Colors - 18 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 18

પોતાની પત્ની ની શોધ માં નીકળેલા નિલ અને રાઘવ હવે એ જ ઇમારત પાસે આવી ને ઉભા જે તેમની પત્ની એ જોઈ હતી પરંતુ તેઓ ત્યાં જ છે કે પછી ક્યાય બીજે.
આ તરફ પીટર પણ તેની મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે.હવે આગળ...

શું લાગે છે?આ શું હોઈ શકે?જોર્જે શંકાથી પૂછ્યું.

નિલ અને રાઘવે એકબીજા સામે જોયું,ખબર નહીં!પણ જે કાંઈ પણ છે ત્યાં પહોંચવાનું તો છે જ!રાઘવ મક્કમ સ્વરે બોલ્યો.

રાઘવે ડગ આગળ માંડ્યા,નિલ અને મેક તેને અનુસર્યા.તેમને જતા જોઈ જોર્જે પણ તેમની પાછળ જવું પડ્યું.

તે મકાન ની નજીક જતા જ એક ડર બધા ના મન માં લાગી રહ્યો હતો,કેમ કે તેમને જોયું કે તે એક જુના સમય નું કોઈ હવેલી જેવું બાંધકામ ધરાવતું મકાન હતું,આખું મકાન સફેદ અને કાળા કલર નું જ હતું,જેમાં આગળ જ એક ઉંચો મોટો ગોળ કમાન ધરાવતો દરવાજો હતો, તે દરવાજો ખુલો જ હતો,ત્યાંથી અંદર નું મકાન દેખાઈ રહ્યું હતું.અંદર એક મોટો ચોગાન હતો,તેની સામે જ મુખ્ય દરવાજો દેખાતો હતો.

રાઘવ અને નિલ એકબીજા સામે જોઈ હિંમત કરી ને આગળ વધ્યા.અંદર પહેલું ડગલું માંડતા જ તેમના શરીર માં એક ધ્રુજારી થઈ ગઈ.પણ બંને પોતાની પત્ની ને શોધવા નીકળ્યા હોઈ હિંમત રાખી ને આગળ વધ્યે જતા હતા.

દરવાજા માં પ્રવેશતા જ સામે બીજી નાની સાત કમાન બનેલી દેખાઈ જે મુખ્ય દ્વાર ની આસપાસ હતી.દરવાજા અને કમાનો પર વર્ષો જૂની ધૂળ જામેલી હતી,ચોગાન માં એક તરફ મોટું સુકાયેલું ઝાડ હતું, અને ઠેર ઠેર સૂકા સફેદ પાંદડા પડેલા હતા.અહીં પણ આ ઇમારત અને તેની આસપાસ બધું રંગહીન હતું,જો કે બે વાર આવો ચમત્કાર જોઈ ચૂકેલા આ બધા ને હવે કાઈ અજુગતું લાગતું નહતું.

સાત કમાન માં વચ્ચે ની કમાન માં મુખ્ય દ્વાર હતો,બાકી માં ખાલી બાંધકામ જેવું લાગતું હતું,કદાચ પહેલા ના સમય માં ત્યાં બેઠક ની વ્યવસ્થા હશે જેથી ચોગાન માં થતા કોઈ પણ કાર્યક્રમ નિહાળી શકાય.ક્યાંક ક્યાંક કોઈ પક્ષી નો અને કયારેક પગ નીચે આવતા પાંદડા નો અવાજ પણ ડરાવી દેનાર હતો,દિવસે પણ એ આખી હવેલી સુમસામ અને ડરામણી દેખાતી હતી.

બધા ધીમે ધીમે આગળ વધતા હતા,મુખ્યદ્વાર ને ખોલતા જ જોરદાર ખીચુ....ક કરતો ભયાનક અવાજ આવ્યો,જોર્જ તો બીક ના માર્યા રાઘવ ની પાછળ લપાઈ ગયા,રાઘવ અને નિલ પણ અંદરથી થરથરી ગયા હતા. અંદર ઘોર અંધકાર હતો,એકબીજા ના ચેહરા પણ જોઈ ના શકાય એવો અંધકાર,એટલે તેમણે એકબીજા નો હાથ પકડી અંદર પગ મૂક્યો પણ જેવો અંદર પગ મૂક્યો કે જાણે દરેક ના શરીર માંથી વીજળી નો કરંટ પસાર થઈ ગયો હોય તેવું લાગ્યું,એક સેકન્ડ માટે તો બધા હચમચી ગયા,એકબીજા ને માંડ સંભાળી ને બધા ઉભા રહ્યા.

અંદરથી કોઈ વિચિત્ર વાસ આવતી હતી,કદાચ આ હવેલી વર્ષોથી બંધ પડી હોય એટલે.આટલા અંધકાર માં એક ડગલું ચાલવું પણ શક્ય નહતું પરંતુ નિલ અને રાઘવ પાસે ટોર્ચ હોઈ તેમને તે ચાલુ કરી સહુપ્રથમ એકબીજા ની સામે લાઈટ ફેંકી. ત્યારબાદ તે જ્યાં ઉભા હતા ત્યાં થી થોડે આગળ ટોર્ચ નો પ્રકાશ ફેંક્યો,એ એક વિશાળ રૂમ હતો,ચારેતરફ ધૂળ જામેલી હતી,કરોળિયા ના ઝાલા ઠેર ઠેર દેખાતા હતા,અમુક તો માણસો ના કદજેટલા મોટા હતા.ટોર્ચ ના આછા પ્રકાશ માં તે રૂમ માં જૂનું ફર્નિચર પડેલું દેખાતું હતું,પરંતુ તે કેટલું કેવું અને કેવડું હતું તે સમજાતું નહતું.


માણસ નો સ્વભાવ તેના સુખ કે દુઃખ નું સૌથી મોટું કારણ હોઈ છે.સ્મશાન જેવી જગ્યા સો માણસો થી ભરેલી હોઈ તો તે રળિયામણી જ લાગે,પણ એકલા ઉપવન માં ઉભેલો માણસ પોતાને દુઃખી અને બિચારો અનુભવે.આ જ દશા આ મકાન માં અત્યારે હતી,કદાચ એક સમયે તે ખૂબ જ સુંદર હશે,પણ અત્યારે તે બિહામણી લાગતી હતી.જો કે અત્યારે પોતાની પત્ની ને શોધવા આવેલા નિલ અને રાઘવ ને આ જગ્યા નો ડર ઓછો લાગતો હતો,પણ જોર્જ તો બીક ના માર્યા થરથર ધ્રૂજતો હતો.અને ત્યાં જ અચાનક જ તેને કોઈ ના પગરવ સંભળાયા.

આમ તો તે વિરાન જગ્યા માં સૂકા પાંદડા પર ચાલવાથી પોતાના જ પગરવ સાંભળી ને બી જવાય તેવું હતું,પરંતુ આ કોઈ બીજા ના જ પગલાં નો અવાજ હતો.નિલ ,રાઘવ
જોર્જ ને મેક સાબદા થઈ ગયા.આવનારી કોઈ મુસીબત હશે કે મંજિલ તેની અટકળો કરવા લાગ્યા.હજી તેઓ કાઈ વિચારે એ પહેલાં એ પગલાં નો અવાજ વધુ નજીક આવવા લાગ્યો,તેઓ મુખ્યદ્વાર ની એક તરફ લપાઈ ને ઉભા રહ્યા.

ધીમે ધીમે એ પગલાં ના અવાજ વધુ નજીક આવતા જતા હતા,અને અવાજ પરથી તે એક બે કરતા વધુ લોકો ના પગલાં નો અવાજ હોઈ તેવું લાગતું હતું.અંદર રહેલા બધા ના જીવ અઘ્ધર થઈ ગયા હતા,બહાર કોણ હશે?કેવું હશે?તેની અટકળો બધાના મન માં ચાલુ હતી,અને સાથે ભય તો ખરો જ.બધા ના કપાળ પર પસીના ના બિંદુ સ્પષ્ટ દેખાવા લાગ્યા.

એ પગલાં એક થી બે ને ધીમે ધીમે બે થી વધુ લોકો ના હોઈ તેવું લાગવા માંડ્યું,નજીક આવતા એ પગલાં નો અવાજ દરેક ને ભય ની વધુ નજીક લઈ જતો હતો,અને એ દરમિયાન જોર્જ નો પગ કોઈ વસ્તુ સાથે અથડાતા એક ધડામ કરતો અવાજ થયો,અને એ સાથે જ એક તેજ લીસોટો એ રૂમ માં પડ્યો...
ફરી એકવાર એક એવી જગ્યા જોવામાં આવી છે જે રંગહીન છે,શુ નાયરા અને જાનવી આવી ખતરનાક જગ્યા એ હશે?શુ હશે આ ઇમારત નું રહસ્ય?અને આ કોના પગલાં સંભળાય છે?હવે કઇ મુસીબત નો સામનો કરશે રાઘવ અને નિલ?જાણવા માટે વાંચતા રહો...


✍️ આરતી ગેરીયા....