફ આગળ વધી રહ્યો છે એ સમુદ્ર ની વચ્ચે છે કે પછી??નાયરા અને જાનવી ના ગાયબ થવા પાછળ કોણ છે?શું ખરેખર તેઓ ગાયબ થયા છે કે પછી..?આ બધા પ્રશ્નો ના જવાબ મેળવીશું આવતા અંક માં...


✍️ આરતી ગેરીયા....